ઓનલાઇન ગેમ્સ: આધુનિક જુગાર અને ડિજિટલ સટ્ટો
ABHIYAAN|July 29, 2023
ઓનલાઇન ગેમિંગના સાથે સૌથી મોટું દૂષણ છે સટ્ટાબાજીનું અને સરકાર હવે એના પર જ પોતાની પકડ કસવા મથી રહી છે. આ માટે સરકારે નવી અને કડક માર્ગદર્શિકાઓ બહાર પાડી છે
ડો. જયેશ શાહ
ઓનલાઇન ગેમ્સ: આધુનિક જુગાર અને ડિજિટલ સટ્ટો

ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા વધવાની સાથે કિશોર અને યુવા વર્ગના લોકોમાં મોબાઇલ ડિવાઇસ પર ઓનલાઇન ગેમ્સ રમવાનો ક્રેઝ વધી રહ્યો છે. આના કારણે ઓનલાઇન ગેમ્સ કંપનીઓને ભારતમાં મોકળું મેદાન મળી રહ્યું છે. આજકાલ આપણે સૌ એટલા સ્માર્ટ નથી રહ્યા જેટલા આપણા ફોન સ્માર્ટ થઈ ગયા છે. ઓટીટી પ્લૅટફૉર્મ આવ્યા પછી તો દર્શક તરીકે, ઓનલાઇન ગેમ્સ આવ્યા પછી પ્લેયર કે યુઝર્સ તરીકે અને સોશિયલ મીડિયા આવ્યા પછી બ્લૉગર તરીકે ક્યારે આપણે બંધાણી થતા ગયા અને ગંભીર રીતે વ્યસની થઈ ગયા એની ખબર પડે એટલા સ્માર્ટ પણ આપણે હવે રહ્યા નથી. જ્યારે એથી સાવ ઊલટું આપણા હાથમાં જે સ્માર્ટફોન પકડાવવામાં આવ્યો છે એમાં કઈ ચીજો કેવી રીતે અને ક્યારે પીરસવી કે જેથી એની આપણને આદત લાગી જાય અને અંતે એ વ્યસન બની જાય એ આ બધું પીરસનારા એકદમ બરાબર સમજે છે.

ઓનલાઇન ગેમ્સની વાત કરીએ તો દેશના લગભગ ૫૦ કરોડ લોકો ઓનલાઇન ગેમ રમે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં ઓનલાઇન ગેમિંગ માર્કેટ દર વર્ષે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૨માં ઓનલાઇન ગેમિંગનું આખું માર્કેટ લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાનું હતું. દર વર્ષે ૩૮ ટકાના દરે વૃદ્ધિ પામી રહેલી આ ઇન્ડસ્ટ્રીના આંકડા પર નજર નાખીશું તો આપણી આંખો પહોળી થઈ જશે. ભારતની ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસી રહેલી ઇન્ડસ્ટ્રી છે. એક તરફ ચીનમાં જ્યાં આ ઇન્ડસ્ટ્રી ૮ ટકાના દરે અને અમેરિકામાં ૧૦ ટકાના દરે વૃદ્ધિ પામી રહી છે ત્યાં જ ભારતમાં ૨૦૧૭થી ૨૦૨૦ દરમિયાન ૩૮ ટકાના દરે ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી વિકસી છે.

૨૦૨૨ની સાલમાં ભારતની ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી જે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની જે હતી એ ૨૦૨૬માં ૫૦,૦૦૦ કરોડ રૂપિયા અને ૨૦૨૭ સુધીમાં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાને આંબી જશે એવી ધારણા છે. સરેરાશ ૨૮થી ૩૦ ટકાના દરે ગ્રોથ કરતી આ ઇન્ડસ્ટ્રીમાં ‘ઓનલાઇન ગેમર્સ’ જે ૨૦૨૨માં ૪૨ કરોડ હતા એ ૨૦૨૩માં ૪૫ કરોડ થઈ ગયા અને ૨૦૨૫ સુધીમાં આ આંકડો ૫૦ કરોડ થઈ જશે, એવું સંશોધન અહેવાલો દર્શાવી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં મોબાઇલ ગેમ્સ બનાવતી ગેમિંગ કંપનીઓએ સ્થાનિક અને વિદેશી રોકાણો સાથે કુલ ૨.૮ બિલિયન ડૉલર કરતાં વધુનું ફંડ ઊભું કરી લીધું છે. આ ઇન્ડસ્ટ્રીમાં રોકાણનો આંકડો સરેરાશ ૨૩ ટકાના દરે દર વર્ષે વૃદ્ધિ પામી રહ્યો છે.

This story is from the July 29, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 29, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024