CATEGORIES
Categories
દિવાળી અવસરે શેફ આનલ કોટક સૂચવે છે.. મખાણા ચેવડો
૮-૧૦ મિનિટમાં તૈયાર થતો હેલ્ધી નાસ્તો
સાંભળો, એમના મનના ઢંઢેરા
ચૂંટણીમાં મનોરંજન કરાવવાનો જસપાલ ભટ્ટીનો વારસો જયકરણ લઠવાલ જેવા ‘નેતા’ઓએ જાળવી રાખ્યો છે.
થેન્ક પ્રભુ.. સિનેમાપ્રેમી-થિયેટરનો સેતુ સ્થપાઈ રહ્યો છે
રામ સેતુ-થેન્ક ગૉડઃ પ્રેક્ષકોની પસંદ કઈ? ભૂસ્તરશાસ્ત્રનાં રહસ્ય કે મૉડર્ન ચિત્રગુપ્ત?
ઈન્વેસ્ટમેન્ટમાં ઈસ્ટ કે વેસ્ટ.. ઈન્ડિયા ઈઝ ધ બેસ્ટ!
ચિત્રલેખા-બિરલા સન લાઈફ દ્વારા આયોજિત સેમિનારમાં ઈન્વેસ્ટમેન્ટ પ્રત્યે વધી રોકાણકારોની જાગરૂકતા..
વિવિધ દેશોનાં આર્થિક સંકટો વચ્ચે ભારત અડીખમ..
ભારતીય બજાર વૈશ્વિક કટોકટીના ગંભીર પડકારો વચ્ચે પણ પ્રોત્સાહજનક ટ્રેન્ડ દર્શાવી શક્યું છે. આ દાયકો અને વિક્રમ સંવતનું નવું વર્ષ ભારતીય અર્થતંત્રના વિકાસમાં પરિવર્તનની સકારાત્મક ભૂમિકા ભજવશે એવી ધારણા ચોક્કસ રાખી શકાય.
અજાયબ હાર્મોનિયમ મંદિરની સુરીલી જાત્રા..
અવનવાં દેશી-વિદેશી સંગીતવાદ્યોની ભરમાર વચ્ચે પણ સીધાસાદા હાર્મોનયમના મધુર સૂરોની લોકપ્રિયતા ઓસરી નથી. ત્યાં સુધી કે ગુજરાતના એક ભજનિકે કચ્છમાં આ વાજિંત્રનું સંગ્રહાલય સર્જી એને મંદિરનો દરજ્જો દીધો છે.
બોલો, તમારે કયા વડા પ્રધાન સાથે ફોટો લેવો છે?
તમારે પંડિત નેહરુનો સ્ટડી રૂમ જોવો હોય કે પછી મોરારજી દેસાઈ સાથે સંસદ ભવન બહાર ‘ચાલવું’ હોય, ઈન્દિરા ગાંધી અથવા તો અટલ બિહારી વાજપેયીનાં પ્રવચન સાંભળવાં હોય.. તો ચાલો, જઈએ થોડા મહિના અગાઉ નરેન્દ્ર મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું એ ‘પ્રધાન મંત્રી સંગ્રહાલય'ની મુલાકાતે. આ છે સ્વતંત્ર ભારતની સફળ લોકશાહીની સફરની મસ્તમજાની અનુભૂતિ કરાવતું સ્મૃતિ સંગ્રહસ્થાન.
મોચી એમ્બ્રોઈડરી વિષયક દળદાર ગ્રંથ ધ શૂમેકર'સ સ્ટિચ.. ગુજરાતી હસ્તકળાની એક ભૂલીબીસરી, પણ કલરફુલ કથા
કચ્છ-ધ્રાંગધ્રા અને જયપુર રાજઘરાણાંનાં રજવાડી કલેક્શન તથા પાશ્ચાત્ય મ્યુઝિયમોમાં સચવાયેલાં કલેક્શનનો દસ્તાવેજી ઈતિહાસ માંડતું આ પુસ્તક એ ચર્મકાર સમાજને અર્પણ કરવામાં આવેલો બસ્સોવીસ પૃષ્ઠનો પ્રેમાળ સમ્માનપત્ર છે.
આદિવાસીઓની વાકબારસ નહીં, વાઘબારસ જ..
