કચ્છ પશુપાલન આધારિત પ્રદેશ છે તેવી જ રીતે ગુજરાત આખામાં પણ પશુઓ આધારિત જીવન જીવતો એક મોટો વર્ગ છે. ગાય-ભેંસો રાખીને સ્થાયી થઈને રહેતા પશુપાલકોની જેમ જ ઘેટાં- બકરાં જેવા નાના માલને પાળીને ભટકતું જીવન પસાર કરતાં વિચરતા માલધારીઓની સંખ્યા પણ ઘણી વધુ છે. તેઓ મોટા ભાગે કોઈ જગ્યાએ સ્થાયી થતાં નથી અને જ્યાં સારું ચરિયાણ હોય ત્યાં તેઓ માલને લઈને જતાં હોય છે. સામાન્ય રીતે આ સમાજમાં અત્યાર સુધી મોટા ભાગનો આર્થિક વ્યવહાર મહિલાઓના હાથમાં જ હતો. પુરુષો તો સવારે જ ઘેટાં-બકરાંને ચરાવવા લઈ જાય અને પાછળ રહેલી મહિલાઓ ઘર અને સામાજિક વ્યવહાર સંભાળે, આર્થિક ઉપાર્જનનાં કામો કરે. આના કારણે સ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા તો મળતી જ હતી, સાથે-સાથે ઘરના તમામ નિર્ણયોમાં તેની સક્રિય ભાગીદારી પણ રહેતી હતી, પરંતુ ઘેટાં-બકરાં પાલન હવે આર્થિક રીતે પરવડે તેવું રહ્યું નથી. પરિવારનું ગુજરાન ચલાવી શકાય તેટલું ઉપાર્જન તેમાંથી ભાગ્યે જ થાય છે. ઉપરાંત આ સમાજમાં પણ શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પરિણામે નવી પેઢી પરંપરાગત વ્યવસાયથી દૂર થતી જાય છે. નવા વ્યવસાયમાં મહિલાઓની સહભાગિતા ઘણી ઓછી હોવાના કારણે તેમની આર્થિક સ્વતંત્રતા પર કાપ આવી રહ્યો છે. વિચરતા માલધારી સમાજનો વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ સમાજમાં મહિલાઓનું સ્થાન પહેલાં હતું તે કરતાં ઊતરતું થઈ રહ્યું છે અથવા તો એમ કહી શકાય કે વિકાસના આ તબક્કામાં મહિલાઓની ભૂમિકા બદલાઈ રહી છે.
This story is from the June 03, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 03, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