આ કિસ્સો પંદરેક દિવસ અગાઉનો. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ખૂબ જાણીતો નાગ શોર્ય નામનો ઍક્ટર શૂટિંગ દરમિયાન ઢળી પડે છે અને હોશ ગુમાવી દે છે. તાવમાં તરફડતા નાગ શૌર્યને હૉસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં નિદાન થાય છેઃ અતિગંભીર કહેવાય એવું ડિહાઈડ્રેશન. બનેલું એવું કે સ્ટાર ભાઈએ આગામી ફિલ્મની ભૂમિકા માટે સિક્સ ફૅક્સ લાવવા નૉન-લિક્વિડ ડાયેટ અર્થાત્ પાણી કે પ્રવાહીથી દૂર રહેવાની પરેજી અપનાવેલી. આ સાથે એ તનતોડ એક્સરસાઈઝ પણ કરતો.
એ પહેલાં ૪૬ વર્ષી ઍક્ટર સિદ્ધાર્થ સૂર્યવંશી જિમ્નેશિયમમાં ઢળી પડે છે. કુસુમ, વારિસ અને સૂર્યપુત્ર કર્ણ જેવી ટીવીસિરિયલોનો અભિનેતા સિદ્ધાર્થ કસરત કરતાં કરતાં એકાએક ફસડાઈ પડતાં એનું મોત થાય છે. જિમમાં વર્કઆઉટ્સ દરમિયાન થયેલાં મોતમાંનું આ લેટેસ્ટ.
- તો કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત જિમ્નેશિયમમાં અચાનક બગડી જતાં એને દિલ્હીની એઈમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
ડૉક્ટરના જણાવ્યા મુજબ, જિમ્નેશિયમમાં જ એમને હાર્ટ અટેક આવેલો અને ત્યાર બાદ એમને એક પછી એક શારીરિક સમસ્યા થવા માંડી. એકાદ મહિનો વેન્ટિલેટર પર રહ્યા બાદ એમનું અવસાન થયું.. ગયા વર્ષે મશહૂર કન્નડ ઍક્ટર પુનિત રાજકુમારને પણ જિમ્નેશિયમમાં કસરત કરતી વખતે હાર્ટ અટેક આવેલો. હુમલો આવ્યા બાદના ગણતરીના સમયમાં ૪૬ વર્ષી પુનિતનું અવસાન થયું.
ફિટનેસ ટ્રેનર પવનસિંહ: વજન નહીં, ચરબી ઉતારવાનું લક્ષ રાખો.
આ બધાં જિમ ડેથ અથવા કસરતશાળામાં થયેલાં મૃત્યુ માટે નક્કી શું કારણ હશે એ તો ખબર નથી, પણ જાણકારો સ્ટેરોઈડ્ઝની શક્યતા નકારતા નથી. હા, સૌથી કૉમન કારણ છે બાવડાં બનાવવા માટે એન્હેન્સર તરીકે લેવામાં આવતાં સ્ટેરોઈડ્ઝ. દેશનાં નાનાં નગરમાંથી રણબીર કપૂર કે જોન અબ્રાહમ બનવા આવેલા સંઘર્ષશીલ નવોદિત ઍક્ટરો અથવા સોશિયલ મિડિયા પર પ્રશંસકોની સંખ્યા જાળવી રાખવાની મથામણ કરતી સેલિબ્રિટી સ્ટેરોઈડ્ઝનો આડેધડ ઉપયોગ અને એક્સ્પર્ટની સલાહ લીધા વિના મુસીબત વહોરી લેતાં હોય છે.
ગયા વર્ષે ૪૦ વર્ષી ઍક્ટર સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ જો કે જિમમાં નહોતું થયું, પણ એવી વાત વહેતી થયેલી કે એના મોતનું કારણ હતું વ્યાયામનો અતિરેક અને સ્નાયુબદ્ધ શરીર બનાવી આપવાનો દાવો કરતાં પીણાં, વગેરે.
Esta historia es de la edición December 12, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 12, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...