નવેમ્બર ૨૦૨૨માં જ ઓપન-AI દ્વારા લૉન્ચ કરવામાં આવેલા ચેટ-જીપીટી (ચેટ જનરેટિવ પ્રિટેન્ડ ટ્રાન્સફોર્મર)એ માત્ર ટૅક્નોલૉજીની દુનિયામાં જ ધમાલ મચાવી છે એવું નથી, પણ તેનું નામ માત્ર બે મહિના જેટલા સમયગાળામાં જ ઘરે-ઘરે જાણીતું થવા લાગ્યું છે. બહુ ટૂંકા ગાળામાં જ ચેટ-જીપીટી ૧૦ કરોડ વપરાશકર્તાઓના આંકને વટાવી ચૂક્યું છે. ચેટ-જીપીટી હાલમાં તો અંગ્રેજી ભાષામાં જ લૉન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ ભવિષ્યમાં તે અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ચેટ-જીપીટીને આપણે સર્ચ એન્જિન સાથે સરખાવી શકીએ, પરંતુ તે હકીકતમાં સર્ચ એન્જિન નથી. તે સર્ચ એન્જિન ગૂગલથી અનેક રીતે અલગ પડે છે. ગૂગલ પર આપણે ધારો કે એવું સર્ચ કરીએ કે, ‘વર્ષાઋતુ પર નિબંધ લખો’ તો આપણને સીધો જ કોઈ નિબંધ તૈયાર મળી જાય એવું નથી થતું. આ નિબંધ અથવા તો વર્ષાઋતુ વિશે જે વેબસાઇટ પર લખાયેલું હોય તેની એક સામટી લિંક આપણને જોવા મળે છે, જ્યારે ચેટ-જીપીટી પર તો તમે આ પ્રશ્ન પૂછો એટલે સીધો જ તમને નિબંધ લખાયેલો મળે છે. વળી, તમે તેને કહો કે તમે આ નિબંધથી સંતુષ્ટ નથી તો એ ફેરફાર સાથે ફરીથી બીજો નિબંધ રજૂ કરે છે. તમે એમ કહો કે હજુ લાંબો નિબંધ જોઈએ છે તો એ વધુ લાંબો નિબંધ લખીને આપે છે. તમારે કોઈ નાનકડી સ્ક્રિપ્ટ લખવી છે કે પછી શાળામાં રજા લેવા માટે અરજી લખવી છે તો એ તમામ વસ્તુઓ થોડી જ સેકંડોમાં તમને મળી રહે છે.
આ પ્રશ્નના જવાબથી ગૂગલે એક દિવસમાં ૧૦૦ અબજ ડોલર ગુમાવ્યા
ચેટ-જીપીટીના ડેવલોપર્સ દ્વારા જે માહિતી સાર્વજનિક રીતે ઉપલબ્ધ હોય તેનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે વિશ્વની તમામ વેબસાઇટ કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર જે કન્ટેન્ટ ઉપલબ્ધ હશે તેના પરથી જ ચેટજીપીટી પોતાનો જવાબ રજૂ કરશે. વધુમાં તેમાં ૨૦૨૧ સુધીનો ડેટા જ લૉડ કરવામાં આવ્યો છે એટલે કે તમે તેને તાજેતરની કોઈ ઘટના વિશે પૃચ્છા કરશો તો એ જવાબ નહીં આપી શકે. હાલના સંજોગોમાં ચેટ-જીપીટીની સૌથી મોટી મર્યાદા એ છે કે તે પ્રાદેશિક ભાષાઓમાં હજુ લૉન્ચ થયું નથી અને ખૂબ નજીકના ભવિષ્યમાં જ તેનો ઉપયોગ કરવા માટે આપણે પૈસાની ચુકવણી પણ કરવી પડશે તે નિશ્ચિત મનાય છે. હાલમાં જ વધુ પડતાં સવાલોનો મારો થતાં તથા વપરાશકર્તાઓ વધતા, ચેટ-જીપીટી સંપૂર્ણપણે ઠપ પણ થઈ જાય છે અને સવાલોના જવાબ આપવામાં વધુ સમય પણ લે છે.
This story is from the February 25, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 25, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