મોટી વયે અભ્યાસ અને એમાંય પીએચ.ડી. કરવાનું સાહસ જૂજ લોકો કરે. એવા જ્ઞાનપિપાસુઓમાં અમદાવાદનાં એક માતા માતા-પુત્રીની એક બેલડીનો સમાવેશ છે. એ છે ડૉ. ઊર્મિલા ગૌતમ શાહ અને એમનાં પુત્રી ડૉ. સોનલ યોગેશ પંચાલ.
શ્વેતાંબર જૈન પરિવારનાં ઊર્મિલા શાહે અમદાવાદની જાણીતી શારદા મંદિર સ્કૂલમાં સ્ટુડન્ટ કો-ઑર્ડિનેટર તરીકે વર્ષો સુધી કામ કર્યું. સાઈકોલૉજીમાં એમ.એ. થયાં. એ પછી પચાસેક વર્ષની વયે સાઈકોલૉજીમાં પીએચ.ડી. પણ થયાં (એ વખતે દીકરી સોનલ કૉલેજમાં ભણતી) ઉપરાંત દામ્પત્યજીવન, બાળઉછેર અને કિશોરજીવન વિષયક ગુજરાતી પુસ્તકો લખ્યાં. અત્યારે અઠ્યાંસી વર્ષે પણ ઊર્મિલાબહેનનું લેખનકાર્ય ચાલે છે.
હવે એમનાં દીકરી અને એક પુત્રનાં માતા એવાં સોનલ યોગેશ પંચાલે લંડનની બકિંગહામ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૬૧ વર્ષનાં સોનલબહેન તો આમ પણ ડૉક્ટર છે. જી હા, એ અમદાવાદમાં રેડિયોલૉજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. રેડિયોલૉજિસ્ટ તરીકે સેંકડો મહિલાઓની સોનોગ્રાફી કરવાની સાથે સાથે સોનલબહેનને એના વિશે વધુ ને વધુ જાણવામાં પણ રસ પડ્યો અને એ જ લગન એમને પીએચ.ડી. કરવા માટે પ્રેરણારૂપ બની.
સોનલ બાળવયથી ભણવામાં હોશિયાર. સાથે પેન્ટિંગ અને ગરબા શીખી. સોળેક વર્ષની ઉંમરે ગુજરાતી ટીવીસિરિયલ નારી તું નારાયણીના ૭૫ જેટલા એપિસોડમાં ઍક્ટિંગ પણ કરી. જો કે માતાની જેમ અભિનેત્રીને બદલે એણે ફોઈ ડૉ. મીના શાહની જેમ ડૉક્ટર બનવાનું પસંદ કર્યું. અમદાવાદની એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કૉલેજમાં ભણતી વખતે એ સિનિયર રજિસ્ટ્રાર અને ગાયનેકોલૉજિસ્ટ ડૉ. ચૈતન્ય નાગોરીનાં લેક્ચરથી પ્રભાવિત થઈ એટલે એને પણ ગાયનેકોલૉજિસ્ટ બનવાની ઈચ્છા જાગી, પણ પછી વિચાર બદલીને ૧૯૮૭માં સોનલબહેન રેડિયોલૉજિસ્ટ બન્યાં.
ડૉ. સોનલ શાહે વર્ષ ૧૯૯૦માં અમદાવાદસ્થિત જનરલ સર્જ્યન ડૉ. યોગેશ પંચાલ સાથે લગ્ન કર્યાં. સજોડે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને ત્યાં સ્થાયી થવા માટે લંડન ગયાં, પરંતુ અપેક્ષિત વાતાવરણ ન મળ્યું એટલે અમદાવાદ પાછાં આવ્યાં. અહીં આવીને બન્નેએ નોકરી શોધવા માંડી. એ માટે વધુ એક વાર અમદાવાદ છોડ્યું. છેવટે પાલીતાણા પાસે રૂપાવટી ગામની શામળા બાપા ટ્રસ્ટ હૉસ્પિટલમાં નોકરી મળી. ત્યાં છ વર્ષ રહ્યાં. પછી પુત્ર અચ્યુતને ભણાવવા અમદાવાદ પાછાં આવ્યાં.
この記事は Chitralekha Gujarati の December 19, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の December 19, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.