CATEGORIES
Kategoriler
કોરોના હવે આપણા જીવનનો એક ભાગ છે
કોરોનાનું એક લેવલ સુધી ઇન્ફેક્શન થઈ શકે છે, પરંતુ તે ઘાતક નહીં હોય
કોરોના પછી વીમા કંપનીઓનાં સેટલમેન્ટમાં ૪૧%, પ્રિમિયમ કલેક્શનમાં ૮.૪૩% વધારો
૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં કુલ ૨૯,૭૯૩ કરોડ રૂપિયાનું વળતર ચૂકવાયું હતું, ૨૦૨૦-૨૧ના વર્ષમાં વધીને ૪૧,૯૫૮ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું
કચ્છના સેન્ટ બર્નાર્ડ સંત મેકણદાદા
તપતી ધરતી અને તરસથી સૂકાતા ગળાની પીડા શું હોય તે ભરઉનાળે જ્યારે કચ્છના રણમાં કોઈ માણસ ભૂલો પડે ત્યારે સમજાય. જોકે એ પરિસ્થિતિમાં પણ આજથી અંદાજે ત્રણસો વર્ષ પહેલાં એક અલગારી સંતના સાથીદાર શ્વાન અને ગર્દભે અનેક લોકોની તરસ છીપાવીને જીવ બચાવેલા. કચ્છના હિન્દવા ફકીર મેકણદાદાનાં સેવાકાર્યોની ધૂણી આજેય અહીં પ્રગટેલી છે. આજે જ્યારે માણસ સ્વાર્થ સિવાય કોઈનેય મદદ કરવાનું વિચારતો નથી ત્યારે અલગારી આ સંતના સેવાકાર્ય અને તેમના આ સાથીદારોને યાદ કરીએ..
ઓમિક્રોનમાંથી પેદા થયેલા બે સબ-વેરિઅન્ટ્સ શું છે?
ગત થોડા મહિનાઓમાં દુનિયામાં આવેલા ૯૪% કોરોના કેસો માટે આ સ્ટિલ્થ ઓમિક્રોન જવાબદાર છે
ગાંડો ક્યારેય એવું નથી કહેતો કે હું ગાંડો છું..!
અમેરિકાના હાસ્યકાર લેખક માર્ક ટ્વેઇનનું એક વિધાન યાદ આવી ગયું. એણે કહ્યું છે: 'કહેવાતો ડાહ્યો માણસ બીજા માણસને નથી ઓળખી શકતો, પણ ગાંડો તો..!!'
હોશિયાર હોવું સ્ત્રી માટે નકારાત્મક બાબત ગણાય છે!
અક્કલહીનતા આમ જુઓ તો વ્યક્તિનો દુર્ગણ કે ખામી ગણાવી જોઈએ, પરંતુ લગ્નસંસ્થા માટે તે છોકરીનો 'સદગુણ' કે અગત્યનો ગુણ ગણાતો હોય છે. એવામાં હોશિયાર હોવું તે આવડત એક છોકરી માટે ફાયદા કરતાં નુકસાનકારક વધુ બનતી હોય છે.
‘સિનેમાઈ જાદુ' તે આનું નામ!
‘બચ્ચન પાંડે' અને 'આરઆરઆર' બંને અતાર્કિક ફિલ્મો છે. તો પછી કેમ એક ફિલ્મ સુપર ફલોપ ગઈ અને એક અધધધ કમાઈ? અહીં સરખામણીની વાત નથી. તે શક્ય જ નથી, પરંતુ 'બચ્ચન પાંડે' પણ તમિલ ફિલ્મની સત્તાવાર રિમેક હતી. તેની વાર્તા અને સ્ટારકાસ્ટ મજબૂત હતી. છતાંય દર્શકોએ નકારી અને તર્કહીન દશ્યોની ભરમાર હોવા છતાં 'આરઆરઆર'ને તાળીઓથી વધાવી! કારણોમાં ઊતરીએ..
ખોટું કરશો તો પ્રવેશ નહીં પામો
તમે અમેરિકામાં એવું કાર્ય કર્યું છે જે ખોટું છે તો આ કારણોસર તમારી પાસે અમેરિકામાં પ્રવેશવા માટેના વેલિડ વિઝા હશે તો પણ તમને પ્રવેશ આપવામાં નહીં આવે
ડેટા વોર: ડિજિટલ જંગના મંડાણ
ગૂગલ પર એકથી વધારે સ્માર્ટફોન બ્રાન્ડના ફિચર વિશે સર્ચ કરતો માણસ નવો ફોન ખરીદવા ઇચ્છે છે એવું ગૂગલનું અલ્ગોરિધમ સમજી જાય ને તેને ફોનની જાહેરાતો દષ્ટિગોચર થાય
કિનારીવાલા દૂધમલ લાલા, દોડી આગળ આવ્યો જી!
ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ પુખ્ત વિચારણા કરી ૧૦ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ સવારે ૧૦ વાગ્યે લૉ કૉલેજથી શરૂ કરી કોંગ્રેસ હાઉસ સુધી સરઘસ કાઢવાનું નક્કી કર્યું. તેમાં સરકારી કૉલેજમાં નોકરી કરતા હોવા છતાં અને કેટલાક રાષ્ટ્રવાદી મિજાજ ધરાવતા પ્રોફેસરોનું પણ સક્રિય માર્ગદર્શન હતું
ગુજરી બજારોની આજ-કાલ
ગુજરી બજાર ભરવાનો મુખ્ય ઉદ્દેશ નાનાં ગામડાંઓમાં જે-તે સમયે બજારો ન હતાં, એટલે આ ગામોના વેપારીઓ પોતાનો માલ-સામાન કોઈ એક ચોક્કસ સ્થળે શહેરમાં ગુજરી બજારમાં લઈ જતા અને વેચાણ કરતા
કાળી ઓઢણીઓમાં રંગ પૂરવાની ક્રાંતિકારી પહેલ!
કચ્છમાં વસતા આહીર જ્ઞાતિના લોકો આધુનિક જમાના સાથે કદમ મિલાવનારા હોવા છતાં અમુક રીતરિવાજોનું ચુસ્તતાથી પાલન કરે છે. મોટા ભાગનાં ગામોમાં આહીર વિધવાઓ કાળાં કપડાં પહેરે છે, લાજ કાઢે છે, પરંતુ અંજાર તાલુકાના નગાવલાડિયા ગામે પ્રોત્સાહક પહેલ કરી છે. આ ગામની વિધવાઓ હવે પછી કાળાં કપડાં નહીં પહેરે, રંગીન કપડાં અને દાગીના સાથે તેઓ પણ જિંદગીના રંગ માણી શકે તેવો ગ્રામપંચાયતે નિર્ણય લીધો છે. લાજ પ્રથાને તો આ ગામના લોકો દસેક વર્ષથી ભૂલી ગયા છે.
ગુજરી બજારઃ અહીં બધું જ મળી જાય
ગુજરી બજારનો સાદો અર્થ જૂની વસ્તુઓનું બજાર એવો થતો હોય, પણ આ બજારનો ઇતિહાસ પણ ખૂબ જૂનો છે. અમદાવાદથી લઈ છેક જૂનાગઢ સુધી ભરાતાં આવા બજારને તેના દિવસ (વાર) પરથી રવિવારી કે મંગળવારી પણ કહે છે. આ બજારને તેની ખાસ ઓળખાણ હોય છે. જેમાં કેટલાંક બજારો ખાસ વસ્તુઓનું તો કેટલાંક બદનામ બજારો એટલે કે ચોરબજારો પણ કહેવાતાં હોય છે. જે હોય તે, આ બજારનું મહત્ત્વ જે-તે શહેર માટે અગત્યનું એટલા માટે છે કે ત્યાં ગ્રાહકોની ખૂબ ભીડ થાય છે અને શહેરના અર્થતંત્ર પર સારી એવી અસર કરે છે.
ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારતી 'ફકીર હોટેલો'!
માનવતાને મહેકાવતો સૌથી શ્રેષ્ઠ શબ્દ કોઈ હોય તો એ છે - દાન અન્નદાન સૌથી મોટું દાન છે, કારણ કે એનાથી ભૂખ્યા વ્યક્તિને તૃપ્તિ મળે છે. ઘણા લોકો એવા હોય છે જેમને એક ટંક ભોજન પણ નસીબ નથી થતું, પરંતુ અમદાવાદમાં એવી જગ્યાઓ છે જ્યાં રોજના હજારો ભૂખ્યાજનો ભોજન કરીને સંતુષ્ટ થાય છે.
ભૂખ્યાજનોને ભોજન કરાવવાની બાધા રખાય છે!
