CATEGORIES
Categorías
રંગ ભલે ન જામે... જ્યોત તો પ્રગટશે જ!
કોરોનાના કેસ ઓછા થયા છે. પણ એનો ખતરો હજી પરો ટળ્યો નથી. આ કારણે જ ખેલૈયાઓની મર્યાદિત સંખ્યા સહિત અનેક નિયંત્રણો સાથે ગરબા-રાસનાં આયોજન થઈ રહ્યાં છે.
તખ્તો બોલે છે... જીવન બચાવે છે!
...અને આમ તૈયાર થયું હરીન ઠાકર લિખિત, વસંત મારુ દિગ્દર્શિત પોણા બે કલાનું એક-અંકી મહાદાન.
ઉતાવળા સર્જક?
૧૫ ઑક્ટોબરે દશેરાના દિવસે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.
આ ગરબાગાયકોએ લીધાં પરિવર્તનનાં સ્ટેપ્સ
પારંપરિક ગરબા માટે પ્રયોગશીલ બન્યા છે વડોદરાના જાણીતા ગરબાગાયકો
બોલીવૂડનું દમ મારો દમ… ક્યારે અટકશે?
ધન-વૈભવ, નામ-દામ હોવા છતાં સાયગલથી સંજય દત્ત અને આદિત્ય પંચોલીથી માંડી આર્યન શાહરુખ ખાન સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીવાળા દારૂ અને ડ્રગ્સના રવાડે ચડીને બદનામ થાય છે. સંસારનાં લગભગ તમામ સુખ હાજર હોવા છતાં આ લોકો જાતજાતની ફિક માટે કેમ તરફડે છે?
કોંગ્રેસનું ભવિષ્ય શું?
કૌવત વગરની નેતાગીરીએ દેશના સૌથી જૂના પક્ષને સાવ દયનીય સ્થિતિમાં મૂકી દીધો છે. પક્ષની બીજી હરોળના આગેવાનો આપબળે ઊભા થઈ શકતા નથી કાં એમને કાખઘોડી સાથે જીવવાની આદત પડી ગઈ છે.
એક ગીત અનેક દીકરીના ઉત્કર્ષ માટે બનશે નિમિત્ત
કીર્તિદાન ગઢવી બ્રાન્ડ એમ્બેસેડર બન્યા...અને બસ, જન્મ થયો લાડકી પ્રોજેક્ટનો!
જેવું ખાય અન્ન તેવું થાય મન...જેવું પિએ પાણી તેવી થાય વાણી!
છેલ્લા થોડા સમયથી ગુજરાતીઓની ભોજનશૈલીમાં આવેલું પરિવર્તન આહારનિષ્ણાતો માટે ચિંતાનો વિષય બન્યું છે. આવાં જ એક ન્યુટ્રિશનિસ્ટ હરિતા પરીખ આપણી પરંપરાગત રસોઈનું મૂલ્ય સમજાવે છે.
દુબઈમાં ભરાયો છે દુનિયાભરની અજાયબીઓનો મેળો
કોરોનાને કારણે એક વર્ષ મોડા શરૂ થયેલા એક્સ્પો-૨૦૨૦ દુબઈમાં સળંગ ૧૮૨ દિવસ માટે દુનિયાભરના સંશોધકો પોતપોતાની અજાયબીઓ વિશ્વ સમક્ષ મૂકશે. જાણીએ, ૧૯૦ જેટલા દેશનાં સંશોધનો-સંસ્કૃતિનાં પ્રદર્શનને સમાવી લેતા આ વૈશ્વિક મેળાનો કેવો છે માહોલ?
યે પ્યાર ના હોગા કમ...
તલાક... તલાક... તલાક...
અહીં આંખે વળગે છે ઈતિહાસની ઉપેક્ષા!
સ્વાતંત્ર્યની લડાઈમાં જેટલું મહત્ત્વ દાંડીકૂચને મળ્યું એટલું ધરાસણા સત્યાગ્રહને ફાળે આવ્યું નથી. વલસાડ નજીકના આ ગામે નમક સત્યાગ્રહ દરમિયાન ભારે હિંસા થઈ હતી. કહો કે આ આંદોલનમાં અંગ્રેજ સરકારનું પાશવી રૂપ બહાર આવ્યું હતું, પણ કોઈ અકળ કારણસર ધરાસણાનું નામ ઢંકાઈને રહ્યું છે. આંદોલનની સ્મૃતિમાં અહીં ઢંગનું કહી શકાય એવું કશું જ નથી.
સ્ત્રીસમસ્યા સામાનો સશક્ત અવાજ
નિષ્ણાત તબીબ તરીકે સ્ત્રીઓની અનેક શારીરિક બીમારીનો ઈલાજ કરવાની સાથે એમણે મહિલાઓને કનડતી અંગત અને કૌટુંબિક સમસ્યાનો ઉકેલ આપવા માંડ્યો, નારી-અત્યાચાર સામે અવાજ ઉઠાવવા લડત ચલાવી અને એ અવાજ ગાંધીનગરના પાવર-કોરિડોર સુધી પહોંચ્યો. આજે ગુજરાતના તમામ ધારાસભ્યોના અવાજ તરીકે એ વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં છે.
