CATEGORIES
Categorías
પેડલ વિના મારે ભમવું'તું શહેર...
નીલ કહે છે: “સૌપ્રથમ મેં ૧૦ વૉટની બે સોલાર પેનલ ખરીદી. સાથે ૨૪ વૉટની બે બેટરી લીધી. એ બે ઉપકરણ ઉપરાંત ડાયનેમો ખરીદવાની જરૂર હતી. જરૂરી સામાન ખરીદી સોલાર બાઈક બનાવવાનો આરંભ કર્યો.
શ્રદ્ધાથી જે અપાય તે શ્રાદ્ધ
શ્રદ્ધયા યદીયતે તચ્છાદ્ધમ્ અર્થાત્ શ્રદ્ધાથી જે આપવામાં આવે એ શ્રાદ્ધ. પિતૃઓ માટે કરવામાં આવતી આ માત્ર વિધિ નથી, એમાં આપણો અનુબંધ અને આપણું અનુસંધાન, બન્ને જીવંત રહે છે.
લંકાને લાગી ચીનની ચપાટ..
નબળા દેશોને ઈન્ફ્રા પ્રોજેક્ટ માટે ધીમા ઝેર સમી લોન આપીને પછી એમની જમીન કે દરિયા પર ડ્યૂહાત્મક નિયંત્રણ મેળવવાના ચીની કારસામાં હમણાં આપણું પડોશી શ્રીલંકા એવું તો ફસાયું છે કે દેશમાં આર્થિક કટોકટી જાહેર કરવી પડી છે. અધૂરામાં પૂરું, કોવિડને કારણે ટુરિઝમ ઉદ્યોગ તૂટી પડ્યો હોવાથી શ્રીલંકા ચીની કરજના છટકામાં વધુ ને વધુ ફસાતું જાય છે.
પુસ્તકે અપાવી પ્રતિષ્ઠા
સાહિત્યની કેન્દ્રીય અને પ્રાદેશિક એમ બે સર્વોચ્ચ સંસ્થા દ્વારા પુરસ્કૃત થનારા ગુજરાતના સાહિત્યસર્જકોની યાદીમાં અમદાવાદનાં કાશ્યપી મહાનું નામ ઉમેરાશે.
પરવાળાની સૃષ્ટિમાં મગ્ન બની છે આ પુણેરી ગર્લ
ત્રણ વરસની કુમળી ઉંમરે એ દરિયા તરફ આકર્ષાઈ ગઈ ત્યારે એને કલ્પના પણ નહોતી કે એક દિવસ આ જ આકર્ષણ અને અનોખી સિદ્ધિ તરફ દોરી જશે. આજે લક્ષદ્વીપ ટાપુઓ જેવી મહત્ત્વની કોરલ સાઈટના ચુનંદા નિષ્ણાત અભ્યાસુઓમાં એની ગણતરી થાય છે. ચાલો, જાણીએ એની દરિયાઈ સફરની ગાથા.
પંજામાંથી પંજાબ ગયું સમજો!
માથે ઊભા રહીને પક્ષના એક સક્ષમ મુખ્ય પ્રધાન સામે બળવો કરાવવાની ભૂલનો રાહુલ ગાંધીને અંદાજ આવશે?
ચાર પૈડાં પર આધુનિક શિક્ષણ...
આજના યુગમાં શિક્ષણ એ પાયાની જરૂરત છે. હજુ અનેક ગામની શાળામાં ભણવા માટે જરૂરી આધુનિક ઉપકરણો નથી. આજનાં બાળકો માટે એ જરૂરી છે.
ક્યા ઈંગ્લિસ હૈ, જનાબ...
એલા, ઉમર અકમલ, તું પીસીબીના એકાઉન્ટમાંથી ટ્વીટ કરવાનું બંધ કર, યાર...
કેસ ઓછા કરવા હોય તો આવા લોકોને સજા ફટકારો જ...
કારણ વગર લંબાયા કરતા કેસનો નિકાલ સમયસર લાવવાની આદત વકીલબાબુઓ અને જજ સાહેબો પડે તો જ અદાલત પરનું ખટલાઓનું કરજ થોડું ઉતારી શકાશે.
કરીનાને મળી જાતજાતની બર્થડે ગિફ્ટ...
અને હા, જન્મદિવસનાં વધામણાં.
