CATEGORIES
Kategoriler
કમાલની ગોલમાલ
ઉદ્ધવ ઠાકરે ચૂંટણી લડ્યા વગર મુખ્ય પ્રધાન બની બેઠા
હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ-આદિવાસી.. દાયકાઓથી આકરા પડકાર ને સામસામી આક્ષેપબાજી, વિતંડાવાદ બાદ હવે એની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે એ જાણવું જરૂરી છે કે..
યુનિફૉર્મ સિવિલ કોડનો કયા ધરમ પર કેટલો રહ્યો છે પ્રભાવ?
એન્ડોમેટ્રિઓસિસ: ગર્ભાધાન મુશ્કેલ બનાવતી બીમારી
પીડા એવી કે ઘણી સ્ત્રીને હતાશાની ગર્તામાં ધકેલી દે.. ને જતે દહાડે વ્યાધિ વકરી પણ શકે.
બીજમાંથી અંકુર ને અંકુરનો બને રોપ..
નાના દેખાતા બિયામાંથી છોડ કે વૃક્ષ બનાવવાનો કસબ જાણવા જેવો છે.
આયુષી વ્યાસ: મક્કમ મનોબળથી એમણે ધાર્યું નિશાન પાડ્યું પાર!
આજેય જ્યાં અમુક વિસ્તારમાં સાસરે લાજ કાઢવાનો રિવાજ છે એવા સૌરાષ્ટ્રમાં આ પુત્રવધૂ તો સસરા સાથે ૧૨ બોરની ગન લઈને કૉમ્પિટિશનમાં ઊતરે છે અને સસરા-વહુ બન્ને મેડલ પણ મેળવે છે. પતિ-સાસરિયાંનાં પ્રોત્સાહનથી આજે આ મહિલા રાષ્ટ્રીય સ્તરે ક્વૉલિફાય થનારી સૌરાષ્ટ્રની પ્રથમ લેડી શૂટર બની છે.
પુરુષને સુધારવાની જ્વાબદારી સ્ત્રીની છે?
જે વ્યક્તિને સામેના પાત્રની કદર હોય એને પ્રયત્નપૂર્વક બદલવાની જરૂર નથી, એ જાતે જ બીજાને અનુરૂપ થઈને રહે છે.
માત્ર ત્રણ દિવસમાં બેસાડો ડેન્ટલ ઈમ્પ્લાન્ટ..
અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા ડેન્ટલ ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ ડૉ. કિરણ પટેલે અત્યાર સુધી વીસ હજારથી વધુ પેશન્ટોની સફળ સર્જરી કરી છે..
યુનિફૉર્મ સિવિલ કોડ: સમાનતાના કાયદાનો વિરોધ શા માટે?
એક મુસ્લિમ બિરાદરે તો ટીવી પર એવી શંકા વ્યક્ત કરી કે યુનિફૉર્મ સિવિલ કોડના કાયદા થકી મુસલમાન પુરુષોને પણ ધોતી-કુરતાનો યુનિફૉર્મ પહેરવાની ફરજ પાડવામાં આવશે
એ તો મોટી બેવકૂફી કહેવાશે..
મોહમ્મદ બુરહાનુદ્દીન કાસમી: મુસ્લિમ પર્સનલ લૉમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એ ધાર્મિક દખલગીરી અને બંધારણવિરોધી પગલું ગણાશે.
લિવિંગ વીલ: દરદી, ડૉક્ટર અને સ્વજનનું કામ આસાન કરતુ વસિયતનામું
પોતાના અવસાન પછી શું કરવું-શું ન કરવું એની વસિયત તો ઘણા બનાવે છે, પણ હવે મૃત્યુ આવ્યા પહેલાં પોતાને કયા સંજોગમાં જીવતા રાખવા, કઈ સારવાર કરવી અને કઈ ન કરવી એ દર્શાવતાં વીલ બનાવવાની શરૂઆત થઈ છે. લાંબા અદાલતી જંગ પછી આ લિવિંગ વીલને કાયદેસર ઠેરવવામાં આવ્યું છે. અત્યંત સરળ જણાતી આ પ્રક્રિયા લોકો અપનાવશે તો દરદી વ્યર્થ સારવારની પીડામાંથી બચી જશે, સ્વજનો નકામા ખર્ચામાંથી ઊગરી જશે અને ડૉક્ટરો પર પણ ખોટાં દોષારોપણ નહીં થાય.
સુરતનું રૂપલ હોસ્પિટલ IVF સેન્ટર: મમ્મી-પપ્પા બનવાની તમારી ઇચ્છા, સપનાં અહીં પૂરા થઇ શકે છે..
અહીં આશાઓ જન્મ લે છે અને ચમત્કારો સર્જાય છે..!!
પૅસિવ યૂથનેશિયા એટલે શું?
કેટલાક દેશોમાં યૂથનેશિયા એટલે કે ઈચ્છામૃત્યુ કાયદેસર છે. પુખ્ત વ્યક્તિ સરકારને વિનંતી કરીને મેડિકલ આસિસ્ટન્ટની મદદથી પોતાના જીવનનો અંત આણી શકે છે.
શાંતિલાલ સાવલાનું અંગત અંગત..
સંપ ત્યાં (બિઝનેસમાં) જંપ.. એક જ ઘરમાં વસતું સંયુક્ત કુટુંબ:
બનિયે કા દિમાગ, કચ્છી માડું કી ડેરિંગ!
ઈન્ગ્રેડિયન્ટ્સઃ કોઠાસૂઝ, પુરુષાર્થ ને સાહસ. રીતઃ કોઠાસૂઝ, પુરુષાર્થ, ને સાહસ માપસર લઈ એમાં સંઘર્ષની સોડમ ઉમેરો.. અને લો, બની ગયું એક સ્વાદિષ્ટ ફૂડ એમ્પાયરઃ ‘ચાર્લી ચીકી’.
