CATEGORIES
Kategorier
કવર સ્ટોરી: પાટનગર ગાંધીનગરમાં ઉજવાયું ૭૫મું સ્વાતંત્ર્ય પર્વ...
મુખ્યમંત્રીશ્રીએ ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદન કરાવ્યું. ૭મો આઝાદી દિવસ બન્યો કોરોના વોરિયર્સ સન્માન દિવસ.. પોતાના જીવના જોખમે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી બવનારા ૪૫ આરોગ્ય સેવા કર્મીઓ કોરોના વોરિયર્સનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કોવિડ સ્ટેટ ટાસ્ક ફોર્સમાં સેવા આપતા ૯ ખ્યાતનામ તબીબોની સેવાનો ત્રણ સ્વીકાર કરી સન્માન કરાયું
વુમન્સ સ્પેશ્યલ: ત્રિપલ
ઓર્ગેનિક આદુ અને હળદરની ખેતીથી આદિવાસી બહેનો મહીને પાંચ હજારથી વધુ કમાણી કરે છે.
અવનવું: ૧૩૦ ચોરસ કિલોમીટર કરતાં વધુ ભુભાગમાં ફેલાયેલા જાંબુઘોડા વન્યજીવ અભ્યારણમાં ૧૯૦ થી વધારે જાતિ અને પ્રજાતિઓના પક્ષીઓનો અડ્ડો...
પરીસરિય પ્રવાસન વિકાસ સમિતિ ધનપુર દ્વારા પ્રકાશિત જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકામાં વન્યજીવ છબિકાર ડો.રાહુલ ભાગવતે અહીં જોવા મળતા પક્ષીઓનો પરિચય આપવાની સાથે તેમની જીવન શૈલી અને પક્ષીદર્શન ની સાચી રીતનું ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે.… કાળિયા કોશીનો માળો જે સ્થળે જોવા મળે એની આસપાસ બારીકાઇ થી નિરીક્ષણ કરવું જોઈએ.કારણકે પીળક,દુધરાજ, નાચણ જેવા પક્ષીઓ કાળીયા કોશીના માળા નજીક પોતાના માળા બાંધે છે એટલે નિરીક્ષણ કરવાથી એ પક્ષીઓ જોઈ શકાય. ઘણાં પક્ષીઓ સમાગમની ત્રમતુમાં અલગ રંગ ધારણ કરતાં હોય છે જેને બ્રીડીંગ પ્લમેજ કહેવાય છે. ઘણી પક્ષી પ્રજાતિઓ અવાજ થી ઓળખી શકાય છે એટલે નિરીક્ષણ ની સાથે અવાજ સાંભળવાની ટેવ પક્ષી દર્શનમાં મદદરૂપ બને છે.
સ્પેશ્યલ સ્ટોરી: સ્વાતંત્રય સેનાની દિનકરભાઈ દેસાઈને સન્માનિત કરાયાં
૯ ઓગસ્ટના દિવસે, ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ નિમિતે સ્વાતંત્ર્ય સેનાનીઓને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે ભારત સરકારે સ્વાતંત્ર્ય સેનાનીઓને પોતાના ઘરે જ સન્માન કરવામાં આવ્યા છે ત્યારે નવસારીના સ્વતંત્રતા સંગ્રામમાં સંઘર્ષ કરનાર દિનકરભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું છે.
લાઈફ સ્ટાઈલ: જો મણકા અને કરોડરજ્જુની બિમારીથી પીડિત હો તો બદલાવો કામ કરવાની સ્ટાઈલ.
આધુનિક લાઇફ સ્ટાઇલમાં શરીરની આંતરીક રચના પણ બદલાઇ રહી છે. એક સમય હતો કે પચાસ પછી જ અમુક બીમારીઓ લાગુ પડતી જ્યારે વર્તમાન સમયમાં યુવાવસ્થાથી જ નાની મોટી બિમારીઓને આમંત્રણ મળવાનું શરૂ થઇ જાય છે જેનું એક માત્ર કારણ છે અત્યારની ભાગદોડવાળી જિંદગી અને આહાર પ્રણાલી છે.
