CATEGORIES
فئات
أخبار
આ શિક્ષક સાથે તો બાળકોને આવે છે મોજ..
રેડિયોના સ્ક્રિપ્ટ રાઈટરમાંથી એ જામનગરની મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષક બન્યા, એવા શિક્ષક જેમને બાળકો ગમે છે અને એથીય વિશેષ તો એ બાળકોને ગમે છે. બાળસાહિત્યના ક્ષેત્રે ‘ટોપીવાળી મા’ તરીકે ઓળખાતા કિરીટ ગોસ્વામી બાળકોને માતૃભાષા સાથે જોડી રાખવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.
હવે આવે છે મહિલા બંદીવાનોના અવાજમાં ઑડિયો બુક્સ
ગુજરાતમાં સૌપ્રથમ વાર અંધજનો માટેની ઑડિયો બુક બની અમદાવાદની જેલના કેદીઓના અવાજમાં.
ડરો નહીં, મોટા આંચકાની શક્યતા નથી!
ઈન્સ્ટિટ્યૂટની ટીમે ભાડ-વાંકિયા ગામ વચ્ચે ભૂકંપના એકદમ હળવા આંચકા પણ માપી શકાય એવું મશીન ફિટ કર્યું
ભૂકંપનો ભય ઘરમાં નહીં, શેરીઓમાં સૂવે છે આખું ગામ..
ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ધરતી ધ્રૂજી અને પળવારમાં તુર્કી તહસનહસ થઈ ગયું ત્યારે ગુજરાતીઓને બે દાયકા પહેલાંના કચ્છના ભયાનક ભૂકંપની યાદ તાજી થઈ.. હવે સૌરાષ્ટ્રમાં મિતિયાળા પંથકના પેટાળમાં મોટી હલચલ મચી છે ત્યારે શું છે ગામલોકોની હાલત? એક મોટો આંચકો આવશે તો ઘરમાં દટાઈને મરી જવાના ડરે સેંકડો લોકોને રાતોની રાત શેરીમાં રહેવાની ફરજ પડી છે.. જો કે ખુલ્લામાં સૂવાથી રાત્રે કોઈ જંગલી પ્રાણીનો શિકાર થઈ જવાનો પણ ડર તો ખરો જ ને?! વાંચો, ગ્રાઉન્ડ ઝીરોથી ‘ચિત્રલેખા’નો ચોંકાવનારો અહેવાલ.
દર્દીની જિંદગી ઉજાળવાનું કામ કરે છે આ તબીબ
રાજકોટને કર્મભૂમિ બનાવી ચર્મરોગ નિષ્ણાત ડૉ. સુરેશ જોશીપુરાએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે. એક સેવાભાવી તબીબ હોવા ઉપરાંત ચર્મરોગો પરના એમના સંશોધનનો લાભ પણ એમના દર્દીઓને મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
વિવિધ ક્ષેત્રની ૧૬ પાવરફૂલ અને પ્રેરણાદાયી મહિલાઓની તસ્વીરોને હોર્ડિંગ્સ પર મૂકીને કૌશિક આઉટડોર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓની સિદ્ધિઓ, ઉપલબ્ધિઓ, તેમના જુસ્સા, તેમની ઐતિહાસિક યાત્રાઓ અને તેમના જીવનને યાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
પૂર્વોત્તર ભારતઃ આપણા દિલથી કેટલું દૂર?
શારીરિક દેખાવથી માંડી રહેણીકરણી, રીતરિવાજ, બોલી, વગેરે અનેક કારણસર શેષ ભારતથી છેટી રહી ગયેલી પૂર્વોત્તર રાજ્યોની પ્રજાને આપણે નજીક લાવવાની છે. એમને થતી અન્યાય અને અસમાનતાની લાગણી આપણે દૂર કરવાની છે.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
પ્રાચીન કાળના ઋષિઓની જ્ઞાનભૂખ જબરી હતી. જ્ઞાનપિપાસા એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું લક્ષણ હતું. અસલમાં ‘ભારત’ શબ્દ પોતે જ જ્ઞાનપ્રેમ સૂચવે છે.
હાલારી ગધેડીના ખોલકાનાં વધામણાં..
હાલારી ગધેડીના ખોલકાનું પૂજન.
