કચ્છમાં સોલાર રૂફ ટોપથી વીજળી ઉત્પન્ન તો થાય છે, પણ ઓછી
ABHIYAAN|February 25, 2023
કચ્છમાં સૂર્યપ્રકાશની મહેર શિયાળા અને ઉનાળામાં ખૂબ વધારે હોય છે. શહેરી વિસ્તાર કે સમૃદ્ધ ગામડાંમાં લોકોમાં સોલાર રૂફ ટોપ અંગે જાગૃતિ આવી છે, પરંતુ અબડાસા, લખપત કે રાપર જેવા તાલુકાના છૂટાછવાયા ગામડાંમાં પણ સોલાર રૂફ ટોપ પહોંચે તો વીજ ઉત્પાદન ખૂબ વધી શકે. સરકાર દ્વારા સબસિડી અપાતી હોવા છતાં આર્થિક રીતે નબળાં લોકોને ઘર પર સોલાર પેનલ લગાવવી મોંઘી લાગે છે. આ માટે બેંકો લોન આપે, વીજ કંપની કે સરકાર હપ્તાઓમાં તે લગાવી દે તો વધુ ને વધુ લોકો તેનો લાભ લઈ શકે.
સુચિતા બોઘાણી કનર
કચ્છમાં સોલાર રૂફ ટોપથી વીજળી ઉત્પન્ન તો થાય છે, પણ ઓછી

કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ વિશિષ્ટ છે. અહીં શિયાળા અને ઉનાળાની ઋતુમાં મહત્તમ સૂર્યપ્રકાશ મળી રહે છે. આ જિલ્લો સૂર્ય ઊર્જા મેળવવા માટે સૌથી વધુ યોગ્ય છે. આથી જ ભારત- પાકિસ્તાન બોર્ડર નજીકના વિઘાકોટ પાસે અંદાજે એક લાખ હેક્ટર જમીનમાં વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય અનેક જગ્યાએ કોમર્શિયલી પણ સૂર્ય ઊર્જામાંથી વિદ્યુત ઊર્જા મેળવવા પ્લાન્ટ નખાયેલા છે. તેવી જ રીતે ઘરોની છતો ઉપર નાના સોલાર પ્લાન્ટ લગાવીને વીજ ઉત્પાદન મેળવાઈ રહ્યું છે. જો કચ્છના બધા જ રહેણાક વિસ્તારમાં સોલાર રૂફ ટોપ લાગી જાય તો લિગ્નાઇટ કે હાઇડ્રો પાવર પ્લાન્ટ કરતાં પણ વધુ વીજ ઉત્પાદન તદ્દન નજીવા દરે કરી શકાય અને તે પણ પર્યાવરણને જરા પણ નુકસાન કર્યા વગર. કચ્છમાં સૂર્ય ઊર્જાના મહત્તમ ઉપયોગની સંભાવના હોવા છતાં આ જિલ્લો સોલાર રૂફ ટોપ લગાવવામાં રાજ્યમાં પહેલા પાંચમાં પણ નથી, તેનો નંબર દસમો છે. જેના સીધો અર્થ એવો કરી શકાય કે હજુ ઘણાં વધારે રૂફ ટોપ લગાવીને હજુ વધુ વીજ ઉત્પાદન કરવાની ક્ષમતા કચ્છ ધરાવે છે. કચ્છમાં જાન્યુઆરી ૨૩ સુધીમાં ૧૦,૫૦૦થી વધુ ઘરોમાં સોલાર રૂફ ટોપ લગાવાયા છે, જેમાંથી ૪૨.૫ મેગાવૉટ વીજળી ઉત્પન્ન થાય છે. મહત્તમ વીજ ઉત્પાદન શહેરી વિસ્તારોમાં થાય છે. ગામડાંમાં હજુ પૂરતા પ્રમાણમાં રૂફ ટોપ લગાવાયા નથી.

લોકો સહેલાઈથી રૂફ ટોપ લગાવીને વીજ ઉત્પાદન કરી શકે તે હેતુથી સરકાર દ્વારા સબસડી આપવામાં આવે છે. ગુજરાતમાં સોલાર રૂફ ટોપ લગાવવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. રાજ્યમાં વડોદરા જિલ્લાએ સોલાર રૂફ ટોપથી સૌથી વધુ વીજ ઉત્પાદન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને આણંદ અનુક્રમે ૨થી ૫ નંબરે છે. કચ્છનો ક્રમાંક દસમો છે.

This story is from the February 25, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 25, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024