CATEGORIES
Kategorier
પેલે પારના કપટી..
આરિફ નકવી એક પાકિસ્તાની ઉદ્યોગપતિ છે જે દુબઇ સ્થિત ખાનગી ઇક્વિટી કંપની ધ અબરાજ ગ્રુપના સ્થાપક અને મુખ્ય કાર્યકારી હતા. ૨૦૧૮ માં, રોકાણકારો દ્વારા તેમના પર ભંડોળનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે અબરાજ ગ્રુપનું કામચલાઉ લિક્વિડેશન થયું હતું.
સૂર્યમંદિરની ભૂમિ મોઢેરામાં પથરાશે સૌરઊર્જાનું અજવાળું
વિશ્વવિખ્યાત સૂર્યમંદિર અને એની ભૂમિ મોઢેરાને પ્રકાશમય બનાવવાની યોજનાથી પ્રાચીન મોઢેરા હવે દેશના પ્રથમ સોલાર વિલેજની મૉડર્ન ઓળખ મેળવી રહ્યું છે. કેવી રીતે સૌરઊર્જાથી દિન-રાત ઝગમગશે મોઢેરા અને સૂર્યમંદિર?
સત્તાનો લાડવો મળ્યો, પણ...
ધારણા કરતાં વહેલા અને ઘણી સહેલાઈથી અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવી લીધો, પરંતુ સંગઠનના જુદા જુદા ફિરકા વચ્ચેના આપસી મતભેદ અને પાકિસ્તાન તથા ચીન જેવા પડોશી દેશોની ઘોંચપરોણાવૃત્તિને કારણે તાલિબાન માટે આ વખતે શાસન ચલાવવું બહુ સહેલું નહીં હોય.
ચિત્રલેખાના સથવારે કૃષ્ણને આપીએ જન્મદિનનાં વધામણાં
મહાભારતમાં અર્જુનને ગીતાજ્ઞાન આપતા એના પરમ સખા હોય કે દ્રૌપદીને વસ્ત્રો પૂરતા કૃષ્ણ, ગોપી સંગ રાસ રમતો કાનુડો હોય કે વાંસળીની ધૂનથી લોકોના મન હરી લેતા મુરલીધર... અનેક નામધારી કનૈયાનો જન્મદિન ટૂંકડો છે અને આ જન્માષ્ટમીએ બધાના લાડકા એવા કૃષ્ણ ભગવાનને જન્મદિવસનાં વધામણાં મતલબ, હેપી બર્થડે કૃષ્ણ ભગવાન કહેવાનો અવસર આવી રહ્યો છે.
નામમાંથી ઊપસે છે શ્યામ
કળિયુગમાં નામસ્મરણનો મહિમા છે એટલે જન્માષ્ટમી નિમિત્તે ક નોંધપોથીમાં નામોનું મોરપીંછ ધરીએ.
ન ગુજરાતી, ન અંગ્રેજી..બાળકોને ભણાવો દ્વિભાષી માધ્યમમાં
માતૃભાષાની સાથે વિદ્યાર્થીઓનું અમુક વિષયનું તબક્કાવાર વિશ્વભાષામાં ભણતર... સુરતનો આ સફળ પ્રયોગ હવે વિધિવત્ રૂપે સરકારી નીતિનો ભાગ બન્યો છે.
ઘરને બનાવો રહેવાલાયક ઘર
મસ્તમજાની નોકરી હતી, પણ એક તબક્કે એને કંટાળો આવ્યો. એમાં ક્યાંકથી હાથમાં ‘હોમ ઑર્ગેનાઈઝિંગવિશેનું પુસ્તક આવ્યું. નાનપણમાં પોતાની ચીજવસ્તુ સરખી રાખવાની, નિયમિત કબાટ સાફ કરવાની આદત તો એને હતી જ. બસ, એ પાયા પર ઊભું થયું એક તદ્દન નવા પ્રકારના વ્યવસાયનું સાહસ.
કેવા હતા ભૂતકાળ-વર્તમાન? કેવુંક છે ભાવિ?
