CATEGORIES
Categorías
નવરાશનું સુખ ક્યાં ખોવાઈ રહ્યું છે?
આ યુગમાં નવરાશ, નિરાંત કે ફુરસત દુર્લભ બની રહી છે ત્યારે તહેવારોના આ દિવસોમાં ચાલો એને ફરી શોધીએ! મનને શાંત કરીને ક્ષણોને મમળાવીએ, નાની નાની ક્ષણોને નવરાશમાં સ્મૃતિ તરીકે માનસ પર અંકાઈ જવા દઈએ. જીવન જીવવાનો આ પણ એક કીમિયો છે.
પશુરાજ VS. વિદ્વાનો
♦ શરદબાબુની નવલકથા ‘ચરિત્રહીન’ના એક પાત્ર પશુરાજની અખંડ આસ્થા સામે વિદ્વન્દ્વનોની તર્કબુદ્ધિ. સમષ્ટિની જીવનશૈલી. ♦ સૃષ્ટિમાં અનેક રહસ્યો છે અને એ રહસ્યો પર જીવનનું સૌંદર્ય ટકેલું છે.
એચ-૧બી વિઝાના અરજદારોને પુછાતા સવાલો
અન્ય પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વિઝાની જેમ ‘એચ-૧બી’ વિઝાના અરજદારોએ અમેરિકામાં કાયમ રહેવા નથી ઇચ્છતા એવો નૉન-ઇમિગ્રન્ટ ઇરાદો પ્રદર્શિત કરવાનો નથી રહેતો
‘એનિમલ’ના મારા પાત્ર સાથે હું રિલેટ નથી કરી શકતોઃ રણબીર કપૂર
રણબીર કપૂરની આ અત્યાર સુધી હિંસક ફિલ્મ કહેવાઈ રહી છે
શિયાળા દરમિયાન ફૂલછોડને કેટલું પાણી આપવું જોઇએ?
બદલાતી ઋતુની અસર જેવી રીતે મનુષ્યો પર જોવા મળે છે, એવી જ રીતે વૃક્ષો અને છોડ ઉપર પણ મોસમના પરિવર્તનની અસર જોવા મળે છે
વાર્તાદાદા હરીશ નાયકની ચિરવિદાય
હરીશ નાયક આમ પોતાના જીવનના આખરી શ્વાસ સુધી કામ કરતા રહ્યા. બાળસાહિત્યના લેખક તરીકે તેઓ સતત બાળકો સાથે ઓતપ્રોત રહ્યા. જ્યારે પણ તક મળે ત્યારે બાળકોની વચ્ચે પહોંચી જઈને તેમને વાર્તા કહેવાનું જાણે શૂરાતન ચઢતું
મળવા જેવો માણસઃ એક નાટક, એક પ્રયોગ
એક ઉમદા વિચારને લઈને તૈયાર થયેલ આ નાટક વાસ્તવમાં એક પ્રયોગ છે. નાટકના દર્શકો ઉપદેશ સાંભળવા આવતા નથી. રંગમંચ પર ઘટના અને સંવાદો, દૃશ્યો દ્વારા વાતને કેટલી કુશળતાથી પ્રસ્તુત કરાય છે તેનું મહત્ત્વ છે
૫૦ વર્ષથી વસેલાં સોઢાઓનાં ગામોને મહેસૂલી દરજ્જો મળતો નથી
અત્યારે તો રહેવા માટે લોકોએ ઘર પાસેની ખાલી જમીન ઉપર ઝૂંપડાં કે મકાન બનાવ્યાં છે, પરંતુ તે નિયમિત થઈ શકતા નથી. તે માટે વધુ ગામતળની જમીનની જરૂર છે
અરવલ્લી ગિરિમાળામાં રચાશે વૃક્ષોની દીવાલ
પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અરવલ્લી ગિરિમાળાનું રક્ષણ કરવાનો, પર્યાવરણ અને જમીન સુધારણા, રણ વિસ્તરણને અટકાવવાનો, વન્યજીવન સુધારણા, જળ અને હવામાન સુધારણા અને પ્રાકૃતિક જીવનને વિકસાવવાનો છે
મડિકેરી, પશ્ચિમ ઘાટનો વેલ્વેટી વ્યૂ