છેલ્લાં દસેક વર્ષથી મન્નત, બાધાના કારણે ગરીબોને જમાડવાનું ચલણ ખૂબ વધ્યું છે
ફકીર હોટલો મહિલાઓ માટે આશીર્વાદ સમાન
ઘણી મહિલાઓના પરિવારમાં વૃદ્ધ લોકો હોય છે જે હોટલ સુધી નથી આવી શકતા. ઘણી મહિલાઓ છે એવી પણ છે જે પોતાના પતિ માટે જમવાનું પેક કરાવીને લઈ જાય છે
ડીજેવાલે બાબુ.. ગાના મત ચલાઓ!
દુનિયાને બતાવી આપવાની હોડમાં સંગીત એની મધુરતા ગુમાવીને ઘોંઘાટિયું બની ગયું છે. આપણા પ્રસંગો અને ઉત્સવોમાં પીરસાતું સંગીત સાયલન્ટ કિલર બની રહ્યું છે. સંગીતનો ઉન્માદ હવે અકળામણ પેદા કરી રહ્યો છે. વાત થઈ રહી છે ડી.જે.ના તીવ્ર અવાજની.
શ્રીલંકાનું સંકટ અને ભારતનો પડોશી ધર્મ
આ પ્રકારના પ્રતિબંધોનાં પરિણામો સારાં આવતાં નથી, બબ્બે કરુણાજનક હોય છે. એકાદ દશક અગાઉ આ રીતે જ અન્ન અને ખોરાકની કૃત્રિમ તંગી ઊભી કરાઈ હતી અને એ સમયે ઘઉંની કિંમતોમાં ત્રીસ ટકા જેટલો અચાનક ઉછાળો આવ્યો હતો
ભારતીયોની ઊંઘ ઊડી રહી છે!
બદલાતી જતી વૈશ્વિક પરિસ્થિતિઓ અને કૂદકે ને ભૂસકે આગળ વધતી જતી દુનિયા પ્રગતિની સાથે-સાથે અનેક નવી સમસ્યાઓ પણ લઈને આવે છે. એવું કહેવાય છે કે કોઈ દેશની પ્રગતિનો આધાર એ દેશના નાગરિકો કેટલા કાર્યક્ષમ અને સ્વસ્થ છે તેના પર રહેલો છે. સ્વસ્થ રહેવાનો સીધો સંબંધ વ્યક્તિની ઊંઘ સાથે જોડાયેલો છે. જો કોઈ વ્યક્તિ ઓછું ઊંઘે છે તો તે અનેક મુશ્કેલીઓ નોતરે છે. છેલ્લા કેટલાક સમયમાં ભારતીયોની ઊંઘ પર ઘણાં સંશોધનો થયાં છે જે ખૂબ ચિંતા ઊપજાવે તેવા છે. સરેરાશ ભારતીયોની ઊંઘ અનેક કારણોને લીધે ઓછી થઈ રહી છે. તેની પાછળનાં કારણો શું છે? આવો વિગતવાર સમજીએ.
ભારત: દુનિયાનો બીજો સૌથી ઓછી ઊંઘ લેનારો દેશ
એક સરેરાશ ભારતીય દરરોજ ૬ કલાક અને પ૫ મિનિટની ઊંઘ લે છે, જ્યારે જાપાનનો વ્યક્તિ ૬ કલાક ૪૭ મિનિટની સરેરાશ ઊંઘ લે છે
યોગી આદિત્યનાથને ભાજપ સંસદીય બોર્ડમાં સ્થાન મળશે
સાત સભ્યોમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ અને બી.એલ. સંતોષનો સમાવેશ થાય છે
બળકટ બેસ્ટી બટાકો
બટાકાની છાલમાં ઘણાં સત્ત્વ છે. છાલ સાથે બટાકામાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક હોય છે. વિટામિન સી સહિત અન્ય વિટામિન્સ હોય છે બટાકાના જ્યૂસનો ધંધો કરતાં આવડે તો એ પણ ચાલે. મેડિકલ સાયન્સની વેબસાઇટ પર વાંચો તો લખ્યું હોય છે કે પોટેટો જ્યૂસ એજિંગ ઘટાડે, સ્ફૂર્તિ લાવે, ચામડી તંદુરસ્ત રાખે એવું ઘણું
પાક.ની નવી સરકારથી ભારતને કોઈ ફરક નહીં પડે
પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે અદાલતમાં અનેક કેસો ઠોકી દઈને તેમને વિદેશ ચાલ્યા જવા અને પાકિસ્તાન પાછા ન આવી શકે એવી સ્થિતિ નિર્માણ કરવામાં ઈમરાન ખાનની દ્વેષ બુદ્ધિની ભૂમિકા મહત્ત્વની
પૂરતી ઊંઘ શા માટે અનિવાર્ય છે?
