CATEGORIES
Kategorier
પાણી બગાડશો તો કમિશનર બગડશે..
ધ્યાન રાખજો.. પાણીના વેડફાટ પર છે મહાપાલિકાની નજર.
પથ્થરનો જવાબ બુલડોઝરથી.. આ ન્યાયની નવી પરિભાષા છે!
હનુમાન જયંતીના સરઘસ પર પથ્થરમારો થયો ત્યાં ઘરો પર બુલડોઝર ફરી વળ્યું.
જસ્ટ, એક મિનિટ..
ગાયને આ માણસે બાંધી છે કે ગાય માણસને બાંધીને જઈ રહી છે?
ડાયરેક્ટ સેલિંગ કે ડાયરેક્ટ ચીટિંગ?
ઓછા શ્રમે કરોડોની કમાણીની ખાતરી આપતી મલ્ટિલેવલ માર્કેટિંગ કંપનીની માયાજાળમાં ભૂતકાળમાં હજારો લોકો ખુવાર થયા છે. બીજી તરફ, આવા બિઝનેસ મોડેલવાળી અમુક કંપનીઓ સફળ પણ થઈ છે. હમણાં બહુ જાણીતી ‘એમ્વે’ કંપનીની કરોડોની મિલકત પર ટાંચ મૂકીને ‘ઈડીએ સોપો પાડી દીધો ત્યારે જાણકારો દાવો કરે છે કે કશુંક કાચું કપાયું છે.
આ નારનો ઠસ્સો પણ જોવા જેવો છે..
શિયાળાના સમયમાં આ નારને ગળા પર રુવાંટીનો જથ્થો હોય ત્યારે એનો ઠસ્સો જોવાની કંઈક અલગ જ મજા હોય છે
એમએસ યુનિવર્સિટીમાં કેમેરા કેટલા?
'એમએસ' કૅમ્પસમાં ગોઠવાઈ રહ્યા છે કૅમેરા.
આ કોનું મકાન છે?
પોતાના ઘરને સળગતું જોવાની હિંમત કોઈ આંખ પાસે હોતી નથી. એ માત્ર ઈંટ-સિમેન્ટનું ચણતર નથી હોતું, એમાં અતીત પણ સમાયેલું હોય છે
સ્ટાર્સનું શિરદર્દઃ સંતાન થાળે તો પડશે ને?
‘થર’માં અનિલ-હર્ષવર્ધન કપૂરઃ હે પુત્ર, મોટા પરદાનો મોહ ન રાખ.. હમણાં તો ઈન્ટરનેટ જ આપણો તારણહાર છે.
આવા છે પાળેલા જીવ..
લેનિયાબહેનના ઘરે રહેવા જવું છે તમારે?
ખુવારી અને ખુમારી
રશિયા-યુક્રેન યુદ્ધની ભયાનકતાનાં દૃશ્યોની આ તસવીરો જોવી ગમે એવી નથી..અને છતાં જોવી પડે એવી છે.
આ જ્વેલરી પહેરો અને મૂક પ્રાણીઓને મદદ કરો..
કળાપ્રેમમાં પશુ-પંખી માટેની ભારોભાર અનુકંપાનો ઉમેરો થાય તો શું થાય? એનો જવાબ મુંબઈનાં ડિઝાઈનર પારુલ પારેખ પાસેથી જાણવા જેવો છે.
લીંબુડા લીંબુડા બોલો, આ તે કેવું? લીંબુ હવે લગન નક્કી કરે છે!
ઓહ શું, વાહ બોલો સાહેબ, એ લોકોએ મને અંકિતા માટે યોગ્ય મુરતિયા તરીકે સ્વીકારી લીધો છે..
આટલાં બધાં ખાટાં કેમ થઈ ગયાં લીંબુ?
