CATEGORIES
Categories
ધોળે દિવસે આવ્યું અંધારું
દિલીપ જોશી: ખગોળને અંધશ્રદ્ધાથી નહીં, વિજ્ઞાનની દૃષ્ટિથી જુઓ. યોગ્ય ઉપકરણ વડે ગ્રહણનાં દર્શન કરવામાં કોઈ હાનિ નથી.
ઉલ્કાપિંડના ખતરા સામે રામબાણ ઈલાજ
પૃથ્વીના ગોળા પર ધસી આવતા ઉલ્કાપિંડ અથવા તો બીજા અવકાશી પદાર્થોને અધવચ્ચે આંતરીને અને તોડી પાડવાની ટેક્નોલાજી હવે અમેરિકાએ હસ્તગત કરી છે. જાણો, એ અમેરિકી મિશન વિશે.
ભાવનગર બંદર પાછા આવશે એ અચ્છે દિન?
દુનિયાના પ્રથમ સીએનજી ટર્મિનલ અને બ્રાઉન ફીલ્ડ પોર્ટનાં નિર્માણના શિલાન્યાસ સાથે ભાવનગરનો દરિયો એનો અગાઉનો ઠાઠ પાછો મેળવે એવી શક્યતા ઊભી થઈ છે.
કમાંગરી શૈલીઃ કચ્છથી દિલ્હી
હસમુખ મચ્છર: જમાનો ભલે બદલાય, કળા જીવતી રહે એ જરૂરી છે.
અવસર..
સાહિત્યકાર દિનકરભાઈ જોષીને ‘દર્શક પુરસ્કાર' પ્રાપ્ત થવાની ખુશાલીમાં ‘કાંદિવલી એજ્યુકેશન સોસાયટી' તરફથી એમનું જાહેર સમ્માન કરવામાં આવ્યું
આ કિશોર છે આત્મનિર્ભર..
તન્મય અગ્રવાલને ભણવા સાથે બનવું છે કચોરીકિંગ!
માસૂમ અરિહાનો છુટકારો ક્યારે?
જર્મનીમાં વિચિત્ર સંજોગ ને કાયદાની ચુંગાલમાં માતા-પિતાથી વિખૂટી પડી ગયેલી દોઢ વર્ષની ફૂલ શી કોમળ બાળકી અને એનાં માવતરની વીતકકથા..
બેધારી તલવાર જેવું મૂનલાઈટિંગ
નવથી પાંચની નોકરી ઉપરાંત રાત પડ્યે ચાંદો ઊગે ત્યારે કસદાર કમાણી કરાવી આપતી બીજી નોકરી કે બિઝનેસવાળી ઈતર પ્રવૃત્તિને મૂનલાઈટિંગ કરવું એમ કહે છે. સૉફ્ટવેર કે આઈટી કંપનીના ફુલ-ટાઈમ નોકરી કરતા આવા ડબલ સવારીવાળા સેંકડો કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે ત્યારે ફૂલીફાલી રહેલા કલ્ચર પર એક નજર.
પરીક્ષા થાય એ પહેલાં પરિણામ જાહેર થઈ ગયું છે!
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત ન માન્યા એટલે છેવટે કોંગ્રેસના પ્રમુખપદે ગાંધીપરિવારના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખરગે પસંદગી પામ્યા છે. એમની જીત નક્કી છે, પણ પક્ષને તારવાની એમની શક્તિ છે ખરી?
સ્ત્રી રક્તદાન કેમ ન કરી શકે?
અનેક હોનહાર વિદ્યાર્થિનીઓનાં જીવનનો લોહિયાળ અંત.
તબીબોની વૈશ્વિક સંસ્થાનું નેતૃત્વ કરશે એક ગુજરાતી ડૉક્ટર!
ડૉ. નિકોલસ તરફ થી પદવી-પદ સંભાળી લેતા ડો.મોદી
બેવડો જજિયો ને મહાજનની ફતેહ
એ અગ્રણીઓ રાજાને મળવા માટે પહોંચ્યા અને નમ્રતાપૂર્વક વાત કરી કે આપે લગાવેલા વેરાથી ધંધામાંથી રસકસ જતા રહ્યા છે
જસ્ટ, એક મિનિટ..
લાંબી મુસાફરી કરવાને કારણે મારા દેખાવમાં તને ફેરફાર જોવા મળે છે
દિલ કા ક્યા કસૂર?
સામાન્ય રીતે દિલ તૂટવાના કિસ્સા છોકરાઓમાં વધારે બને છે, કારણ કે એમનું દિલ હાલતાંચાલતાં ઉછાળા મારતું હોય છે
લાત ખાવાનું પુણ્ય ગધેડાનું કામ ગાયે કર્યું એ દેખાડવું કઈ રીતે?
બે-બે ગાયની લાતનું પુણ્ય? વાહ! તમે તો ધન્ય થઈ ગયા..
અનોખી ત્રિપુટી નિવૃત્ત થાય છે..
ધક્કો મારીને કોઈ કાઢે એના કરતાં ખેલદિલીપૂર્વક જાતે જ ખસી જનારા સફળ ખેલાડી બહુ ઓછા હોય છે
સિતમ્બરનો આખરી સિતમ..
ચૌલ-સામ્રાજ્યની ઐતિહાસિક પૃષ્ઠભૂવાળી ‘પીએસ-૧’ હિંદી સિનેમાના દર્શકોને રીઝવી શકશે?
પાણીના વાયદાનો વિચારઃ ડૂબશે કે તરી શકશે?
