CATEGORIES
Categorías
એક ડૉક્ટરનું દર્દ!
ડૉક્ટર સાહેબની આ ફરિયાદ સાથે તમે અસહમત છો?
વલ્લભકુળના કુળભૂષણ શ્રી વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં ઈતિહાસ રચાયોસૌરાષ્ટ્રના ચોરડીમાં યોજાયું વિરાટ વૈષ્ણવ મહાસંમેલન
ચોરડીમાં વ્રજભૂમિનું નિર્માણ થશે. સંકુલમાં સ્કૂલ, કૉલેજ, ગુરુકુળ, ભોજનાલય, અતિથિ ભવનનું નિર્માણ થશે. રૂપિયા ૫૦૦ કરોડના ખર્ચે ‘કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ના પ્રોજેક્ટની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન, ૭૫ હજારથી વધુ વૈષ્ણવો ઊમટી પડ્યા.
ચૂંટણીપંચને દેખાઈ મોંઘવારી
ચૂંટણી વખતે ઉમેદવારે ખાસ તો એના કાર્યકરો પાછળ ખાસ્સી રકમ ખર્ચવી પડે છે. એમનાં ચા-પાણી-જમવાનું હોય અથવા તો સભા માટે મંડપ કે ખુરસી, એ બધાનો ખર્ચ ઉમેદવારે ગણાવવો પડે
પંજાબથી ઊતર્યા પ્રચારક..
ના, આ લોકો પંજાબમાં નહીં, ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.
બોલો, ચૂંટણી ટાણે કોંગ્રેસ હજી તો રાજકોટમાં કાર્યાલય શોધે છે..
અગાઉનું કોંગ્રેસ કાર્યાલય અને હમણાં શરૂ થયેલું પક્ષનું મિડિયા સેન્ટરઃ કાયમી ‘ઘર’ ક્યાં?
આ વિલંબની કિંમત આખો દેશ ચૂકવશે!
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસના અપરાધીઓને મુક્ત કરી દેવાના ચુકાદા દ્વારા સર્વોચ્ચ અદાલતે માનવતાવાદી અભિગમ દાખવવાનો પ્રયાસ કર્યો હોય તો પણ એનો દુરુપયોગ થવાની શક્યતા ન્યાયતંત્રના ધ્યાન બહાર કેમ ગઈ?
લોકોનો ભરોસો ટકાવવા આ ઘર્ષણ ટાળો..
અત્યારે પણ સર્વોચ્ચ અદાલત અને જુદાં જુદાં રાજ્યોની વડી અદાલત મળીને ન્યાયાધીશોની ૩૫ ટકાથી વધુ જગ્યા ખાલી પડી છે. હમણાં જ સર્વોચ્ચ અદાલતના બે ન્યાયમૂર્તિઓએ એવી રાવ કરી કે કૉલેજિયમે સૂચવેલાં નામ મંજૂર રાખવામાં સરકાર બહુ સમય લે છે, એને કારણે કોર્ટનું કામ ખોડંગાય છે અને ઘણા વકીલો ન્યાયાધીશો તરીકેની ફરજ સ્વીકારતાં ખચકાટ અનુભવે છે
જસ્ટ, એક મિનિટ..
જે કંઈ કાર્ય તમે કરો એમાં તમે તમારું સંપૂર્ણ ચિત્ત લગાવી દો. એમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જાઓ
દયા ધર્મનું મૂળ
ચોર પકડવાની જવાબદારી અમારી, પણ રામુભાઈ પર આક્ષેપ કરવો એ તો પાપ છે
ભાષણનું સાસણ
વિવેક શબ્દની બાદબાકી વર્તનમાંથી થઈ રહી હોય એવા દાખલા અવારનવાર મળી આવશે
છોડ આયે હમ વો દુનિયા
જાણકારો કહે છે કે કોરોનાની વિદાય પછી હવે નોકરી ગુમાવવાનો ખાસ ભય નથી એટલે હાર્ડ વર્ક (વધારે વર્ક) કરવા માટે પ્રોત્સાહન રહ્યું નથી
તેરે નામ સે શુરૂ
કેટલાક વડીલો વિક્રમ સર્જવા કે પછી ગમ્મતમાં સંતાનોનાં ચિત્ર-વિચિત્ર નામ રાખે છે. એમાંથી ઘણાં બાળક મોટાં થઈને નામના સ્પેલિંગ અથવા નામ જ બદલી નાખે છે
૨૦૨૨નો સૂર્યાસ્ત ક્ષિતિજે છે ત્યારે..
બમન ઈરાની-અમિતાભ બચ્ચન-અનુપમ ખેર ’ઊંચાઈ’માં.. ગજરાજ રાવ-દિવ્યેન્દુ શર્મા ‘થાઈ મસાજ’માં
આ નિયમન બનવાનું છે મોટો પડકાર
‘ગૂગલ’ને થયેલા જંગી દંડ જેવા વધુ દાખલા બેસાડી સરકારે ‘ડિજિટલ ઈન્ડિયા’ ઝુંબેશ માટે લોકોને ભરોસો આપવાનો છે.
ટંકારા કે જીવાપરઃ બાજુબાજુનાં બે ગામ વચ્ચે છે આ સવાલ..
વેદિક સંસ્કૃતિના પ્રખર અભ્યાસુ અને સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થાન કર્યું?
