CATEGORIES
فئات
ભાષાનાં સર્જન અને સર્જક બન્નેનું ભાવસભર જતન કરે છે આ શહેર
ભાવનગરમાં બુધસભાથી શરૂ થયેલી યાત્રા ગદ્યસભા અને કવિતાકક્ષ દ્વારા પહોંચી છે સાહિત્યપ્રેમીઓનાં હૃદય સુધી.
તુર્કી જેવો ખતરનાક ભૂકંપ ભારતમાં પણ આવશે?
ના, આ વાત લોકોમાં નાહકનો ડર પેદા કરવા માટે નથી. હિમાલયનો વિસ્તાર એકદમ નાજુક અને ત્યાંના પર્યાવરણ સાથે થઈ રહેલો ખિલવાડ ધરતીકંપને નોતરું આપી શકે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે જે ભૂકંપ આવશે એની તીવ્રતા આઠથી પણ વધુની હોઈ શકે છે.
વાળ જવાની વેળા
આંગળીમાં છે ટાલનું રહસ્ય.
દેશી ભાષા, વિદેશી લહેકો
ભાષાને શું વળગે ભૂર..
ઘણું ગુમાવ્યું, પણ જે બચ્યું એ અણમોલ છે..
અંકિત જોશી: એકડેએકથી ફરી કરીશું શરૂઆત.
તુર્કી-સિરિયા ભૂકંપ: કાટમાળના ઢગલા હેઠળ જીવતી આશા..
તુર્કીમાં ગયા સોમવારે મળસકે આવેલા ભૂકંપમાં પાંત્રીસ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા. આ મૃત્યાંક હજુ વધવાની શંકા છે ત્યારે જાણીએ શા માટે તુર્કીનો ભૂકંપ આટલો જીવલેણ નીવડ્યો. સાથે આફત વચ્ચે જીવતી કેટલીક હૃદયસ્પર્શી કથા.
ગુજરાતને G20 સમિટ ફળવાના ઓરતા
વૈશ્વિક વેપારમાં સિંહફાળો ધરાવતા વીસ દેશોના સમૂહની ગુજરાતમાં યોજાનારી ૧૫ બેઠકમાં રાજ્યને મળશે એનો પ્રગતિપથ દાખવવાની તક.
મૂકબધિર બાળકો સુધી ધસમસતી પહોંચી કચ્છ એક્સપ્રેસ
સાઈન લૅન્ગ્વેજ સાથે ફિલ્મ માણવાનો, એની સંવેદના સમજવાનો સંતોષ.
કચ્છના કિન્નરોની પ્રશંસનીય કોમી એકતા..
જયશ્રી દે નાયક: અમારા સમાજના કામની પણ નોંધ લો.
નોખી-અનોખી ક્રિકેટ લીગ
ક્રિકેટ કે મેદાન મેં હમ ભી કુછ કમ નહી.
આ પ્રયોગને મળે સોમાંથી સો માર્ક્સ!
શિક્ષણ સમિતિના અધ્યક્ષ શિશિરભાઈ ત્રિવેદી-આચાર્યા શબનમ કોઠારિયા: બાળકોનાં ઘરે જઈ એમને સમ્માનવાનો અનોખો પ્રયોગ.
ભણતર અલ્પ, પણ ગણતર અધધધ..
નીલેશ માલીઃ ધંધો એટલે મૅનેજમેન્ટ. ધંધો એટલે પ્રોડક્ટ તથા માર્કેટનાં દરેક પાસાંને સમજી લેવાં.
અહીં શિવરાત્રિ ઊજવાય છે માતાના મંદિરે!
..અને વર્ષોથી આ ગામમાં યોજાતા મેળામાં આદિવાસી પ્રજા શિવની નહીં, પણ દેવીશક્તિની આરાધના માટે આવે છે.
સુરતમાં અમરનાથઃ જય બાબા ભોલેનાથ
સુરતના મંદિરમાં આવી રહ્યા છે બાબા બર્ફાની.
પ્રાચીન મેળાનાં આધુનિક અન્નક્ષેત્રો
'ગિરનાર સાધના આશ્રમ ત્રિમૂર્તિ સેવા ટ્રસ્ટ’નાં સાધ્વી શૈલજાદેવીજીઃ લોકોનું પેટ ભરાય એ પણ સંતોષનો ઓડકાર છે.
જય ગિરનારી.. ભવનાથના મેળામાં ભક્તિના ભેખ સાથે પ્રવાસનને વેગ
ભારતમાં પ્રયાગરાજ સહિત ચાર તીર્થસ્થાનોમાં કુંભમેળો યોજાય છે, જ્યારે ગુજરાતમાં એકમાત્ર જૂનાગઢમાં દર વર્ષે યોજાતા શિવરાત્રિના મેળાને ‘મિનિ કુંભમેળા’નો દરજ્જો મળ્યો છે. કોરોનાથી સંપૂર્ણ મુક્તિનો શ્વાસ લીધા બાદ આ વર્ષે યોજાઈ રહેલા ભવનાથના મેળામાં શ્રદ્ધાનો મહાસાગર ઘૂઘવી રહ્યો છે. શિવભક્તિના રંગે રંગાઈ લાખો શ્રદ્ધાળુ મેળામાં ભાગ લઈ રહ્યા છે. ભક્તિ, ભોજન અને ભજનની સાથે હવે મેળામાં પ્રવાસનનો નવો રંગ ભળ્યો છે.