સ્મીમેર હોસ્પિટલના ડો. અમિત પટેલે કોરોનાને મ્હાત આપી પુનઃફરજ પર
કોરોના સંકટમાં સુરતના દર્દીઓની જીવનરક્ષા કરવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની મોટી જવાબદારી: લોકોની સેવા કરવાનો મુખ્ય ધ્યેય છે: ડો. અમિત પટેલ
ટીપ્સ: ગળાની બળતરા માટે સરળ ઘરેલુ ઉપાય
કાળા મરી શરદી અને તાવ માટે ખૂબ જ ગુણકારી હોય છે. છ કાળા મરી, ઝીણા વાટીને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં છ પતાસા સાથે મિક્સ કરી થોડા દિવસ સતત રોજ રાત્રે ઉપયોગ કરવો જોઈએ. આવુ કરવાથી ખાંસી-શરદી દૂર થઈ જાય છે.
કેરિયર કોર્નર: કારકિર્દી કેવી રીતે નકકી કરશો?
અભ્યાસમાં બોર્ડની ધોરણ ૧૨ એચ.એસ.સી. ની પરીક્ષામાં ઉચ્ચ સફળતાનો પ્રથમ પડકાર લેવો પડે છે. પછીથી આ કર્મ અભ્યાસ અને કેરિયરમાં આવ્યા કરે છે. આ વિવિધ તબક્કામાં વિદ્યાર્થી, યુવાન, ઉમેદવારે, સફળતા કેમ મેળવવી, કેવી વ્યુહરચના કરવી, તેની રણનીતિ શું હોઈ શકે ? તેની સપ્તરંગી મેઘ ધનુષ્ય જેવી ૭ કળા (Trick) પણ છે.
કિચન કોર્નર: સવારે ખાલી પેટ ચા પીવાથી નુકશાન થાય છે?
આદિકાળથી ચા અને ભારત એક બીજાના પર્યાય છે, ચા ભારતીય સમાજનું એક અભિન અંગ છે. જેને આપણે ક્યારેય પણ ભૂલી નહી શકીએ. જે દિવસે આપણે ચા ન પીએ તે દિવસે જાણે આપણા દિવસની શરૂઆત સારી થઇ જ ના હોઈ તેવું લાગે છે.
કોરોના સામે નાગરીકોની રક્ષા કાજે સતત સેવારત સિવિલ હોસ્પિટલનો મેનેજમેન્ટ સ્ટાફ: પડદા પાછળના કલાકાર એચ.આર. મેનેજર રેખાબેન પટેલ
રેખા મેડમ, આ નવા કોવિડ વોર્ડમાં બેડની ગોઠવણી કઈ રીતે કરવી? આજે એડમિટ થયેલા 10 દર્દીઓને ક્યા વોર્ડમાં રાખવાના છે? ડૉક્ટર્સની શિફ્ટ ડ્યુટી ગોઠવાઈ ગઈ ?સામાનની ફેરવણી માટે કેટલાં માણસોને બોલાવવા? આવી અનેક સમસ્યાઓ તેમજ સિવિલના નાના-મોટાં તમામ પ્રશ્નોનાં હસીને જવાબ આપતાં અને સૌની સમસ્યાનું ત્વરિત સમાધાન કરતા હસમુખા કર્મચારી એટલે સિવિલ હોસ્પિટલના એચ.આર.મેનેજર રેખાબેન પટેલ.
હેલ્થ મંત્ર: તંદુરસ્ત અને સ્વસ્થસુખી જીવન જીવવા માટે જીવનમાં સ્વચ્છતા ખુબ જરૂરી
મેલેરિયા અને ડેગ્યુથી બચવું હોય તો સ્વચ્છતા અપનાવીએ અને રોગોથી દૂર રહીએ એ જ આખરી ઈલાજ છે
વુમન હેલ્થ: સ્ત્રીઓએ કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ
કેલ્શિયમ એવિવિધ પ્રકારનાં ખાધા પદાર્થોમાં જોવા મળતું ખનિજ પ્રકાર છે. કેલ્શિયમ એક આવશ્યક પોષક તત્વ છે, જે દરેક વ્યક્તિના આખા શરીરના વજન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે જાણીએ જ છીએ કે કેલ્શિયમની ઉણપ હાડકાં અને દાંત પર સૌથી વધુ અસર કરે છે. શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડે છે અને સાંધાનો દુખાવો થાય છે. તેથી, 30 વર્ષની વય પછી, વ્યક્તિએ આહારમાં યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ શામેલ કરવું જોઈએ. કારણ કે આ ઉમર પછી હાડકાઓના વિકાસની ગતિ ધીમી પડે છે. આ આર્ટીકલ દ્વારા આપણે જાણીશું કે સ્ત્રીઓ માટે યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ શા માટે જરૂરી છે અને કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક શું છે.