એક સામાન્ય ટીચર ચિત્રપુરને અઘરો પાઠ ભણાવે છે.…
હવે પછી માર્કેટિંગ કરવા લલચામણાં દશ્યો, ગીતો કે સિક્વન્સ બતાવનારા સર્જકોએ ચેતીને ચાલવું પડશે, કેમ કે કોઈ માથાફરેલ કોર્ટમાં ગયો તો લેવાને બદલે દેવાનો વારો આવશે.
આર્થિક સુધારાની સ્પીડ સાથે...ઈકોનોમિક રિકવરી પણ તેજ ગતિમાં!
કોરોનાના કપરા કાળમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ અર્થતંત્ર સુધારા તરફ આગળ વધી રહ્યું છે, જેનો યશ આર્થિક સુધારણા માટેની પહેલને ફાળે જાય છે. ‘દેશ બદલ રહા હૈ’ની ઝલક આ સુધારામાં જોવા મળે છે. બાકી વાસ્તવિકતા તો આવનારો સમય કહેશે.
અનાથના ગુજરાતનો નાથ..
HOPES (હેલ્ડિંગ ઓફેન્સ યૂ પર્સનલ એન્ડ ઈમોશનલ સપોર્ટ)મિશન ઉમ્મીદ 'સપનોં કી બાત, અપનો કે સાથ'
વારલી કળા માટે શું કરે છે આ કમ્પ્યુટર ટ્રેનર?
તાજેતરમાં વડોદરા ખાતે અલગ અલગ શૈલીનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયેલું. એ પ્રદર્શનમાં ચૈતાલીએ વારલી ચિત્રો રજૂ કરેલાં.
સમસ્યાનો ઉકેલ કે નવી સમસ્યાને આમંત્રણ?
કોઈ પ્રકારના ભેદભાવ વગરનો સમાજ એક આદર્શ વ્યવસ્થા છે, પણ આપણે ત્યાં એ નજીકના ભવિષ્યમાં શક્ય બનવાની પણ નથી. આ હકીકત સ્વીકારીએ તો પણ જાતિ આધારિત જનગણના એ આવી સમસ્યાનો ઉકેલ છે એવું કહી શકાય નહીં.
બિંગ સ્ક્રીન પર બિગ બી ત્રાટકે છે ત્યારે...
અમિતાભ બચ્ચન-ઈમરાન હાશમીને ચમકાવતી, આનંદ પંડિત નિર્મિત, રૂમી જાફરી દિગ્દર્શિત મિસ્ટરી-થ્રિલર ચેહરે દસેક મહિનાથી રિલીઝ માટે તૈયાર હોવા છતાં અને ચારે બાજુથી પ્રેશર હોવા છતાં મજબૂત છાતીવાળા આનંદભાઈએ પ્રતીક્ષા કરી થિયેટરમાં જ રિલીઝ કરવાનો આકરો નિર્ણય લીધો.
બનેવીલાલ કે લિયે સાલા કુછ ભી કરેગા...
હવે જોવાનું એ છે કે અંતિમ...ને ઓટીટી તથા અમુક સિંગલ સ્ક્રીન થિયેટરમાં રિલીઝ કરવાની યોજના કેટલી ફાયદેમંદ રહે છે.
સાટાપદ્ધતિથી સમૃદ્ધ બન્યો સુરતનો નેચર પાર્ક
ઓટર એટલે કે જળબિલાડીનું જ્યાં કુદરતી રીતે બ્રીડિંગ થતું હોય એવું દેશનું એકમાત્ર પ્રાણીસંગ્રહાલય છે સુરત. જમીન અને પાણી બન્નેમાં રહી શકતા આ પ્રાણીના બદલામાં બીજાં અનેક પશુ-પંખી મેળવી સુરત ઝૂ એનાં આકર્ષણ વધારી રહ્યું છે.
બોલિચે સૂરીલી બોલિયાં
કડવાં વેણમાં એક તરફ અહંકાર પ્રગટ થાય તો બીજી બાજુ નિસબત. બોલાયેલાં વેણનો ઉદ્દેશ શું છે એના આધારે એની સાર્થકતા કે નિરર્થકતા નક્કી થાય.
સમ્માન ઉમદા સેવાનું!
ભાનુમતી એકલો જીવ : નિવૃત્તિ પછી પણ હૉસ્પિટલમાં સેવા આપવાની ઈચ્છા છે. આ ઈચ્છા પૂરી થાય એ પણ મારે મન એક એવૉર્ડ જ હશે
રાધિકા રૂપાણી મેરે પાપા, ધ ગ્રેટ...
