CATEGORIES
Kategorien
સરકાર કર્મચારીઓની બનતી મદદ કરે જ છે
ઘણાં યુનિયનોની માગણીઓ સ્વીકારવામાં આવી છે. તેમણે હડતાળો પણ સમેટી લીધી છે
શહેરી વિસ્તારોની બેઠકો પરની ચૂંટણી નિર્ણાયક સાબિત થશે?
મધ્ય ગુજરાતમાં કે સૌરાષ્ટ્ર-કચ્છમાં કયો પક્ષ ફાવી ગયો કે પછી દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે પરિવર્તન આવ્યું તેના આધારે ચૂંટણીનાં પરિણામોનું વિશ્લેષણ થતું હોય છે, પરંતુ આ વખતે ત્રીજો વિકલ્પ શહેરોમાં વધારે સક્રિય બન્યો છે ત્યારે શહેરી બેઠકોનું ગણિત ગણવું પડશે તેમ લાગે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે?
યુક્રેન આટલું લાંબું ખેંચી કાઢશે તેની જ કોઈ શક્યતા જણાતી ન હતી. પશ્ચિમના દેશો યુક્રેનને વધુ ને વધુ આર્થિક, સામરિક અને સામાજિક મદદ આપતાં રહે છે
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી નિષ્પક્ષ રીતે થશે?
અશોક ગેહલોતને આ ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું માંડી વાળવાની ફરજ પડ્યા પછી ગાંધી પરિવારના વિશ્વાસુ ઉમેદવાર બની શકે એવા ત્રણ-ચાર અગ્રણીઓના નામ પ્રકાશમાં આવ્યા પછી ઉમેદવારી પત્ર ખડગેનું ભરાયું
પીએફઆઈ પર પ્રતિબંધ તેની રાજકીય પાંખ પર નહીં
પીએફઆઈની એક ‘સર્વિસ’ ટીમ છે. તે ટાર્ગેટ કરાયેલ લોકોની હત્યા કરવાનું કામ કરે છે
વડોદરાના વિધાર્થીએ પાવર લિફ્ટિંગમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
સુજલે બેન્ચવેન્ટમાં ૧૩૨.૫ kg પાવર લિફ્ટિંગ કરી બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે
મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમનાં એકમાત્ર મહિલા પાઇલટ
મોટા ભાગે પાઇલટ તરીકે પુરુષો જ છે, પણ રાજકોટની ૧૮૧ની ટીમમાં ભાનુબહેન મઢવી પાઇલટ તરીકે ફરજ બજાવે છે
હવે કમળની દાંડીના રેસામાંથી બનશે કાપડ!
સુમી ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગમાંથી પીએચ.ડી. કરી રહી છે
એક અનોખું પ્રદર્શનઃ સોલ્ટ ધ ફ્રીડમ માર્ચ
પ્રદર્શનમાં મીઠા તેમ જ વોટર કલરના ઉપયોગથી હાર્ડ બોર્ડ ઉપર ૪૦ ચિત્રો તૈયાર કરાયાં
‘દીકરી દેવો ભવઃ' આ સંસ્થાએ ૫૦૧ દીકરીઓ દત્તક લીધી
સરકારના ૧૦ હજાર બાળકીઓને દત્તક લેવાના અભિયાનમાં સિદ્ધિવિનાયક સંસ્થા જોડાઈ
ઓસ્કર માટેની જ્યુરીમાં બે ગુજરાતી ફિલ્મ મેકર્સ
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો) ભારત તરફથી ઓફિશિયલ ઓસ્કરમાં મોકલવામાં આવી
હિન્દી ભાષાની વાત છેડે છે પંકજ ત્રિપાઠી
હું હિન્દી થકી કમાઉ છું, આ સાથે પ્રયત્ન કરું છું કે મારું આચરણ પણ હિન્દીવાળું રહે! કેમ કે, હિન્દી ભાષા અને વાર્તાઓ અભિન્ન અંગ રહ્યા છે તેવી ઇન્ડસ્ટ્રી, બોલિવૂડથી અત્યારે સામાન્ય દર્શક કટ-ઓફ થઈ ગયો છે
અનુરાગ કશ્યપ જ્યારે બોલે છે..
અમુક કલાકાર - કસબીઓની ફિલ્મની સાથે તેમના ઇન્ટરવ્યૂઝ જોવાની પણ એટલી જ મજા પડે. અનુરાગ કશ્યપ પણ એમાંના એક. તેમણે બૉલિવૂડના ખરાબ સમય ઉપર રસપ્રદ તારણો કાઢ્યા છે અને કારણો આપ્યા છે. થોડા દિવસો પહેલાં ૪૯ના થયેલા કશ્યપ સંગાથે થોડું મનોમંથન આપણે પણ કરીએ!
તમારા ઘરમાં સગાંવહાલાંનું કેટલું ચાલે?