કોરોના વોરીયર્સ: અગર હૌસલે હો બુલંદ...
ચાર વોરિયર્સ કોરોના સામેનો જંગ જીતી ફરી મેદાનમાં
સેલ્ફ કેર: શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો શું થાય?
-> આવા અનેક સવાલો છે જેના જવાબ તમે જાણવા ઈચ્છો છો. -> આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર ૯૪ અને ૧૦૦ની વચ્ચે હોવું જોઈએ. -> ૯૪ ની નીચે આવે તો સારવાર લેવાની જરૂર ઊભી થાય છે.
સોશ્યલ અવેરનેસ: વતનનો સાદ સાંભળી કોરોનાનો સફાયો કરવા વિદેશમાં અભ્યાસ કરી સ્થાયી થવા ઈચ્છતા તબીબોએ રાજકોટ સિવિલ કોરોના વોર્ડમાં ફરજ બજાવી
કોઈપણ કપરા સમયમાં માતૃભૂમિના સાદને સાંભળી યુવાઓ દેશસેવા માટે હરહંમેશ તત્પર હોય જ છે. ભારતની પૂણ્યભૂમિના સંસ્કાર એ આપણી આગવી ધરોહર છે. પછી તે આઝાદી કાળ હોય કે રાષ્ટ્ર પર આવેલી કુદરતી આફત.
શું તમને પણ વિટામીન ડી ની ઉણપ તો નથી ને?
કાંચથી બંધ એરકંડીશનર ઘરાવતા ઓફીસ કે ઘર તમને ભલે આરામદાયક લાગે, પરતું તે તમારા શરીરના હાડકાંઓને ખોખલા બનાવી રહ્યું છે.
વધારે પડતા પાણીના ઉપયોગથી થઇ શકે છે પેરાનોઈયા
ઘરને સંભાળવામાં સ્ત્રીઓ મહત્વની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરની સાફ-સફાઈથી લઈને કિચન સુધીની જવાબદારી નિભાવતા તે આખો દિવસ પસાર કરી દે છે. સતત પાણીમાં કામ કરવાથી ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ થતી હોય છે. આવામાં તમારા હેલ્થની કાળજી રાખવાની જાણકારી તમને હોવી જોઈએ.
વર્ટીબ્રોપ્લાસ્ટી: સ્પાઇન સર્જરી માટે નવી નોન સર્જીકલ ટ્રીટમેન્ટ
શ્રીમતી અંજુમની ઉમર ૫૮ વર્ષની છે અને તે લગભગ બે વર્ષથી સતત ગંભીર બેકપેનથી પીડિત હતા.
મેડિકલ ટેકનોલોજીમાં કરો અભ્યાસ આગળ વધવાના ખૂબ જ ચાન્સ છે.
ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની સાથે બારમું ધોરણ ભણ્યા પછી મેડિકલ ટેકનોલોજીમાં બી.એસ.સી એક આકર્ષક અને લોકપ્રિય કોર્સ છે. નોકરી અને કેરિયરની સંભાવનાઓની દ્રષ્ટિએ આ પ્રકારના કોર્સ અન્ય કોર્સની સરખામણીએ સારા માનવામાં આવે છે. મેડિકલ ટેકનોલોજીથી જોડાયેલ કોર્સ અને તેની સંભાવનાઓ પર આધારિત છે આજની આપણી આ સ્ટોરી.
