અમદાવાદના પાંચ-છ મિત્રો રવિવારે સવારે રિસોર્ટમાં વન ડે પિકનિક માટે પહોંચ્યા. ત્યાં મૂડ બની જતાં સ્વિમિંગ પૂલમાં ખાબક્યા. જો કે ફ્રેન્ડની ગૅન્ગના વૈભવે કહ્યું: ‘મને પાણીની ઘાત છે એટલે હું સ્વિમિંગ નહીં કરું.’
‘અરે, કંઈ નહીં થાય. અમે તારી સાથે છીએ..’ એમ કહીને મિત્રો પરાણે વૈભવને ચેન્જિંગ રૂમમાં લઈ ગયા. સૌએ જબરદસ્તી વૈભવનું ખૂલતું શર્ટ ઉતાર્યું એટલે એણે બન્ને હાથ છાતી પર ઢાંકી દીધા.
આ જોઈ ધવલે સીટી મારીઃ ‘ઓહો.. મૅન બૂબ્સ?’
મૅન બૂબ્સ એટલે સ્ત્રીનાં સ્તન જેવો દેખાતો પુરુષની છાતીમાં સ્તનગ્રંથિ પરનો ઉભાર. ધવલની જેમ બીજા દોસ્તે પણ વૈભવની છાતીના ઉભાર અંગે મજાક કરી એટલે હતાશાના ભાવ સાથે વૈભવ ફટાફટ શર્ટ પહેરીને બહાર નીકળી ગયો.
અમેરિકન મોડેલ-સોશિયલાઈટ કિમ કાર્ડાશિઆને વૅમ્પાયર ફેસિયલની સેલ્ફી ‘ઈન્સ્ટાગ્રામ’ પર મૂકી અને લોકપ્રિય બનાવી.
વૈભવની જેમ ઘણા યુવકો, પુરુષો છાતીની સ્તનગ્રંથિ પર ઊપસેલા ભાગથી શરમ અનુભવે છે. છાતીનો વધુપડતો ઉભાર છુપાવવા ઘણા યુવકો ટી-શર્ટ પહેરી શકતા નથી, સ્વિમિંગ કરી શકતા નથી. ખાસ કરીને હૉસ્ટેલ કે પેઈંગ ગેસ્ટ તરીકે ગ્રુપમાં રહેતા યુવકો આવા ઉભારથી શરમ અનુભવે.
વૈભવ અને એના જેવા યુવાનો કે પુરુષો માટે જો કે આનો કાયમી ઉપાય ઉપલબ્ધ છે. એ છે સર્જરી, જેમ કે વૈભવે એ ઑપરેશનની મદદથી સ્તનગ્રંથિમાંથી ચરબી દૂર કરાવી. આ સર્જરીને ગાયનેકોમેસ્ટિયા કહે છે.
છેલ્લાં પાંચ વર્ષમાં ગાયનેકોમેસ્ટિયાની પંદરસો જેટલી સર્જરી કરનારા અમદાવાદના જાણીતા પ્લાસ્ટિક અને કૉસ્મેટિક સર્જ્યન ડૉ. અર્થ શાહ ચિત્રલેખાને કહે છેઃ ‘મહદંશે કિશોરવયે જૂજ છોકરામાં તથા અમુક પુરુષોમાં છાતીનો ઉભાર વધેલો જોવા મળે. અનેક કિસ્સામાં ખાસ કરીને યુવાનો ડિપ્રેશનમાં પણ સરી પડતા હોય છે અને આપઘાતના વિચાર સુદ્ધાં કરતા હોય છે.’ ગાયનેકોમેસ્ટિયા સહિત અમુક સર્જરી પ્લાસ્ટિક સર્જ્યન કે કૉસ્મેટિક સર્જ્યન કરે. જો કે એ બધી સર્જરી સુંદરતા મેળવવા થતી નથી. ઘણી સર્જરી વ્યક્તિની અમુક ખોડ, ઈજા, ડાઘ ઢાંકવા કે એની સમસ્યા દૂર કરવા થાય છે.
この記事は Chitralekha Gujarati の May 22, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の May 22, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.