‘લીંબુની ફાડ્ય જેવી આંખ્યું..’ ‘લીંબુના રસની તાજગી..’ વ્યક્તિનાં આવાં વર્ણનથી લઈને ડિટર્જન્ટ પાઉડરની જાહેરખબર સુધી કે સ્વાસ્થ્યની વાતમાં સર્વત્ર લીંબુ છે. ‘બૅન્ડવાજાવાળા સામે લીંબુ ન ચુસાય’ એવી રમૂજ પણ વર્ષોથી પ્રચલિત છે. છેલ્લા કેટલાક સમયથી તો લીંબુ સતત ચર્ચામાં છે. એના જોક્સ પણ છે અને એના વધતા ભાવને લીધે ચિંતા પણ છે. રસોડાથી લઈને રેસ્ટોરાં સુધી એના વગર ચાલે એમ નથી. ‘ડુંગળીએ રડાવ્યા’ એવું તો વારંવાર આપણે વાંચ્યું-સાંભળ્યું, પરંતુ આજકાલ તો લીંબુ રડાવી રહ્યાં છે. આ લીંબુનો રસ તો જીવનમાં એટલો ભળેલો છે કે એના વગર ક્યારેક જીવન નીરસ લાગે. લીંબુના ભાવ વધવાનાં કુદરતી કારણો પણ જાણવા જેવાં છે.
શૌર્યગાથા બ્રિટિશકાળમાં રાષ્ટ્રભક્તિ દાખવનારા વનવાસીની..
આજથી સો વર્ષ પહેલાં જ્યાં બ્રિટિશ રેસિડેન્સીના સૈનિકોએ આડેધડ ગોળીબાર કરીને ૧૨૦૦ જેટલા આદિવાસીઓને નિર્દયી રીતે રહેંસી નાખ્યા એ ઐતિહાસિક સ્થળની તાજેતરમાં ‘ચિત્રલેખા’એ મુલાકાત લીધી ત્યારે સામે આવ્યાં કેટલાંક નવાં તથ્ય..
શું તમારે અડધો કે પા શૅર ખરીદવો છે?
શૅરબજારમાં નાના માણસોનું કામ નહીં એવું બોલવા-માનવાના દિવસો હવે જવાના. રોકાણકાર પાસે કોઈ ટોચની કંપનીના એક શૅર ખરીદવાનાં નાણાં પણ નહીં હોય તો એ પોતાની પાસેની નાની રકમમાંથી એક શૅરનો અમુક ચોક્કસ નાનો હિસ્સો ખરીદી શકશે. આ રીતે સાવ નાના રોકાણકારને પણ શૅરબજારમાં ભાગ લેવાની તક સાથે એનો લાભ પણ મળી શકશે.
સવા પાંચ લાખ કે ચાલીસ લાખ?
યુદ્ધ હોય કે કોઈ કુદરતી દુર્ઘટના, સામાન્ય રીતે કોઈ પણ સરકાર એની ખુવારીના આંકડા છુપાવતી હોય છે, કારણ કે જાનહાનિના મોટા આંકડા એ સરકારની નિષ્ક્રિયતા કે નબળાઈ ગણાય છે
વર્ષા અડાલજા: અનરાધાર વરસતી સાહિત્ય-વર્ષા
વર્ષ ૧૯૬૫માં એમણે લેખન-અવકાશમાં એક પગલું માંડ્યું અને બે ડઝન નવલકથા, બસ્સોથી વધુ ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, દ્વિઅંકી, એકાંકીથી ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘દર્શક એવૉર્ડ’ સુધીનો એક આખો પંથ રચાઈ ગયો. ગુજરાતી સાહિત્યનાં આ મોટા ગજાનાં લેખિકાએ તાજેતરમાં પોતાની સ્મરણકથા આલેખીઃ ‘પગલું માડું હું અવકાશમાં..’ આ અવસરે પ્રસ્તુત છે એમની જુદા દૃષ્ટિકોણથી લીધેલી મુલાકાત.
સાંભળો હવે વિશ્વનાં શ્રેષ્ઠ પુસ્તકોને..
અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો, ઘરકામ કરતી ગૃહિણીઓ, શિક્ષકો, સવાર-સાંજ ચાલવા નીકળતા વડીલો, વગેરે આ પુસ્તકો સાંભળી શકે અને એનો લાભ લઈ શકે: વિશાલ ભાદાણી
રેવાને તીરે તીરે સાઈકલ પર ભ્રમણ
મા નર્મદેની સર્વસ્વતાના સતત અભિષેક, એમના પાલવની હૂંફ, એમના પોષણનો પ્રસાદ સતત મને મળતો રહ્યો છે. એની હું પળેપળની સાક્ષી બની છું
મિનિએચરમાં માસ્ટરી..
