થોડા સમય પહેલાં એક અંગ્રેજી ન્યૂઝપેપરમાં એવા સમાચાર હતા કે, માત્ર અમેરિકામાં જ નહીં, દુનિયાના મોટા ભાગના દેશોમાં માનસિક તણાવનું પ્રમાણ વધવા માંડ્યું છે. ભારતની જનતાએ પણ આ બાબતે હરણફાળ પ્રગતિ કરવા માંડી છે.
દુનિયામાં એક પણ માણસ એવો નહીં મળે, જે કોઈ ને કોઈ ટૅન્શન લઈને જીવતો ન હોય. હવે તો જોકે ‘ટૅન્શન હોવું’ એ જ જાણે કે હયાત હોવાનું પ્રમાણપત્ર બની ગયું છે. ‘લે, તમને કોઈ ટૅન્શન જ નથી?’ આવું બોલનારાને મન, ‘ટૅન્શન હોવું’ એ પણ એક પ્રકારની ઉપલબ્ધિ હોય એ રીતે ટૅન્શનનાં ગુણગાન ગાતાં હોય છે.
‘ટૅન્શન લેને કા નહીં, દેને કા.. ક્યા..' આવું બોલીને પોતે જાણે ટૅન્શનમુક્ત હોય એવો દેખાવ બાબુ બૉસ કરતો રહે છે, પણ ખરેખર તો આવું એ લોકો જ રટણ કરતાં રહે છે, જેઓ પોતે જ ટૅન્શનમાં રહેતાં હોય!
‘‘ટૅન્શન’ને અતિથિ કહેવાય કે નહીં?’’ બાબુ બૉસે મને પ્રશ્ન પૂછ્યો, ત્યારે મને થયું કે સાલુ, આ બાબુ ક્યારેક ઇન્ટેલિજન્ટ વાત પણ કરે છે ખરો! એની વાત પણ સાચી કે બિચારી ફોન કે ઇ-મેઇલ કરીને થોડી આવે છે?!
આખા દેશનું ટૅન્શન માથે લઈને ફરવાનો એકમાત્ર રાજકીય શોખ હોવાને કારણે થોડા સમય પહેલાં મારી તબિયત બગડી. હૃદયના ધબકારા અચાનક જાણ્યા પછી ખબર પડી કે મારે પણ હૃદય તો વધવા માંડ્યા. ધબકારાની રેન્જ છે. બાકી, એવા કેટલાય માણસો ભટકાતા હોય છે કે એમના સતત સહવાસને કારણે ભૂલી જ જવાય છે કે આપણી પાસે પણ એકાદ હૃદય જેવું પણ કંઈક છે.
સ્વભાવ જ એવો ટૅન્શનિયો થઈ ગયો છે ને કે મારું પોતાનું ટૅન્શન ન હોય તો પારકાનું ટૅન્શન ઉપાડીને હું ફરતો રહું છું. ‘આનંદ’ ફિલ્મનું પેલું ગીત છે ને કે, ‘અપના ન હોતે સહે, દરદ પરાયે.. દરદ પરાયે.. કહી દૂર.. જબ દિન ઢલ જાએ..’ જોકે પારકાનું એવું કોઈ ટૅન્શન હું નથી રાખતો, પણ એક જ ટૅન્શન.. કે એ લોકોને કેમ કોઈ ટૅન્શન જ નથી? અથવા તો કોઈને ટૅન્શન હોય તોય આટલા બધા સુખી કેમ રહી શકતા હશે? બસ આ જ એક ટૅન્શન! ટૅન્શન પ્રત્યે મારું ઍટેન્શન જબરું! એક તો આવું ટૅન્શન અને ઉપરથી પોલ્યુશન.. ગમે તેટલો બોડી-બિલ્ડર હોય તોય એની તબિયત ભૂકંપગ્રસ્ત ઇમારત જેવી થઈ જ જાય.
This story is from the May 06, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 06, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