વંચિતોનાં વાણોતરની વિદાય..
સત્તર લાખથી વધુ શ્રમિક મહિલાઓના આઠેક રાજ્યોમાં પ્રવૃત્ત સંભવતઃ દેશના સૌથી મોટા સંગઠન ‘સેવા’નાં સ્થાપક ઈલાબહેન ભટ્ટ સેવા શબ્દનો મર્મ પામ્યાં અને એનો ધર્મ, એની સુવાસ દેશ-દુનિયામાં પ્રસરાવ્યાં.
નવા વર્ષથી અજવાળો આર્થિક જ્ઞાનદીપ..
સ્ત્રીનું આર્થિક અજ્ઞાન કેવી મુશ્કેલી સર્જી શકે એના અનેક કિસ્સા, ખાસ કરીને કોરોનાના કપરા કાળમાં જોવા મળ્યા. ફાઈનાન્સિયલ એક્સ્પર્ટ્સનું કહેવું છે કે પતિ-પત્ની જો એક રથનાં બે પૈડાં હોય તો બન્ને ચક્ર એકસમાન ગતિએ ચાલવાં જોઈએ..
બબાલ લેડીઝ હાથરૂમાલની સોસાયટીમાં આવી રોમિયોગીરી કોણ કરે છે?
ક્યા રે? હમ તુમ કો અચ્છા આદમી સમજતા થા..
પ્રેરણાનો, સેવા-સમર્પણનો મહોત્સવ..
છેલ્લાં થોડાં વર્ષથી દેશ-વિદેશમાં ઊજવાઈ રહેલા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ (૧૯૨૧-૨૦૧૬) શતાબ્દી ઉત્સવનો ચરમ અમદાવાદમાં આવી રહ્યો છે ત્યારે લઈએ એક ઝલક મહોત્સવની તથા ખાસ આ મહાઉત્સવ માટે નિર્માયેલા વિશાળ નગરની.
ભાજપ કહેઃ મેં બનાવ્યું છે ગુજરાતકોંગ્રેસ કહેઃ પરિવર્તન હશે દમદાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ બંધાઈ રહ્યો છે. લાંબા સમયથી ભાજપ અને કોંગ્રેસ એ બે જ પક્ષ વચ્ચે લડાતું આ યુદ્ધ આ વખતે ‘આમ આદમી પાર્ટી’ના આગમનને કારણે રસપ્રદ બનવાની એંધાણી છે.
કર લો દુનિયા મુઠ્ઠીમેં
ભારતની સૌથી મોટી શક્તિ આઈટીમાં નિષ્ણાત યુવાધન તથા ગામેગામ પહોંચેલું ઈન્ટરનેટ છે.
કોણ સ્વાર્થી? કોણ નિઃસ્વાર્થી?
અનેક લોકોનાં મોત પાછળ જવાબદાર એવા આરોપીઓ છટકી ગયા ત્યારે પ્રજાવત્સલ રાજપરિવાર મોરબી દોડી આવીને રૈયતની પડખે ઊભો રહ્યો. તંત્રની મદદ પહોંચે એ પહેલાં સ્થાનિક યુવાનોએ બચાવકાર્યની આગેવાની લીધી. દોષિતો સામે કાર્યવાહીમાં ઠાગાઠેયા હવે પજવી રહ્યા છે.
પછી તો જેવી ભગવાનની મરજી..
મોરબીના ઝૂલતા પુલનો કૅબલ તૂટ્યો અને ૧૩૫ જણના જાન લેતો ગયો એ ભગવાનની મરજી હતી કે આપણી નિષ્કાળજી?
ભગવદ્ગીતા પરના સર્ટિફિકેટ કોર્સનું આયોજન
આ કોર્સમાં ૧૮ અધ્યાયોને આવરી લઈ ૧૮ દિવસ રોજ સાંજે ૫ઃ૩૦થી ૮:૦૦ વાગ્યા સુધી એક-એક અધ્યાય પર જ્ઞાનસત્ર યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના વિદ્વાન વક્તા અધ્યાયના ભાવાર્થની સમજૂતી આપશે
મકરંદ દવે જન્મશતાબ્દીની નવતર ઉજવણી..
ભજનો માત્ર સારા અવાજમાં કે તાલબદ્ધ ગવાય એટલું જ નહીં, પણ સમજણ સાથે ગવાય, જેથી એના અર્થ અને મર્મ સમજાય
હજી પણ પૂછશો કે ‘કેવી રીતે જઈશ?’
આ વાત કોઈ કાને ધરશે?
ઉત્સવ આરતીનો
સ્વામિનારાયણ મંદિરોમાં ૨૨૦ વર્ષથી જળવાઈ રહી છે આ આરતીની પરંપરા.
ભાઈ, એ ફોટો તો મારો છે!
નરેન્દ્ર મોદી સાથે રાઘવજી પટેલ: ફોટાને કારણે મુકાયા મુશ્કેલીમાં.
ગાર્ડનમાં આરામથી માણો મૂવી-મૅચની મસ્તી
ચાલો ને, બગીચામાં ફિલ્લમ જોવા જઈએ.
જળકુંભીનું જોખમ જાણો..
કલકત્તામાં તો આ વનસ્પતિને લોકો બેંગાલ ટેરર તરીકે જ ઓળખે છે