દીવાસળીનો ટોચનો અમુક ભાગ કાપી એના પર જુદા જુદા રંગના દોરા ચોક્કસ રીતે વીંટવામાં આવે. માનવઆકૃતિના ચહેરામાં દાઢી, ચશ્માં, વગેરે દર્શાવવા પાતળો રંગીન દોરો તથા વસ્ત્ર કે અમુક કે સામગ્રી દર્શાવવા રંગીન કાગળ લગાવવામાં આવે છે
પ્રધાન મંત્રી સંગ્રહાલયમાં કચ્છનો ડંકો
૨૭૧ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ મ્યુઝિયમમાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુથી માંડી વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં જીવનદર્શનને સંગ્રહિત કરવામાં આવ્યાં છે
ચાલો, ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમાએ..
આપણે ત્યાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. એમાંય નર્મદા એટલે દેશની સૌથી પવિત્ર નદીઓમાંની એક. એના ઉદ્ગમસ્થાનથી એ જ્યાં દરિયામાં વિલીન થાય છે ત્યાં સુધી એની પ્રદક્ષિણા કરવાનું પણ મોટું મહત્ત્વ છે. એ પરિક્રમા તો બહુ લાંબી અને ખાસ્સો સમય માગી લે છે. એની અવેજીમાં સેંકડો લોકો હવે ચૈત્ર મહિનામાં આ યાત્રા કરી પરમ આનંદની અનુભૂતિ મેળવે છે.
જસ્ટ, એક મિનિટ..
દુઃખો અનંત હોય તો પછી માણસે શું કરવું જોઈએ?
ક્યારે હટાવીશું અવકાશી કાટમાળ..
પાછલાં ૪૦-૫૦ વર્ષમાં અવકાશમાં અઢળક ઉપગ્રહો તરતા મૂકવામાં આવ્યા. આ ઉપગ્રહોનું આયુષ્ય સામાન્ય રીતે ૧૨થી ૧૫ વર્ષ જેટલું હોય. એ પછી આ ઉપગ્રહોનું શું કરવું એનો સચોટ જવાબ કોઈ પાસે નથી. આવા નકામા ઉપગ્રહો હવે એકબીજા સાથે ટકરાઈને કાટમાળમાં ફેરવાઈ રહ્યા છે. આવો કાટમાળ અન્ય કાર્યરત સેટેલાઈટ્સ માટે તો જોખમી છે જ, પણ એના અવશેષો પૃથ્વી પર ખાબકીને પણ પારાવાર નુકસાન કરવા સક્ષમ છે.
ઊંટ કઈ તરફ બેસશે એનો ભરોસો જ નથી..
આ કહેવતનો એક ગર્ભિત અર્થ છેઃ સ્થિતિ કેવો વળાંક લેશે અને દુઃખ આપણી પર કેવી રીતે આવશે એની કશી ખબર હોતી નથી
એક ફ્રેમ ખાલીખમ
આજકાલ જંક મેસેજનો જમાનો છે. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં તોય મારા ઈનબૉક્સમાં માય નહીં
ઈ-શ્રમ માટેનો શ્રમ..
વિજેન્દ્રસિંહ રાઠોડે પાછલા દિવસોમાં મહીસાગર જિલ્લાનાં કેળ અને સિમલેટ ગામે બોટ પર સેટઅપ ગોઠવીને નોંધણી માટેનો કૅમ્પ યોજ્યો હતો. આ કૅમ્પમાં પશુપાલક, માછીમાર અને છૂટક મજૂરી કરતા કુલ ૭૦ શ્રમિકોએ ઈ-શ્રમ યોજનાનો લાભ લીધો
અઝાન અને શોભાયાત્રાઃ આપણી શ્રદ્ધા ક્યાં અટકી છે?
વધુ એક તહેવાર.. વધુ એક વાર તોફાન. ધરમને ઘર સુધી સીમિત રાખવાનો સમય આવી ગયો છે.
શી હતી યાસીન મલિકની ભૂમિકા?
બિટ્ટા કરાટે અને યાસીન મલિક આ બન્ને આતંકી ભારતવિરોધી જૂથ જેકેએલએફના સક્રિય સભ્ય હતા
લાખેણાં લગન ને પારાવાર કન્ફ્યુઝન..
આલિયાનો સાવકો ભઈલો કહે છે કે લગ્ન તો ૨૦મીએ થશે