જે લોકો પાંચ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને ટાઈપ-ટુ ડાયાબિટીસ થવાની શક્યતા રહેલી છે
ઓછી ઊંઘ તમારા પર શું અસર કરે છે?
જો તમે ઓછી ઊંઘ લઈ રહ્યા છો તો તમે નવી-નવી બીમારીઓને તમારી તરફ નોતરી રહ્યા છો
ઓસ્કર સમારોહ ૨૦૨૨: એવોર્ડ્સ, તાળીઓ અને થપ્પડ!
સિનેરસિયાઓએ ઓસ્કર વિનર ફિલ્મો ગોતી ગોતીને જોવાની શરૂ કરી દીધી હશે ત્યારે ૯૪મા ઍકેડેમી ઍવૉર્ડ સમારંભમાં વિજેતા બની તે ફિલ્મો તથા ઍવૉર્ડ મેળવનાર કલાકારો વિશે રસપ્રદ વાત કરવી છે. આકર્ષણનું કેન્દ્ર રહેલા, વિલ સ્મિથે મારેલા 'ને ક્રિસ રૉકને પડેલા થપ્પડથી શરૂઆત કરી છે!
એકવીસમી સદીની ફાઇવસ્ટાર કામવાળી!
ફૂલનવાએ બોલવાનું ચાલુ રાખ્યું. ‘સુબુહ મેં ટેમસર આઉંગી ઓર પુરા એક કપ ગરમ ચાય જરૂર હોના ચાહિયે. ચાય બિના અપૂનકા કામ કરને કા મૂડ નઈ જમતા, ક્યા?!'
માનગઢને ઢંઢોળો, યોગદાન જ નહીં, બલિદાન પણ મળશે!
વાચકને પ્રશ્ન થવો જોઈએ કે આ વર્ણનમાં હત્યાકાંડ સર્જાવાની ભૂમિકા ક્યાં આવી? હત્યાકાંડની વાસ્તવિક પૃષ્ઠભૂમિ ગોવિંદ ગુરુની ભીલ સમાજની સુધારણામાં રહેલી હતી બ્રિટિશ વહીવટીતંત્ર ભીલોની સંગઠિત તાકાત કેવાં પરિણામો નિપજાવી શકે તેનાથી સુપેરે વાકેફ હતા. આદિવાસીઓના વિદ્રોહોને દબાવવામાં અંગ્રેજોને નાકે દમ આવી ગયેલો
લવ હોટેલ: એકાંત ઝંખતાં હૈયાંઓનો વિસામો
આપણે હાલ એક અનોખા સ્ટાર્ટ-અપ યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં ઉદ્યમશીલ યુવાનો અને વયસ્કો માણસની દરેક સમસ્યાનું સમાધાન આપતા આઇડિયા પર બિઝનેસ ઊભો કરવાનો, એમાંથી કરોડો-અબજોનો નફો કરવાનો પડકાર ઝીલી રહ્યા છે. જ્યાં સમસ્યાનું સંતોષકારક સમાધાન મળે છે, ત્યાં એક સફળ ધંધાનો પાયો નખાય છે. ભારતના સંદર્ભમાં ‘લવ હોટેલ' આવો જ એક આધુનિક સ્ટાર્ટ-અપ આઇડિયા છે, જે પ્રેમભર્યો સહવાસ ઝંખતાં બે હૈયાંઓને એક આશરો આપે છે. અહીં વાત ફક્ત બિઝનેસની જ નહીં, પ્રેમીઓ પ્રત્યે આપણા સમાજની રૂઢિચુસ્ત વિચારસરણી અને એની સરખામણીમાં ઘણી હદે બદલાઈ ચૂકેલા યુવામાનસની પણ છે. તો ચાલો, ‘લવ હોટેલ’ના પરિસરમાં લટાર મારીએ!
વ્યક્તિગત સ્વતંત્રતા જરૂરી છે
જેમ આપણી પોતાની અંગત જિંદગીમાં કોઈ દખલ કરે તો ના ગમે, તેમ તેમની પણ વ્યક્તિગત જિંદગી છે