જીવનમાં દરેક તબક્કો વટાવતા જાઓ એમ તમારી પ્રાથમિકતાઓ બદલાતી જાય, સંબંધોમાં પણ. જો આવું ન થાય તો માણસ પ્રગતિશીલ ન કહેવાય. તમારા અંગત સંબંધો ગમે તેટલા મેલભાવવાળા હોય તો પણ તમે તમારો અલગ પરિવાર વસાવો પછી તમારા ઘરની અંગત બાબતોમાં પરિવાર સિવાયનાં સગાંઓ/મિત્રોને કેટલી હદે સમાવેશ આપવો એ માપ ન જાળવો તો છેવટે બાવાના બેય બગડે એવો ઘાટ થાય.
ગાંધીજીને બાબુ બોસનો પત્ર
બાપુ, આવો ડિફેક્ટિવ માલ વરસો વરસથી અમારા પાટનગરના રાજકીય ગોડાઉનમાં ઊધઈ ખાતો પડ્યો રહે છે. કરુણતા તો બાપુ, એ છે કે આવો ડિફેક્ટિવ માલ ક્રમશઃ વધતો જ જાય છે
વંચિતોના સાહિત્યની સશક્ત ધારા
પશ્ચિમ બંગાળમાં છેક હવે દલિત સાહિત્ય અકાદમી સ્થાપવામાં આવશે. એ વિશે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં જાહેરાત પણ કરી હતી, પણ આપણા ગુજરાત રાજ્યમાં તો અઢી દાયકાથી દલિત સાહિત્ય અકાદમી કાર્યરત છે. આ સંસ્થા તેના ૨૫ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે તેના ચઢાવઉતાર પર નજર કરીએ.
વડોદરાએ જાળવેલી ગરબાની પરંપરાગત ઓળખ
ગરબા તો આમ આખા ગુજરાતની ઓળખ છે, પણ શહેર હોવા છતાં વડોદરાએ તો એની પરંપરાગત ઓળખ જાળવી રાખી, એમાંય ગુજરાત બલ્કે વિશ્વભરના ગુજરાતીના પ્રિય ગરબા સાથે આ શહેરનો અતૂટ નાતો રહેલો છે.
ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ..
નવરાત્રિમાં કચ્છનાં દેશદેવી મા આશાપુરાનાં દર્શન અને પદયાત્રાનું ભારે મહત્ત્વ હોય છે. લૉકડાઉન કાળમાં પદયાત્રા બંધ રહી હતી. ગત વર્ષે મંદિર ખુલ્લું હોવા છતાં પદયાત્રી કેમ્પ ન હોવાથી વધુ ભાવિકો પગે ચાલીને આવ્યા નહોતા. આ વર્ષે કોરોનાનો ભય ઓસર્યો છે, એકાદ કિલોમીટરના અંતરે એકાદ બે સેવા-કેમ્પ ચાલુ થયા છે, ત્યારે પદયાત્રીઓ પણ મોટી સંખ્યામાં માતાજીનાં દર્શને જઈ રહ્યાં છે.
દશેરા અને રાવણવધ
રા એટલે રુદન અને વનનો એક અર્થ થાય છે પૂજા. માટે મહાદેવે એને રાવણ નામ આપ્યું હોવાનું કહેવાય છે
સતત ત્રીજી વાર સૌરાષ્ટ્રમાં મહત્ત્વનું ત્રીજું પરિબળ
૨૦૧૨માં કેશુભાઈ પટેલ લેઉવા પટેલના મતો માટે જીપીપી લઈને આવ્યા, પણ મોદી ફાવ્યા; ૨૦૧૭માં અનામત આંદોલનના પડઘા પડ્યા અને કોંગ્રેસ પક્ષ ફાવી ગયો; હવે ૨૦૨૨માં સુરતના કનેક્શન સાથે સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓ મેદાનમાં આવ્યા છે, ત્યારે ફરી એક વાર સૌરાષ્ટ્ર ત્રીજું પરિબળ બની શકે છે.