વિભૂતિની સુવર્ણ વંદના
વિજય લક્ષ્મણસૂરીશ્વરજી: ધર્મ ક્રાંતિના જનક.
પટરાણીનો પણ ભારે રુઆબ છે..
દ્વારકાસ્થિત રુક્મિણી માતાજીનું મંદિર. પૂજારી અરુણભાઈ દવે કહે છે કે ૨૧ વર્ષથી સેવાનો અવિરત ક્રમ.
દિવ્યાંગોની ક્ષમતાની કસોટી કરતી સ્પર્ધામાં ભાગ લેશે સુરતના ફોટોગ્રાફર
મનહર ચૌહાણઃ પોલિયો છે, પણ ફોટોગ્રાફી તો કરી જ શકું છું ને!
જસ્ટ, એક મિનિટ..
માણસે પણ કંઈક સિદ્ધ કરવા માટે પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે
મને બેચેની થાય છે..
વૃદ્ધાવસ્થાની બેચેનીનાં અનેક કારણો હોઈ શકે. આરોગ્યની સમસ્યા એમાં ખલનાયિકા બનીને ઊભરી આવે. રોજના બે-પાંચ કિલોમીટર સહજ ચાલી શકતા માણસને ઘરે બેસવાનો વારો આવે ત્યારે પારાવાર ગૂંગળામણ થાય
રેખાબા સરવૈયા-ડિમ્પલ દેસાઈ: એમણે ઊછળ્યો અપરિણીત માતૃત્વનો ઉત્સવ
મહિલા અને માતૃત્વ સિક્કાની બે બાજુ છે. આજે ડિજિટલ યુગમાં પણ લગ્ન નહીં કરીને માતૃત્વ ધારણ કરવાનો નિર્ણય કરવો કોઈ મહિલા માટે સહેલો નથી ત્યારે એક દસકા કરતાં વધુ સમય પહેલાં સૌરાષ્ટ્રમાં એક ઉચ્ચ સરકારી અધિકારીએ ‘સિંગલ મધર’નું સ્ટેટસ મેળવીને સૌકોઈને ચોંકાવી દીધા હતા. બીજી બાજુ, થોડા સમય અગાઉ સુરતના ખ્યાતનામ કુટુંબની કન્યાએ પણ સંજોગો પારખીને સિંગલ મધર બનવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો. મહિલા દિને જાણીએ આ બહુમુખી પ્રતિભા ધરાવતી મહિલાના વિચારો અને અનુભવોને.
રાતનો આ રાજા તો પ્રજાનો શત્રુ છે!
આપણા શ્વાસમાં જતા આ જોખમથી તમે વાકેફ છો?
ભૂલો ભલે બીજું બધું, દીકરીને ભૂલશો નહીં!
અત્યાચાર એ પ્રેમની ભાષા છે? અને પ્રેમીપાત્રની હિંસા યુવતીઓ કેમ ચલાવી લે છે?
માણો રંગોત્સવનો પ્રસાદ
વિશાળ આંગણું, ટેરેસ, બાલ્કની કે પછી નાનકડી બારી જ હોય તો પણ બાગબાનીનો શોખ પૂરો કરી શકાય છે. બસ, યોગ્ય માર્ગદર્શન જોઈએ.
વૈશ્વિક સ્તરે ચિંતાનાં કાળાં વાદળ વચ્ચે ભારત છે રૂપેરી કોર
ભારત અત્યારે બીજા દેશોની તુલનાએ બહેતર આર્થિક સ્થિતિમાં હોવા છતાં ગ્લોબલ મંદી કે વિકાસની ધીમી ગતિની અસરમાંથી એ મુક્ત રહી શકે એમ નથી. ધીમે ધીમે આર્થિક ગાડી પાટે ચડે એવી આશા હોય તો પણ અનિશ્ચિતતાની તલવાર થોડો સમય માથે લટકતી રહેશે જ.
હોળીની હૈયાહોળી
ધુળેટીના આગલે દહાડે બાથરૂમની ગટર જામ થઈ જાય ત્યારે ઘરમાં મચે ઘમસાણ..
યે ક્યા હો રહા હૈ?
રાત-દિવસ કાન ફાડી નાખતા અવાજ સામે દોઢ વર્ષમાં પોલીસને મળી ૧૦ હજારથી વધુ ફરિયાદ.. અને એમાંથી માત્ર એક કેસમાં નોંધવામાં આવ્યો ગુનો!