મડિકેરી આવ્યા પછી ‘ કૉફી નામા' તરીકે ઓળખાતા આ મડિકેરીની કૉફી સેન્ટેડ હવાને શ્વાસમાં મરી આસપાસનાં સ્થળોને એક્સપ્લોર કરવામાં ૧૮મી સદીમાં પુનઃનિર્માણ પામેલા મડિકેરી ફોર્ટ જવા જેવું છે મડિકેરી આસપાસના કૉફી પ્લાન્ટેશનની મુલાકાત ન લઈએ તે ન ચાલે. મડિકેરી આસપાસના કોઈ સમૃદ્ધ કૉફી પ્લાન્ટેશનમાં આંટો મારી કૉફીની લોભામણી ખુશ્બમાં ઊંડા શ્વાસ લેવા અહીંનો આનંદ છે
ટેલર સ્વિફ્ટઃ અમેરિકન ગીતોની મહારાણી
ગયા વર્ષે ન્યૂ યૉર્ક યુનિવર્સિટીના એક વિભાગે ટેલર સ્વિફટના વિષયક આખો કોર્સ શરૂ કરેલો, જેમાં તેની કારકિર્દી, એને પ્રભાવિત કરનાર ગીતકારો જેવા મુદ્દા આવરી લેવાયેલા
પાક.માં નવાઝ શરીફની વાપસી પરિવર્તનની સંભાવના કેટલી?
નવાઝ શરીફને પાક.ની ધરતી પર પગ મૂકતાંની સાથે જ જામીન મળી જવા અને તેમણે એ જ સમયે રેલીમાં ચૂંટણીલક્ષી ભાષણ કર્યું, એ ઘટનાક્રમ સંકેત આપે છે કે સૈન્યનું તેમના તરફ નરમ વલણ છે
મણકાનો તથા ગાદીનો ઘસારો (સ્પોન્ડાયલોસિસ)
દરેક ભૌતિક પદાર્થ કે જેને જોઈ શકાય છે તેની ઉંમર વધવી, ઘસારો લાગવો અને અંતે નષ્ટ થવું તે નક્કી છે
ઇબી-૫ અને ટીસીએસ
રિજનલ સેન્ટરમાં જો કોઈ પણ પરદેશી આઠ લાખ ડૉલરનું રોકાણ કરે તો એ પરદેશીને અમેરિકાનું ઇમિગ્રેશન ખાતું અરજી કરતાં પ્રથમ બે વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપે છે
જેસલમેરના ધખતાં રણ વચ્ચે છલબલતો જ્ઞાનદ્વીપ - રાજકુમારી રત્નાવતી ગર્લ્સ સ્કૂલ
રાજસ્થાનનું જેસલમેર, જ્યાં વર્ષ દરમિયાન તાપમાન ૫૦ ડિગ્રીને પણ પાર કરી જાય છે. જેસલમેરથી નજીક આવેલા કનોરી ગામમાં ‘રાજકુમારી રત્નાવતી ગર્લ્સ સ્કૂલ’ની પરિકલ્પના આકાર લેવા લાગી
કચ્છ હવાઈ માર્ગે વિદેશો સાથે જોડાવા માંગે છે
જેટલા કચ્છીઓ કચ્છમાં રહે છે, અંદાજે તેટલા કચ્છીઓ કચ્છ બહાર વસે છે. કચ્છના લોકો પેઢીઓથી કચ્છ બહાર રહેતા હોવા છતાં વતન સાથેનો સંબંધ જીવંત છે. તેઓ વારે-તહેવારે, લગ્ન પ્રસંગે વતન આવતાં હોય છે, પરંતુ તેમને વતન આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કચ્છમાં ઇન્ટરનેશનલ ઍરપોર્ટ નથી, તેથી એન.આર.આઈ. કચ્છીઓને મુંબઈ, અમદાવાદ કે દિલ્હી થઈને આવવું પડે છે. ભૂકંપ પછી અહીં ખૂબ ઔધોગિક વિકાસ થયો છે. દેશ-વિદેશના લોકો ઉદ્યોગો માટે કચ્છમાં આવ-જા કરે છે. બાગાયતી ખેતી પણ વિકસી છે. કચ્છમાં પાકતાં ફળોની વિદેશમાં ખૂબ માંગ રહે છે. જો આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ મળે તો બાગાયતી પાકોની નિકાસમાં વિક્રમી વધારો થઈ શકે.
