CATEGORIES
Categories
ચાલો, રમીએ શેરી રમત
રવિવારની સવાર સુધારો: ‘ફન સ્ટ્રીટ' આપે છે આવા અનેક વિસરાયેલા ખેલ તાજા કરવાનો અવસર.
દક્ષિણ ગુજરાતમાં ચાલી છે પવનચક્કીની હવા..
હવે ભરૂચમાં પણ પવન ‘બનાવશે’ વીજળી.
નકલમા પણ રાખો અક્કલ..
આવાં કૂલિંગ યુનિટ લખલૂંટ ઊર્જા વાપરી નાખતાં હોવાથી પર્યાવરણની દૃષ્ટિએ એ હાનિકારક પુરવાર થાય છે.
માણસની ઠંડક માટે પૃથ્વીને ગરમ કરાય?
ભરઉનાળે ઠેર ઠેર વરસાદના સમાચાર વચ્ચે પણ દેશમાં ગરમી બરોબર જામી છે. ગ્લોબલ વૉર્મિંગ અને ઋતુપલટાને ઉલટાવવાનું અસંભવ થતું જાય છે, પણ એનો વેગ ધીમો પાડવાનું આપણા હાથમાં છે. ખાસ કરીને ગરમીમાં ઘર-ઑફિસને ઠંડી રાખતી ઍરકન્ડિશનિંગ સિસ્ટમ થકી થતાં પાણી-વીજળીના વેડફાટને નિવારી શકીએ તો કામ બને. મુંબઈના એક ઈનોવેટર-આન્ત્રપ્રેન્યૉરે આ દિશામાં ઘણા રસપ્રદ પ્રયોગ કર્યા છે.
પંચગવ્ય પ્રોડક્ટ્સનું શુદ્ધ-દાણેદાર અર્થતંત્ર..
ભારતમાં ગાય પૂજનીય ગણાય છે. આ ધાર્મિક માન્યતાની સાથે હવે એના પાલનમાં આર્થિક કારણ ઉમેરાઈ રહ્યાં છે. આજે કાઉ બેઝ્ડ પ્રોડક્ટ્સનું હજારો કરોડ રૂપિયાનું માર્કેટ ઊભું થયું છે. આનો પુરાવો મળે છે રાજકોટમાં યોજાયેલો ગૌ આધારિત અર્થવ્યવસ્થાને પ્રકાશમાં આણતો દેશનો સૌથી વિરાટ ‘ગૌ-ટેક ૨૦૨૩’ એક્સ્પો.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
થોડી જ વાર પહેલાં સાથે મળીને સમુદ્ર વલોવી રહેલા સમગ્ર દેવગણ-અસુરગણ વચ્ચે જામ્યું એવું એક પ્રચંડ યુદ્ધ, જેની સરખામણીમાં કુરુક્ષેત્રનું યુદ્ધ પણ થોડું ઝાંખું લાગી શકે.
આવા સંગઠનનો અર્થ શું?
બીજું વિશ્વયુદ્ધ પૂરું થવા સાથે યુરોપિયન દેશોના સામ્રાજ્યવાદનો પણ અંત આવ્યો અને અનેક નવાં રાષ્ટ્રોએ જન્મ લીધો. ‘યુનો’ એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દેશોનો અવાજ બનવાનું હતું અને એમનાં હિતનું રખોપું કરવાનું હતું. એને બદલે આ સંઘ તો બળૂકા દેશોનું વાજું બનીને રહી ગયો છે.
તમારું મૂળ કયું?
મૂળ ટકાવવું અઘરું કામ છે. વંશની દૃષ્ટિએ વાત કરીએ તો એક ભયાનક સંભાવના દષ્ટિગોચર થાય છે. ઘણા પરિવારમાં એકનું એક સંતાન હોય એ વિવિધ કારણોસર લગ્નના બંધનમાં બંધાતું નથી એટલે વંશવેલો માત્ર અંશવેલો બની આથમવાની તૈયારી કરવા માંડે
જસ્ટ, એક મિનિટ..
ટૂંકા ગાળાની મજા લેવાના ચક્કરમાં લાંબા ગાળાની ફસામણીનો ભોગ બની ન જવાય એનું ધ્યાન વ્યક્તિએ પોતે જ રાખવાનું હોય છે
કર્ણાટકમાં કોંગ્રેસે ખેલ તો પાડ્યો.. દિલ્હીની ગાદીનો મેળ પડશે?
શિવશંકર-સિદ્ધરામૈયા: અઢી વર્ષની ગણતરી શરૂ?
