પોરબંદરમાં વર્ષ ૧૯૫૩માં એક સામાન્ય પરિવારમાં જન્મ લઈને એક શિક્ષકના પુત્ર અને ચર્મરોગના નિષ્ણાત તબીબ ડૉ. સુરેશ જોશીપુરાએ માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
પોરબંદરમાં પ્રાથમિક શિક્ષણ લઈને જામનગરમાં તબીબી શિક્ષણ મેળવ્યા બાદ એમણે રાજકોટને કર્મભૂમિ બનાવી. MD, DVD - PHD, FRCP (LONDON), IFAAD (USA) સહિતની ડિગ્રી ધરાવતા ડૉ. સુરેશ જોશીપુરાનું નામ આજે તબીબી જગત અને રાજકોટ-સૌરાષ્ટ્ર માટે અજાણ્યું નથી. શાંત અને પ્રતિભાશાળી જ નહીં, એક સેવાભાવી તબીબ તરીકે તેઓ જાણીતા છે. ડૉ. જોશીપુરાએ તબીબી વ્યવસાયને કમાણીના સાધન તરીકે અપનાવ્યો નથી, પરંતુ પોતાની આવડત અને અનુભવનો લાભ ગામડાંના ગરીબ દર્દીને પણ મળે એવા આશય સાથે તેઓ છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી રાજકોટમાં તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે.
રાજકોટમાં કોઈન્સ કૉર્નર, પહેલે માળે, યાજ્ઞિક રોડ ખાતે ૧૯૮૨માં ક્લિનિક શરૂ કરી તબીબી પ્રેક્ટિસ શરૂ કરી હતી એ વાતને આજે ૪૨ વર્ષ વીતી ગયાં. આજે જૈફવયે પણ એ નિયમિત ક્લિનિક પર આવી દર્દીઓનું નિદાન કરે છે. તેઓ માને છે કે મારા ચાર દાયકાના અનુભવનો નિચોડ જે છે એનો લાભ દર્દીઓને મળવો જોઈએ.
કોરોનાના કપરા કાળમાં વાહનવ્યવહારને અસર થઈ હતી ત્યારે પણ ગામડાંના દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે એ માટે ખાસ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરીને દર્દીઓનું કન્સલ્ટિંગ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ડૉ. સુરેશ જોશીપુરાએ સંઘર્ષની સાથે સફળતા મેળવીને ઊગતી પેઢીને પ્રેરણા આપી છે. આજે મેડિકલ ફીલ્ડમાં તબીબો દર્દીઓને ખર્ચના ખાડામાં ઉતારી દેતા હોય છે ત્યારે ડૉ. જોશીપુરાએ દર્દીમાં હંમેશાં દરિદ્રનારાયણનાં દર્શન કર્યાં છે. દર્દી ઝડપથી સાજો થઈ જાય અને એને ઓછામાં ઓછો ખર્ચ થાય અને લાંબો સમય દવા ન લેવી પડે એની તકેદારી સાથે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રભરમાંથી ચર્મરોગના દર્દીઓ એમની પાસે આવે છે. દર્દીઓ ક્યારેય નિરાશ ન થાય એને નજર સમક્ષ રાખીને તેઓ એક તબીબ તરીકે દાયકાઓથી કામ કરી રહ્યા છે.
この記事は Chitralekha Gujarati の March 20, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の March 20, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.