CATEGORIES
જીવનની કેડીએ હજી ડગ માંડ્યાં ત્યાં પગ ગુમાવ્યા, પણ મનોબળ નહીં...
સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની દીકરીની રમવાની ઉંમરે પોલિયોની બીમારીએ પગ છીનવી લીધા, પરંતુ સંજોગો સામે નિરાશ થઈને બેસી રહેવાને બદલે એણે જીવનમાં આગળ વધવાનો દૃઢ સંકલ્પ કર્યો. આજે એ દિવ્યાંગ મહિલા સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે.
રંગે રમો, પણ ક્લરની અસરથી બચો...
ધુળેટીના પર્વની મજા શરીર પર ચકામાં બનીને ઊપસી ન આવે એ જો જો.
પ્રાચીન વાદ્યોના સૂરમાં શ્વાસ પૂરે છે આ પ્રોફેસર
બારડોલીના અધ્યાપક ડૉ. વિક્રમ ચૌધરીએ ૧૦ વર્ષની મહેનતમાં અનેક લોકોની મુલાકાત, હજારો કિલોમીટરની રઝળપાટ અને કેટલાંય પુસ્તકો ખંખોળ્યા બાદ ‘ભારતીય આદિમ સંગીત વાદ્યો’ એ નામે પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં ૧૦૦ જેટલાં વાજિંત્રોની ઓળખ, ઉત્પત્તિ, નિર્માણકળા તથા વગાડવાની પદ્ધતિ આપી છે.
આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...
‘ઐસી હોરી તોહે ખિલાઉં, દૂધ છઠ્ઠી કો યાદ દિલાઉં, સૂન રે સાંવરે...’ વસંત પંચમીથી શરૂ થયેલી વ્રજમંડળની હોળી દોઢ મહિનો ચાલે છે. વ્રજનાં તમામ માં વિવિધ સ્વરૂપે હોળી ખેલાય છે, અનેક મનોરથ થાય છે, પણ બરસાનાની લઠમાર હોળી જોવા તો દુનિયાભરમાંથી ટૂરિસ્ટો ઊમટે છે. આ પ્રસંગે કૃષ્ણના ભક્તોને રાધાજીની ભક્તાણીઓ તરફથી પડતી લાઠી પાછળનો ભાવ સમજવા જેવો છે.
સંબંધો સેવા પર નહીં, સેલ્ફ-ઈન્ટરેસ્ટ પર ટકે છે...
ઉત્તમ સંબંધ મૂડીવાદ જેવો હોય. મૂડીવાદ એવી અર્થવ્યવસ્થા છે, જે ડિમાન્ડ અને સપ્લાય પર ચાલે છે. મારી પાસે ૫૦ રૂપિયા છે, પણ દૂધ નથી. તમારી પાસે દૂધ છે, પણ પૈસા નથી. હું તમને પૈસા આપું અને તમે મને દૂધ આપો. એમાં બન્નેની જરૂરત પૂરી થાય અને આપણે બન્ને સમૃદ્ધ થઈએ.
રણશિંગું ફૂંકાયું છે... પડઘમ સંભળાવા લાગ્યા છે.
૪૪ દિવસના ગાળામાં સાત તબક્કે મતદાન... આખરે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ છે. ૧૯૫૨ પછીની આટલા લાંબા અંતરાલવાળી આ પહેલી ચૂંટણી હશે. એક તરફ ‘અબકી બાર ૪૦૦ પાર’ના નારા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી મુદત માટે મત માગી રહ્યા છે તો એ સામે ‘અબકી બાર મોદી તડીપાર’ના સ્લોગન સાથે કોંગ્રેસ સહિતના વિપક્ષો જાન પર આવીને ખરેખર તો પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે.
જસ્ટ, એક મિનિટ..
એક અંજીર કોઈ ખ્યાતનામ કવિ છે તો બીજું કોઈ વિદ્વાન પ્રોફેસર.
પુરુષાર્થ અને પ્રારબ્ધની વચ્ચે...
હાથને પ્રવૃત્ત કર જલ્દી કોઈ પુરુષાર્થમાં ભાગ્યરેખા પણ નહિતર માત્ર લીટા થઈ જશે.
લ્યો, લોન લેનારાને બદલે આપનારાની લાઈન મોટી થતી જાય છે!
