કવર સ્ટોરી
ABHIYAAN|Abhiyaan Magazine 15/06/2024
એનડીએના અશ્વમેઘ ઘોડાનો મંત્રી અબકીવાર૪૦૦પરમાંકોણેપક્ચર પાડ્યું?
જયેશ શાહ
કવર સ્ટોરી

લેખ લખાઈ રહ્યો છે ત્યારે એટલે કે ૦૪ જૂન, ૨૦૨૪ના સાંજના ચાર વાગ્યા સુધીના ટ્રેન્ડ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બનવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભાજપને ૨૦૧૪ (૨૮૨ બેઠકો) અને ૨૦૧૯ (૩૦૩ બેઠકો)માં સ્પષ્ટ બહુમતી મળી હતી. ૨૦૨૪માં ભાજપ ૨૪૦થી ૨૪૫ બેઠકોની વચ્ચે અટકી જશે. એટલે કે ભાજપને એકલે હાથે સ્પષ્ટ બહુમતી મળી રહી નથી.

૨૦૧૪માં ભાજપને ૩૧.૩૪% મતશેર સાથે ૨૮૨ બેઠકો પ્રાપ્ત થઈ હતી, જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં ૩૭.૪૬% મતશેર સાથે ૩૦૩ બેઠકો મળી હતી. ૨૦૧૪માં ૧૨.૫૪% સ્વિંગ ભાજપની તરફેણમાં હતો, તો ૨૦૧૯માં આ સ્વિંગ ૦૬.૧૨% હતો. ૨૦૨૪ની ચૂંટણીમાં ૦.૭૫% સ્વિંગ ભાજપની તરફેણમાં હોવા છતાં ૨૦૧૯ની સરખામણીમાં ભાજપની બેઠકોમાં ૬૨ બેઠકોનો ઘટાડો જોવા મળ્યો છે, જે ખરેખર આંચકા સમાન છે. તે જ પ્રમાણે એનડીએના મતશેરમાં ૨૦૧૯ની સરખામણીમાં માત્ર ૦.૨૧% ઘટાડો જોવા મળ્યો છે, છતાં ૫૬ બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે.

૨૦૦૯ની સરખામણીમાં ૨૦૧૪માં એનડીએની તરફેણમાં ૧૨% સ્વિંગ જોવા મળ્યો હતો અને ૧૭૮ બેઠકો વધી હતી. સરખામણીમાં ૨૦૧૯માં ૨૦૧૪ની એનડીએની તરફેણમાં ૧૦.૨૮%નો વધારો જોવા મળ્યો હતો. તેની સામે એનડીએની બેઠકો માત્ર ૧૬ જ વધી હતી. એટલે કે ૧૨% હકારાત્મક સ્વિંગમાં ૧૭૮ બેઠકો વધી તો ૧૦.૨૮% હકારાત્મક સ્વિંગમાં માત્ર ૧૬ જ બેઠકો વધારે આવી. ૨૦૨૪ની ચૂંટણીમાં ૦.૨૧ હકારાત્મક સ્વિંગ હોવા છતાં એનડીએને ૫૬ બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે. ભારતના રાજકારણની આ જ એક તાસીર છે જે ભારતની ચૂંટણીઓને રસપ્રદ બનાવે છે.

હવે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના આંકડા તરફ દૃષ્ટિ કરીએ. ૨૦૧૪માં કોંગ્રેસને ૨૦૦૯ની સરખામણીમાં ૦૯.૨૫% નકારાત્મક સ્વિંગ મળ્યો હતો. જેને કારણે તેને ૧૬૨ બેઠકોનું નુકસાન થયું હતું. ૨૦૨૪માં ૦૩.૪૪% હકારાત્મક સ્વિંગ મળવાના કારણે કોંગ્રેસની ૪૭ બેઠકો વધી છે. ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં ૦૫.૪૧% હકારાત્મક સ્વિંગ મળવા છતાં યુપીએની બેઠકો માત્ર ૩૩ જ વધી હતી. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને ૨૦૧૯ના યુપીએની સરખામણીમાં ૦૯.૯૮% એટલે કે લગભગ ૧૦% સ્વિંગ મળવાના કારણે તેની ૧૩૭ બેઠકો વધી ગઈ છે. ભારતની રાજનીતિમાં ક્યારે કયું સમીકરણ બેઠકોમાં વધ-ઘટ કરી શકે એ અંગે ક્યારેય કોઈ સ્પષ્ટ રીતે વિશ્લેષણ કરી શક્યું જ નથી.

This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ
ABHIYAAN

રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ

લગભગ તમામ વીડિયો/સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક વગેરે સેંકડો લોકોનું ધ્યાન ખેંચી એમના માનસને પ્રભાવિત કરવાનું શક્તિશાળી ચાલક બળ બન્યા છે, ત્યારે સરકારની જવાબદારી બને છે કે અસત્ય ઉચ્ચારી કુપ્રચાર કરનારા, ઘૃણા ઉપજાવે એવા વલ્ગર સામગ્રી પીરસતાં વાંધાજનક પ્લેટફોર્મ્સ અને સંબંધિત વ્યક્તિઓની પ્રવૃત્તિઓને કાયદાના દાયરામાં લઈ આવે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 01/03/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

ટ્રમ્પનાં તરંગી ફરમાનોથી દુનિયા દંગ, ભારત પણ તંગ!

time-read
6 mins  |
Abhiyaan Magazine 01/03/2025
શિવના નટરાજ સ્વરૂપનો મહિમા
ABHIYAAN

શિવના નટરાજ સ્વરૂપનો મહિમા

મહાશિવરાત્રિ આપણા તમામ ધાર્મિક પર્વોમાં અનોખા પ્રકારનું પર્વ છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 01/03/2025
નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
ABHIYAAN

નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

દિલ્હીની સરકાર પર કેન્દ્રની 'વૉચ' રહેશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 01/03/2025
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

રૂપિયાના ડોલર કરવા છે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 22/02/2025
સાંબેલાના સૂર
ABHIYAAN

સાંબેલાના સૂર

‘વેલેન્ટાઇન ડે'ની પોલિટિક્સ ઇફેક્ટ!

time-read
5 mins  |
Abhiyaan Magazine 22/02/2025
આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે
ABHIYAAN

આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે

‘ધ સબસ્ટન્સ’, ‘અનોરા’, ‘એમિલી પેરેઝ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ની!

time-read
4 mins  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 22/02/2025
કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે
ABHIYAAN

કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે

ગુલાબનું પુષ્પ, તેનો રંગ, તેની તાજગી, તેની કોમળતા અને ઋજુતા, તેની મંદ-મંદ સુગંધ, તેની ઠંડક અને ભીનાશ - આ બધું જ જ પ્રણય-ભાવની એક દિવ્ય કવિતા સમાન હોય છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/02/2025