CATEGORIES
Categories
થાબડી પેંડા છે આ ગામની ઓળખ
વરસના કોઈ પણ દિવસે અહીં રસ્તાની બન્ને બાજુ પથરાયેલી દુકાનબહાર ભઠ્ઠી પર કોઈ ને કોઈ તાવડામાં દૂધ ઉકાળતું દેખાય. એની સુગંધ એવી કે મોંમાં પાણી આવ્યા વગર રહે નહીં. સાડી ઉદ્યોગ માટે જાણીતા જેતપુર પાસેના નાનકડા દેવકી ગાલોળ ગામના અનેક પરિવાર માત્ર પેંડાના વેપાર પર નભે છે.
ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાન સાથે જોવા છે?
બે દેશના આ બે સર્વોચ્ચ નાગરી એવૉર્ડ મેળવનારા એકમાત્ર રાજકીય મહાનુભાવ છે મોરારજીભાઈ દેસાઈ. હમણાં જ એમની જન્મતિથિ નિમિત્તે ‘ચિત્રલેખા’એ લીધી અમદાવાદસ્થિત ‘મોરારજી દેસાઈ મ્યુઝિયમ’ની મુલાકાત, જે છે આવાં બે ટોચનાં સમ્માન સાચવતું એક અજોડ સ્થળ.
સાબરતીરે શાહી ભોજન અને પ્રભુપ્રસાદીનો સ્વાદોત્સવ
રજવાડી ઠાઠ સાથે રૉયલ, સ્પિરિચ્યુઅલ અને વેલનેસ વાનગીની જમાવટ.
આપણી આજકાલ
ચકીબેનને ચીં... ચીં... કરવા દો ભાવિક ચૌહાણ: આઠ વર્ષ અગાઉ ચકલી માટે આવાં ઘર અને બર્ડ ફીડર બનાવ્યાં અને...
હૅપ્સિનેસઃ હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ
એક દેશ હોય કે એક વ્યક્તિ, એના સુખનો સંબંધ પૈસા સાથે નહીં, જીવનના સંતોષ સાથે છે. પૈસો સુખ લાવે છે એ સાચું, પરંતુ એક સીમા સુધી જ. બધી જરૂરત સંતોષાઈ જાય પછી વધારાના પૈસા વધારાનું સુખ નથી લાવતા અને એ અસંતોષ માણસને દુઃખી કરતો રહે છે.
પાવર એના પૈસા... પણ હવે શું?
એક તરફ ચૂંટણીપંચના વરિષ્ઠ અધિકારીએ હોદ્દો છોડ્યો તો બીજી બાજુ, રાજકીય પક્ષોને ફંડ તરીકે મળેલી ઈલેક્ટોરલ બૉન્ડની રકમ વિશે સર્વોચ્ચ અદાલતે આકરું વલણ અપનાવ્યું. મતદાનની તારીખ જાહેર થાય એ પહેલાં હજી ઘણું થઈ શકે છે.
જસ્ટ, એક મિનિટ.
તારી જીભ હંમેશાં મીઠી કેમ રહે એ હું તને શિખવાડીશ.'
ખબર હોવા છતાં બેખબર
માનવી ગુમરાહ છે, એવું નથી હું માનતો સાચો રસ્તો જાણે છે સૌ, ચાલતું કોઈ નથી
કથા, કીર્તન ને મનોરથનો ત્રિવેણી સંગમ
શ્રી સનાતન ધર્મ વૈષ્ણવ વિરાટ ગૌરવ મહોત્સવ શ્રીનાથજીનું એક સ્વરૂપ ગણાતી નાગદમન પ્રભુની પ્રાચીન પ્રતિમાને બિરાજમાન કરવા ભવ્ય હવેલી તથા પુષ્ટિમાર્યાનું ગૌરવ વધારતું દિવ્યાતિદિવ્ય ધામ ડાકોર ખાતે નિર્મિત થઈ રહ્યું છે. આ સંકલ્પને સફળ બનાવવા માટે પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દૃમિલકુમાર મહોદયજીની પ્રેરણાથી મુંબઈમાં યોજાઈ રહ્યો છે એક અદ્વિતીય મહોત્સવ.
