CATEGORIES
Kategoriler
પિક્ચર ક્યાં સુધી બાકી જ રહેશે?
હોલીવૂડના લેખકોની ઐતિહાસિક હડતાળમાં કલાકારો પણ જોડાતાં ફિલ્મનાં શૂટિંગ ઉપરાંત નિર્માતા-આયોજકોની અનેક યોજના ઊંધી વળવાનો ભય ઊભો થયો છે.
લાલ ટમેટાંમાં લાલચોળ તેજી કેમ?
દાળ-શાક, સંભારથી લઈને પિઝા-પાસ્તામાં વપરાતાં ટમેટાંના ભાવે હમણાં ડબલ સેન્ચુરી ફટકારી. ગ્રાહકો ત્રાહિમામ્ થયા ત્યારે અમુક ખેડૂતો અને વેપારીઓને તડાકો પડ્યો. વિરોધ પક્ષોએ સરકારની ઝાટકણી કાઢી, પ્રદર્શનો કર્યાં તો સરકારે ભાવ નિયંત્રિત કરવા જેવાં-તેવાં પગલાં લીધાં. આદર્શ રીતે તો કોઈ પણ ખેતપેદાશના ભાવ માગ-પુરવઠાના આધારે નક્કી થવા જોઈએ. જો કે ભારતમાં ખાદ્ય પદાર્થોના ભાવ દલાલોની મેલી રમતથી પણ નક્કી થતા હોય છે, છતાં ટમેટાંની વર્તમાન કટોકટીનો બહુધા દોષ વીફરેલી કુદરત અને વિષાણુના ઉપદ્રવને જવો જોઈએ. ભારતમાં ટમેટાંની નવી પ્રજાતિ, નવી પ્રોડક્ટ્સ વિકસાવવાના પ્રયાસ ચાલે છે ત્યારે જાણીએ આ દક્ષિણ અમેરિકી ફળશાકનો કેવો છે પ્રભાવ?
સેવ રહી ગઈ, ટમેટાં ગાયબ..
ઉત્તર ભારતની જેમ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ ટમેટાંના ભાવ ૨૦૦ રૂપિયે કિલો સુધી ગયા
મૌન સાધક જેવા પાષાણનો અલબેલો સંસાર
પથ્થર બોલતા નથી, બોલી શકતા નથી. જો કે એની અવ્યક્ત લાગણી છતી થયા વગર રહેતી નથી.. સમયની થપાટ ખાઈ ખાઈને કાળમીંઢ થયેલા પથ્થરોની લાગણી જુદા જુદા આકારે છલકાય છે ત્યારે જાણે એમાંથી કવિતા નીતરે છે. કચ્છના તલ ગામ નજીક કુદરતે પથ્થરમાં પોતાના હસ્તાક્ષરમાં લખેલી કવિતાની આ છે તસવીરો.
જશી બહેન જોગલ: શહીદ પુત્રની સ્મૃતિમાં પ્રગટાવ્યો અન્નક્ષેત્રનો દીપ
દુશ્મન સામે સામી છાતીએ લડીને કારગિલ યુદ્ધમોરચે ખપી ગયેલા માત્ર ૧૯ વર્ષના દીકરાના બલિદાનને કાયમ રાખવા જામનગરની આ મહિલાએ પોતાનાં આંસુ પી જઈ જરૂરતમંદ લોકોને મદદ કરવાનો ભેખ લીધો છે. ‘કારગિલ વિજય દિન’ નિમિત્તે મળીએ એ વીરમાતાને.
આ પ્રેમ નથી, એના નામે પીડા આપતી દગાબાજી છે!
ટ્રોમા બૉન્ડિંગઃ સંબંધની જાળમાં ફસાવી કોઈ તમારી નબળાઈનો લાભ તો નથી લેતું ને?
ઈક પ્યાર કા નગ્મા હૈ..
મુકેશજીની શતાબ્દીયાત્રા નિમિત્તે એમના પુત્ર નીતિન મુકેશ આવતા મહિને સાજિંદાના કાફલા સાથે અમેરિકા-કેનેડાની ટૂર પર રવાના થશે
જીએસટીના ઊંચા દર (ડર)થી બારેમાસ જુગારના બાર વાગશે?
ઑનલાઈન ગેમિંગ, કૅસિનો, હોર્સ રાઇડિંગ જેવી જુગારની રમત પરનો કર વધારવાના નિર્ણયની અસર સમજી લો.
દેશમાં સંશોધન ક્ષેત્રની થશે કાયાપલટ
‘નૅશનલ રિસર્ચ ફાઉન્ડેશન’ની સ્થાપના સાથે હવે ઘરઆંગણે રિસર્ચ માટે સર્જાશે અનુકૂળ માહોલ.
શું તમે માતૃત્વની તૈયારી કરી રહ્યાં છો?
તંદુરસ્ત ગર્ભાવસ્થાની શરૂઆત માટે જરૂરી છે આટલી તકેદારી.
ડાળી તોડીને બનાવો નવો છોડ
બીજમાંથી છોડ તૈયાર કરવાનું શીખ્યા બાદ હવે કટિંગમાંથી નવો રોપ તૈયાર કરતાં શીખો.
ડિયર ફાધર, તમે મારા ફાધર નથી..
સસ્તામાં ટેસ્ટ કરવાનું મોંઘું પડ્યું.
