CATEGORIES
Kategorier

શું હોય છે સેમિકન્ડક્ટર ચિપ્સ?
ઈલેક્ટ્રોનિક ડિવાઈસના મૅન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી ઈન્ડસ્ટ્રીઝ દરેક દેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર કરે છે

ડિજિટલ સર્વિસ ટૅક્સ ભારતની સાર્વભૌમિકતા સામે અમેરિકાનો પ્રહાર અને પડકાર
અમેરિકાની ડૉલરની દાદાગીરી તો એક યા બીજા પ્રકારે વરસોથી ચાલતી રહી છે, હવે ઈન્ટરનૅશનલ બિઝનેસમાં લાગુ થતા ટૅક્સ બાબતે અમેરિકાના દબાણથી એક એવો ડ્રાફ્ટ તૈયાર થયો છે કે જેમાં ટૅક્સનો મહત્તમ હિસ્સો અમેરિકાને જ ફાળે જાય અને બાકીનો ટુકડો બીજા વેપારી દેશો વચ્ચે વહેંચાય. અગાઉ આમાં માત્ર ડિજિટલ ટૅક્સેશનનો પ્રસ્તાવ હતો, હવે એમાં તમામ ગુડ્સ અને સર્વિસીસને પણ આવરી લેવાયાં છે. કોઈ પણ દેશ અમેરિકાને માલ અને સર્વિસીસની નિકાસ કરે ત્યારે ટૅક્સનો લાભ પણ મહદંશે એને મળે. આ એકતરફી વેપાર કરારને હજી માન્યતા મળી નથી, પણ કોઈ દેશ એનો જોરદાર વિરોધ પણ કરી શકતો નથી. શું છે આ ડ્રાફ્ટ અને ભારત પર એની શું અસર થાય? એ વિશે ઈન્ટરનૅશનલ ટૅક્સેશનના નિષ્ણાત રશ્મિન સંઘવી સાથે ‘ચિત્રલેખા’ની વાતચીતમાં ચોંકાવનારાં તારણ મળે છે.

ઓઝોનનું આ ઝેર દિલ્હીને ભરખી જશે?
જમીનની સપાટીથી આશરે ત્રણ કિલોમીટર ઊંચે ભેગા થતા ઓઝોન ગૅસનું પ્રમાણ દિલ્હીની આસપાસ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

સાવનમાં આંખનાં સ્વાદિષ્ટ વ્યંજન..
તરબોળ વીકએન્ડમાં થ્રિલનો સ્વાદઃ ‘બ્લાઈન્ડ’માં સોનમ કપૂર, ‘તરલા’માં હુમા કુરેશી.

ભવરા બડા શયતાન હય..
પીળા પગ ને કેસરી માથાવાળા એશિયન હોર્નેટ કેસરિયા કરવા તત્પર હોય છે.

ઘર કી સફાઈ સાથે ક્રોધ કી સફાઈ..
લિન્સી ક્રોમ્બી: નઠારા પતિ સાથેના ઝઘડા એવા તો ફળ્યા છે..

ગામલોકોનો શ્વાનપ્રેમ, વરસાદી માહોલમાં લાડુ જમાડ્યા..
શ્વાનો માટે ખાસ બન્યું લાડુનું ભોજન!

જરીને આર્ટમાં ફેરવનાર યે કૌન ચિત્રકાર હૈ..
વિપુલભાઈ જેપીવાલા: વિવિધ ચિત્રોમાં જરીનો ઉપયોગ. જો કે નરેન્દ્ર મોદીના પેન્ટિંગ પછી બહુ પ્રસિદ્ધિ મળી!

આ પ્લગ નર્સરી તે વળી શું છે?
ખેડૂત બીજનું વાવેતર કરે ત્યારે કેટલા અંશે રોપા ખીલશે એનું કોઈ ચોક્કસ માપ હોતું નથી. એને બદલે ખેડૂતને તૈયાર રોપા આપવામાં આવે તો બિયારણ નિષ્ફળ જવાનો ડર રહેતો નથી અને ખૂબ ટૂંકા સમયમાં રોપા પર પાક આવવા લાગે છે.