માતૃભૂમિ સાથે મૂળસોતા ઊખડી જવું એના જેવી પીડા બીજી કોઈ નથી. અફઘાનિસ્તાનમાં કટ્ટર તાલિબાનો ફરી સત્તા પર આવ્યા એ સાથે ખાસ કરીને દેશની મહિલા ફફડી ઊઠી છે ને દેશ છોડી જવાની પેરવી કરી રહી છે ત્યારે જાણીએ ઝનૂની તાલિબાનોના સિતમનો ભોગ બનેલી કેટલીક લાગણીનીતરતી કથા ને ભવિષ્યની એક ઝલક...
આર્થિક છેતરપિંડીથી બચવું હોય તો...
મોબાઈલ ફોન અને કમ્યુટર દ્વારા પૈસાની લેવડદેવડના વ્યવહારોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે આમ દેશભરમાં ડિજિટલ આર્થિક વ્યવહારો-કામકાજ વધી રહ્યાં છે તો સાથે ડિજિટલ કૌભાંડ, ગેરરીતિ, ગોલમાલ, છેતરપિંડી સહિતના અપરાધમાં પણ ઉછાળો આવ્યો છે. જો કે આનાથી બચવાના ઉપાય છે આપણી સજાગતા. શું કરવું જોઈએ આ સજાગતા કેળવવા ?
લઈ લો, ચીજો બે-ચાર...
લો બોલો, આ સ્વાતંત્ર્યદિનની સવારે મૉલમાં જઈને ડિસ્કાઉન્ટ સેલનો ભરપૂર લાભ લીધો ત્યારે જ અમારા મહારાષ્ટ્રના સીએમ સાહેબે જાહેર કર્યું કે કોરોનાની ત્રીજી લહેર આવશે તો રાજયમાં ફરી લોડાઉન લગાડવું પડશે. આનો અર્થ કે અમારે ફરી ઑનલાઈન શોપિંગના રવાડે ચઢવું પડશે.
બોલીવુડનો અફઘાનિસ્તાન સાથે બાયોસ્કોપવાળો પ્યાર...
ઓહ... આ શું? સૂકા મેવા માટે પ્રસિદ્ધ અફઘાનિસ્તાન એરપોર્ટનાં દૃશ્ય જોઈને હૈયું ઘડીભર માટે ધબકારા ચૂકી જાય છે. વિમાન પર ચડવાના મરણિયા પ્રયાસ કરતા સ્થાનિક લોકો, અમેરિકન સૈનિકના ગોળીબાર, અંધાધૂંધી...
ઉંમર આઠ વર્ષ... ઊંચાઈ અઢાર હજાર ફૂટ!
સાત ઓગસ્ટે ટોકિયો ઑલિમ્પિક્સમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતી ભારતીય તિરંગાને બહુમાન અપાવ્યું ત્યારે સમુદ્રસપાટીથી ૧૮,૪૭૯ ફીટની ઊંચાઈએ પણ દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો હતો. જેમના હાથમાં તિરંગો હતો એમાં એક છોકરડાની ઉંમર માત્ર આઠ વર્ષ.
સૈનિકોની ત્રીસ હજાર બહેનો વસે છે વડોદરામાં
વડોદરાના શિક્ષક સંજય બછાવને પાંચ-છ વર્ષ પહેલાં વિચાર આવ્યો કે બાળકો પાસે રક્ષાબંધનની ઉજવણી જરા અલગ રીતે કરાવીએ. એમણે સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓને સરહદ સાચવતા જવાનો માટે પત્ર લખવા જણાવ્યું. સાથે કેટલીક વિદ્યાર્થિનીઓને એમની માટે રાખડી તૈયાર કરવા કહ્યું. સ્કૂલના ૭૫ વિદ્યાર્થીએ પત્ર લખ્યા તો એટલી જ વિદ્યાર્થિનીઓએ રાખડી બનાવી. સંજયભાઈએ એ પત્રો અને રાખડી કારગિલ સીમાડે તહેનાત સૈનિકોને મોકલી આપ્યાં. એ કાર્યને સારો પ્રતિસાદ મળ્યો. ઘણા જવાને રાખડી-પત્ર મોકલનારાં બાળકોને સામા કાગળ લખી આભાર માન્યો.