ગ્રંથસંગ્રહ, સંશોધન અને સુરક્ષાનો ત્રિવેણી સંગમ
સુરતની જૈન સંસ્થાની અનોખી ગ્રંથપ્રીતિના પરિણામ સ્વરૂપ આકાર લેનારું ‘અધ્યાત્મ જ્ઞાનતીર્થ’ જ્ઞાનપિપાસુઓ માટે આશીર્વાદરૂપ બનશે.
અનરાધાર વરસે આકાશ
મનાલીની બિયાસ નદીનાં ધસમસતાં પાણી ઝીંકુ કિંવા મરું.. અભિગમ પર ઊતરી આવ્યાં. ભારેખમ ગાડીઓ રમકડાંની જેમ તણાવા લાગી. આવનારાં વર્ષોમાં કુદરત વધુ ને વધુ વીફરવાની છે એનાં એંધાણ અવારનવાર મળતાં જાય છે
જસ્ટ, એક મિનિટ..
જેટલી ખુશી વહેંચો એટલી વધુ ખુશી પ્રાપ્ત થાય
પ્રકૃતિની મરણચીસ સંભળાય નહીં ત્યારે..
વિકાસના નામે આપણે આડેધડ મકાન અને રસ્તા બાંધીએ છીએ, પણ જમીન પરનું ભારણ વધી રહ્યું હોવાની હકીકત જાણીજોઈને વિસારે પાડી દઈએ છીએ. પરિણામ એ આવ્યું છે કે આપણા પગ નીચેથી જમીન સરકી રહી છે.
ધર્મ-અધર્મની પળોજણમાં ન પડીએ એ જ સારું!
કાકાને મળવા પહોંચ્યા ભત્રીજાઃ પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને અન્ય નેતાગણ સાથે અજિત પવાર.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
જરત્કારુ યાયાવર હતા. એ એક જ ગામમાં બે રાત ન રોકાતા. આવા સદા ગતિશીલ ઋષિને શોધવા કઈ રીતે? વળી, જરત્કારુ ઉગ્ર તપસ્વી હતા અને ક્યારેય લગ્ન ન કરવા બાબતે એ દૃઢનિશ્ચયી હતા. એમને લગ્ન માટે મનાવવા કઈ રીતે?
એસટી લઈ જશે નદી-પહાડ અને ધોધની સમીપ
માણો, ચોમાસાની મજા વિલ્સન હિલ, શંકર ધોધ, પાંડવ કુંડ અને કોરવડ જેવાં સ્થળની મુલાકાત લઈને.
લોકમેળાને લાગ્યો મોંઘવારીનો રંગ
રાજકોટના લોકમેળાના સ્ટૉલ માટે ૭૪૦ જેટલાં ફૉર્મ વેપારીઓએ ઉપાડ્યાં છે, પરંતુ મોટા ભાગનાં ફૉર્મ ભરાઈને પરત આવ્યાં નથી
વીજળી પણ પહોંચી નથી ત્યાં પહોંચ્યું આનંદ ધારાનું મોજીલું શિક્ષણ
બાળક હસતાં-રમતાં સહજપણે પાયાનું જ્ઞાન મેળવે એ છે ‘આનંદ ધારા’નો ઉદ્દેશ.. અને હવે તો અહીં પૂર્વાચલનાં બાળકો પણ ભણે છે.
આવો, હું તમને સાંભળીશ..
પ્રફુલ્લ પરમાર: ચાલો, લોકો સાથે વાત કરીએ અને એમની વ્યથા જાણીએ.
વિદ્યાર્થિનીઓ જ કરાવે છે શાળાનું નવનિર્માણઃ આવી પણ એક ગુરુદક્ષિણા!
નવીનીકરણ પછી ‘બાલુબા કન્યા વિદ્યાલય'ની આ જર્જરિત ઈમારતનો સુવર્ણ ભૂતકાળ તાજો થશે.
અંગૂઠાએ તો ભારે કરી..
અદાલત એક ઈમોજીને બિનપરંપરાગત હસ્તાક્ષર તરીકે સ્વીકારે છે
બીચ પર લઈ જવાની બબાલ..
આ શૉપિંગ લિસ્ટ તો મોંઘું પડી જાય..
ઉઠાંતરીના હીરો કે વિલન?
‘જવાન’ને મળતાં આવતાં પાત્રોની ‘ટ્વિટર’ પર રજૂ થયેલી ઝલક: કૉપી કે ઈન્સ્પિરેશન કે ટ્રિબ્યૂટ?
ડેટા અને ડિજિટલ વ્યવહારઃ આર્થિક પરિવર્તનના સૂત્રધાર
ભારત ખરા અર્થમાં ડિજિટલ બની ગયું છે. અત્યારે વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટના વ્યવહાર આપણા દેશમાં થાય છે, એ પણ ગ્રાસરૂટ લેવલથી લઈ ટોચના લેવલ સુધી. એના ડેટાની ઝલક પણ ઘણું કહી દે છે.
બબીના બકુડાની બબાલ
વાવાઝોડું તો આવે કે ન આવે, આવું તોફાન ઘરે આવી જાય તો?
પગરખાંના પ્રોબ્લેમ કેમ ઉકેલવા?
ચપ્પલ-બૂટ પહેરવાથી થતી અમુક સમસ્યાના ઉપાય છે એકદમ હાથવગા..
ક્રોધ પર કાબૂ કરતાં શીખો..
ધ્યાન રાખો, ગુસ્સો તમારા સંબંધ અને તમારી શારીરિક-માનસિક તબિયત, એ બન્ને બગાડી શકે છે!