ડીઝીટલાઇઝેશનના જમાનામાં પોતાને કરો તૈયાર
હેલ્થકેર, હોસ્પિટલ અને ટેલીકોમ જેવાં તમામ ક્ષેત્રમાં સફળતા મેળવવી મુશ્કેલ થઇ ગઈ છે. પ્રોડકટ્સ અને સર્વિસમાં તમામ પ્રકારના ટુલ્સ અને એપ્લીકેશન કંપનીઓની સાથે-સાથે ઉપયોગકર્તાઓ માટે પણ ફાયદાકારક થઇ રહ્યા છે.
આવી સ્પેશ્યલ ચા પીઓ વરસાદની સિઝનમાં
વરસાદની રીમઝીમ વૃષ્ટિની વચ્ચે ચા ની ચૂસકી લેવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. જો ચાય સ્પેશ્યલ હોય તો આનંદ ડબલ થઈ જાય છે. અહીંયા અમે અમુક એવી જ સ્પેશ્યલ ચા વિશે વાત કરીશું, જેનો આનંદ તમે વરસાદના સમયે લઈ શકો છો. આ સ્પેશિયલ ચા તમને સ્વાદ જ નહીં પરંતુ થવાવાળી શરદી, તાવ,શરીર નો દુખાવો વગેરેમાં રાહત આપશે. તો પછી ઘરે બેઠા બેઠા આ સ્પેશ્યલ ચા ની મજા લઈએ.
બેસ્ટ મોનસૂન ડેસ્ટિનેશન: ભારત
જ્યારે પણ વરસાદ વરસતો હશે ત્યારે આપણા હોઠો પર જુદાજુદા વરસાદી ગીતો આવી જતા હશે, જેમ કે 'અબકે બરસ સાવન મે... આગ લગેગી બદનમે...., 'આજ રપટ જાયે તો હમે ના ઉદૈયો... વગેરે વગેરે. હા મિત્રો વરસાદની ભીજવતી ઋતુ શરૂ થઇ ચૂકી છે, અને તેવામાં વરસાદી છાંટણાઓને જોઇને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય છે. આ છાંટણાઓની વચ્ચે મન કરે છે કે ક્યાંક દૂર કરવા નીકળી જઇએ જ્યાં આપ અને આપના મિત્રો, ફેમીલી સાથે આ વરસાદી મૌસમને માણી શકો. તો ચાલો જાણીએ ભારતના બેસ્ટ રોમાન્ટિક મોનસૂના ડેસ્ટિનેશન, જ્યાં પહોંચીને તમો પણ ખૂબ મસ્તી કરી શકો છો. જ્યાં સુંદર વાતાવરણ, પાણીનો ખળખળાટ, હરિયાળી અને રેતની ઠંડક હશે. જ્યાં ઠંડા ઠંડા છાંટણાઓમાં ભીંજાવાનો આનંદ જ કંઇક ઔર હોય છે. જાણો ભારતભરમાં આવેલા મોનસૂન ડેસ્ટિનેશન વિશે.
ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનીકારક
આજે માર્કેટમાં ઉપલબ્ધ આકર્ષક ગેઝેટ જેમકે, મોબાઈલ ફોન, લેપટોપ, ડેસ્કટોપ, આઇપેડ, આઈફોન,આઈપોડ જે લોકોની લાઈફ સ્ટાઈલનો એક અગત્યનો ભાગ બની ગયા છે. જ્યારે તેની બીજી બાજુ તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી સ્વાથ્ય, સ્મરણ શક્તિ અને સર્જનાત્મકતા પર ખરાબ અસર થતી જોવા મળે છે. મોબાઈલ, આઈફોન, આઇપેડ વગેરેમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોવાથી લોકો કલાકો સુધી પોતાનો સમય બરબાદ તો કરે જ છે સાથે સાથે ઘણી બીમારીઓનો શિકાર પણ બની રહ્યા છે. તો બીજી બાજુ અમુક લોકો પોતાના મહત્વના કાર્યો કરવા માટે આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે.
વરસાદની સીઝનમાં ફળ ખાતા પહેલા થોડી વાતોનું ધ્યાન રાખો.
