હેપ્પી બર્થ-ડે બાપુ.. આજે ૨ ઑક્ટોબર..એટલે ગાંધી જયંતી...આજે તો વટ રહેશે તમારો..આખો દેશ તમને યાદ કરશે..જન્મદિનની શુભેચ્છાઓ પાઠવશે..
રાજનેતાઓ રાજઘાટ પર જઈને તમને નમન ક૨શે..તમને રાષ્ટ્રપિતા બનાવી દીધા છે એટલે ટીવી ચેનલો અને અખબારોમાં ય હજી તમે આ દિવસે તો આવી જ જાવ છો..! અમે બધા ભારતવાસીઓ આપને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીમાં રાજઘાટ પર ન જઈ શકીએ, તે આપ સમજી શકો તેમ છો, એથી જ અમે સ્મરણાંજલિ સ્વરૂપે રોજેરોજ ખિસ્સામાં આપના ફોટાવાળી નોટ વધુ ને વધુ રાખી શકીએ, તે માટે સતત પ્રયત્નરત હોઈએ છીએ. આપની માટેની અમારી આસ્થા અને આદર ખંડિત ન થાય તે માટે આ રીતે અમે સદા જાગૃત રહીએ છીએ, તેની નોંધ લેશો.
….પણ બાપુ, આજે આપને નિખાલસપણે કેટલીક માહિતી પણ આપવી છે અને અમારા મનમાં કેટલાક સવાલો જે ઘણીવાર થાય છે, તે અંગે વાત કરવી છે. તમે જ્યારે અહીં પૃથ્વી પર હતા ત્યારે ઘણું બધું બોલી બોલીને અને લખીને ગયા છો એટલે અમે જૂની અને નવી પેઢીના બધા લોકો તમારા વિચારો પર ક્યારેક ક્યારેક વિચારીએ છીએ.
તમે લખેલું કે, ‘ભારત સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી... ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે...જો ભારત હિંસાને પોતાનો ધર્મ બનાવી દે અને હું જીવતો હોઉં તો હું ભારતમાં રહેવાની પરવા ન કરું...’
તમને ખબર છે? આજે આપણા ભારતમાં એક દિવસ એવો નથી જતો જ્યારે હિંસાના સમાચાર ન હોય. અત્યાચાર અને બળાત્કારના કર્મોથી આ ભૂમિ હવે ભોગભૂમિ જ બનતી રહી છે. અહીંયાં ગરીબી, શોષણખોરી, ગુનાખોરી, કામચોરી, ભૂખમરો, ગંદકી, રોગચાળો, બધું જ અમે ફેલાવા દીધું છે. અહીંયાં વૈભવ અને જાહોજલાલી છે, પણ અડધું ભારત ભૂખે મરે છે, એ પણ જાણી લેજો. જાહેરજીવનમાં લોકસેવા માટે સત્તા અત્યંત જરૂરી છે, એવું લાગતા સત્તાને અમે સર્વોચ્ચ લક્ષ્ય તરીકે સ્થાપિત કરી દીધી છે અને ભ્રષ્ટાચારને શિષ્ટાચાર તરીકે સ્વીકારી લીધો છે. નફરતના રાજકારણથી અમે ધર્મની રક્ષા કરવાનો માર્ગ શોધી કાઢ્યો છે અને તેમા હિંસા પણ જરૂરી હોય છે, તો આ બધું જાણીને આપ દુ:ખી ન થતાં, પણ બધું હળવાશથી લેજો.
This story is from the Abhiyaan Magazine 12/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 12/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