સમીકરણ સાફ થઈ રહ્યાં છે...
દોણી સંતાડીને છાશ લેવા જવાનો વર્ષો અગાઉનો અભિગમ છોડી ભારતે ધે શબ્દ ચોર્યા વગર બોલવાનું શરૂ કરી દીધું છે. ચીનની સામે પડવા માટે પણ ભારતે અમેરિકાના ઓશિયાળા બનવાને બદલે પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે.
મોબાઈલ ફોન પર કરો થ્રી-ડી સોમનાથ-દર્શન
અત્યારે ઘેરબેઠાં સોમનાથ મહાદેવનાં દર્શન, આરતીનાં દર્શન તો થાય છે, હવે આ જ માધ્યમથી થ્રી-ડી ન્યૂ દ્વારા સોમનાથનાં દર્શન લોકો પોતાના ઘરે કે મોબાઈલ ફોનમાં કરી શકશે.
મહંત નરેન્દ્રગિરિની આત્મહત્યા કે હત્યા?
કરોડોની સંપત્તિ, માન-અપમાન, ઉત્તરાધિકારી બનવાની હુંસાતુંસી તથા આપસી ખટપટના ભેદભરમ વચ્ચે ‘ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ તથા ‘નિરંજની અખાડા'ના સચિવ મહંત નરેન્દ્રગિરિના અકાળે થયેલા મોતનું રહસ્ય ઘુંટાતું જાય છે ત્યારે એમના વિશે તેમ જ અખાડા પરંપરા વિશે જાણવું રસપ્રદ થઈ પડશે.
બાપુને યાદ કરો... સબરસ સાથે!
ગાંધીજીના જીવનમાં દાંડીકૂચ અને મીઠાના સત્યાગ્રહનું ખૂબ મહત્ત્વ છે. દેશના નાના માણસ માટે બાપુએ નમક સત્યાગ્રહ કરેલો. અમદાવાદથી દાંડી જઈ મુઠ્ઠીભર મીઠું લીધેલું, એ ઘટનાને યાદ રાખી મીઠાના દ્રાવણથી હું ગાંધીજીનાં ૨૧ ચિત્ર તૈયાર કરી રહ્યો છું - અતુલભાઈ શાહ
દિવ્યાંગ ચિત્રકારે કેમ બનાવ્યું સોનુ સૂદનું ચિત્ર?
ધવલ ખત્રીએ સોનુ સૂદનું ચિત્ર દોરી અમદાવાદની સંસ્થા જોશ દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન એને હાથોહાથ ભેટ આપ્યું.
થોડું બહાર, થોડું ભીતર
જિંદગીમાં એવાં સ્થાન આપણે ઓળખી લેવાં જોઈએ, જ્યાં મનને શાતા મળે, ઉદ્વેગનો વેગ ઓછો થાય અને વિષાદનો અવસાદ કૂણો પડે.
ગુજરાતના છેડા ક્યાં ક્યાં અડે છે?
રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ ઓછું હોય તો પણ ગુજરાત કેફી દ્રવ્યોની હેરફેરનું કેન્દ્ર બન્યું છે એ પણ મોટી ચિંતાનો વિષય છે.
કેવળ આ અખબાર નથી, છે છાપેલો વિશ્વાસ...
ગુજરાતી પત્રકારત્વના આરંભનું ૨૦૦મું વર્ષ ચાલી રહ્યું છે. દેશ સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે. સ્વતંત્રતાની લડત જે શબ્દના શસ્ત્રથી લડ્યા એ ઝવેરચંદ મેઘાણીના જન્મનું ૧૨૫મું વર્ષ ચાલી રહ્યું છે અને એ મેઘાણીભાઈએ જે સમાચારપત્રના પત્રકારત્વ અને સાહિત્યના માધ્યમથી આઝાદીની લડતને પોષી, સમાજનું ઘડતર પણ કર્યું એવા ‘ફૂલછાબ’ને આ ૨ ઑક્ટોબરે ૧૦૦ વર્ષ પૂર્ણ થવાનાં છે. અંકોના આ સુયોગની સાથે પ્રસ્તુત છે ‘ફૂલછાબ'ની શબ્દોની સુદીર્ઘ સફરની ઝલક...
કિડની અને કેન્સરની પીડાએ આપ્યું સહિયારું કમોત
અમદાવાદના સેટેલાઈટ પોલીસને પ્રાધ્યાપક યોગેન્દ્ર વ્યાસની સુસાઈડ નોટ મળી છે, એમાં વ્યાસદંપતીએ બીમારીથી ઊગરવા માટે દવા ઉપરાંત વ્યાયામ અને યોગ-પ્રાણાયમનો સહારો લીધાનું અને એમાં પીડામુક્ત ન થવાથી આપઘાતનું અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ છે.