વરસાદની સિઝનમાં સ્વાથ્ય પર વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે, કેમ કે આ સિઝન પોતાની સાથે ઘણીબધી બીમારીઓ પણ લાવે છે. આ સિઝનમાં તાપમાનમાં વારંવાર બદલાવ અને ભેજનાં કારણે બીમારીઓ ફેલાવવાવાળા બેક્ટરિયા અને વાયરસ જલ્દીથી ઉદભવે છે. આજ કારણથી પાચનતંત્ર યોગ્ય નથી રહેતું. ઇન્સ્ટ્રકશન, એલર્જી, શરદી, તાવ, ડાયરિયા, ફ્લ, વાયરલ જેવી પાણી અને હવાથી થવાવાળી બીમારીઓ આપણને પકડી રાખે છે. એટલા માટે જ આ સિઝનમાં જરૂરી છે કે આપણે સાફ-સફાઈ અને આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
સ્વસ્થ સ્વાસ્થ્ય માટે જંક ફૂડને કરો બાય બાય...
ટેકનોલોજીના દરિયામાં ડૂબકી લગાવતો માણસ મશીન જેવો બની ગયો છે.
રોગથી દુર રહેવું હોય તો પીવો ખાલી પેટ લીંબુ
લીંબુનો ઉપયોગ તો આપણે દરેક જગ્યાએ કરતા જ આવ્યા છીએ. સલાડ, ચાટ કે પછી શાક પર લીંબુ નિચોડીને ખાવાથી વાનગીનો સ્વાદ અલગ જ થઇ જાય છે અને મજા પણ આવે છે. લીંબુ ભોજનનો સ્વાદ તો વધારે છે. કાળજાળ ઉનાળાની ગરમીમાં તો લીંબુ પાણી પીવાથી ફાયદો મળે છે, તેમજ તરસ છિપાઇ જાય છે, સાથે-સાથે એ તાજગી પણ બનાવી રાખે છે. જાણકારોનું માનીએ તો લીંબુ પાણીનું સેવન દિવસમાં બે વખત કરવું જોઇએ, તેમાં પણ જો દરરોજ સવારે ખાલી પેટ સેવન કરો તો ઘણા ફાયદા મળે.
વરસાદના મૌસમમાં ન ખાવો બહારની વસ્તુઓ
વરસાદની સિઝનમાં બહારની વસ્તુઓ ખાવાથી દુર રહેવું જોઇએ.
ફળોનો લાભ
જો તમે ફળો વિશે કોઈને પૂછો, તો તે તેના લાભ વિશે તમને જણાવશે કારણ કે ફળો સ્વાથ્ય જાળવવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા પૂર્વજો પણ પ્રાચીન સમયથી ફળોનો ઉપયોગ કરતા રહ્યા છે. ઉપવાસ દરમિયાન પણ તેઓ ફળો ખાતા હતા, કારણ કે તેનાથી તેમના શરીરને પૂરતી શક્તિ મળતી હતી. ફળ આપણા પાચનતંત્રને સારૂ રાખવાનું પણ કાર્ય કરે છે, ક્યા ફળ આપણને ક્યા-ક્યા લાભ આપે છે તે જાણવા માટે “હેલ્થ બીટ્સ” કોલમ અંતર્ગત fruits for your healthy body "તમારા તંદુરસ્ત શરીર માટે ફળો” વિશે જાણીએ જે આપણને લાભ આપે છે.
ચોમાસામાં વિટામિન-સી ઇન્ફેકશનથી બચાવે છે
મેઘ રાજાની પધરામણી થતા જ તેની સાથે વાયરલ બિમારીઓ પણ આવી જાય છે. તો બીજી બાજુ વરસાદમાં પલળવાનું બધાને ગમે? પણ જો તમે સાવધાની ન રાખો તો ઈન્વેક્શન અને બીમારીઓનો ભોગ બની શકો છો.
નખમાં ફંગસ
સામાન્ય રીતે લોકો પોતાના ચહેરાનું જ ધ્યાન રાખતા હોય છે, અને પગને ભૂલી જાય છે. પગમાં નેલ ફંગસ એક સામાન્ય સમસ્યા છે, જેનાં કારણો ઘણા હોય શકે છે. સમયસર જો ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા ગંભીર બની શકે છે. ડર્મેટોલોજીમાં તેને ઓનીકોમિકોસિસ કહેવાય છે.