અતઃ સીમંતોન્નયન સંસ્કાર આરંભમ્
જોશીપરિવાર: આપણી પરંપરા.. આપણા સંસ્કાર.
પાંચ વર્ષ બાદ સાગરખેડુઓની વતનવાપસી
પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા ગુજરાતના માછીમારોઃ હાશ, ઘરે તો આવવા મળ્યું!
સુરતમાં લાઈટ-કૅમેરા-ઍક્શનની ગતિ તેજ..
આ સ્ટુડિયોમાં ઉપલબ્ધ છે ગોવાથી માંડી ગ્રીસની પ્રાચીન નગરીના પ્રતિકૃતિ સમા વિવિધ સેટ્સ.
ગુજરાતનાં વિહંગોની પ્રથમ ફીલ્ડ ગાઈડ તૈયાર
ગુજરાત પક્ષીનિરીક્ષણ માટે જાણીતું છે, કારણ કે અહીં પક્ષીની જાતિઓનું વૈવિધ્ય અને એમની સંખ્યા અન્ય કેટલાંક રાજ્યોની સરખામણીમાં વધુ છે, પરંતુ રાજ્યકક્ષાની એક બર્ડ ફીલ્ડ ગાઈડની ખોટ હતી
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
અમૃત મેળવવા માટે દેવો અને અસુરોએ સાથે મળીને મહેનત કરવી પડશે. જગતની સર્વ ઔષધિ અને સર્વ રત્નો મહાસાગરમાં નાખીને એને વલોવવામાં આવશે તો એમાંથી અમૃત પ્રાપ્ત થશે.
રાજ્યપાલઃ ફરજ શું? અધિકાર કેટલા?
ભગતસિંહ કોશિયારી: લક્ષ્મણરેખા ઓળંગી એમાં અદાલતના અળખામણા બન્યા.
ભાજપના ડબલ એન્જિનનું ઈંધણ કેમ ખૂટી ગયું?
કેન્દ્રીય નેતાગીરી પરનો વધુ પડતો આધાર કર્ણાટકમાં ભાજપને નડી ગયો. કોંગ્રેસનું ઘર વિભાજિત હતું, પણ ભાજપવિરોધી લાગણી અને રાજકીય સમીકરણોને પોતાની તરફેણમાં વાળી પંજાએ કમળને વધુ એક વાર ખીલતું અટકાવી દીધું.
જસ્ટ, એક મિનિટ..
કોઈ પણ સમયે કોઈ પણ ક્ષેત્રમાં જીત કે સફળતા મેળવવા માટે સાહસ, નીડરતા અને આત્મવિશ્વાસ જેવા ત્રણ ગુણ તો હોવા જ જોઈએ
અમને સુધરવાનું કહેતા નહીં..
દરિયાકિનારે ઈવનિંગ વૉક પર લાકડીના ટેકે મહાલતા દાદા તમને હળવું સ્મિત આપે તો એમાં પણ એક શીખ સમાયેલી હોય છે
વાળ ખરે છે? આટલું કરી જોજો..
વધુપડતો ઑઈલ મસાજ ટાળો
તેરે ચેહરે સે નજર નહી હટતી..
એક સમયે સાહિર લુધિયાણવીની આ પંક્તિ માત્ર સ્ત્રીને ઉદ્દેશીને કહેવાતી, પરંતુ સૌંદર્ય પામવાનો અધિકાર હવે યુવતીનો જ રહ્યો નથી. આજકાલ યુવાનો પણ લેટેસ્ટ હેરસ્ટાઈલ, ટ્રિમ્ડ દાઢી-મૂછ, મજબૂત જૉલાઈન, સિક્સ પૅક ઍબ્સ કે પછી સપાટ પેટના તલબગાર બન્યા છે, જેને લીધે બ્યુટી માર્કેટમાં અગાઉ ક્યારેય નહોતી એવી તેજી જોવા મળી રહી છે.
બાજી બદલી ડિજિટલાઈઝેશને, અવનવી પ્રોડક્ટ્સ..
ડૉ. અનિતા દોશી (ગાલા): ટૂથ જ્વેલરીથી લઈને ઈમ્પ્લાન્ટ કે સ્માઈલ મેકઓવરમાં આજે અવનવી પ્રોડક્ટ્સ આવી છે, તો સાથે સાથે વિજ્ઞાન પણ વિકસ્યું..
