લગ્નની મોસમ ફૂલ બહારમાં ખીલેલી છે અને ડેસ્ટિનેશન વૅડિંગનો ટ્રેન્ડ આપણને ક્યારેક લવાસા તો ક્યારેક કેરળ અને ક્યારેક જયપુર તો ક્યારેક ઉદયપુર જેવા પ્રખ્યાત ટૂરિસ્ટ સિટીની સફર કરાવે છે, ત્યારે પ્રવાસ શોખીનો તો, લગે હાથ, લગ્ન પ્રસંગ સાથોસાથ જે-તે પ્રવાસન ગામને એક્સપ્લોર પણ કરી ડેસ્ટિનેશન વૅડિંગને વધુ યાદગાર બનાવે છે.
સ્મરણોની યાત્રાને આવી જ રીતે યાદગાર બનાવવી હોય અને ઉદયપુરમાં ડેસ્ટિનેશન વૅડિંગની કંકોત્રી ઘરના બેઠક ખંડમાં લગ્ન ગીતો ગાતી હોય તો ઉદયપુર ગયા પછી ઉદયપુર સિટીની વચ્ચોવચ રૉયલ પૅલેસથી ખૂબ નજીક આવેલાં ચારસો વર્ષ પ્રાચીન જગન્નાથજી એટલે જગદીશજી મંદિરે જવાનું ચૂકવા જેવું નથી.
દુકાનો અને હોટલોથી ભરચક વિસ્તારમાં સતત ટ્રાફિક જામથી અવાજો કરતાં વ્યસ્ત માર્ગ પર રહેલું ઉદયપુરનું જગદીશજી મંદિર ૧૬૫૧માં મેવાડના રાજા મહારાણા જગતસિંઘ પહેલાએ બંધાવેલું મંદિર છે. રાજપૂત શાસકો પરની દુશ્મનાવટને લઈને જ્યારે મુઘલોએ આ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે મંદિરના શિલ્પસ્થાપત્ય અને કલાત્મક કોતરકામને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
હિન્દુ વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખી ઇન્ડોઆર્યન શૈલીમાં બંધાયેલું મેવાડ વંશનું આ મંદિર ઊંચી પીઠિકા પર બંધાયેલ ત્રણ માળનું શિખરબદ્ધ મંદિર છે. પાર્કિંગની સમસ્યાનો સામનો કરતાં આ મંદિરના આરસપહાણનાં બત્રીસ જેટલાં પગથિયાં ચડીને ઉપર જઈએ તે પહેલા તાજ્જા ફૂલોના ટોપલા લઈને બેઠેલી સ્ત્રીઓ પાસેથી ભગવાન વિષ્ણુ માટે ગલગોટાનો હાર લઈ છેલ્લા પગથિયે પહોંચતા પથ્થરના હાથીઓના બે મહાકાય શિલ્પો આપણને આવકારે છે.
આવા કલાત્મક આવકારની સંગાથે ૭૯ ફૂટ ઊંચા મંદિરેથી આસપાસ નજર કરતાં જમણે હાથે રૉયલ પૅલેસની સાંકડી ગલી અને નજર સમક્ષ હોટલ બાબા પૅલેસનું બોર્ડ દેખાય છે અને દેખાય છે વાહનોની અવર-જવર પણ.
Esta historia es de la edición Abhiyaan Magazine 14/12/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 14/12/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?