CATEGORIES
فئات
નહીં સંભળાય હવે આકાશની વાણી?
એક તરફ સરકારી તુમારશાહીમાં અટવાયેલા ‘આકાશવાણી’ના મુંબઈ કેન્દ્રએ ગુજરાતી પ્રસારણ બંધ કરીને કાચું કાપ્યું તો ગુજરાતમાં પણ ‘વન સ્ટેટ-વન બ્રોડકાસ્ટ’ની પૉલિસીથી રેડિયોની રહીસહી લોકપ્રિયતા પણ ઓસરી જવાનું જોખમ ઊભું થયું છે.
શ્વાનવિહીન છે આ પ્રદેશ
નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય: વંધ્યીકરણ અને રસીને કારણે કૂતરાના વર્તન પર અસર પડે?
આ ડાઘિયો આટલો આક્રમક કેમ છે?
અમેરિકન પ્રજાતિના પીટબુલ શ્વાન દ્વારા માણસો પર વધી રહેલા હુમલાને કારણે એના પર પ્રતિબંધ મૂકવાની માગણી ઊઠી છે. કાનપુર પાલિકાએ તો આવા કૂતરા પાળવા પર બૅન મૂકી પણ દીધો છે. હવે થયું એવું છે કે પીટબુલને કારણે સ્ટ્રીટ ડૉગની સમસ્યા પણ ચર્ચામાં આવી છે.
સુરતનાં જમણનું વાઈરલ ભ્રમણ..
સુરતના જમણની વાત કરીએ તો લોચો, ખમણ અને ઘારી આંખની સામે આવે, પરંતુ આ ત્રણ સિવાય પણ સુરતમાં એવી કેટલીક વાનગીઓ બને છે, જે સુરતનું જમણ..વાળી કહેવતને સાર્થક કરે છે, જેમ કે..
કચ્છી અડદિયાજી ગાલ નિરાળી..
કચ્છની ઓળખ જેના થકી છે એ દાબેલી વગર કચ્છી ફૂડની વાત અધૂરી ગણાય.
કાજુ-ગાંઠિયા, કાજુ-કસ્તૂરી, શિખંડ-આઈસક્રીમ.. એલા, એય.. આવવા દે તું તારે
ખાઈ-પીને જલસા કરવામાં માનતા સૌરાષ્ટ્રવાસીઓના સ્વાદના ચટાકાની વાત જ નિરાળી. અહીં શહેરે શહેરે, ગામડે ગામડે ખાણી-પીણીનાં વૈશિષ્ટ્ય જોવા મળે છે. લેટેસ્ટ ટ્રેન્ડ છે એક પ્રાંતની વાનગીમાં બીજા પ્રાંતની વાનગી ઉમેરી ત્રીજી વાનગીનાં સ્વાદિષ્ટ સંયોજન..
ખાતા જાયે બનજારા..
૧૬ ઑક્ટોબરે દુનિયાભરમાં ઊજવાનારા ‘વિશ્વ આહાર દિવસ’ નિમિત્તે પ્રસ્તુત છે વર્ચ્યુઅલ મોજીલી મિજબાની..
નૅશનલ ગેમ્સ પછી ગુજરાતમાં આવે છે ડિફેન્સ એક્સ્પો
દશેરા એટલે શસ્ત્રની પૂજાનો દિવસ અને દિવાળીમાં થાય આતશબાજી. આ બે પર્વની વચ્ચે ગુજરાતમાં યોજાઈ રહ્યો છે અસ્ત્ર-શસ્ત્રનો મહોત્સવ. સાથે હશે લડાકુ વિમાનો અને હેલિકૉપ્ટર્સના હેરતઅંગેજ કરતબ તથા રોશની રેલાવતો ડ્રોન શો.
કોંગ્રેસના અધ્યક્ષપદ સાથે જોડાયેલો છે સૌરાષ્ટ્રનો નાતો
દેશના સર્વપ્રથમ રાજકીય સંગઠન એવા કોંગ્રેસને અઢી દાયકા પછી એક ‘બિન-ગાંધી’ પ્રમુખ મળવાના છે ત્યારે યાદ કરીએ આ હોદ્દે બિરાજનારા છેલ્લા ગુજરાતી ઉછરંગરાય ઢેબરને!