શતાબ્દી તરફની ગતિ
દેશની આઝાદીના અમૃત મહોત્સવ પ્રવેશ વર્ષ નિમિત્તે સ્વાતંત્ર્યદિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતાં પચ્ચીસ વર્ષ માટે દેશના વિકાસની રૂપરેખા દોરી આપી. કૃષિથી માંડી ઊર્જનિર્માણમાં સંપૂર્ણ સ્વાવલંબન માટે ૧૦૦ લાખ કરોડ રૂપિયાના રોકાણની યોજના, નવશિક્ષિતો માટે સ્વયંરોજગાર તથા વ્યવસાયની તક ઊભી કરવાના પ્રયાસ અને દેશને સૌથી વધુ કનડતી સામાજિક-ધાર્મિકસાંપ્રદાયિક વાડાબંધીથી મુકત થવાની જહેમત... વડા પ્રધાને એમના પ્રવચનમાં આવા અનેક મુદ્દા સ્પેશ્ય.
સેલ્ફી વિથ પ્રાઈમ મિનિસ્ટર
અમદાવાદી યુવક અહદ એજાઝ સૈયદે થોડા દિવસ પહેલાં પ્રાઈમ મિનિસ્ટર સાથે સેલ્ફી લીધી. એને સોશિયલ મિડિયામાં શેર કરી એટલે બધાએ કોન્ટેગ્યુલેશન લખ્યું. અમુકે લખ્યું: ગ્રેટ મેમરી.
એક બાજુ મહાદેવ... બીજી બાજુ દરિયાદેવ
સોમનાથ મંદિરની ભવ્યતા અને દિવ્યતા જ એટલી છે કે ત્યાં જનારા બસ, મંદિરને નીરખ્યા જ કરે. એ પછી બાજુમાં ઘૂઘવતા અને મહાદેવના ચરણ પખાળતા સમુદ્રને જોયા કરે તો બીજું કંઈ કરવાની જરૂર ન રહે. આરતી, દર્શન અને એ પવિત્ર સ્થળની ઊર્જા અનેરાં છે. સોમનાથ ટ્રસ્ટે છેલ્લા કેટલાક સમયમાં યાત્રીઓના રહેવા-જમવાની વ્યવસ્થાથી લઈને અનેક સુવિધા પણ ઊભી કરી છે. હવે સોમનાથના આકર્ષણમાં એક અદકેરો ઉમેરો થઈ રહ્યો છે. એક તરફ મહાદેવનું આ ભવ્ય મંદિર અને બીજી બાજુ ધૂધવતો અરબી સમુદ્ર એ બન્નેની વચ્ચે એક રસ્તો બનાવવામાં આવ્યો છે, જ્યાં ચાલવાનો-સાઈકલ ચલાવવાનો આનંદ થાત્રીઓ લઈ શકશે.
કેવાં જોખમી છે એનાં નવા રંગરૂપ?
દોઢ-પોણા બે વર્ષથી લોહી પી ગયેલા કોરોનાના નવા વેરિયન્ટ અર્થાત્ વધુ સંહારક શક્તિ સાથેનાં સ્વરૂપ અસ્તિત્વમાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે ક્યારે થશે એનો ધી એન્ડ?
ખેડુપુત્રી હવે ખૂદશે દરિયો
નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતા વાંસદા નજીકના હનુમાનબારી ગામે રહેતી હેલી દક્ષેશ સોલંકી ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને મરીન એન્જિનિયર બની છે. એમાં શું? એવો પ્રશ્ન થાય તો સમજો કે હેલી સંભવતઃ ગુજરાતની પ્રથમ મહિલા મરીન એન્જિનિયર છે, જે મર્ચન્ટ નેવીમાં કેડેટ તરીકે જોડાશે. મર્ચન્ટ નેવી એટલે દરિયામાં માલસામાનની હેરફેર કરતાં મોટાં જહાજોની સેવા. એમાં સંકળાયેલા મોટા ભાગના લોકોએ કામગીરી પણ દરિયાની વચ્ચે જ કરવાની હોય છે, દિવસો મહિનાઓ સુધી દરિયાની વચ્ચે રહેવાની કપરી કામગીરી.
રસીના બન્ને ડોઝ લીધા પછી પણ કેમ થાય છે કોરોના?
