પૃથ્વીની સપાટીથી નજીક ઉદ્ભવતો ભૂકંપ વધુ વિનાશકારી
ABHIYAAN|February 25, 2023
૬ ફેબ્રુઆરીની વહેલી સવારે તુર્કી અને સીરિયાની ધરા ધણધણી ઊઠી. રહેણાંકો અને ગગનચુંબી ઇમારતો પત્તાના મહેલની માફક ધ્વસ્ત થઈ ગઈ. પ્રચંડ ભૂકંપે જે મહાવિનાશ વેર્યો એની નવી 'ને આઘાત પમાડે એવી વિગતો સતત સામે આવતી રહે છે. ભૂકંપની તીવ્રતા પાછળ ચોક્કસ પરિબળો કામ કરી રહ્યા છે. કંપ જો ભૂ સપાટીની નજીક ઉદ્ભવે તો ભારે તબાહી મચાવી શકે છે, તુર્કી-સીરિયાનો ધરતીકંપ એનો ભયાવહ દાખલો છે. મેગ્નિટ્યુડ એ તરંગો કેટલા મોટા છે તેનું માપ છે, જ્યારે તાકાત તે વહન કરતી ઊર્જાને દર્શાવે છે. ૬ની તીવ્રતાના ધરતીકંપ થકી જન્મતા સિસ્મિક તરંગો પાંચની તીવ્રતાના ધરતીકંપથી જન્મતા તરંગો કરતાં દસ ગણો વધારે કંપનવિસ્તાર ધરાવે છે, તે ઊર્જાનો તફાવત પણ વધારે છે.
ઇમરાન દલ
પૃથ્વીની સપાટીથી નજીક ઉદ્ભવતો ભૂકંપ વધુ વિનાશકારી

તુર્કીમાં શ્રેણીબદ્ધ ધરતીકંપ સર્જાયા એમાં પહેલો કંપ ૭.૮ની તીવ્રતાનો નોંધાયો હતો, જેને આ દેશે છેલ્લાં સો વર્ષોમાં અનુભવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ તરીકે ગણાવવામાં આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)ની વેબસાઇટ પરની માહિતી અનુસાર ૧૨ કલાકના ગાળામાં દક્ષિણપૂર્વીય તુર્કીમાં સીરિયાની સરહદોની નજીકના સમાન વિસ્તારમાં ૪ કે તેથી વધુની તીવ્રતાના ઓછામાં ઓછા ૪૧ ભૂકંપ નોંધાયા હતા.

આ પછીનો એક ધરતીકંપ પહેલાંના જેટલો ભયંકર હતો, જેની તીવ્રતા ૭.૫ હતી. મોટા ધરતીકંપ વખતે પછીના થોડા દિવસો સુધી આંચકા આવવા સ્વાભાવિક છે, જે અઠવાડિયાં સુધી પણ ચાલુ રહેવાની શક્યતા હોય છે.

ધરતીકંપની દૃષ્ટિએ સંવેદનશીલ પ્રદેશ

જ્યાં ભૂકંપ આવ્યો છે તે પ્રદેશ જાણીતી સિસ્મિક ફોલ્ટ લાઇન સાથે જોડાયેલો છે જેને એનાટોલિયા ટેક્ટોનિક બ્લોક કહેવાય છે, એ ઉત્તર, મધ્ય અને પૂર્વી તુર્કીમાંથી પસાર થાય છે. તે ધરતીકંપની દષ્ટિએ સક્રિય ક્ષેત્ર છે. તેમ છતાં ધરતીકંપના સંદર્ભે વિશ્વના સૌથી ખતરનાક પ્રદેશોમાંના એક હિમાલયન ક્ષેત્ર જેટલો સક્રિય નથી.

તાજેતરનાં વર્ષોમાં પાંચ કે તેથી વધુની તીવ્રતાના મોટા ધરતીકંપો વારંવાર આવ્યા નથી. USGS મુજબ ૧૯૭૦થી આ વિસ્તારમાં ૬ કે તેથી વધુની તીવ્રતાના માત્ર ત્રણ ભૂકંપ આવ્યા છે. આ વિસ્તારમાં છેલ્લો ભયંકર ભૂકંપ જાન્યુઆરી ૨૦૨૦માં આવ્યો હતો. આ પ્રદેશમાં ધરતીકંપ આફ્રિકન, યુરેશિયન અને અરેબિયન પ્લેટો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાનું પરિણામ છે. અરેબિયન પ્લેટ ઉત્તર તરફ ધકેલાતી હોવાનું જાણીતું છે, જે એનાટોલિયન પ્લેટ માટે થોડી પશ્ચિમ તરફની હિલચાલનું પરિણામ છે. તુર્કી આ એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ પર વસેલો દેશ છે. આ પ્લેટ યૂરેશિયન, આફ્રીકન અને અરેબિયન પ્લેટ વચ્ચે ફસાયેલી છે. આ પ્લેટ ભટકાતી હોવાને કારણે ભૂકંપ આવતો હોવાનું વિજ્ઞાનિકોનું માનવું છે.

યુએસજીએસની વેબસાઈટ જણાવે છે કે ‘સોમવારનો ભૂકંપ સીરિયાની સરહદની નજીક પૂર્વી એનાટોલિયન બ્લોક પર નજીકની ઊભી ફોલ્ટ લાઇનની આસપાસ આવ્યો હતો.’

This story is from the February 25, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 25, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024