CATEGORIES
Kategorien
બાંગ્લા પ્રજામાં આટલો ભારતદ્વેષ શા માટે?
શેખ હસીનાની હકાલપટ્ટી પછી પણ બાંગ્લાદેશમાં ભારત સામેનો રોષ વધી રહ્યો છે અને એની પાછળનું મુખ્ય કારણ છે ધાર્મિક કટ્ટરવાદ.
જસ્ટ, એક મિનિટ...
પોતાની મંજિલે પહોંચવા માણસે ચાલવું જોઈએ. ગતિમાન થયા વિના મંજિલે પહોંચી શકાય નહીં. એ જ રીતે પોતાની જિંદગીમાં પરિવર્તન લાવવા માટે બોધવચનોને અનુસરીને એનું પાલન કરવું જોઈએ.’
હૈયે જુદું, હોઠે જુદું
અંતરમાં કોઈ ઓર ને બીજી વાત કરે છે સાચેસાચી, માણસ ક્યાં રજૂઆત કરે છે.
રોગની ચિંતા કે ચિંતાનો રોગ?
ત્યાગ વિના પ્રેમ શક્ય છે એવું માનનારા પ્રેમ કરવાની ક્ષમતાનો જ ત્યાગ કરે છે...
શૅરબજારમાં ઝટ રોકડી કરી લેવાની લાયમાં લૂંટાવું છે?
...તો, સોશિયલ મિડિયાના માર્ગે લૂંટતા લોકોની જાળમાં ફસાતા જાવ. આકર્ષક-ઊંચા વળતરની વાત અને વાયદામાં ફસાતાં જવાના કિસ્સા સતત વધતા જાય છે, જેના ઉકેલની જવાબદારી કોઈ લઈ શકે એમ નથી. તમે ભૂલ કરો અને તમે જ ભોગવો એવી આ સીધી વાત છે...
મન્કીપોક્સના વાનરવેડાથી સાવધાન
જેનો ઉદ્ભવ વાંદરાઓમાંથી જ થયો હશે કે કેમ એની ખાતરી નથી એ મન્કીપોક્સ અથવા એમપોક્સ એક ચેપી રોગ છે. ઝડપથી સંક્રમિત થતા આ રોગનાં લક્ષણો તો સામાન્ય બીમારી જેવાં છે અને એમાંથી સાજા થવું પણ બહુ અઘરું નથી, છતાં આ રોગનો ચેપ કોવિડની જેમ આખી દુનિયામાં ન ફેલાય એના માટે પૂરતી સાવચેતી રાખવી આવશ્યક છે.
હોસ્પિટલ પણ મહિલા તબીબ માટે સલામત ન હોય ત્યારે...
સમાન તક-સમાન હક માગવા માટે સ્ત્રીની મજાક ઉડાડતાં પહેલાં એને સુરક્ષિત માહોલ તો આપો.
માણો, હાળી પૂરણપોળીની લહેજત
પોષક તત્ત્વોથી ભરપૂર છે શક્કરિયાં-શિંગોડાં-રાજગરાની વેડમી.
ગર્ભાશયની બહાર વિક્સતો ગર્ભ સ્રી માટે જીવલેણ બની શકે
એક્ટોપિક પ્રેગ્નન્સીઃ ફળેલું સ્ત્રીબીજ યુટરસ તરફ જવાને બદલે ફેલોપિયન ટ્યૂબમાં જ મોટું થવા લાગે તો?
ગરીબ બાળકોના ચહેરા પર મુણ્ડાન એ જ જેમનો જીવનમંત્ર
શિક્ષણનું હાલ વ્યાપારીકરણ થઈ રહ્યું છે. મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને પણ બાળકોના અભ્યાસના ખર્ચા પોસાતા નથી ત્યારે રાજકોટનાં એક શિક્ષિકા ઝૂંપડામાં જઈને ગરીબ બાળકોને નિઃસ્વાર્થભાવે ભણાવે છે અને છોકરીઓને નિઃશુલ્ક સેનેટરી પૅડ ઉપલબ્ધ કરાવી એમને મેન્સ્ટ્રુઅલ સાઈકલની અને એકંદર આરોગ્ય જાળવણીની સમજ પણ આપે છે.
ગુતાલ ગામની સિકલ બદલી સરકારી શાળાએ
સર્જક સાથે સંવાદ: પુસ્તકમાં ભણાવાતી કૃતિના લેખક સાથે વિદ્યાર્થીઓની વાતચીત.
નિર્ભયા અને અભયા વચ્ચે કશું બદલાયું છે?