દેશ-દુનિયામાં ઘણે ઠેકાણે કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવી રહ્યો છે. નવા સંક્રમિતોમાં એવા લોકોનું પ્રમાણ પણ સામે આવી રહ્યું છે, જેમણે રસીના બન્ને ડોઝ લઈ લીધા હોય. આવા સંજોગોમાં રસી લેવાનો ફાયદો શું કે રસી શા માટે લેવી? એવા પ્રશ્ન અનેક લોકોનાં મનમાં ઊઠવા સ્વાભાવિક છે. આ પ્રશ્નોનું સમાધાન કરે છે બ્રિટનની ‘ઑક્સફર્ડ યુનિવર્સિટી’માં મેડિકલ સાયન્સ ડિવિઝનમાં વરિષ્ઠ વિજ્ઞાની તરીકે ફરજ બજાવતા મૂળ મહારાષ્ટ્રના ડૉ. નાનાસાહેબ થોરાત.
મિશન ગુણવત્તાયુક્ત શિક્ષણનું...
શાળામાં શિક્ષકો અને ટુડન્ટ્સની હાજરી અને કાર્યનાં મૂલ્યાંકન માટે ગુજરાતના શિક્ષણ વિભાગે અદ્યતન કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવ્યું છે. આ કેન્દ્ર દ્વારા એકત્ર થનારી માહિતીના આધારે વિદ્યાર્થીઓનાં ભણતરની સમીક્ષા કરી એમને માર્ગદર્શન આપવામાં આવશે.
ભારતીય ઈન્વેસ્ટરોને બીએસઈ–એનએસઈ તરફથી નવી ગિફટ ગ્લોબલ સિક્યોરિટીઝ-કૉમોડિટીઝમાં રોકાણ કરવું છે?
જુદા જુદા ૩૧ દેશનાં ૧૩૦ એક્સચેન્જ પર લિસ્ટેડ વિવિધ સિક્યોરિટીઝ-કૉમોડિટીઝમાં અહીં બેઠાં સીધું રોકાણ કરવાની નવી તક આવી ગઈ છે, રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા મુજબ એક ભારતીય વ્યક્તિ વિદેશમાં દર વરસે અઢી લાખ ડૉલર સુધીનું રોકાણ કરી શકે છે. એ માટે હમણાં એક નવો માર્ગ ખૂલ્યો છે.
જરા યાદ ઉન્હેં ભી કર લો...
આઝાદીના અમૃત મહોત્સવ વર્ષનો શુભારંભ થઈ ગયો છે. ઠેર ઠેર સ્વાતંત્ર્યસેનાનીઓનાં ઓવારણાં લેવામાં આવી રહ્યાં છે. લોકો લાલ-બાલ-પાલ એ ત્રિપુટીથી માંડી ગાંધી-સરદાર-નેહરુ અને ભગત સિંહ તથા સુભાષચંદ્ર બોઝ સહિતનાની સ્મૃતિ તાજી કરી રહ્યા છે. આવાં અતિ જાણીતાં નામોની પાછળ જો કે હજારો-લાખો લોકો એવા પણ હતા, જેમનાં નામ ઈતિહાસની ગર્તામાં ખોવાઈ ગયાં છે. એમનાં નામ કે કામની નોંધ પણ ખાસ લેવામાં આવી નથી.
ડીઝલ ટૅન્કર તમારા આંગણે!
માણસ ગમે એટલો પૈસાદાર હોય, એની કાર કે બીજા વાહન માટે જરૂરી ઈધણ પુરાવવા તો એણે પેટ્રોલ પંપ પર જવું જ પડે. શહેરોમાં તો હજી થોડા થોડા અંતરે પેટ્રોલ પંપ મળી રહે, પણ દેશનાં મોટા ભાગનાં ગામોમાં પેટ્રોલ પંપની સુવિધા નથી. ગામના લોકો ટ્રેક્ટર, ટ્રક કે મોટા વૉટર પંપ, વગેરેના ઉપયોગ માટે ડીઝલ વાપરે છે. જરૂરી ડીઝલ માટે એમણે ગામથી દૂર આવેલા પેટ્રોલ પંપ પર જવું પડે છે. એ માટે રૂપિયા સાથે સમયનો ખર્ચ કરવો પડે છે. એના બદલે જરૂરી ડીઝલ ઘરઆંગણે મળી જાય તો?
