CATEGORIES
Kategorier
દેવના દીધેલ છીએ, દેવને અર્પણ કરો ભાવથી...
ઘરમંદિરમાં ભગવાનની આરાધના માટેનાં ફૂલની જરૂરત હોમ ગાર્ડનમાંથી જ પૂરી થઈ જાય તો એના જેવું રૂડું શું?
કોદોની કળાને જીવંત કરે છે આ ક્વીન
નાની હતી ત્યારે એ કહેતી કે મારે તો ડૉક્ટર બનવું છે. થોડી મોટી થઈ તો વિચાર બદલાયો અને એણે જજ બનવાનું નક્કી કર્યું. જો કે કૉલેજમાં આવતાં આવતાં તો એના માનસપટ પર બધાથી કંઈક અલગ કરવાની ઈચ્છા ફરી વળી. અંતે એણે ક્રોશેની વિસરાતી જતી કળાને જીવંત રાખવાનું નક્કી કર્યું. આજે આ ક્રોશે-ક્વીન માત્ર ઊનમાંથી ૩૦૦થી વધારે આઈટેમ બનાવે છે. વાત છે ત્રણ વખત ગિનેસ બુકમાં નામ નોંધાવી ચૂકેલી મહિલાની.
કવર સ્ટોરી
રામકથાનું ગાન જ જીવન યશોદાદીદી
સોળ વર્ષે ન્યાય... સોળ મહિના પછી ફરી જેલયોગ?
ગુજરાતના બહુચર્ચિત બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ અને હત્યાકાંડ કેસના અપરાધી ઓને સરકારે આપેલી સજામાફી અને જેલમુક્તિ રદ કરીને સુપ્રીમ કોર્ટે એમને ફરી જેલમાં જવાનો આદેશ આપ્યો. બિલ્કિસ બાનો: સરકાર પાસેથી હજી ઘર મળ્યું નથી!
એ સાત કલાક પાંચ મિનિટ...
અયોધ્યામાં અત્યારે પ્રચંડ ઉન્માદ છે. આ ઉન્માદ છે નવનિર્માણ પામી રહેલા રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે. ગણતરીના દિવસોમાં એ ક્ષણ આવી પહોંચવાની છે. જો કે અહીં વાત એછે ક્ષણ, જેને કારણે શક્ય બની એ ઘટનાની... બાબરી મસ્જિદ તૂટવાની ઘટના. રામમંદિરના સ્થાને વર્ષ ૧૫૨૮-૨૯માં ઊભી થયેલી મસ્જિદના ત્રણ ગુંબજ એક પછી એક તોડી પાડવામાં આવ્યા એ દિવસે પણ અયોધ્યામાં આવો જ ઉન્માદ હતો. રામલલ્લા ફરી એમના ઘરે બિરાજમાન થવાના છે ત્યારે ચાલો, સમગ્ર કાલખંડ ફેરવી નાખનારી છ ડિસેમ્બરની એ ઘટનાનું રિ-કૅપ લઈએ કૅલેન્ડરને ૩૧ વર્ષ પાછળ ફેરવીને.
શું છે આ એક... બે... ત્રણ?
દેશની પહેલી બુલેટ ટ્રેનના પહેલા સ્ટેશન પછી અમદાવાદમાં બન્યું છે રેલવે, બસ અને મેટ્રો એમ ત્રણ-ત્રણ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું જોડિયું મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ હબ.
અમારુંય એક આકાશ હતું!
સંક્રાંતે કનકવા ચડાવવાનો મહિમા દેશભરમાં છે. અમદાવાદી, ખંભાતી પતંગની જેમ સુરતના રાંદેરી પતંગનો એક ગગનચુંબી ભૂતકાળ હતો, પરંતુ વર્તમાન ઝોલાં ખાતો ખાતો એ પોતાનું અસ્તિત્વ ટકાવવાના પ્રયાસ કરી રહ્યો છે.
વણસેલા સંબંધ ઔર બગડશે!
ચીને ચિક્કાર આર્થિક મદદ આપવાની સાથોસાથ પગપેસારો શરૂ કર્યો ત્યારથી માલદીવ્સ એના સાખપડોશી ભારતથી દૂર થતું ગયું છે અને આ અંતર ઓછું થાય એવા સંજોગ અત્યારે તો દેખાતા નથી.
જસ્ટ, એક મિનિટ...
ઘણા દરબારી પાસે અરબી ઘોડાનો કાફ્લો હતો
ઝાયડસ ખાતે રેડિકલ હિપ સર્જરી
ટ્રેકિંગનો જુસ્સો યથાવત રાખવા હજારો માઈલ દૂર રહેતા બ્રિટિશરે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં હિપ સર્જરી
સમય થંભી જાય ત્યારે...
