ઉનાળામાં સૌથી વધારે સાંભરે શીતળતા અર્પતો છાંયો અને તન-મન તૃપ્ત કરતું ઠંડું પાણી. આ પાણીના બળે જ વિશ્વની મહાન સભ્યતાઓ જન્મી અને વિકસી. એક સમયે પાણીના વહેણને જીવનરેખા ગણી એની આસપાસ વસનારા મનુષ્યોએ આજે એ હદનું કૌશલ્ય મેળવી લીધું છે કે વિશાળ જળરાશિને માઈલો સુધી દૂર વહેવડાવીને સૂકી ધરાની તૃષ્ણા શાંત કરી શકે. આ પાણી ક્યાંથી આવ્યું, ક્યારે અવતર્યું, કેટલું જૂનું છે એ સવાલ કદી કોઈને થાય પણ ખરો. પ્લાસ્ટિકની બૉટલમાં બંધ પાણીમાં અમુક સમય પછી એ પ્લાસ્ટિકના અણુઓ ઓગળવાનું શરૂ કરે એટલે એની એક્સપાયરી ડેટ નિશ્ચિત હોય, ઉપરાંત રેડિયોઍક્ટિવિટીથી દૂષિત થયેલા જળનો પ્રશ્ન અલગ છે, પણ એ સિવાયનું મુક્ત અને સહજ રીતે સંસારમાં વહેતું પાણી એક્સપાયર ના થાય અને સતત જળચક્ર ગતિમાન રહે. અલબત્ત, મનુષ્યને પીવા માટે એમાંનું આશરે ૯૭ ટકા પાણી ખતરનાક ગણાય છે.
સદીઓ સુધી સંસારની લગભગ તમામ સંસ્કૃતિમાં જળ એક મૂળભૂત તત્ત્વ તરીકે જ ગણાતું હતું, પરંતુ મૉડર્ન સાયન્સે એને બે હાઇડ્રોજન અને એક ઑક્સિજનના પરમાણુનું બનેલું જણાવ્યું. રાસાયણિક રીતે ખરું જ, પરંતુ પાણી જેવા અદ્ભુત તત્ત્વની આવી સામાન્ય વ્યાખ્યા અપૂર્ણ જ ગણાય. વિખ્યાત લેખક ડી. એચ. લૉરેન્સે કહેલું, ‘પાણી એટલે એચ-ટુ-ઓ, બે ભાગ હાઇડ્રોજનના અને એક ઑક્સિજનનો, પરંતુ એમાં હજુ એક ત્રીજો ભાગ પણ છે, જેના વિશે કોઈ નથી જાણતું.' રંગ, ગંધ અને ખાસ કશા સ્વાદ વગરનું, ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણે સ્વરૂપે આપણા સંસારમાં વ્યાપ્ત આ રહસ્યમય તત્ત્વ જીવન જન્માવવાથી લઈને ટકાવવા સુધી શા માટે અગત્યનું બનેલું છે એ સવાલ આગળ હજુ પણ ગૂઢતાનાં વાદળો છવાયેલાં છે. અન્ય કેટલીયે ચીજો જેમ પાણીનો અસ્પષ્ટ ઇતિહાસ પણ ખંગાળવાના પ્રયાસો થયા છે. સૌથી મોટો પ્રશ્ન તો એ જ કે સંસારમાં આટલો વિશાળ જળરાશિ આખરે આવ્યો ક્યાંથી? પૃથ્વી જયારે ધગધગતા પિંડની અવસ્થામાં હતી ત્યારે જ એની ફરતે વાતાવરણના અભાવમાં પાણી વરાળ બનીને અનંત અવકાશમાં ખોવાઈ જવું જોઈતું હતું, પરંતુ એવું ન થયું અને એ જળરાશિમાં જીવનનું બીજ પાંગરી શક્યું.
This story is from the May 20, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 20, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