મંચ પર જે આવ્યું તે થયું શબ્દસ્થ
સામાન્ય શિરસ્તો એ છે કે લખાયેલું નાટક ભજવાય, પરંતુ ભજવાયેલા નાટકની વિગતો વાંચવા મળે તો અનુભવ અલગ રહે. ગુજરાતના જાણીતા નાટ્યકર્મી ભરત યાજ્ઞિકની નાટ્યયાત્રા-કારકિર્દીનું પુસ્તક ‘દર્શક દેવો ભવ’ તાજેતરમાં પ્રકાશિત થયું છે. ૧૯૫૩થી ૨૦૨૨ સુધીની રંગયાત્રા, કડવા-મીઠા અનુભવો આમાં આલેખાયાં છે. ગુજરાતી રંગભૂમિનાં છેલ્લાં સાઠ વર્ષની અનેક ઘટનાનો આ પુસ્તક એક પ્રકારે દસ્તાવેજ છે. અનેક કલાકારોને અપાયેલી સ્મરણાંજલિ છે અને અનેક નવા કલાકારોમાં વ્યક્ત થયેલો વિશ્વાસ પણ છે.
મેઘના ગિરીશ: માતૃપ્રેમનો અખૂટ દરિયો
બલિદાની પુત્રની યાદમાં બેંગલુરુનાં એક માતાએ રાષ્ટ્રભક્તિ તથા સૈનિક કલ્યાણનાં કાર્યો માટે ટ્રસ્ટ બનાવ્યું. જવાનોની વિધવા, એમનાં સંતાનો તથા વાલીઓને મળવાપાત્ર લાભ અપાવવા ઉપરાંત ભૂતપૂર્વ સૈનિકોને થાળે પાડવા, વિદ્યાર્થીઓને લશ્કરમાં જોડાવા પ્રોત્સાહિત કરવા જેવાં અનેક કાર્યો આ ટ્રસ્ટ કરે છે. ફોજી પરિવારમાંથી આવતાં આ મહિલાએ દેશરક્ષામાં એમનો પુત્ર અક્ષય તો ગુમાવ્યો, પણ સેવાકીય પ્રવૃત્તિ થકી એમણે દીકરાની યાદને અ-ક્ષય અર્થાત્ અવિનાશી બનાવીને માતૃપ્રેમનો એક અનોખો દાખલો બેસાડ્યો છે. ‘મધર્સ-ડે’ના અવસરે ‘પ્રિયદર્શિની વિશેષ’
પોટિંગ મિક્સને આમ કરો ફિક્સ..
ઘરે કમ્પોસ્ટ બનાવ્યું, નર્સરીમાંથી લાવેલા છોડ સાથે માટી આવી. હવે જાણી લો, કૂંડું ભરવાનું વિજ્ઞાન.
પીસીઓએસ: સ્ત્રી અને સંતાનપ્રાપ્તિ વચ્ચેનો અવરોધ
લાખો યુવતીઓને પીડતી ‘પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ’ની વ્યાધિનું એક લક્ષણ છે પિરિયડ્સમાં પ્રોબ્લેમ!
આ ચેટજીપીટી તો બનશે વધુ જોખમી રમકડું!
ગૂગલિયા દાક્તર બનીને સેલ્ફ મેડિકેશન કરતા લોકોએ હવે ચેતી જવાની જરૂર છે.
ભરઉનાળે વરસાદ લાવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે શું?
દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ અને હિમવર્ષા.. એ માટે જવાબદાર છે એક તોફાન!
ઈન્વેસ્ટમેન્ટ માર્કેટમાં આવા ફિનઇન્ફ્લ્યુન્સરથી બચજો..
સોશિયલ મિડિયા માર્ગે ફાઈનાન્સિયલ સલાહ આપતા ઈન્સ્યુન્સર બિલાડીના ટોપની જેમ ફૂટતા જાય છે. આવા કહેવાતા નિષ્ણાતો સ્ટૉક્સથી લઈ ફંડ્સની સ્કીમ કે અન્ય રોકાણ સાધનો-યોજનાઓ વિશે લોકોને પોતાના વાચાતુર્યથી લલચાવે-આકર્ષે છે. અનેક રોકાણકારો એમના ચક્કરમાં ફસાઈ રહ્યા છે ત્યારે નિયમન સંસ્થા ‘સેબી’એ એમને રોકવા સક્રિય વિચારણા સાથે રેગ્યુલેશન લાવવાની પ્રોસેસ શરૂ કરી છે.
રિલીઝના મેદાનમાં તારીખની ધક્કામુક્કી
‘જવાન’ -‘મૈદાન’ અને ‘ઍનિમલ’ -‘ગદર-ટુ’ ટકરાશે તો પાટાપિંડી કોને કરવી પડશે?