એવરગ્રાન્ડની અવદશા કેટલાં ઘર ઉજાડશે?
કન્સ્ટ્રક્શન રિયલ એસ્ટેટ ક્ષેત્રની ચીનની ટોચની કંપની અત્યારે ભયંકર આર્થિક સંકડામણમાં છે. ચાદર કરતાં પગ લાંબા કરવા જવામાં આ કંપની જ અત્યારે લાંબી થઈ ગઈ છે અને એની અસર વૈશ્વિક સ્તરે નોંધાઈ છે. આપણને કોરોના ક્રાઈસિસ આપનારું ચીન શું હવે ગ્લોબલ ફાઈનાન્સિયલ ક્રાઈસિસ પણ આપશે?
આત્મનિર્ભર કંપનીની બબ્બે સિદ્ધિ...
મરોલી-આણંદ-સિલ્વાસા, વગેરે વિસ્તારોમાં બે હજારથી વધુને સીધી તથા હજારોને આડકતરી રીતે રોજગારી પૂરી પાડતી આ કંપનીએ તાજેતરમાં બે શિખર સર કર્યા.
આ પૈસા આરોગ્યસેવા સુધારવા માટે વાપરો...
ભવિષ્યમાં આવી કોઈ મહામારી વખતે હજારો લોકો મોતના ખપ્પરમાં હોમાઈ જાય એવી શક્યતાને ધ્યાનમાં લઈ હકીકતમાં તો દેશની આરોગ્ય યંત્રણા સુધારવાની જરૂર છે.
આ તે ટેલ્કમ પાવડર કે..?
૨૧,૦૦૦ કરોડ રૂપિયાની કિંમતનું ૩૦૦૦ કિલો હેરોઈન...અફઘાનિસ્તાનથી ઈરાન થઈ કચ્છના મુંદ્રા બંદરે લાવવામાં આવેલા કેફી દ્રવ્યના આટલા મોટા જથ્થા પાછળ (રાબેતા મુજબ) પાકિસ્તાનનો જ હાથ? અહીં કોણ છે એમના મળતિયા?
...ને લાશ કૂદી પડી!
હોરર ફિલ્મોમાં બને એવો કિસ્સો હમણાં મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં બન્યો. અંત્યેષ્ટિ માટે વતન લઈ જવા એક મહિલાનો મૃતદેહ કૉફિનમાં પેક કરીને લૉન્ડ ડબ્બામાં મૂકવામાં આવ્યો હતો, પણ આ સુપરફાસ્ટ ટ્રેન ગંતવ્યસ્થાન પ્રયાગરાજ પહોંચી ત્યારે ડબ્બામાં નહોતું કૉફિન કે નહોતી લાશ. ભેદભરમથી ભરેલી આ ઘટનામાં ખરેખર શું થયું હશે?
૨૦૨૨ની ચૂંટણીની શતરંજ બિછાવાઈ ચૂકી છે...
કોઈ પ્રકારની ગાજવીજ વગર ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અને પ્રધાનમંડળની રચનામાં ‘નો રિપીટ થિયરી' અમલમાં મૂકી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપી દીધો છે કે રાજ્યના રાજકારણમાં હજી નવા-જૂની થઈ શકે છે.
‘નમો'નું લીલુંછમ્મ બર્થડે સેલિબ્રેશન...
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ: અમદાવાદને મળશે 'નવું જંગલ'
હાર્ટ વાલ્વની બીમારીના ઈલાજ માટે...હવે છે માઈટ્રા ક્લિપ પ્રોસિજર
અત્યાર સુધી વાલ્વની બીમારી થાય ત્યારે કાં તો ઓપન હાર્ટ સર્જરી થાય અથવા દરદી દવાના સહારે જીવન જીવે. જો કે હમણાં મુંબઈમાં પ્રથમ વખત માઈટ્રિા ક્લિપ પ્રોસિજર’ તરીકે ઓળખાતી નવતર પદ્ધતિથી દરદીની સારવાર કરવામાં આવી. આ ઈલાજમાં કડાકૂટ ઓછી છે, પણ અત્યારે આપણે ત્યાં એ હજી ખર્ચાળ છે.
હરિદ્વાર-વારાણસીની ગંગા આરતીની જેમ..હવે ગુજરાતમાં થશે નર્મદા મૈયાની આરતી
કેવડિયા-સરદાર સરોવર ડેમ અને આસપાસના વિસ્તારમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી સહિતનાં અનેક આકર્ષણ આવ્યા પછી હવે અહીંના નવનિર્મિત શૂળપાણેશ્વર મંદિર નજીક ઘાટ પર રોજ સાંજે થશે નર્મદા આરતી.