ફાઈનાન્સ સેક્ટરની અગ્રણી કંપનીઓના નિયમ ઉલ્લંઘન સામે રિઝર્વ બૅન્ક અને સેબી અત્યારે જે ઝડપથી ઍક્શન લઈ રહી છે એ ફાઈનાન્સિયલ માર્કેટમાં ચર્ચાનો વિષય બની છે. ગ્રાહકોની સુરક્ષા અને ફાઈનાન્સિયલ સેક્ટરની શિસ્ત માટે અનિવાર્ય એવી આ ઍક્શનના લેટેસ્ટ કિસ્સા જાણવા-સમજવા જેવા ખરા.
ક્લાઉડ સ્ટોરેજ... એ વળી શું છે?
એક વાર શીખી-સમજી લો તો તમારાં ઘણાં ટેન્શન આપોઆપ થઈ જશે દૂર.
એંસીમાંથી હવા તો ઠંડી આવે છે ને?
આકરા તડકાના દિવસો આવી રહ્યા છે એટલે ઘરને ગરમીના મુકાબલા માટે સજ્જ કરો.
ડૉક્ટરે લખી કોરોના ડાયરી
પુસ્તકે અપાવ્યો પુરસ્કાર
આખી દુનિયાને ઈન્ટરનેટના તાલે નચાવતા ઑપ્ટિકલ ફાઈબર કેબલની આંટીઘૂંટી
દરિયાના પેટાળમાં બિછાવવામાં આવતા કૅબલ દ્વારા અત્યારે આપણો ઘણોખરો ડેટા-વ્યવહાર ચાલે છે. હમણાં રાતા સમુદ્રમાંથી પસાર થતા આવા ત્રણ-ચાર કૅબલને નુકસાન પહોંચ્યું ત્યારે આપણને એનું મૂલ્ય સમજાયું.
જંગલ ઉજાડ્યો તો પ્રાણીઓ ક્યાં જશે?
જવાબ બધાને ખબર છેઃ પ્રાણીઓ જંગલની બહાર એટલે કે માનવવસતિમાં આવશે... અને ખરેખર એવા કિસ્સા વધી જ રહ્યા છે. તેમ છતાં આપણે સુધરતા નથી અને વધુ ને વધુ જંગલ ખતમ કરી રહ્યા છીએ.
થાબડી પેંડા છે આ ગામની ઓળખ
વરસના કોઈ પણ દિવસે અહીં રસ્તાની બન્ને બાજુ પથરાયેલી દુકાનબહાર ભઠ્ઠી પર કોઈ ને કોઈ તાવડામાં દૂધ ઉકાળતું દેખાય. એની સુગંધ એવી કે મોંમાં પાણી આવ્યા વગર રહે નહીં. સાડી ઉદ્યોગ માટે જાણીતા જેતપુર પાસેના નાનકડા દેવકી ગાલોળ ગામના અનેક પરિવાર માત્ર પેંડાના વેપાર પર નભે છે.
ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાન સાથે જોવા છે?
બે દેશના આ બે સર્વોચ્ચ નાગરી એવૉર્ડ મેળવનારા એકમાત્ર રાજકીય મહાનુભાવ છે મોરારજીભાઈ દેસાઈ. હમણાં જ એમની જન્મતિથિ નિમિત્તે ‘ચિત્રલેખા’એ લીધી અમદાવાદસ્થિત ‘મોરારજી દેસાઈ મ્યુઝિયમ’ની મુલાકાત, જે છે આવાં બે ટોચનાં સમ્માન સાચવતું એક અજોડ સ્થળ.
સાબરતીરે શાહી ભોજન અને પ્રભુપ્રસાદીનો સ્વાદોત્સવ
રજવાડી ઠાઠ સાથે રૉયલ, સ્પિરિચ્યુઅલ અને વેલનેસ વાનગીની જમાવટ.
આપણી આજકાલ
ચકીબેનને ચીં... ચીં... કરવા દો ભાવિક ચૌહાણ: આઠ વર્ષ અગાઉ ચકલી માટે આવાં ઘર અને બર્ડ ફીડર બનાવ્યાં અને...
હૅપ્સિનેસઃ હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ
એક દેશ હોય કે એક વ્યક્તિ, એના સુખનો સંબંધ પૈસા સાથે નહીં, જીવનના સંતોષ સાથે છે. પૈસો સુખ લાવે છે એ સાચું, પરંતુ એક સીમા સુધી જ. બધી જરૂરત સંતોષાઈ જાય પછી વધારાના પૈસા વધારાનું સુખ નથી લાવતા અને એ અસંતોષ માણસને દુઃખી કરતો રહે છે.
પાવર એના પૈસા... પણ હવે શું?