આ છે સમાજ માટે સમાજ સામે સતત લડતાં સાચાં નાયક
વિશ્વભરમાં આઠ માર્ચે મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિની વાતો થાય છે. આજે એક એવી સ્ત્રીની વાત કરવી છે જેણે પોતાના સમાજની મહિલાઓ ભણીને અને ઘરની બહાર નીકળીને પગભર થાય તથા લોકો વ્યસનમુક્ત બને એ માટે પોતાના સમાજની સામે જ અવાજ ઉઠાવ્યો છે.
હું જ તો છું સર્વગુણ સંપન્ન... ને સર્વોત્તમ!
નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઑર્ડરઃ ધ્યાન રાખજો, આ એકતરફી પ્રેમ તમને ડુબાડશે.
દીકરો ન જણે તો સ્ત્રી અપૂર્ણ ગણાય એ ક્યાંનો ન્યાય?
પુત્રજન્મનો મોહ ફક્ત અભણ કે પછાત વર્ગના લોકોમાં જ નહીં, કહેવાતી હાઈ સોસાયટીના પરિવારોમાં પણ જોવા મળે છે.
ગીત ગાયા પથ્થરોને...
હાથમાં પીંછી લઈ નીકળી પડેલા માલધારીની કહાની પથ્થર આમ તો નિર્જીવ હોય છે, પણ જૂનાગઢનો એક માલધારી રોજ આવા પથ્થરને જીવંત કરવા નીકળી પડે છે. ગિરનાર તળેટીની મોટી મોટી કાળમીંઢ શિલાઓને પીંછીના રંગથી એણે એવી તો ભીની ભીની કરી છે કે સદીઓથી સોડ તાણીને સૂતેલી આ શિલા પણ બોલી ઊઠે છે.
ઉમેદવારોની યાદીની સાથે જ કોંગ્રેસના બાર વાગી ગયા!
લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય એ પહેલાં ભાજપે બીજાં કેટલાંક રાજ્યોની જેમ ગુજરાતની ૧૫ બેઠક માટે એના કોંગેસનાં નામ ઘોષિત કરી દીધાં, એની ચર્ચા પૂરી થાય એ પહેલાં તો કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ સહિત અન્ય આગેવાનોએ ભગવો ખેસ પહેરી લઈ ચૂંટણીનો માહોલ ગરમ કરી નાખ્યો.
કેવું સ્માર્ટ (સિટી) બન્યું છે અમદાવાદ?
લોકસભા ચૂંટણી માથે આવી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી ‘સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટ અંતર્ગત કર્ણાવતી નગરીનો દેખાવ કેવો રહ્યો છે એનો લઈએ ચિતાર.
અપાર ધૈર્યથી નિરાશા ખંખેરી, બીજા માટે પ્રેરણાસ્રોત બની...
અડધું શરીર અને એકના એક દીકરાને ગુમાવવાની પીડા ભોગવનારી ગરવી ગુજરાતણ-મોટિવેશનલ યુટ્યુબર ધરા શાહની કહાણી સાંભળીને થાય કે ઈશ્વર આવી હિંમત, સકારાત્મકતા સૌને આપે.
ડગલું ભર્યું કે પાછું ના હટવું...ના હટવું
દામ્પત્યજીવનમાં નડેલી મુશ્કેલીથી નાસીપાસ થવાને બદલે બમણી ઊર્જાથી ઝઝૂમીને સફળતાની એક પછી એક સીડી ચડી બહુ નાની ઉંમરે વિશ્વવિખ્યાત અમેરિકન કંપનીના ગ્લોબલ પ્રોજેક્ટ મૅનેજરના પદ સુધી પહોંચનારી કિંજલ જોશીનું જીવન પ્રેરણાદાયી છે.
શારીરિક મર્યાદા છતાં જુસ્સાની કોઈ હદ નહીં...
આશરે ૪૦ વર્ષ પહેલાં અમદાવાદમાં તબીબોની હડતાળને કારણે કારણે એક યુવતી યોગ્ય સારવારથી વંચિત રહી... અને એનું પરિણામ એ આજેય ભોગવે છે. શરીરે ભાઠાં ન પડે એ માટે અઢી દાયકાથી ઊંધાં સૂઈને જાતજાતનાં કામ કરતાં શર્મિષ્ઠા પટેલે કુદરતની ગણતરી ઊંધી પાડી દેખાડી છે.