વિજય રૂપાણીના રાજીનામા પછી સોશિયલ મિડિયા પર વહેતી થયેલી ટીકા-ટિપ્પણી સામે વ્યથિત દીકરીનો વેધક સવાલ.
નારી મુક્તિનો સોનલ કાળ અસ્ત...
પીડિત પ્રિયદર્શિીઓમાં ‘બેન' તરીકે પ્રખ્યાત એવાં સોનલા શુક્લાએ સ્ત્રીમુક્તિ, સ્ત્રીસશક્તિકરણ ક્ષેત્રે વચનાત્મક નહીં, રચનાત્મક ને નક્કર કાર્ય કર્યાં હતાં...
કોરોનામાં ચાર્ટર પ્લેન-હેલિકોપ્ટર સેવાએ ભરી ઊંચી ઉડાન...
એક સમયે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને કલાકારો માટે ચાર્ટર હેલિકૉપ્ટર-પ્લેનનો સૌથી વધુ વપરાશ થતો હતો, પણ ક્વે મેડિકલ ક્ષેત્ર ઉપરાંત વૅકેશન, નાની-મોટી ઈવેન્ટ કે સામાજિક મેળાવડા માટે પણ શ્રીમંતોની આવી ખાનગી ઊડાઊડ વધી ગઈ છે. ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારો પણ લજ્જુરિયસ કાર કે એસી ટ્રેનની બદલે ચાર્ટર હેલિકૉપ્ટર કે પ્લેનનો ઉપયોગ કરી રહ્યા છે. કોરોના દરમિયાન બદલાયેલી આ ઈન્ડસ્ટ્રીની ઈન્ટરેસ્ટિંગ વાતો...
ક્રિકેટપ્રેમીઓ ને પ્રવાસીઓની દુબઈ જવા ધક્કામુક્કી...
આઈપીએલથી લઈને બીજાં આકર્ષણને આભારી યુએઈ ફ્લાઈટ ડિમાન્ડની તેજી પ્રવાસનજગત માટે રાહતના સમાચાર લઈને આવી છે.
ગૅરબજારમાં ચટ મંગની, પટ બ્યાહ...
રોકાણકારોને સોદાના એક જ દિવસ બાદ શેર અથવા નાણાં મળી જાય એવી ‘ટી પ્લસ વન સેટલમેન્ટ યોજના આવતા વર્ષથી લાગુ કરવાની જાહેરાત થઈ છે. શું છે એના ફાયદા? શું છે એના અમલ સામે પડકાર?
સો વર્ષેય અડીખમ છે આ વીમા એજન્ટ
૧૦૦ વર્ષની ઉંમરે ઑફિસ?
એણે બનાવ્યા અનોખા રેકોર્ડ...
મુંબઈની આ પ્રતિભાશાળી વિદ્યાર્થિનીએ પ્રતિષ્ઠિત લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ’ની કાઉન્સિલમાં ડિરેક્ટર બનવા ઉપરાંત સૌથી નાની વયે વર્લ્ડ બૅન્કની ઈન્ટર્નશિપ પ્રાપ્ત કરીને દેશને અનોખું ગૌરવ અપાવ્યું છે.
દેવા હો દેવા...
થાઈલેન્ડના બૌદ્ધધર્મીઓ પણ ગણેશજીને શ્રી વિદનેશ માને છે અને નવા ધંધાના આરંભે કે લગ્નપ્રસંગે ગણેશપૂજા કરે છે.
તાલિબાનને કશ્મીરથી દૂર રાખવા...
અફઘાનિસ્તાનમાં પોતાનું રાજ આવી ગયું હોય એવા મદથી છલકાતા પાકિસ્તાને ભારતને હવે તાલિબાનનો ડારો દેખાડવા માંડ્યો છે. કશ્મીરી યુવાનોને રાષ્ટ્રીય પ્રવાહમાં ભેળવી કેન્દ્ર સરકાર પાકિસ્તાની પ્રચારનો ફુગ્ગો ફોડી શકે છે.
કેવા છે ગુજરાતના આ દાદા?
સફળ શાસનનો ઉત્સવ ઊજવતા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતાં એમના સ્થાને આવ્યા પાટીદાર આગેવાન ભૂપેન્દ્ર પટેલ. સંવેદનશીલ નેતા પછી હવે ગુજરાતને મળ્યા સરળ–સાલસ ‘દાદા'. આવો, જાણીએ નવા મુખ્ય મંત્રીના બહુરંગી વ્યક્તિત્વ વિશે.