સવારે સદા દેવદર્શન ને સાંજે બગીચાની બેન્ચો, ઘરે જઈ પછી શું?
ખામોશ છે શ્રીરામ-સીતા-રાવણ ૧૬૬ વરસથી...
ગુજરાતી સર્જકે રાજસ્થાનના બિસાઉની વિશ્વપ્રસિદ્ધ મૂક રામલીલા પર બનાવેલી ફિલ્મ દેશ-વિદેશના એક ડઝન જેટલા ફિલ્મોત્સવમાં ગાજી ને હવે એને અયોધ્યાના રામમંદિરમાં સ્થાન મળશે...
દિવ્ય, ભવ્ય, સેવ્ય છે રામનું ઘર
અયોધ્યામાં ભગવાન શ્રીરામના નિર્માણાધીન મંદિરમાં રામલલ્લાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે એ નિમિત્તે, આશરે છ દાયકાથી વિશ્વના ખૂણે ખૂણે રામકથાનું પાન કરાવતા રામાયણી સંત મોરારિબાપુ ‘ચિત્રલેખા’ના વાચકો સમક્ષ એમના મનોભાવ રજૂ કરે છે.
પ્રકૃતિ, તને અમારું પ્રોમિસ છે કે...
દેશનાં ટોચનાં ૧૦૦ શહેરોમાંથી ૬૩ શહેરોની હવા શ્વાસમાં ઉતારવાલાયક રહી નથી. પાણીના ઘણા સ્રોત પણ પ્રદૂષિત થઈ ગયા છે. હવે અટકવાની વેળા છે. સવારે ભટકી ગયેલા આપણે હવે સુધરી જવાનો સમય આવી ગયો છે.
ઓછાંબોલાં, પણ અડીખમ સંપાદક
વજુ કોટકના પડછાયા બની રહીને મધુબહેને કયા પત્રકારો પાસેથી કેવું કામ લઈ શકાય એની સૂઝ કેળવી હતી.
વરસ નવું... વ્યાધિ જૂની...
દરેક નવો દિવસ નવી આશા સાથે ઊગે છે એમ આગલી રાત સુધીની નિરાશા પણ સાથે લઈને આવે છે. ઈસુનું નવું વર્ષ ઉજ્વળ ભવિષ્યનાં અનેક શમણાં લઈને આવ્યું હશે તો એની સાથે અમુક ન ઉકેલાઈ હોય એવી સમસ્યાનું ભાથું પણ છે જ.
જસ્ટ, એક મિનિટ...
ટાટા ગ્રુપને અવ્વલ એન્જિનિયરિંગ સંસ્થા તરીકે યોગ્ય દિશામાં આગળ
માણસ થવું એટલે વળી શું?
આ જગતને ચાહવાનું મન થયું લ્યો, મને માણસ થવાનું મન થયું.
જલસાઘર
પ્યાર-મોહબ્બતનું રહ્યું ૨૦૨૩...
આર્થિક વિકાસનો યશ રિઝર્વ બૅન્કને પણ મળવો જોઈએ..
આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી, કોરોનાની મહામારી, રાજકીય કારણોસર અનેક દેશો વચ્ચે ઊભી થયેલી કટોકટી, આર્થિક અનિશ્ચિતતા... આ બધા વચ્ચે દેશ અડીખમ ઊભો રહી શક્યો એ પાછળ શક્તિકાંત દાસની ચાવીરૂપ ભૂમિકા છે
કેમ વધી રહ્યું છે હોમ સિક્યોરિટી સિસ્ટમ વસાવવાનું પ્રમાણ?
ઘરની સુરક્ષા અને બાળકો-વડીલોની સલામતીની ફિકર રહેતી હોય તો અનેક વિકલ્પ છે ઉપલબ્ધ.
બીજાથી ઉપર દેખાવા પુરુષે સ્ત્રીને સતાવવી જરૂરી છે?
પુરુષ તરફથી મળતા શારીરિક-માનસિક ત્રાસને એનો સ્ત્રી માટેનો પ્રેમ ગણવાની ભૂલ કોઈ કાળે સ્વીકાર્ય ન હોઈ શકે.
યર ફ્રેન્ડમાં રો બાગબાનીનું રિ-કેપ...
આખા વર્ષમાં ગાર્ડનિંગની જે ટ્રિક્સ-ટેક્નિક શીખ્યાં એમાં આગળ વધતાં પહેલાં થોડું રિવિઝન કરવાનું આવશ્યક છે.
એક માનામાં એને જબાન નહોતી...આજે એ લોકોને બોલતા ડરે છે!