શું છે વર્ષાચક્રનું ચક્કર?
ક્લાઈમેટ ચેન્જનું પરિણામ હોય કે બીજાં કારણ, ચોમાસાની પૅટર્ન બદલાઈ રહી છે. એમાંય આ વખતે પહેલાં છેક ભૂમધ્ય સમુદ્રના માથે જામેલાં તોફાનને લીધે કમોસમી વરસાદ આવી પડ્યો, પછી વાવાઝોડા ‘બિપરજૉય’ને કારણે મેઘરાજાની સવારીનું મુહૂર્ત બગડ્યું અને એ પછી એકધારાં વરસેલાં પાણીએ હાલત કફોડી કરી નાખી.

બોલો, વરસાદનાં પાણીમાં સુગંધ હોય?
દક્ષિણ અમેરિકાના ચિલી દેશમાં આવેલું અત્તકામા છે દુનિયાનું સૌથી 'નપાણિયું’ રેગિસ્તાન તો, ફંગસ કે લાલ રેતીનાં તોફાનને લીધે આલ્પ્સના પહાડો ક્યારેક રાતો રંગ ધારણ કરી લે છે.

ચણ નહીં, પણ આખું વનઃ પક્ષીઓ બન્યાં ૪૫૦ વીઘાંના માલિક
મુક્તાનંદજી બાપુ: આ અભયારણ્યમાં કાળા માથાના માણસને પ્રવેશ નહીં મળે! અત્યારે પક્ષીઓને આકર્ષવા જુવાર-બાજરાનાં કૂંડાં સ્ટૅન્ડ પર રાખવામાં આવે છે.

લેસર ટેક્નોલૉજી લાવી છે ક્રાંતિ
પ્લાસ્ટિક સર્જ્યન ડૉ. દેવેશ મહેતાઃ અનેક પ્રકારની સારવારમાં કામ આવે છે લેસર.

ખેલો ગુજરાતઃ વાહ, સૌરાષ્ટ્રમાં બનશે ત્રણ નવાં ક્રિકેટ પૅવિલિયન
પોરબંદરના નવા ક્રિકેટ પૅવિલિયનનું ભૂમિપૂજનઃ હવે બીજા જિલ્લાઓનો પણ વારો છે.

ભણવાની મોસમ આવી..
લોકસાહિત્યનાં મોતી વીણી વીણીને ધરનારા ઝવેરચંદ મેઘાણીનું ઋણ કદી ફેડી શકાય નહીં

ટ્રિપલ એન્જિનની ટ્રેન કેટલું દોડશે?
પહેલાં ‘શિવસેના’ અને હવે શરદ પવારની ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ’... સત્તા રૂપી સર્જિકલ સ્ટ્રાઈકથી બે વર્ષમાં મહારાષ્ટ્રના બે મોટા પક્ષને તોડી ભાજપે લોકસભાની ચૂંટણી અગાઉ શું શું થવાનું છે એનો અણસાર આપી દીધો છે.

ભલું ઈચ્છતા હો તો હિંસાનો અતિરેક ટાળો..
પેરિસના તોફાનીઓએ સળગાવી દીધી અનેક બસ.

જસ્ટ, એક મિનિટ..
અહંકાર સક્રિય હોય છે ત્યાં પ્રેમનું અસ્તિત્વ હોતું નથી

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
એક તરફ સર્પો સ્નાન માટે ગયા, બીજી તરફ ગરુડ-વિનતા પોતાના નિવાસે ઊપડ્યાં અને ત્રીજી તરફ ઈન્દ્ર વીજળીવેગે આવીને અમૃતકુંભ લઈ ગયા. સ્નાન, જપ અને મંગલાની વિધિ પતાવીને પાછા ફરેલા સર્પોએ જોયું તો અમૃત ગાયબ!

આશીની ડબલ ટ્રબલ
કામવાળી બાઈ માંદી પડે એમાં તો ઘરમાં શુંનું શું થઈ જાય!