મહાશિવરાત્રિએ કરો દર્શન આ અનોખા શિવમંદિરનાં
ૐ નાદથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ હોવાનું કહેવાય છે. સકળ વિશ્વ માં જ સમાયેલું છે. યોગમાં પણ ૐ મંત્રનો ખૂબ મહિમા છે. વિશ્વઆખામાં ૐની મહત્તા સાબિત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત-મહારાષ્ટ્રના સીમાડે સેલવાસમાં ૐ આકારનું એક ભવ્ય મંદિર આકાર પામ્યું છે. થોડા દિવસ અગાઉ એનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થયો એ નિમિત્તે સાડા બાર એકરમાં ફેલાયેલા આ મંદિરની આધ્યાત્મિક સફર તો કરવી જ પડે. તો હર હર મહાદેવના નાદ સાથે આવી જાઓ સેલવાસ.
નિરાંતથી નિષ્કર્ષ તરફ...
ગુમસૂમ બનીને બેઠો છું કે દર્દ નથી, આરામ નથી, મન કહે છે કે કૈં બાકી ને આમ જુઓ તો કામ નથી.
જસ્ટ, એક મિનિટ...
મારી ભીતર એક તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે.
દરિયાના પેટમાં પીએમની લટારનું સિક્રેટ મિશન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરી દ્વારકાના દરિયામાં ડૂબકી લગાવીને દુનિયાને ચોંકાવી દીધી, પરંતુ આ આખું સિક્રેટ મિશન બે મહિનાથી ચાલતું હતું. આ દિલધડક કાર્યક્રમનો રોચક ઘટનાક્રમ અને એ પાર પાડનારા પડદા પાછળના કિરદારો વિશે એક્સક્લુઝિવ અહેવાલ.
લાંચ ખાવાનો તે કંઈ વિશેષાધિકાર હોય?
સંસદગૃહમાં કે વિધાનસભામાં કોઈની તરફેણ કે વિરુદ્ધમાં મત આપવા પૈસા લો એને રુશવત જ કહેવાય અને એની સામે કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ.
ખોળાનો ખૂંદનાર નથી એ ખામી કોની?
પ્રિમેચ્યૉર ઓવેરિયન ફેલ્યૉરથી હૃદયની કામગીરીને પણ થઈ શકે છે અસર
દીકરીને ભણાવવી કે ઝટ પરણાવી દેવાની?
ગામ-શહેર કે દેશબહાર ઉચ્ચ અભ્યાસ માટે જતી વિદ્યાર્થિનીઓની વધતી સંખ્યા સૂચવે છે કે...
મળો, ગુજ઼રાતની આ ડ્રોન દીદીને
કંઈક અલગ કરીને પરિવારને તથા સમાજને મદદરૂપ બનવાની અભિલાષાએ એક સામાન્ય મહિલાને એક નવું જ કામ શીખવ્યું. એ કામ છે ડ્રોનથી ખેતરમાં દવાનો છંટકાવ કરવાનું. આ કહાની છે એવી મહિલાની, જે ઘૂંઘટની બહાર ડોકિયું કરી પોતાની નવી ઓળખ બનાવી રહી છે અને બીજી સ્ત્રીઓને પ્રેરણા પણ આપી રહી છે.
અમેરિકન ડ્રીમ દુઃસ્વપ્નમાં પલટાઈ રહ્યું છે?
બે જ મહિનામાં નવ ભારતીયોનાં મોત, જેમાં છ સ્ટુડન્ટ્સ...
જૂના ટીવીને આ રીતે બનાવો એન્ટરટેઈન્મેન્ટ પાવરહાઉસ
સ્ટ્રીમિંગ સ્ટિક, સ્ટ્રીમિંગ બૉક્સ અથવા ઍન્ડ્રોઈડ ટીવી બૉક્સ લગાવતાં જ તમારું ટીવી બની જશે એકદમ સ્માર્ટ.
દુઃખ સુખ થા એક સબ કા, અપના હો યા બેગાના...
...એક વો ભી થા જમાના, એક યે ભી હૈ જમાના... ગાનારા પંકજ ઉધાસનો ‘ચિત્રલેખા’ સાથે એક વિશિષ્ટ નાતો હતો. એક-એકથી ચડિયાતી ગઝલના ગાનારા પંકજભાઈ યાદ રહેશે એમની ગાયકી તથા સમાજોપયોગી કાર્યો માટે.
તારી નજરમાં રહેવું છે...
નિર્દોષ જો નહીં તો ગુનેગારની રીતે એની નજરમાં હોઈએ, બીજું શું જોઈએ?