‘બંદૂક કે લાઈસન્સ કે લિયે આવેદન દીજિયે ઔર કારણ લિખિયેઃ ઘર મેં બેટિયાં હૈ ઔર શહર મેં હૈ જાનવર...' કોલકાતામાં એક મહિલા તબીબ પર હૉસ્પિટલમાં જ બળાત્કાર થયો અને પછી એને કાયમ માટે ખામોશ કરી દેવામાં આવી એ ઘટનાનો કાન ફાડી નાખે એવો વિરોધ થઈ રહ્યો છે. બાર વર્ષ પછી ફરી રેપ ઍન્ડ મર્ડરની એક ઘટનાએ આખા દેશને સુષુપ્ત જ્વાળામુખીની જેમ ઢંઢોળ્યો છે. આ આગ ઠરે એ પહેલાં જરૂરી છે કે પુરુષોની એક બીમારીનો ઈલાજ શોધવાની.
પ્રેમદીવાની મીરાંએ કેમ છોડ્યા હતા ગિરધર ગોપાલ?
દેશભરમાં જન્માષ્ટમીનો ભક્તિસભર માહોલ જામ્યો છે ત્યારે વાત કરવી છે મીરાં અને એના પ્રાણધન સમી કૃષ્ણની શ્યામવર્ણી અનુપમ પ્રતિમા સાથે જોડાયેલા રસપ્રદ ઈતિહાસની, જેનું મુખ્ય પાનું સૌરાષ્ટ્રના એક નાના ગામમાં ખૂલે છે.
અડચણો પર ભારે પડતા દિવ્યાંગ ખેલાડીના અણનમ જુસ્સા...
પેરિસ પૅરાલિમ્પિક ગેમ્સ-૨૦૨૪ શારીરિક મર્યાદા આ જવાંમર્દ-ઔરતોને સફળતાની ટોચ પર પહોંચતાં રોકી શકતી નથી, બલકે ખેલકૂદમાં એમણે એક નવી ઊંચાઈ મેળવી છે. ગણતરીના દિવસોમાં જ પેરિસમાં યોજાઈ રહેલા પૅરાલિમ્પિક્સ માટે દેશના દિવ્યાંગ ખેલાડીઓ સજ્જ થઈ રહ્યા છે ત્યારે કરીએ નજર પૅરાલિમ્પિક્સની ગઈ કાલ, આજ ને આવતી કાલ પર.
પોલિટિકલ અસાઈલમઃ નીતિ અને રાજનીતિ
બાંગ્લાદેશમાં લાંબી ઈનિંગ્સ રમ્યા બાદ શેખ હસીનાની સરકારનું આ મહિનાના આરંભમાં પતન થયું. અત્યારે એ ભારતમાં રાજકીય આશરો લઈ રહ્યાં છે. તિબેટિયનોના આધ્યાત્મિક વડા દલાઈ લામા અને સંગીતકાર નદીમ સૈફીથી લઈને દેશ-દુનિયાની કંઈકેટલી જાણીતી વ્યક્તિ પોતાનો દેશ છોડી જેના સહારે પરદેશમાં વસી જાય છે એ પોલિટિકલ અસાઈલમનો કાયદો શું છે?
વાસ્તવિકતાની ફૂટપટ્ટી પર અપેક્ષાનું ઍડ્જસ્ટમેન્ટ
આપણી જરૂરત પૂરી થઈ જાય પછી આપણે ‘સુખી’ નથી થઈ જતા. જરૂરત પૂરી થઈ જવાથી એને પૂરી કરવાની ઉત્તેજના પણ સમાપ્ત થઈ જાય છે. આપણે જેને સુખ કહીએ છીએ એ હકીકતમાં જરૂરત પૂરી કરવાની કોશિશમાંથી પેદા થતી ઉત્તેજના છે.
મોદીની યુક્રેન મુલાકાતઃ સમાધાનનો તખ્તો તૈયાર છે?
યુક્રેન યુદ્ધના મુદ્દે રશિયા સામે એક અક્ષર સુદ્ધાં ન ઉચ્ચારી ભારતે ભલે અમેરિકાની નારાજગી વહોરી લીધી હોય, અત્યારે એ બે દેશને મંત્રણાની મેજ પર લાવવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
જસ્ટ, એક મિનિટ...
સફળ થવા માટે કોઈ એક મહત્ત્વની બાબત પર એકાગ્ર થવું જરૂરી છે.
સરળતા સાથેની કર્મઠતા
સરળતાથી સૌને મળો છોને માટે જરા મૂલ્ય ઓછું એ આંકી રહ્યા છે. પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
શ્રદ્ધાનું ઘરલેસન, શિવભક્તિના મુખપાઠ...
ભણવાની સાથે વીરમપુર ગામની આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધર્મનું જ્ઞાન પણ મેળવે છે.
ભારતીય હૉકીની આ પોલાદી ભીંત હવે ઈતિહાસ બની જશે! .