પ્રતિમાના માધ્યમથી પરમાત્માદર્શન
અમદાવાદના ઘાટલોડિયાના એક જૈન ઉપાશ્રયમાં હમણાં ૩૦૦ જેટલી પ્રતિમાનાં દર્શન કરવા માટે અનેક જૈન-અજૈન લોકો એકત્ર થયા. જો કે અહીં કોઈ જેન મંદિર (જિનાલય કે દેરાસર) નથી, પરંતુ ત્રણ દિવસ માટે ત્રણસો જેટલી અવનવી પ્રતિમા દર્શન માટે મૂકવામાં આવી હતી. એને નામ આપવામાં આવ્યું પરમાત્મા દિવ્ય દરબાર.
બાંધો બળેવની રાખડી રે...
આપણા તહેવારો તંતુ સાધવા માટે અને આપણી પરંપરાઓ પ્રેમ પામવા માટે નિમિત્ત છે. વારસા વગરનો સમાજ વહાલ વિનાનો થઈ જાય. લગ્ન પછી પોતપોતાના સંસારમાં પરોવાઈ જતાં અને દેશ-પરદેશની દૂરીમાં વિખેરાઈ જતાં ભાઈ-બહેન માટે રાખડી એક નાજુક, પણ ચેતનવંતું બંધન છે.
અહિંસક આંદોલનની પ્રથમ પ્રયોગશાળા
વલ્લભભાઈ પટેલને જ્યાં ‘સરદાર'નું બિરુદ મળ્યું એ બારડોલી નગર અંગ્રેજ સરકારના આકરા કરવેરા સામેના સત્યાગ્રહનું કેન્દ્ર તો હતું જ, સ્વાતંત્ર્યસંગ્રામ અને એ પછી પણ સમાજશિક્ષણ સહિતની અનેક રચનાત્મક પ્રવૃત્તિનું ધામ બન્યું.
આવી છે એની શિવભક્તિ
શ્રાવણ મહિનામાં શિવભક્ત પૂર્ણ શ્રદ્ધા સાથે મહાદેવની પૂજા કરે છે. શ્રાવણમાં શિવભક્ત પોતાની ઈચ્છા મુજબ પૂજા-અર્ચના, અભિષેક, મંત્રજાપ, લઘુ રુદ્ર, બીલીપત્ર, વગેરે અર્પણ કરી ભોલેનાથને પ્રસન્ન કરવા આસ્થા સાથે આરાધના કરતા હોય છે.
અળસિયાથી ડર લાગતો હતો...હવે પકડે છે સાપ ને અજગર!
ગરોળીથી ગભરાતાં દક્ષિણ ગુજરાતનાં એ બાજુ પરણીને આવ્યા પછી પતિની સમજાવટથી દિમાગમાંથી ડર કાઢી અજગર અને સાપ પકડીને એને સલામત સ્થળે છોક્વાની જીવદયા પ્રવૃત્તિમાં જોડાયાં. ઘાયલ પશુ-પંખીની સારવાર ઉપરાંત એ હવે વનવિભાગને પણ મદદ કરે છે.
અમેરિકાની ગફલત આપણને નડશે...
પારકી પળોજણમાં પડવાની અને એ પછી હાથમાં લીધેલું કામ અધૂરું છોડીને નીકળી જવાની અમેરિકાની નીતિ અફઘાનિસ્તાનમાં તાલિબાનને માફક આવશે, પણ ભારત સહિત અનેક દેશ માટે આફત નોતરશે.
સૌ ભણે, સુખ લણે!
કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી શિક્ષણનીતિને હાલમાં વર્ષ પૂરું થયું. નીતિના અમલમાં અમુક અડચણો આવી હશે, પણ અમદાવાદસ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (બીએઓયુ)એ નવી શિક્ષણનીતિ માટે નોંધપાત્ર પ્રવૃત્તિ કરી, જેમાં રાષ્ટ્રીય સ્તરના દસથી વધુ વેબિનાર યોજ્યા. દેશની યુનિવર્સિટીઓનાં મહિલા કુલપતિઓનું રાષ્ટ્રીય સંમેલન યોજ્યું. એ ઉપરાંત, નેશનલ એજયુકેશન પૉલિસી ટાસ્ક ફોર્સ અને પૉલિસી દ્વાઈઝરી કમિટી બનાવી તેમ જ ઓન ડિમાન્ડ એક્ઝામ, ક્રેડિટ ટ્રાન્સફર, લેટરલ એન્ટ્રી, લેક્સી એઝિટ, ચોઈસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ, ભાષા પસંદગીની સ્વતંત્રતા, વગેરે સુવિધા બનાવી.