કહાની રંગો કી.. કહાની તરંગો કી
૧૬મી-૧૭મી સદી દરમિયાન બ્રિટનમાં રાણી એલિઝાબેથના શાસન વખતે કાયદો થયેલો કે અમુક ઉચ્ચ કક્ષાના લોકો જ જાંબલી રંગનો ઉપયોગ કરી શકે. સામાન્ય માણસો માટે જાંબલી રંગ છેક ૧૮૫૬માં ઉપલબ્ધ થવા પામ્યો
રંગ દે, રંગ દે, મુઝે રંગ દે..
ગુજરાતી શબ્દકોશ જુઓ તો રંગ શબ્દનો ઉપયોગ અનેક અર્થ પ્રયોજવા માટે થાય છે. તરંગ, કલ્પના, દમામ, નશો, કેફ, નૃત્ય, પ્રેમ, પ્રીતિ, અનુરાગ, સ્નેહ, મજા, રમૂજ, મસ્તી, તાન, રસ, રાગ, શોભા, સૌંદર્યથી માંડીને યૌવન સુધીના શબ્દોમાં રંગના ભાવ કોઈક રીતે ઝિલાય છે. ભારત તો હોળી-ધુળેટી જેવો રંગોનો તહેવાર મેળવીને ભાગ્યશાળી બન્યું છે, પરંતુ વિશ્વના ઘણા દેશોએ વિવિધ રીતે એમના ઉત્સવોમાં પણ રંગોને સાંકળી લીધા છે. માણીએ રંગોની વૈશ્વિક મહેફિલ.
આયા ફાગણ ઝૂમ કે..
મિની ભારત બની રહેલા સુરતમાં વસતા રાજસ્થાનીઓ આ દિવસોમાં ઊજવે છે ફાગોત્સવ.
બરડાનું બખરલા બને છે વ્રજભૂમિ.. અહીં જામે છે રંગને બદલે રાસનો ઉત્સવ
વનવગડાંમાં રાતાચોળ કેસૂડાથી પ્રકૃતિ જાણે ફાગણને વધાવવા અધીરી બની હોય એમ ખીલી ઊઠી છે. પ્રકૃતિની સાથે વસંતના વાયરાથી મનડું પણ હરખાય છે. રંગોનો આ તહેવાર લોકોમાં એક નવી ઊર્જા ભરે છે. હોલિકાદહન અને ધુળેટીના પર્વ સંબંધી અનેક રીતરિવાજો સૌરાષ્ટ્રના ગ્રામ્ય જીવનમાં ઝિલાયાં છે, જે આજના આધુનિક યુગમાં પણ જીવંત રહ્યાં છે.
શું મહત્ત્વનું? સેલ્ફી કે સેલ્ફ રિસ્પેક્ટ?
માનીતા સ્ટાર્સ, ક્રિકેટર કે જાણીતી વ્યક્તિ સાથે સેલ્ફી લેવાનું કે એમની સાથે ફોટો પડાવવાનું ગાંડપણ ક્યાં જઈને અટકશે?
નાની નોટમાં હજી થાય છે મોટાં કામ!
દસની નોટમાં ભલે આખી ચા પણ મળતી ન હોય, પરંતુ ભરપેટ ભોજન કરી શકાય છે અને હા, નિદાન કરાવી દવા પણ મળી શકે છે.
તૈયાર મસાલાના વેચાણની પહેલથી મળી પ્રતિષ્ઠા
દાયકાઓ અગાઉ ગુજરાતના ઝાલોદ ગામમાં એક વેપારીએ નાના પૅકમાં ‘વસંત મસાલા’નો વેપાર માંડ્યો. ઉદ્યમ અને સિદ્ધાંતના જોરે એ નામ-દામ કમાયા. આજે એની સોડમ દૂરદેશાવર પહોંચી છે.
ધૂંધળી સેલ્ફી..
ઈમરાન હાશમી, બાળકલાકાર ‘સેલ્ફી'માં.
કભી સ્ટ્રગલર.. કભી સ્ટાર
શાહરુખ-દીપક તિજોરી: કુંદન શાહ દિગ્દર્શિત 'કભી હાં કભી ના’માં.