હીરા નગરી ફરતે શિક્ષણના આ પણ છે વિકલ્પ..
ટેક્સ્ટાઈલ અને ડાયમંડ સિટીની જેમ સુરત હવે દક્ષિણ ગુજરાતના મહત્ત્વના શૈક્ષણિક કેન્દ્ર તરીકે પણ કાઠું કાઢી રહ્યું છે. આવો, અહીંની કેટલીક યુનિવર્સિટી વિશે જાણીએ.

શું અને કેવીક છે આ વાઘા બોર્ડર?
પ્રસંગ, સ્થળ, કાળને અનુરૂપ વેશભૂષા હોવી જોઈએ એ વાત નવીનવાઈની નથી, પરંતુ હમણાં દિલ્હી નજીકની એક હાઉસિંગ સોસાયટીએ આ વિશેના નિયમ જાહેર કરીને ચર્ચા છેડી છે અને નિષ્ણાતો ક્યારે કેવા વાઘા પહેરવા એ વિશે ઝીણામાં ઝીણું કાંતી રહ્યા છે ત્યારે ડ્રેસ કોડનાં ભૂતકાળ-વર્તમાન ચકાસવા રસપ્રદ બની રહેશે.

સુંદરવનમાં વસે છે સેંકડો બ્યાઘ્ર બિધોબા
રૉયલ બેંગાલ ટાઈગરના ઘર તરીકે જાણીતા સુંદરવનના જંગલમાં એવી અનેક સ્ત્રી છે, જેમના પતિ વાઘનો શિકાર બન્યા છે. દુનિયામાં કોઈ એક પ્રાણીને કારણે આટલી સ્ત્રી વિધવા બની હોય એવું નોંધાયું નથી. વાત આ ‘ટાઈગર વિડોઝ’ની.

ડૉ. બેલા ગાંધી: આ ડોક્ટર જાણે છે એલર્જીની એબીસીડી
બાળરોગ ચિકિત્સક તરીકેની વીસ વર્ષની ધીકતી પ્રેક્ટિસમાંથી બ્રેક લઈને પુણેનાં આ ડૉક્ટર લંડનની યુનિવર્સિટીમાં નવું કંઈક ભણવા ગયાં. હવે એ અનેક દરદીને હઠીલી એલર્જીની ગંભીર અસરોમાંથી મુક્ત કરાવવા ઉપરાંત એલર્જી વિશે લોકજાગૃતિ પણ કરી રહ્યાં છે.

ટ્રાન્સપ્લાન્ટના આઘાતને ટાળવા આટલું કરો..
રોપા ખરીદવા નર્સરી કેવી પસંદ કરવી અને રોપા પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું એ જાણી લઈએ.

આ ગાંઠ ઝટ કેડૉ છૉડતી નથી!
અનેક મહિલાઓને સતાવતી ફાઈબ્રોઈડ્સની સમસ્યાના શું છે ઉકેલ?

આવી દુર્ઘટના પછી આપણે શું કરી શકીએ?
મોટા અકસ્માત કે પૂર અથવા તો વાવાઝોડા જેવી આફતમાં ખુવાર થઈ જતાં લોકોને જરૂર છે આપણા સધિયારાની.

લ્યો બોલો, આ સંશોધકોએ તો લંગોટમાંથી મકાન ઊભું કરી દીધું!
વપરાયેલાં ડાયપર્સને સાફ કરી-છીણી નાખી, એના ભૂકામાંથી સિમેન્ટ જેવું મટીરિયલ બનાવવાનો પ્રયોગ.

ભક્તોની ભાવના સાથે રમનારાની લંકા લાગી ગઈ..
આદિપુરુષ: ભૂષણ કુમારે હનુમાનજી માટે એક સીટ ખાલી રાખી, પણ પ્રેક્ષકોએ આખું થિયેટર ખાલી રાખ્યું.

નિવૃત્તિ પછીની જિંદગી માટે શું છે તમારા પ્લાન?
સરકાર ‘નૅશનલ પેન્શન સ્કીમ’ અને ‘અટલ પેન્શન યોજના’ને પ્રોત્સાહન આપી રહી છે અને તમને પણ એમાં રોકાણ કરવામાં રસ હોવો જોઈએ. શા માટે? એનાં કારણ સમજીએ.