ગુજરાતના સપૂતો
ABHIYAAN|Abhiyaan Magazine 27/07/2024
એક સામાન્ય માણસ સાહસની ચેતનાથી અને અડગ મનોબળથી આગળ વધે ત્યારે પોતાના જ જીવનમાં કેટકેટલુંય હાંસલ કરી શકે છે.’
ગુજરાતના સપૂતો

જકાલ ભારતના સૌથી શ્રીમંત અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન ચાલી રહ્યાં છે અને દેશ તેમ જ દુનિયાના મીડિયામાં તેની ચર્ચા છે. અંબાણી સામ્રાજ્યનો પાયો એક પ્રાથમિક શાળાના શિક્ષક હીરાચંદ ગોરધનભાઈ અંબાણીના પુત્ર ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હતો. ધીરુભાઈનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ સૌરાષ્ટ્રના ચોરવાડ નગરમાં માતા જમનાબહેનની કૂખે થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ એ મધ્યપૂર્વના યમનના શહેર એડન, જે ત્યારે ભારતની માફક બ્રિટિશ કોલોની હતું, ત્યાં કામની શોધમાં જતા રહ્યા હતા. ત્યાં એમણે એક પેટ્રોલ પમ્પ પર એટેન્ડન્ટની નોકરી કરી હતી. ત્યાર બાદ એડનની મોટી એ. બેસી એન્ડ કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કર્યું. ૧૯૫૮માં મુંબઈ આવી ગયા અને યાર્નના ધંધામાં દલાલીનું કામ શરૂ કર્યું હતું. ધીરુભાઈ એડનમાં હતા ત્યારે એમના એક કઝીન ચંપકલાલ દામાણીની સાથે રહેતા હતા. એમની સાથે મળીને એમણે ‘માજીન’ નામની એક પેઢી શરૂ કરી. માજીન યાર્નની આયાત અને યમન તરફ તેજાનાની નિકાસ કરતી હતી.

૧૯૬૫માં દામાણી સાથેની ભાગીદારીમાંથી છૂટા થયા અને યાર્નના ધંધામાં આગળ વધ્યા. સખત મહેનત અને સૂઝબૂઝથી એ એટલા આગળ વધ્યા કે અમદાવાદમાં રિલાયન્સ ટૅક્સટાઇલ મિલ શરૂ કરી. ૧૯૭૭માં રિલાયન્સ કંપનીને શેરબજારમાં લઈ આવ્યા અને તેનો પબ્લિક ઇસ્યુ ખૂબ લોકપ્રિય થયો. ધીરુભાઈ એમના સમયમાં દેશમાં ‘સૌથી શ્રેષ્ઠ બિઝનેસ દિમાગ’ ગણાતા થયા. શેરબજારમાં કોલકાતાની મારવાડી લોબી એમના વિરુદ્ધ પડી હતી, પણ ધીરુભાઈએ તેઓને ફાવવા ન દીધા. શેરબજારના ટ્રેડિંગમાં સામાન્ય લોકોને રસ લેતા ધીરુભાઈએ કર્યા હતા. એમની યાદશક્તિ અને ગણિતશક્તિ ખૂબ જ તીવ્ર હતી. એમની રિલાયન્સ કંપની સારી માત્રામાં ડિવિડન્ડ આપતી, તેથી એમના શેર્સ ખૂબ આકર્ષક બન્યા હતા, જે આજ દિવસ સુધી છે.

સિદ્ધાર્થ આદિત્ય

ઘણી કંપનીઓ એમની નજર હેઠળ સ્થાપવામાં આવી અને તેઓના આઇપીઓ લાવ્યા. યાર્ન ઉપરાંત પેટ્રોલિયમ, ફાઇનાન્સ, ટૅલિકોમ્યુનિકેશન્સ, ઇલેક્ટ્રિસિટી (પાવર) વગેરેમાં એમની કંપનીઓ આગળ વધી. ધીરુભાઈ ભારતના ઉદ્યોગ જગતના બેતાજ બાદશાહ બની ગયા.

This story is from the Abhiyaan Magazine 27/07/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 27/07/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
ABHIYAAN

વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે

બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
મુકામ મુંબઈ
ABHIYAAN

મુકામ મુંબઈ

મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ABHIYAAN

ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો

ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

એલન મસ્ક ટ્રમ્પની છાવણીમાં કઈ રીતે આવ્યા?

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ટ્રમ્પને મુસ્લિમોનું સમર્થનઃ ટ્રમ્પનાં આઠ ‘ટ્રેપકાર્ડ'નો ચમત્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/11/2024
કાશ્મીરના ત્રાસવાદીઓ પાસે એમ૪ રાઇફલ કેવી રીતે પહોંચી?
ABHIYAAN

કાશ્મીરના ત્રાસવાદીઓ પાસે એમ૪ રાઇફલ કેવી રીતે પહોંચી?

પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં પણ એક મોટી મીટિંગ પણ થઈ હતી. તેમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને આતંકવાદી જૂથના કમાન્ડર હાજર રહ્યા હતા

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળવાની તૈયારીમાં વ્યસ્ત

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/11/2024
ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે...
ABHIYAAN

ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે...

હાલ વિશ્વના ભાવિને લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ચર્ચામાં હોય ત્યારે આપણી પુકારનો પડઘો પાડતી સુપ્રીમ ઇન્ટેલિજન્સને સમજવી હોય તો..?

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/11/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024