આપણે પણ સાચવવા જેવું ખરું..
વધુ એક ભૂકંપ.. વધુ એક સંકેત.
ઈચ્છામૃત્યુનો અધિકારઃ આ કાનૂની નહીં, સામાજિક મુદ્દો છે!
સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા છતાં કાયદા મંત્રાલયે ‘પેસિવ યૂથનેશિયા’ માટે માર્ગદર્શિકા તૈયાર કરી નથી. ન્યાયતંત્ર હવે પોતાની રીતે એના નિયમો ઘડવા માગે છે, પરંતુ એના અમલ માટે કેટલા લોકો આગળ આવશે એ સવાલ છે.
જસ્ટ, એક મિનિટ..
ઉમદા સંબંધો બાંધવા-વિકસાવવા ઉગ્રતા છોડી, ઘમંડનો ત્યાગ કરી એકાદ ક્ષણ થંભીને સ્મિત આપો
જિંદગીને શું શીર્ષક આપશો?
ગુજરાતી ભાષાના એક અણમોલ આભૂષણ નામે મધુ રાયની એક અમધુર અને સનાતન ફરિયાદ રહી છે કે કવિઓ જેટલું સ્ટેજ વાર્તાકારોને નથી મળતું
હવે મુંબઈમાં ઉપલબ્ધ છે અત્યાધુનિક રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ
મુંબઈના પ્રથમ થર્ડ જનરેશન રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સેન્ટરનો ૨૦૨૧માં આરંભ થયો ત્યારથી ૨૦૦ કરતાં વધારે રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે.
વર-વધૂની વસ્ત્રસજ્જાઃ એક સે હમારા ક્યા હોગા?
લગ્ન જેવા મહાન ગણાતા અવસરમાં વર-કન્યા રંગેચંગે પરણી જાય એનું જેટલું મહત્ત્વ હોય છે એટલી જ મહત્ત્વની હોય છે એકમેકનાં પૂરક બનતી એમની વસ્ત્રસજ્જા, એની રંગછટા અને સ્ટાઈલ.. હવે લગ્નવિધિ માટેની એક જોડી બસ નથી. વેડિંગની આસપાસ ઊજવાતા વિવિધ ઈવેન્ટ માટે વૈવિધ્યસભર પોશાક ખપે છે.
લાડો લાડી જમે રે કંસાર.. કંસાર કેવો ગળ્યો લાગે છે..
માનવજીવનમાં મોટામાં મોટો પ્રસંગ એટલે લગ્ન. લગ્ન એ બે વ્યક્તિનાં જ નહીં, બે પરિવારોનાં જોડાણ છે. આ માટેનાં વિવિધ વિધિ, રિવાજ, રૂઢિ તથા એની પાછળના મર્મ રસપ્રદ છે.
વાગશે કે દુનિયાના બાર?
ટિક.. ટિક. ટાઈમબૉમ્બ,
અલ્યા, આ તે કેવું ટેમ્પલ..!
શેતાનને કરો પ્રેમ.
ભાષાને શું વળગે ભૂર. વેબસિરીઝમાં જીત્યો તે શૂર
વિજય સેતુપતિ-શાહીદ કપૂર ‘ફર્ઝી’માં.
સિનેસૃષ્ટિમાં કુર્યાત સદા મંગલમની ભરમાર..
હવે જેમનાં લગ્નની શરણાઈના સૂર દૂર દૂર સંભળાઈ રહ્યા છે એવાં કપલ છેઃ નીતા અને મુકેશ અંબાણીપરિવારના અનંત અંબાણી અને રાધિકા ગયા મહિને મર્ચન્ટ
બજેટમાં ટૂંકું નહીં, લાંબું જોવામાં છે સાર
આવતા નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર એકંદરે ઘણું સારું છે. તેમ છતાં એની સામે અમુક સવાલ તો છે જ. ક્યાંક રાહત તો ક્યાંક બોજ છે, કંઈક છૂપું તો કંઈક જાહેર પણ છે. જો કે બજેટ કરતાં સરકારની નીતિઓને લાંબા ગાળાની દૃષ્ટિએ મૂલવવાનું વધુ મહત્ત્વનું ગણાય.
કવિતા પંડ્યા: મહિલા ક્રિકેટરોને બળવાન-જુસ્સાવાન બનાવે છે આ ગુજરાતણ
મુંબઈની આ છોકરી દોડવામાં એટલી નિપુણ થઈ કે એશિયન ગેમ્સ માટે એની પસંદગી થઈ, પણ બીમારીને કારણે એની કરિયર ફંટાઈ ગઈ. હવે પંદરેક વરસથી સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ તરીકે એ ભારતીય મહિલા ક્રિકેટરોને ચુસ્ત-સ્ફૂર્તિલા બનાવે છે.
તમારે ક્યાં પરણવા જાવું છે?
ઈવેન્ટ મૅનેજમેન્ટવાળા આપણા પ્રસંગને યાદગાર બનાવવા એમની કલ્પનાશક્તિ કામે લગાડવા ભેજાં ઘસી નાખતા હોય છે ત્યારે એમને મદદરૂપ થવા અમારા અળવીતરા એક્સ્પર્ટ મન્નુ શેખચલ્લીની થોડી ટિપ્સ..