સૌરાષ્ટ્રના ગામડાની એક અતિ ગભરુ યુવતી. કોઈની સામે એની જીભ ન ઊપડે. વર્ષો સુધી ક્યાંય એકલી ગઈ સુદ્ધાં નહોતી. લગ્ન પછી પરિવારથી સેંકડો માઈલ દૂર જવું પડ્યું એ પછી ‘કોઈ પણ સંજોગમાં જીવતાં શીખવું પડશે’ એ હકીકતે એને જાણે બોલતી કરી... અને આજે ૩૦ વર્ષે એક ખ્યાતનામ ઈન્ટરનૅશનલ ટ્રાન્સફોર્મેશનલ કોચ તરીકે એ દેશ-વિદેશના લોકોને શિક્ષણ કે વ્યાવસાયિક ક્ષેત્રે આગળ આવવામાં મદદ કરે છે.
અયોધ્યા મંદિર પ્રાણપ્રતિષ્ઠા
જલારામ બાપાની જગ્યાનો પ્રસાદ મળશે અયોધ્યામાં
દ્વારકા જ્યારે બન્યું ગોકુળિયું
નાતાલના માહોલ વચ્ચે દ્વારકા નગરી કાનુડાની રાસલીલામાં લીન બની. અવસર જન્માષ્ટમી કે નવરાત્રિ પર્વનો નહોતો છતાં ૫૦ હજાર જેટલી આહીરાણીઓએ પરંપરાગત વસ્ત્ર પરિધાન અને સુવર્ણ અલંકારો સાથે મહારાસ રમીને પાંચ હજાર વર્ષનો ઈતિહાસ જીવંત કર્યો.
કડવા છે રે રાતના ઉજાગરા...
કોરોનાકાળ દરમિયાન અને એ પછી માનવજીવનમાં ધરમૂળથી પરિવર્તન આવ્યાં, એમાંનું એક છે રાતની વેરણછેરણ થતી નીંદર. આનાં કારણમાં છે વાઈરસ ક્યારે વિદાય લેશે એની ચિંતાથી લઈને નોકરીધંધાની અસલામતી, મનને બીજે વાળવા ઉજાગરા વેઠીને જોવાતા વેબ-શો, ફિલ્મ, મિત્રો સાથેની પાર્ટી, વગેરે. ઘણાની ગાડી પાટે ચડી ગઈ તો ઘણાએ એ (કુ)ટેવ જાળવી રાખી... નૈન ચકચૂર હોવા છતાં રાતે જાગનારા જાણી લે કે અપૂરતી ઊંઘના ગંભીર કહેવાય એવી બીમારી સાથેના સંબંધ પુરવાર થઈ રહ્યા છે.
વિઝા વિના રે ન જશો હવે દેશ અમેરિકા...
તમારી પાસે એક-દોઢ કરોડ રૂપિયા હોય તો ભારતમાં આસાનીથી કોઈ ધંધો જમાવી શકો. અરે, એ રકમના વ્યાજે પણ નિરાંતે જિંદગી કાઢી શકો, છતાં ઘણા ગુજરાતીઓ આટલી તોતિંગ રકમ એજન્ટને ચૂકવીને ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાનો માર્ગ પસંદ કરે છે. હવે તો એજન્ટો ઘૂસણખોરો માટે ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરતા હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાતના દામા ગામમાં છાણમાંથી બને છે દેશી પેટ્રોલ
ગોબરના ઉપયોગ આપણે જાણીએ જ છીએ અને હવે એના ગૅસનો વપરાશ પણ થવા લાગ્યો છે.એ જ દિશામાં આગળ વધી ઉત્તર ગુજરાતની ‘બનાસ ડેરી’એ પેટ્રોલ-ડીઝલના વિકલ્પ એવા ઈંધણ બાયો-સીએનજી બનાવવાની પહેલ કરી છે. છાણમાંથી ગ્રીન ઍન્ડ ક્લીન એનર્જીના આ સફળ પ્રયોગથી પ્રેરાઈને હવે જપાનની ‘સુઝુકી’ કંપનીએ વેપાર માટે હાથ લંબાવ્યા છે.
ગિફ્ટમાં શરાબની નવી છૂટ નવા પ્રશ્નો સર્જશે?
આ એક અપવાદ છે કે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવાની દિશામાં પહેલું પગલું? રાજ્યના બીજા વિસ્તારોમાં પણ આવી માગણી ઊઠી તો સરકાર શું કરશે? આવા અનેક સવાલના કનકવા ચગવા લાગ્યા છે, પણ એક વાત નક્કી છે કે દારૂબંધી કોઈ રીતે ગુજરાતના વિકાસમાં અવરોધ બની નથી.