ફેસ વૉશ, ફેસ પેક અને ફેસ માસ્ક વચ્ચે શું તફાવત છે?
મૃત ત્વચા દૂર કરવી હોય તો ફેસ માસ્કનો ઉપયોગ કરવો અને જો ખીલ, ડાઘ જેવી સમસ્યા દૂર કરવી હોય તો ફેસ પેક વાપરવા પર ભાર મૂકવો જોઈએ
આંખોનું રક્ષણ કરતા અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે ઓળખાતા સનગ્લાસ
સનગ્લાસ ખરીદતી વખતે સૌથી મહત્ત્વની અને ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે એવા સનગ્લાસ ખરીદવા જે એવરગ્રીન હોય, કારણ કે આ સ્ટાઇલના સનગ્લાસ ક્યારેય આઉટડેટેડ નથી થતા
વિજ્ઞાનપ્રવાહનો ઓછો જાણીતો અભ્યાસક્રમઃ ઓડિયોલૉજી
જીવવિજ્ઞાન વિષય સાથે બારમું ધોરણ પાસ કરનાર વિધાર્થી ઓડિયોલોજીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કોર્સ કરી શકે છે. ડિગ્રી લેવલ કોર્સ ત્રણ વર્ષનો હોય છે, જે ઉમેદવાર ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ ન કરી શકતા હોય તેઓ સર્ટિફિકેટ કોર્સ પણ કરી શકે છે
નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસનો લોકમેળો
શ્રીકૃષ્ણની સલાહ મુજબ કાળા રંગની ગાય અને ધજા લઈને નિષ્કલંક થવા નીકળેલા પાંચેય પાંડવો હજારો કિલોમીટર ચાલ્યા, પરંતુ એવું કોઈ સ્થળ-થાનક ન મળ્યું જ્યાં કાળા રંગની ધજા અને ગાય સફેદ થઈ જાય
વૉક કલ્ચર અને જેન્ડર પોલિટિક્સ અમેરિકાને ડૂબાડશે?
> ૨૧મી સદીની સોશિયો-પૉલિટિકલ ચર્ચાઓમાં ‘વાંક’ નવા અર્થ અને આયામ ધારણ કરીને એ એક શબ્દ ન રહેતાં શસ્ત્ર બની ગયો છે. > વૉક કલ્ચર ભારતમાં ઉપદ્રવ ફેલાવે તે પહેલાં જાગૃત થવાની જરૂર
મધ્યપ્રદેશ ભાજપમાં જૂથબંધી, સંતુલન જાળવવાની કવાયત
ટિકિટોની વહેંચણીમાં ક્યાંય કોઈ જૂથબંધી આડે ન આવે અને બધી બેઠકો પર જીતી શકે એવા ઉમેદવારને ઊભા રાખી શકાય
‘ઇન્ડિયા’ ગઠબંધનની મુંબઈ બેઠકમાં બેસૂરા રાગ આલાપ્યા
અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના વીસ બેઠકોના દાવા સામે સવાલ ઉઠાવીને કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં તેના માત્ર બે ઉમેદવાર અને એ પણ ગાંધી પરિવારના ચાલી શકે તેમ છે અને કોંગ્રેસ રાજ્યમાં માત્ર બે ટકા મતનો હિસ્સો ધરાવે છે
G-20 : ભારતની યશસ્વી સફળતા દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાને વાલા ચાહિયે
> વૈશ્વિક સ્તરે ભારતે ઇતિહાસમાં અંકિત કરેલી યશસ્વી ગાથા > ભારતે સર્વસંમતિથી દિલ્હી ઘોષણાપત્ર મંજૂર કરાવવામાં ગજબની કુનેહ દાખવી > ઇવેન્ટની ભવ્યતા, ભારતની મહેમાનગતિ, સલામતીની જડબેસલાક વ્યવસ્થાની નોંધ વિશ્વના નેતાઓ અને મીડિયાએ લીધી
‘એક ધરતી - એક પરિવાર - એક ભવિષ્ય'
> ગ્લોબલ સાઉથ અને નોર્થ દિશા આધારિત વિભાજન નથી. ભૌગોલિક, રાજકીય અને વિકાસલક્ષી વિભાજન છે. > ગ્લોબલ સાઉથનું નેતૃત્વ ભાજપે હાથમાં લઈને ચીનને સંકેત આપ્યો છે. > નવી દિલ્હી જી-૨૦ની એક મોટી સિદ્ધિ વિશ્વ બૅન્કના માળખામાં ફેરફારની છે.