વાવાઝોડા-વરસાદે વેરેલી તબાહીની કળ ઝટ નહીં વળે..
‘બિપરજૉય વાવાઝોડું..’ લગભગ એક સપ્તાહ સુધી સરકારી તંત્રમાં આ શબ્દોએ ભારે તોફાન મચાવ્યા બાદ નેતાઓ તો ૨૦૨૪ની ચૂંટણીના કામમાં લાગી ગયા છે, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતનાં ગામડાં ખૂંદીએ તો ખબર પડે કે આનંદ જેવો અર્થ ધરાવતો બિપરજૉય શબ્દ ખેડૂતો માટે પારાવાર દુઃખ લાવ્યો છે.
આ ડૉક્ટર કરે છે પૃથ્વીને પ્લાસ્ટિકમુક્ત રાખવાનો ઈલાજ
પહેલી જુલાઈએ ‘ડૉક્ટર્સ ડે’ નિમિત્તે વાત કરીએ ‘જૉય ઑફ ગિવિંગ’, ‘નો સિંગલ યુઝ ઑફ પ્લાસ્ટિક’, ‘ઈકો બ્રિક્સ’ તથા ‘નો કટ કૉર્નર’ જેવી ‘દવા’ સાથે પ્લાસ્ટિકની બીમારીનો ઈલાજ કરી રહેલા ભાવનગરના ‘ડૉક્ટર વિથ ડિફરન્સ’ ગણાતા તબીબ તેજસ દોશી વિશે.
આજે બનાવીએ તમારો પહેલો યુટ્યૂબ વિડિયો
આ કામ તમે ધારતાં હશો એટલું મુશ્કેલ નથી. બસ, જરૂર છે થોડાં હોમવર્કની.
સોનલ વૈદ્ય કુલકર્ણી: માનવસંવેદનાને સ્પોટલાઈટમાં આણતાં રંગકર્મી
જેમના જન્મમાં જ નાટ્યાત્મકતા હતી એવાં આ નિવૃત્ત અધ્યાપિકાએ ચારેક દાયકાની કારકિર્દીમાં અભિનય-લેખન-દિગ્દર્શનથી ગુજરાતી રંગભૂમિને ઉજળિયાત કરી છે. વિવિધ વિષય પર અઢળક એકાંકી તથા અડધો ડઝનથી વધુ ત્રિઅંકી નાટકનાં મંચન કરનારાં આ નાટ્યપ્રતિભા હાલ વીસરાતા જતા બાળપણને નાટકના માધ્યમથી પાછું લાવવાના વ્યસ્ત છે.
અમેરિકાની ઉડાનમાં બૂમાબૂમ
થેપલાંની રામાયણમાં પાસપોર્ટ આડોઅવળો મુકાઈ જાય તો?
આરોગ્યસેવાની તબિયત સુધારવી હોય તો..
..દેશના છેવાડાના માણસને સારી તબીબી સુવિધા ઉપલબ્ધ થાય એ જરૂરી છે.
બ્રેક લો અને બેલેન્સ જાળવો.
શરીરની જેમ સતત ચાલતા રહેતા દિમાગને પણ વચ્ચે વચ્ચે આરામની જરૂર છે.
ચોમાસામાં ગૃહિણીનું રસોડું બનશે ઘરગથ્થુ દવાનો ખજાનો
મેઘરાજા સાથે આવતા બીમારીના લાવલશ્કર સામે કિચન બની શકે તમારું સુરક્ષાકવચ.
રશિયામાં બળવો: પુતિનનું હવે શું થશે?
વ્લાદિમીર પુતિને જે રાક્ષસ પાળેલો એણે જ બળવો કરીને પુતિનને ભરખી જવાનો પ્રયત્ન કર્યો. આ બળવા બાદ પુતિનની લોખંડી શાસક તરીકેની પ્રતિષ્ઠા ગંભીર રીતે ખરડાઈ છે. રશિયામાં આવતે વર્ષે પ્રમુખપદની ચૂંટણી છે અને એમાં હવે શું ખેલો થાય છે એ જોવાનું મહત્ત્વનું બની રહેશે.
આ બળવાખોર નેતા કોણ છે?
એની કૅટરિંગ કંપનીને રશિયન રાજમહેલમાં ભોજન પીરસવાનો કૉન્ટ્રેક્ટ મળ્યો
શૅરબજારની તેજીમાં કયાં તરકટ વધતાં જાય છે?
શૅર ખરીદવાની ટિપ્સ આપતા કે ભલામણ કરતા એસએમએસથી અંજાઈ ગયા તો ફસાયા સમજો. કારણ જાણવાં હોય તો આટલું સમજી લો..
સ્વાદિષ્ટ ઊંધિયું-રસ-પાતરાં સાથે આ ભેળપૂરી જરૂરી હતી?
કિયારા અડવાની-કાર્તિક આર્યન: ‘સત્યપ્રેમ કી કથા’.
પૂળો મૂકો હવે ચર્ચા પર
અભિષેક બચ્ચન હવે આનો અંત આણો તો સારું.
એક હાથ લો, એક હાથ દો..
ડેમી સ્કિપર: માથાની પિન તો ફળી, હવે પુસ્તકનો વારો.
કાર અમારી ગંદી-ગોબરી..
લઘરવઘર કાર જીતી પહેલું ઈનામ.
સંકડામણનો તોડ શું કરશો?
સંકડામણ ઘરની હોય કે હૈયાની, તોડ આપણે જ શોધવો પડે