સૉ રી ટુ સે, પણ તમારી આંખે અંધાપો આવવાનો છે. ચોક્કસ સમય નહીં કહી શકું, પણ આંખ જશે એ પાક્કું.
આંખના લગભગ દરેક ડૉક્ટરને એમની કરિયરમાં કચવાતા હૃદયે આવા શબ્દ અનેક વાર બોલવા પડતા હોય છે. આ રોગ છે એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન (એઆરએમડી), જે મોટે ભાગે પચાસ વર્ષથી મોટી ઉંમરના લોકોને થાય છે. એમાં સેન્ટ્રલ વિઝન અર્થાત્ મધ્યવર્તી દૃષ્ટિ જતી રહે, પછી આજુબાજુનું વિઝન જાય અને પૂર્ણ અંધાપો આવી જાય. ભારતમાં આ રોગના દોઢ કરોડ દરદી છે, પણ દુનિયામાં એનો કોઈ ઈલાજ નથી.
જો કે હવે એક ગુજરાતી આન્ત્રપ્રેન્યૉર ડૉ. જોગીન દેસાઈએ આઈસ્ટમ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની બનાવીને ધીમે પગલે આવતી આંખની આ વ્યાધિનો અને પરવડે એવો ઈલાજ સસ્તો, સલામત રોગીઓ સુધી ગમી જાલના પહોંચાડવાની કમર કસી છે. આઈસ્ટેમ આવું સંશોધન કરતી દુનિયાની ત્રીજી કે ચોથી જ કંપની છે. એઆરએમડીના ઈલાજનું ભારતીય માર્કેટ ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું છે.
બેંગલુરુમાં વસતા ડૉ. જોગીન દેસાઈ ચિત્રલેખા સમક્ષ એમનું વિસ્મયકારી વિઝન વર્ણવે છે.
જોગીનભાઈ સમજાવે છે એમ, આપણા નેત્રપટલ-રેટિનાને નવ પડ હોય છે. એનો પાયો એટલે કે રેટિના પિગમેન્ટ એપિથેરિયમ જો ડ્રાય થઈ જાય તો કાળક્રમે રેટિનાની આખી ઈમારત તૂટી પડે. મેક્યુલર ડિજનરેશન નામે ઓળખાતા આ રોગની સારવાર અંતર્ગત પ્રયોગશાળામાં તૈયાર કરેલી કોશિકાઓ રેટિનામાં ઉમેરવી પડે. અમે લૅબમાં એ સેલ્સ કે કોશિકા નિર્માણ કરી. અમેરિકાના પોર્ટલૅન્ડની એક કંપનીને નમૂના મોકલ્યા, જ્યાં જિનેટિકલી મોડિફાઈડ રેટ્સ-ઉંદરો પર એને અજમાવીને એની અસરકારકતા પુરવાર કરી.
આવો જ બીજો રોગ રેટિનાઈટીસ પિગ્મેન્ટોસા પાંચ-છ વર્ષનાં બાળકોને થાય છે. એ વીસેક વર્ષનાં થાય ત્યાં સુધીમાં અંધાપો આવે છે. આ રોગમાં એઆરએમડીથી ઊંધું થાય. એમાં આસપાસનું વિઝન પહેલાં જાય અને પછી મધ્યવર્તી દૃષ્ટિ ક્ષીણ થતી જાય. એક અંદાજે ભારતમાં પંદર લાખ બાળક-તરુણ આ રોગના દરદી છે. આ રોગ માટે પણ આઈની કોશિકાઓનો અખતરો ઉંદરો પર પૂરો કરવામાં આવ્યો છે.
この記事は Chitralekha Gujarati の April 24, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の April 24, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.