સ્કૂલના કોચની સલાહથી એણે બીજી રમતના બદલે હૉકી પર ધ્યાન કેન્દ્રિત કર્યું તો નૅશનલ ટીમમાં નબળા દેખાવ પછી કોચના સૂચનથી એ ગોલકીપર બન્યો... અને એ સાથે શ્રીજેશે ગોલપોસ્ટ સામે અડીખમ દીવાલ તરીકે સ્થાન જમાવી દીધું. પાછલાં વર્ષોમાં ભારત કૉમનવેલ્થ ગેમ્સ, એશિયાડ અને ઑલિમ્પિક્સમાં જીતી શક્યું છે એમાં એનો સિંહફાળો છે.
જીએમ પાક... કુદરત સાથે આવા ચાળા રહેવા દો
વેર અને ઝેરનાં પારખાં ન હોય. વધતી વસતિ અને ખેતીની નિષ્ફળતાને કારણે દુનિયાના લાખો લોકોને આજેય બે ટંકનું ખાવાનું મળતું નથી. એ માટે વિવિધ પાકનું ઉત્પાદન વધારવું જરૂરી છે. જો કે એવા પ્રયોગ કરતાં પહેલાં એનાં ભયસ્થાન જાણી લેવાં જોઈએ.
ઉત્તમ પેરન્ટ્સ સંતાનોને પોતાની કંઠી ન પહેરાવે...
જાણે-અજાણે પિતા પોતાની અધૂરી ઈચ્છા અને અધૂરાં સપનાં એના સંતાનમાં સાકાર થતાં જોવાની કોશિશ કરે છે. એને એવું લાગે છે કે સંતાન એનું જ એક્સ્ટેન્શન છે અને પોતાની જિંદગીમાં જેની ખોટ રહી ગઈ હતી એ ભરપાઈ કરવાનું કામ બાળકોનું છે. એવા સંજોગમાં સંતાનની સિદ્ધિ પેરન્ટ્સની અતૃપ્ત મહત્ત્વાકાંક્ષા માટે સરોગેટ બની જાય છે.
બાંગ્લાદેશમાં બદલાતી હવા આપણે કેમ પારખી ન શક્યા?
એક પછી એક પડોશી દેશ આપણી દોસ્તીના પરિઘમાંથી બહાર નીકળી રહ્યા છે. એમાં પણ બાંગ્લાદેશમાં થયેલા બળવા અને સત્તાપરિવર્તનથી તો ભારત માટે મહામુશ્કેલી ઊભી થઈ શકે છે.
જસ્ટ, એક મિનિટ...
રોજિંદી વાતચીતમાં ફક્ત શબ્દને પકડવો એ મોટી ભૂલ છે. જરૂર સમજીને વાણી, વર્તન અને વ્યવહાર દાખવવાની.
ભીડના ભેદભરમ
જન્મથી લઈ મૃત્યુ સુધી બેહોશીનો પાશ છે તોડવા એને મથું કે મુક્તિનું મંચન કરું? અસલી આઝાદી જો ચાહે ભીડમાંથી મુક્ત થા ભીડનો તો મંત્ર છેઃ આ પણ કરું, તે પણ કરું. - સુરેશ પરમાર ‘સૂર’
પેસિવ ફંડનું મહત્ત્વ સમજો... જોખમ ઘટાડો!
રોકાણકારોને સમજદાર અને સતર્ક બનાવવાનું લક્ષ્ય શૅરબજારમાં ઈન્ડેક્સની વધ-ઘટ અને વૈશ્વિક અસરોની વચ્ચે રોકાણકારોનો રસ-ઉત્સાહ સતત વધ્યા કરે છે. આ સમયમાં ‘એનએસઈ એ તાજેતરમાં લીધેલા કેટલાક નવા ઈનિશિયેટિવ્સ અને ‘સેબી’ દ્વારા ચાલુ રહેલા રિફૉર્મ્સના પગલાની તેમ જ ટેક્નોલૉજીના કમાલની અસર બજાર પર કેવી પડી રહી છે એની ઝલક જોવા જેવી ખરી.
આ શ્રાવણના આરંભે હાળી સ્ટીમ મોમોસ
એકટાણા અને ઉપવાસના દિવસોમાં શરીરમાં પાણી ન ઓછું થાય એની કાળજી લેજો.
બાળકો બહુ ઝડપથી મોટાં થઈ રહ્યાં છે, જેનું શું ?
આઠ-દસ વર્ષનાં છોકરી-છોકરામાં આવી રહેલા ફેરફાર સમજો–સ્વીકારો, પણ એમને ક્ષોભમાં ન મૂકો.
તમારું ઘર બીમારીનું ઘર ન બને એ માટે...
મેઘરાજાની સાથે સાજન-માજનની જેમ આવતાં મચ્છર-માખી ને બીજા જીવજંતુને દૂર રાખજો.