પૃથ્વી પર જ્યારે જીવનની શરૂઆત થઈ ત્યારે કરોડો જીવ એકસાથે આ ધરતી પર શ્વાસ લેતાં થયો, એ રીતે આ ધરતી ધબકતી થઈ. આ સૂર્યના સાત ગ્રહોમાંથી માત્ર પૃથ્વીના ખોળે સંતાનોએ જન્મ લીધો. આ ઘટનાની પાછળ ગમે તેટલાં વૈજ્ઞાનિક વજૂદ અને કારણો હોય, છતાં એ નિત્ય વિસ્મયકારક જ લાગી છે. ઉત્ક્રાંતિના ક્રમે જીવો વિકસતા ગયા. માનવ આ ઉત્ક્રાંતિના ક્રમનું નવીનતમ સર્જન છે. પછી એવું શું બન્યું કે તે પોતાને અન્ય પ્રાણીઓથી, પોતાના સહોદરોથી જ પોતાને વધારે શક્તિશાળી, વધારે બુદ્ધિશાળી જ નહીં, પણ ખુદને તેમનો અને આ સૃષ્ટિનો અધિપતિ સમજવા લાગ્યો?
ભારત તરફથી નોમિનેટ થયેલી ફિલ્મો પૈકી ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ -‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ અને ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ -‘ઑલ ધેટ બ્રિલ્સ' આ બાબતે સૌનું ધ્યાન ખેંચે છે. એકમાં પ્રાણીજગત વચ્ચે વસતાં માનવોની વાત છે અને બીજામાં માનવજગત વચ્ચે વસતાં પશુપક્ષીઓની વાત.
એક સપરમાં દિવસે ડિરેક્ટર કાર્તિકી ગોનસાલ્વિસ ઊટીથી બેંગ્લોર જઈ રહી હતી. મુદુમલાઈ ટાઇગર રિઝર્વ પાર્કમાંથી પસાર થતાં રસ્તાથી થોડે દૂર તેને એક હાથીનું બચ્ચું દેખાયું. તેની સાથે બમ્મન હતો. કાર્તિકીનો ઉત્સાહ જોઈને તેણે તેને પાછળ આવવા ઇશારો કર્યો. માત્ર ત્રણ મહિનાના એ બાળ હાથીનું નામ હતું ‘રઘુ’. કાર્તિકી ઉત્સુકતાથી તેમની પાછળ ગઈ. બાળપણથી જ અવારનવાર જંગલમાં ફરવા જતી કાર્તિકી માટે પણ આટલા નાના મદનિયા સાથે વખત વિતાવવાનો અનુભવ તદ્દન નવો હતો. તેણે મન ભરીને ત્યાં કલાકો ગાળ્યા. ઘણા ફોટો અને વીડિયો લીધા. કાર્તિકીના શબ્દોમાં જ - ‘એ સમયથી હું રઘુના પ્રેમમાં પડી ગઈ.’ રઘુને નદીમાં સ્નાન કરાવતાં બમ્મનને જોઈને તેણે એ બંને વચ્ચે એક અદશ્ય જોડાણ અનુભવ્યું. જાણે એ તેનો દીકરો હતો, તેનું જ સંતાન. આ ધન્ય ક્ષણે આ સંવેદનશીલ ફિલ્મની ભૂમિકા રચાઈ.
આ ફિલ્મને બનતાં લગભગ પાંચેક વર્ષ લાગ્યાં. દોઢ વર્ષ સુધી કાર્તિકી નિયમિત રીતે રઘુ, બન્મનની મુલાકાત લેતી રહી. શરૂઆતમાં મોબાઇલ કૅમેરા અને સાદા ડીએસએલઆરથી વીડિયો લીધા. જ્યારે રઘુ, બમ્મન અને બેલ્લી તેની સાથે સહજ થયાં ત્યારે તેણે પ્રોફેશનલ ટીમ બોલાવીને શૂટિંગ ચાલુ કર્યું.
This story is from the April 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