ભારતની દક્ષણ-પશ્ચિમી સરહદ પર અરબ સાગર અને સહ્યાદ્રિ પર્વતમાળાઓની મધ્યમાં રહેલ કેરલ પ્રવાસન જગતમાં ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ તરીકે ઓળખાય છે. કુલ ૩૮,૮૬૩ વર્ગ કિલોમીટરમાં પથરાયેલું આ કેરલ ભારતના અઠ્યાવીસ રાજ્યોમાંનું એક રાજ્ય છે, જ્યાં વીસ જેટલા જેન્યુઇન હિલ સ્ટેશન્સ છે. તળાવો, ટેકરીઓ, પર્વતો, જળધોધ, ખીણો, દરિયાઓ, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને ચાના બગીચાઓથી બેમિસાલ દશ્ય ફલકો ઑફર કરતાં આ હિલ સ્ટેશન્સની લાંબી યાદીમાંનું એક હિલ સ્ટેશન છે મુન્નાર.
મુથીરાપૂઝા, નલ્લથની અને કુંડલા નામના ત્રણ પહાડી ઝરણાંઓના સંગમ સ્થાન પર સ્થિત હોવાથી આ મનો૨મ સ્થળને મુન્નાર કહેવાય છે. દરિયાઈ સ્તરથી ૫૨૫૦ ફૂટ જેવી ઊંચાઈ પર સ્થિત મુન્નાર બ્રિટિશ સરકારના કોલોનિયલ યુગનું સમર રિસોર્ટ હતું. કેરલના ઇડુક્કી જિલ્લામાં રહેલા આ પ્રદેશમાં હજારો વર્ષો પહેલાં મલયારાયણ નામના વનવાસીઓ રહેતા હતા જેઓ અહીંની ટેકરીઓના સર્વ સત્તાધીશ હતા. તે ઉપરાંત અહીં મુથુવાન વનવાસીઓ પણ રહેતા હતા જેઓ અહીંની ટેકરીઓ પર અને દેવીકુલમના જંગલ વિસ્તારમાં ખેતી કામ કરતાં હતાં. આમ જુઓ તો ૧૯મી સદીના ઉત્તરાર્ધ સુધી આ પ્રદેશ વણખેડાયેલો અને ગાઢા જંગલોથી વાઇલ્ડ અને વૃક્ષાચ્છાદિત રહ્યો. એ પછી મુન્નારમાં ચાના વાવેતર શરૂ થયા. શરૂઆતમાં કૉફી અને એલચીનો પાક લણતો આ પ્રદેશ ચાના ઉત્પાદન માટે ઉત્તમ સાબિત થતો આવ્યો. મુન્નારની ટેકરીઓ પરનો ટી પ્લાન્ટેશનનો ઇતિહાસ તો એવું કહે છે કે અહીં બ્રિટિશરોએ જ નહીં, પરંતુ અમેરિકન અને યુરોપીય સમૃદ્ધોએ પણ ચાના ચાળા કર્યા હતા, પરંતુ ૧૯૮૩માં ટાટા ટી લિમિટેડના પ્રવેશ પછી ચાના બગીચાઓ કડક-મીઠો રંગ લાવ્યા અને સોળ હજાર એકર જમીન પર એકલી ચા જ ચા છવાઈ ગઈ. ચાના વાવેતરની આવી જાહોજલાલી વચ્ચે ૧૯૨૪માં આવેલા અતિભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનમાં બધો પાક ધોવાય ગયો અને જાનહાનિ પણ ખૂબ થઈ. નિરાશાની એ ખમી ન શકાય એવી ઘટના પછી વળી આ ક્ષેત્રમાં મુન્નારે હરણફાળ ભરી અને ફરી ૨૮,૦૦૦ એકર ભૂમિ પર ચાઈ પત્તીની લીલાશ પથરાણી. આજે તો ચાના લીલાછમ વાવેતરની ભૂમિનો ભાગ ૫૭,૦૦ એકરનો આંકડો પાર કરી ચૂક્યો છે, જેનું શ્રેય ટાટા ટી ગાર્ડનને જાય છે.
This story is from the June 10, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 10, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.