વીર બનાવે અગ્નિવીર
ચલો, તમને પણ બનાવીએ ફોજી.
આ તબીબો છે ઑપરેશન થિયેટરના સારથિ
ડૉ. પરેશ કોઠારી: હવે ઘણા યુવા તબીબો આ ક્ષેત્ર તરફ વળી રહ્યા છે.
ચોકડી મૂકો ચિહનો પર
પાછલા દિવસોમાં અમુક દીવાલો ઉપરાંત મેટ્રો ટ્રેનના ઘણા પિલર પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)નાં ચિહ્નો રાતોરાત ચિતરાઈ ગયાં એ જોઈને અનેક નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી
છાણાને મળ્યો કળાત્મક સ્પર્શ
પ્રવીણ પ્રજાપતિ: છાણાને નવું રૂપ આપવાનું વિચાર્યું અને..
આવ્યો લોકશાહીનો ઉત્સવ
વિધાનસભા ચૂંટણી બસ, આવી સમજો.. વોટિંગ મશીન વિશે માર્ગદર્શન.
બનો હવે ખાદીના આદી
ખાદીનો વ્યાપ વધારવા સમયાંતરે આવા ફૅશન શો યોજવામાં આવે છે.
મુલાયમસિંહ યાદવઃ સમાજકારણનું રાજકારણ
મુલાયમસિંહ યાદવ: મારો પરિવાર એ જ મારો સમાજ!
આ વાઘનો વારસ કોણ?
શિવસેનામાં ભાગલા પડ્યા પછી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના ફિરકા વચ્ચે ‘અસલી’ કોણ એ સાબિત કરવાના કાનૂની દાવપેચ ચાલી રહ્યા છે. એકને અસ્તિત્વ ટકાવી રાખવાનું છે.. બીજાને ઓળખ જમાવવાની છે. આ ફેંસલો નહીં આવે ત્યાં સુધી મહારાષ્ટ્રનું રાજકારણ ઉચાટભર્યું જ રહેશે.
વરસાદના લપસ્યા ને રાજાના દંડ્યા એની શરમ નહીં
વરસાદમાં લપસીએ એમાં આપણો વાંક નથી અને રાજાનો ગુસ્સો તો ક્ષણિક હોય, એની શરમ ના રખાય
જસ્ટ, એક મિનિટ..
માણસોથી ઊભરાતા શિખર સુધી પહોંચી શકો તો થોડી વધુ મહેનત કરવાથી આ શિખરને પણ આંબી શકાય
જોવાનું ચૂકી ગયા..
આપણાં સીમિત ચશ્માંથી પાર એક એવી દુનિયા વસે છે જે આપણી સામે જ છે, છતાં આપણાથી અજાણી છે. તસવીરમાં બરફ જોઈને હથેળીમાં ઝીલી ન શકાય. આકાશમાંથી કરા ઝીલવાનો રોમાંચ મુંબઈમાં બેસીને કૅચ ન કરી શકાય
આકાશદર્શનનાં અંધારાં-અજવાળાં
ભારત સરકારે લડાખમાં ભારતના સૌથી ઊંચા તથા છેવાડાના આન્લે નામના વિસ્તારને અંધારિયું અભયારણ્ય અર્થાત્ ‘ડાર્ક સ્કાય રિઝર્વ’ જાહેર કરીને દેશભરના ખગોળપ્રેમીઓનાં હૃદયમાં દિવાળી ટાણે હરખના દીવડા પ્રગટાવ્યા છે. આજે રાત્રે આકાશમાં ગ્રહ-તારા, નક્ષત્રો, નિહારિકા ને આકાશગંગાનાં દર્શન શહેરોની ચમકતી રોશનીએ દુર્લભ બનાવ્યાં છે ત્યારે ખગોળશોખીનો આન્લ જેવા સ્થળે ધસારો કરીને અવકાશનિરીક્ષણના ક્રેઝને સંતોષે એવી શક્યતા છે. ટુરિઝમના વિકાસથી લઈને એમેટર ખગોળશાસ્ત્રીનાં જ્ઞાન-અભ્યાસનો લાભ સરકારી સંસ્થાઓને મળે એવાં અનેક નિશાન આ નિર્ણયથી સાધવામાં આવ્યાં છે.
