તું આ શું બોલી રહી છે? તને ખબર છે કે આ કામ તારાથી ન થાય? ભગવાન ક્રોધે ભરાશે..
- અરે, જરા તો વિચાર કર. આપણે બેરું જાત અને હનુમાન દાદાના સુંદરકાંડના પાઠ કરવાની વાત કરે છે તું? અને એ પણ જાહેરમાં, બધાના ઘરે જઈ જઈને?
- આમને સમજાવો કો’ક, આ બાયડીઓ તો ગાંડી થઈ છે..
આ શબ્દો સમાજની એવી મહિલાઓના છે, જે એમ માને છે કે હનુમાન દાદા પર માત્ર ને માત્ર પુરુષોનો જ કૉપીરાઈટ છે. દાદાની ભક્તિ કરવી, દાદાનો શૃંગાર કરવો કે પછી દાદા માટે સુંદરકાંડનો પાઠ કરવો એ કામ પુરુષ જ કરી શકે, કોઈ સ્ત્રી નહીં. જો કે આ વાત એક મહિલાને અમાન્ય હતી. એણે તો પોતાનું સમગ્ર જીવન જ દાદાના ચરણે ધરી દીધું હતું. હનુમાનજી પરની અપાર શ્રદ્ધાને સહારે જ એણે તો બીજા લોકો શું કહે છે-શું વિચારે છે એની પળોજણમાં પડ્યા વગર પોતાની મહિલા મિત્રો સાથે મળીને એણે સુંદરકાંડના પાઠ કરવાનું શરૂ કર્યું. આ મહિલા એટલે કોમલ ભટ્ટ.
મૂળ ખંભાતના મુકેશભાઈ મહાદેવના ભક્ત. એમની નાની દીકરી કોમલ ભણવામાં હોશિયાર. ઘરમાં ભક્તિનું વાતાવરણ અને એ માહોલમાં ઊછરેલી કોમલ માતા ઉષાબહેનને કહેતી પણ ખરી કે ‘હું સાધ્વી બનીને સમગ્ર દેશમાં રામકથા કરીશ. વિશ્વફલક પર પ્રભુ શ્રી રામનું અને હનુમાન દાદાના નામનું રટણ થાય એવું કામ કરીશ.’
થયું પણ એવું જ, પરંતુ જરા અલગ રીતે. બાર ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી કોમલે ભણવાનું અધૂરું છોડ્યું અને દાદાની ભક્તિમાં લીન થયાં. થોડાં વર્ષ પછી આણંદમાં રહેતા દીપકભાઈ ભટ્ટ સાથે એમનાં લગ્ન થયાં. આંખોમાં શમણાં અને મનમાં દાદાના નામનું ભાથું બાંધી. કોમલબહેન સાસરે આવ્યાં. દીપકભાઈ સેલ્સ ટૅક્સ-ઈન્કમ ટૅક્સ સહિતનું એકાઉન્ટ્સનું કામ કરતા. જીવનમાં સંઘર્ષ હતો, પણ બન્ને એનો સામનો કરી સ્થિતિ સાચવી લેતાં હતાં, પણ સમયનું ચક્ર બદલાયું અને..
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 25, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 25, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.