પીએફઆઈ સામેની કાર્યવાહી આશ્ચર્યજનક નથી
પીએફઆઈની તાલીમ શિબિરોમાં ધાર્મિક કટ્ટરતા ફેલાવવાની પ્રવૃત્તિ ચાલતી હતી. મધ્ય-પૂર્વના દેશોમાંથી મળતી આર્થિક સહાયના આધારે સંગઠન દેશ વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં વ્યસ્ત રહે છે
ગેહલોતે પ્રમુખપદની ચૂંટણીની બાજી બગાડી
કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણીની રેસમાંથી ગેહલોતની બાદબાકી કરી નાખવાની હદ સુધીની વિચારણા થઈ ચૂકી છે અને ગેહલોતને બદલે ગાંધી પરિવારના અન્ય વફાદાર વ્યક્તિને પ્રમુખપદની ચૂંટણીમાં ખડા કરવાની વિચારણામાં દિગ્વિજયસિંહનું નામ આગળ આવ્યું છે
નવરાત્રીમાં ‘મિરર પાઘડી' યુવાનોમાં ઓન ડિમાન્ડ
કચ્છી વર્કના કેડિયાની સાથે ધોતીનો ટ્રેન્ડ પણ વધ્યો
મુન્દ્રાની ‘પેડવુમન’ મહિલાઓમાં જાગૃતિ ફેલાવે છે
અત્યારે આ પેડવુમન ગ્રૂપને કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય તરફથી મોટી સંખ્યામાં પેડના ઓર્ડર મળે છે
આણંદનાં ૧૪૦ ગામોમાં પરંપરાગત ગરબાની જમાવટ
આણંદ તાલુકાના કાસોર ગામે છેલ્લા ૫ દાયકામાં ક્યારેય બહારથી ગાયક કલાકાર બોલાવવા પડ્યા નથી
ખાનપાનના સહારે શરીરમાં પ્રવેશી રહેલું સફેદ ઝેર
આધુનિકીકરણની નવી લહેર આવી એ પછી ભારતીયોના ખાનપાનમાં પણ ઘણું પરિવર્તન આવી ગયું છે અને હજુ આવી રહ્યું છે. આજે અગાઉ કરતાં ક્યાંય અધિક માત્રામાં આપણે બજારમાંથી પ્રૉસેસ્ડ ફૂડ પ્રૉડક્ટ અને વિવિધ પીણાંઓ ખરીદીને આરોગી રહ્યા છીએ, જેના દ્વારા જાણતા-અજાણતા જ આપણા શરીરમાં એક ધીમું, શ્વેત અને ગળ્યું ઝેર ભરાઈ રહ્યું છે- શુગર! આપણા આરોગ્યનો આ શત્રુ શા માટે ધીમું ઝેર છે, સમજવાનો પ્રયાસ કરીએ.
વંધ્યત્વ-સામાજિક દૃષ્ટિએ
દંપતીઓમાં વંધ્યત્વ એ પુરુષ અને સ્ત્રી બંનેની શારીરિક તકલીફોના કારણે ઉદ્ભવતી સમસ્યા છે, પણ આજેય તેનો મોટા ભાગનો બોજ સ્ત્રી જ ઊંચકી રહી છે. લગ્નસંસ્થામાં સ્ત્રીમાં તકલીફ ન હોય તો તેને અન્ય પુરુષ સાથે સ્ત્રીજનીનો આગળ વધારી શકે તેવી છૂટ નથી. જ્યારે પુરુષમાં તકલીફ હોય તો પણ સ્ત્રીએ સારાનરસા અનુભવો કરીને પિતૃસત્તા માટે વારસદાર પેદા કરી આપવો પડે છે.
કચ્છમાં પ્રસૂતિના કેસોમાં મુશ્કેલી
રાજ્ય સરકારે જનની-શિશુ સુરક્ષા યોજનાનો લાભ માત્ર સરકારી દવાખાનામાં આવતા કેસોમાં જ આપવાનું નક્કી થયું હોવાથી કચ્છની સૌથી મોટી જી.કે. જનરલ હૉસ્પિટલમાં આવતા કેસોને આ યોજનાનો લાભ ન મળતાં જિલ્લાના દૂરદૂરના વિસ્તારમાંથી આવતી પ્રસૂતાઓ માટે મુશ્કેલી સર્જાઈ છે.
ચરોતરમાં કોરોનાથી પણ વધુ ઘાતક ટીબીનો પ્રસાર
ટીબી (Tuberculosis) કે ક્ષયરોગ એ દુનિયાની ખતરનાક બીમારીઓમાં સામેલ છે. ભારત અને ગુજરાતમાં પણ એનું પ્રમાણ નાનુંસૂનું નથી. એમાંય ગુજરાતમાં જ્યાં તમાકુનો પાક વિશેષ લેવાય છે એવા ચરોતર પંથકમાં ક્ષયરોગનું પ્રમાણ છેલ્લાં ત્રણ વર્ષમાં ભયજનક હદે વધ્યું છે.
જીવનરક્ષક બનવા તરફ ટેક્નોલોજીની આગેકૂચ
ટૅક્નોલોજી રૉકેટ ગતિથી વિકસીને વિસ્તરી રહી છે ત્યારે માનવ જીવનના તમામ સ્તરે તેનો પ્રભાવ વધી રહ્યો છે. અન્ય ક્ષેત્રોની સાથે હવે આપણા આરોગ્ય ક્ષેત્રે પણ ટૅક્નોલોજીનું પદાર્પણ થઈ ચૂક્યું છે. આમ પણ પરાપૂર્વથી ‘હેલ્થ ઇઝ વેલ્થ'માં તો આપણે સૌ માનીએ જ છીએ, ત્યારે આ ટૅક્નોલૉજી જીવન અને આરોગ્યને કઈ રીતે ઉપકારક બની રહેશે એ જોવું રસપ્રદ બની રહેશે.