એક તરફ ચૂંટણીપંચના વરિષ્ઠ અધિકારીએ હોદ્દો છોડ્યો તો બીજી બાજુ, રાજકીય પક્ષોને ફંડ તરીકે મળેલી ઈલેક્ટોરલ બૉન્ડની રકમ વિશે સર્વોચ્ચ અદાલતે આકરું વલણ અપનાવ્યું. મતદાનની તારીખ જાહેર થાય એ પહેલાં હજી ઘણું થઈ શકે છે.
જસ્ટ, એક મિનિટ.
તારી જીભ હંમેશાં મીઠી કેમ રહે એ હું તને શિખવાડીશ.'
ખબર હોવા છતાં બેખબર
માનવી ગુમરાહ છે, એવું નથી હું માનતો સાચો રસ્તો જાણે છે સૌ, ચાલતું કોઈ નથી
કથા, કીર્તન ને મનોરથનો ત્રિવેણી સંગમ
શ્રી સનાતન ધર્મ વૈષ્ણવ વિરાટ ગૌરવ મહોત્સવ શ્રીનાથજીનું એક સ્વરૂપ ગણાતી નાગદમન પ્રભુની પ્રાચીન પ્રતિમાને બિરાજમાન કરવા ભવ્ય હવેલી તથા પુષ્ટિમાર્યાનું ગૌરવ વધારતું દિવ્યાતિદિવ્ય ધામ ડાકોર ખાતે નિર્મિત થઈ રહ્યું છે. આ સંકલ્પને સફળ બનાવવા માટે પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દૃમિલકુમાર મહોદયજીની પ્રેરણાથી મુંબઈમાં યોજાઈ રહ્યો છે એક અદ્વિતીય મહોત્સવ.
આ છે સમાજ માટે સમાજ સામે સતત લડતાં સાચાં નાયક
વિશ્વભરમાં આઠ માર્ચે મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિની વાતો થાય છે. આજે એક એવી સ્ત્રીની વાત કરવી છે જેણે પોતાના સમાજની મહિલાઓ ભણીને અને ઘરની બહાર નીકળીને પગભર થાય તથા લોકો વ્યસનમુક્ત બને એ માટે પોતાના સમાજની સામે જ અવાજ ઉઠાવ્યો છે.
હું જ તો છું સર્વગુણ સંપન્ન... ને સર્વોત્તમ!
નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઑર્ડરઃ ધ્યાન રાખજો, આ એકતરફી પ્રેમ તમને ડુબાડશે.
દીકરો ન જણે તો સ્ત્રી અપૂર્ણ ગણાય એ ક્યાંનો ન્યાય?
પુત્રજન્મનો મોહ ફક્ત અભણ કે પછાત વર્ગના લોકોમાં જ નહીં, કહેવાતી હાઈ સોસાયટીના પરિવારોમાં પણ જોવા મળે છે.
ગીત ગાયા પથ્થરોને...
હાથમાં પીંછી લઈ નીકળી પડેલા માલધારીની કહાની પથ્થર આમ તો નિર્જીવ હોય છે, પણ જૂનાગઢનો એક માલધારી રોજ આવા પથ્થરને જીવંત કરવા નીકળી પડે છે. ગિરનાર તળેટીની મોટી મોટી કાળમીંઢ શિલાઓને પીંછીના રંગથી એણે એવી તો ભીની ભીની કરી છે કે સદીઓથી સોડ તાણીને સૂતેલી આ શિલા પણ બોલી ઊઠે છે.
ઉમેદવારોની યાદીની સાથે જ કોંગ્રેસના બાર વાગી ગયા!
લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય એ પહેલાં ભાજપે બીજાં કેટલાંક રાજ્યોની જેમ ગુજરાતની ૧૫ બેઠક માટે એના કોંગેસનાં નામ ઘોષિત કરી દીધાં, એની ચર્ચા પૂરી થાય એ પહેલાં તો કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ સહિત અન્ય આગેવાનોએ ભગવો ખેસ પહેરી લઈ ચૂંટણીનો માહોલ ગરમ કરી નાખ્યો.
કેવું સ્માર્ટ (સિટી) બન્યું છે અમદાવાદ?
લોકસભા ચૂંટણી માથે આવી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી ‘સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટ અંતર્ગત કર્ણાવતી નગરીનો દેખાવ કેવો રહ્યો છે એનો લઈએ ચિતાર.
અપાર ધૈર્યથી નિરાશા ખંખેરી, બીજા માટે પ્રેરણાસ્રોત બની...
અડધું શરીર અને એકના એક દીકરાને ગુમાવવાની પીડા ભોગવનારી ગરવી ગુજરાતણ-મોટિવેશનલ યુટ્યુબર ધરા શાહની કહાણી સાંભળીને થાય કે ઈશ્વર આવી હિંમત, સકારાત્મકતા સૌને આપે.