ઈરાન, હિજાબવિવાદ અને ભભૂકતી હિંસા સાવધાન! તેલનો સોદાગર ભડકે બળે છે..
બાવીસ વર્ષની મ્હાસા અમીનીના કસ્ટડીમાં મૃત્યુ પછી ઈરાનમાં ફાટી નીકળેલો વિરોધ અને હિંસા ખરેખર તો છેલ્લાં ઘણાં વરસોના ભારેલા અગ્નિને કારણે થયેલો ભડકો છે. ઈસ્લામિક ક્રાંતિ પછીના ચાર દાયકામાં ઈરાનની સામાન્ય જનતાની જિંદગી શીર્ષાસન કરી ચૂકી છે. એક સમયે આધુનિક ગણાતું ઈરાન અચાનક સદીઓ પાછળ ફેંકાઈ ગયું છે. હવે પ્રજાએ ઘડિયાળના કાંટા ઊલટાવવાની શરૂઆત કરી છે.
આ દેશ અત્યારે ક્યાં છે?
ઈરાન એની ૪૫ ટકા આવક કાચા તેલના વેપારમાંથી અને ૩૧ ટકા આવક ટૅક્સમાંથી મેળવે છે
પ્રસૂન્ના પારેખ: કાંડાની કરામતથી મેળવ્યાં માન-સમ્માન
ઘરમાં રમતગમતમાં રસ પાંગરે એવું અનુકૂળ વાતાવરણ. અધૂરામાં પૂરું, ટેબલ ટેનિસની અમુક પ્લેયર્સ ઘરે રહેવા આવી. બસ, એ નાનકડી છોકરીના મનમાં પણ એ ખેલ વસી ગયો. એણે પ્રેક્ટિસ શરૂ કરી અને પહેલે ધડાકે રાજ્યસ્તરે જીતી પણ ખરી. પછી તો નામ મોટું થતું ગયું. આજે દીકરો કૉલેજમાં ભણે છે, પણ એમણે બૉલ-રેકેટની ગેમમાં દિલચસ્પી જાળવી રાખી છે અને નૅશનલ લેવલ પર ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા પછીય એ કહે છેઃ 'યે દિલ માંગે મોર!'
ડ્રેસ ડ્રામા
સ્ત્રીને જ કોઈ સમજી શક્યું નથી ત્યાં એની સમસ્યા સમજવી અને એ સમસ્યાનો ઉકેલ લાવવો કઈ રીતે?
ડૉલરની દાદાગીરીનાં કારણ શું?
ભારતીય રૂપિયો ડૉલર સામે નબળો પડ્યો છે, પણ એમ તો મોટા ભાગના દેશોની કરન્સી આપણા રૂપિયા કરતાં ડૉલર સામે વધુ ઘસાઈને તૂટી છે. કમ સે કમ ભારત એ બાબતે બહેતર છે. અમેરિકા ગંભીર આર્થિક કટોકટીમાં હોવા છતાં ડૉલર આટલો ઉપર જવાનું કારણ છે અમેરિકાનું મજબૂત કરન્સી મૅનેજમેન્ટ.
વિજય સાળગાવકર હવે શું કરશે?
દ્રશ્યમ: શું સાળગાવકર પરિવાર પાછો પાંઉભાજી ખાવા જશે?
પોલીસ ડિપાર્ટમેન્ટનું અસલી-નકલી
વિક્રમ વેધાઃ ક્યા એસએસપી બનેગા રે તૂ..
આ રાવણની અડફેટે નહીં ચઢતા
ઈસેઈ સાગવાઃ ચઢાવો સાલ્લાને ફાંસીએ.
મળો, એ દવાબહાદુરને
ટીકડી: આને ગળે કેમ ઉતારવી?