ઉદયનિધિના નિવેદને સર્જેલો વિવાદ શાંત થશે?
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પણ જાહે૨માં ઉદયનિધિનો ઉગ્ર વિરોધ કરતા થયા છે
અમદાવાદમાં સૌ પ્રથમ એસ્ટ્રોનોમી ક્લબ શરૂ કરનાર તન્મય વ્યાસ
ચંદ્રયાનની સફળતા બાદ આદિત્ય સાથે લોકોની ઘણી અપેક્ષાઓ જોડાઈ ગઈ છે, પરંતુ આ અપેક્ષાઓ ભારણ નહીં, ભાથું સિદ્ધ થશે એવો વિશ્વાસ દર્શાવતાં કહે છે કે – આ મિશન એક નવું કિરણ, નવી ઉમેદ લઈને આવ્યું છે. આજ સુધી આપણે અન્યો પાસેથી મેળવેલા ડેટા પર નિર્ભર હતા, પરંતુ હવે એવું નહીં બને ADITYA L-1 PSLV દ્વારા લૉન્ચ થયું છે, કારણ કે તે યજીન્ફની સરખામણીમાં એ ઓછું ઈંધણ વાપરે છે. વળી, આ મિશન માટે એટલા શક્તિશાળી રૉકેટની જરૂર પણ ન હતી. ચંદ્રયાન-૨ અને મિશન મૉમ સહિત PSLVએ ૫૯ યાત્રાઓ કરી છે, તેથી તેની કાર્યક્ષમતા વિશે પણ કોઈ શંકા નથી
એક દેશ - એક ચૂંટણી : સરકારના ઇરાદા સામે શંકા યોગ્ય નથી
ચૂંટણી જાહેર થતાં જે-તે રાજ્યમાં આચારસંહિતા અમલી બનવાને કારણે રાજ્યમાં ચાલતાં વિકાસ કાર્યો સ્થગિત થઈ જાય છે. તેને કારણે વિકાસની ગતિ અવરોધાય છે
દેશનું નામ ભારત કરવા સામે વાંધો-વિરોધ શા માટે?
ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા જી-૨૦ સંમેલનમાં આવનારા રાષ્ટ્રાધ્યક્ષો માટે યોજાનાર ભોજન સમારંભનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં રાષ્ટ્રપતિની સહી નીચે પ્રેસિડેન્ટ ઑફ ભારત એવું લખવામાં આવ્યું છે
નાઝી બિલિયોનર્સ
> જર્મનીના કેટલાક બિલિયોનર્સની હિટલરના કાળની કાળી વાતો > બીએમડબલ્યુ કાર બનાવનાર ક્વાંટ ફૅમિલી હિટલર સાથેની દોસ્તીને કારણે આગળ આવ્યું > પ્રથમ કોન્સન્ટ્રેશન કેમ્પ બનાવી હિટલરને પ્રસન્ન કરનાર હિમલરના ટેકેદાર ઉદ્યોગપતિઓનું એક મિત્ર-વર્તુળ હતું