આપણે ભલે હમણાં આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી કરી હોય, પણ એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે આટલાં વરસેય દેશ પાણીની સમસ્યામાંથી બહાર આવવાને બદલે એમાં વધુ ડૂબતો રહ્યો છે. આવા તબક્કે કૉમોડિટી એક્સચેન્જ પર પાણીના વાયદા શરૂ કરવાના સરકારી સ્તરે આકાર પામી રહેલા વિચાર વિશે જાણી લો.
બ્લૅક બોર્ડનો ઝુરાપોઃ વાત એક વિદ્યાર્થી અને અધ્યાપકની
બ્લૅક બોર્ડ પરની સાહિત્યયાત્રા શરૂ થઈ મહેન્દ્રસિંહ પરમારથી.. પહોંચી તળાજા નજીક વિદ્યાર્થી વિશાલ ઇટાલિયાના ઘરે.
પુસ્તકોનો પાક લણે છે આ ખેડૂત!
ઉકાભાઈ વઘાસિયાઃ પુસ્તકપ્રેમથી મળી નવી ઓળખ.
તાપીના જંગલને આ રીતે લાગશે તાળું!
જંગલ ફરતે દીવાલ અને વરસાદી પાણી રોકવાના ખાડા જેવાં કામ થવાથી વ્યારા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઑફિસર આર.આઈ. કોસાડા કહે છે એમ, એક તીરે બે નિશાન સાધી શકાશે.
બોલો, ચા પીવા નીકળ્યાં અને દોડવીર બની ગયાં!
પ્રમાણમાં ઘણી મોટી ઉંમરે, એક વાર માત્ર મસ્તી ખાતર એમણે રેસમાં ભાગ લીધો, એમાં જીત્યાં અને લો, ત્યારથી એમને ચાનક ચડી.. પછીનાં દસ વર્ષમાં એ અનેક સ્પર્ધામાં જોડાયાં અને એમાં ઘણા મેડલ પણ મેળવ્યા. હવે એમની મંજિલ છે અમેરિકામાં યોજાનારી ‘આયર્નમૅન વર્લ્ડ ચૅમ્પિયનશિપ’. મળો, આ સ્પર્ધા માટે પસંદ થયેલાં દેશનાં પ્રથમ મહિલાને, જે છે સુરતનાં જાણીતાં તબીબ મીના વાંકાવાલા.
ડૉ. પ્રજ્ઞા ગિરડકર: વિદર્ભનાં લાડી ને આફ્રિકાના ચિત્તા..
સમાજવાદી આગેવાનની દીકરી બાળપણમાં માતા-પિતાની આંગળીએ જંગલમાં જતાં શીખી. વન્યપ્રાણી તથા વનવાસી સમાજનાં કલ્યાણની ભાવના એના હૃદયના ખૂણે ખૂણે ફરી વળી. ઉચ્ચ શિક્ષણ લઈને એ અધ્યાપિકા પણ થઈ ને વખત જતાં પહેલાં વાઘ અને પછી ચિત્તાના સંવર્ધનમાં જોડાઈ ગઈ. આફ્રિકાના ચિત્તાના ભારતવાસ પાછળ જેમનું મહત્ત્વનું યોગદાન છે એ માનુની સાથે ગોઠડી.
ઉંમર નામનું નડતર અતિક્રમી એમણે સર કર્યાં સિદ્ધિશિખર!
ચાલીસી વટાવ્યા બાદ દેશ-વિદેશનાં કપરાં ચઢાણ ચઢી સિદ્ધિ પ્રાપ્ત કરનારા મુંબઈના આ પર્વતારોહક માટે ઉંમર ફક્ત એક આંકડો છે. તાજેતરમાં સાઠ વર્ષ પૂર્ણ કરનારા જયેશ ચોક્સીનું હવે લક્ષ્ય છેઃ માઉન્ટ એવરેસ્ટ.
વ્યવસાયલક્ષી રોષ, અકળામણને કર્યાં પરાજિત..
સૌમિલભાઈ રિહર્સલથી માંડીને પરફોર્મન્સ સુધીનું બધું કામ સમયસર અને આયોજનબદ્ધ રીતે થાય એવો આગ્રહ સેવે. એમાં ક્યારેક કોઈક સહગાયક, વાદ્યકાર કે બૅકસ્ટેજ આર્ટિસ્ટ મોડા આવે કે અપેક્ષિત સહકાર ન આપે તો એને ઠપકો આપે
દુર્દશાનો ક્લોઝઅપ ઝડપી વ્યસનનું કર્યું પૅકઅપ
અરવિંદભાઈએ વિજય મેળવ્યો છે એમના શરાબસેવન પર
રોકકળને બદલે આદર્યાં નક્કર કાર્યો
હાઈ સ્કૂલમાં હતી ત્યારે એક દિવસ અબોલ જીવ પર થતી હિંસા જોઈ અને થથરી ઊઠી. તે દિવસથી નક્કી કર્યું કે માંસાહાર બંધ
તમાકુના વ્યસન પર કાયમ માટે કૂચડો ફેરવી દીધો..
પાઈપ પીવાની આદત મને એવી લાગી કે સવારે ઊઠું ત્યારથી તે રાતે સૂઈ જાઉં ત્યાં સુધી પાઈપ મારા મોંમાં હોય
મુશ્કિલેં ઈતની પડી કિ ખુદ આસાં હો ગઈ..
અસલામતી નામની બૂરાઈ પર મારા કૉન્ફિડન્સે, ઈશ્વર પરના મારા ભરોસા-શ્રદ્ધા થકી જીત મેળવી લીધી
અંગકસરતનો જાંબાઝ યુવા ખેલાડી.
ઓએનજીસી બરોડા હાઈ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન સ્પોર્ટ્સ ઍક્ટિવિટીના ભાગ રૂપે ધ્રુવે જિમ્નાસ્ટિક્સની શરૂઆત કરી