દર વર્ષે દિવાળીના દિવસોમાં વ્હૉટ્સઍપ પર વાકબારસ કે વાઘબારસ એ વિશેના લાંબા લાંબા મેસેજ આવતા રહે છે. જો કે એક પ્રજા એવી છે, જે માને છે કે આ વાઘબારસ જ છે. આદિવાસીઓના આ તહેવારના તિહાસનાં પાનાં ખોલો તો આખેઆખી એક સંસ્કૃતિ જડી આવે, જ્યાં વાઘબારસ એ દિવાળી કરતાં પણ મોટો તહેવાર છે.
ગીરની નવી ઓળખ: સીદી આદિવાસીઓનું ધમાલ નૃત્ય..
ગીરના જાંબુર ગામમાં ૯૫ ટકાથી વધુ વસતિ સીદી આદિવાસીઓની છે. આ સમાજનું પ્રાચીન ધમાલ નૃત્ય હવે ગીરની એક ઓળખ અને આકર્ષણ બન્યું છે
દરરોજ સાવજનાં દર્શન થાય એટલે.. હે જી અમારે તો દિન દિન દિવાળી
દિવાળીના દિવસોમાં જ્યાં જવા ધસારો થાય છે એવા ગીરના નેસમાં વસતી તથા લોકસંસ્કૃતિને સાચવીને બેઠેલી પ્રજાનાં કેવાં હોય છે જીવન, કેવીક છે એમની પરંપરા, કેવી રીતે ઊજવે છે એ દિવાળી જેવા તહેવારો? હાલો, નૂતન વર્ષે ગાંડી ગીરના લોકો સાથે માણીએ તહેવારોની મોજ..
ધ્વનિ અને પ્રકાશના પર્વનું પ્રમુખ આકર્ષણઃ ફટાકડા
આબાલવૃદ્ધ સૌકોઈને આકર્ષતો ફટાકડામાંથી નીકળતો રંગબેરંગી પ્રકાશ દિવાળીના દિવસોને તેજસ્વી બનાવે છે. ભારતના ફાયરક્રૅકર કૅપિટલ શિવકાશીથી ગુજરાત સુધી વિસ્તરેલી ફટાકડા-આતશબાજીની છ હજાર કરોડ રૂપિયાની ઈન્ડસ્ટ્રીની ભોંયચકરી જેવી ગમતીલી ગાથા..
મહાકાલનો ઈતિહાસ
બાબા મહાકાલની ભસ્મ આરતીની પરંપરા પાછળની કથા-ઉપકથા ખરેખર વિસ્મયકારી છે.
મહાકાલ લોક: ભારતની ભવ્યતાનો નવો કાલખંડ
શંકરના સાંનિધ્યમાં સાધારણ કશું નથી. મહાકાલ લોકમાં લૌકિક કશું નથી, બધું અલૌકિક છે, અસાધારણ છે, અવિસ્મરણીય છે, વિશ્વસનીય છે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કથનને અનુભવવું હોય તો પ્રાચીન અતિકા નગરીના મહાકાલ મંદિરની મુલાકાત લેવી રહી. લગભગ સાડા ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે વિસ્તરણ પામેલા ઉજ્જૈનના ભવ્યાતિભવ્ય જ્યોતિર્લિંગ મંદિરના કાયાપલટની એક ઝલક.
મારી મરજી, તારી મરજી
પ્રકાશના પર્વમાં મનના અંધકારને ઓળખી સુખનાં અજવાળાં પામવાની એક ગુરુચાવી છે શુદ્ધ અંતઃકરણથી કુદરત આગળ સ્વીકારભાવઃ આ છે મારી નમ્ર અરજી. બાકી, જેવી તારી મરજી.
હસતાં રહીએ.. વિકસતાં રહીએ!
ખરેખર તો જીવનમાં જીતતાં નહીં, રમતાં શીખવાનું છે. તમે ઈચ્છિત લક્ષ્ય નજર સામે રાખો તો કુદરતી આકર્ષણનો નિયમ એ સફળતાને તમારી નજીક ખેંચી લાવશે. જો કે અમુક સફળતા એવી નવોઢા જેવી છે, જે દહેજમાં કૉલેસ્ટરોલ, સુગર અને પ્રેશર લઈને આવે છે.
સફળ સારવારનું સરનામું: દેવસ્ય હૉસ્પિટલ
જાણીતા યુરોલૉજિસ્ટ, એન્ડ્રોલૉજિસ્ટ અને કિડની સર્જન ડૉ. દિનેશ પટેલના અનુભવ અને દૂરંદેશી દૃષ્ટિથી ‘દેવસ્ય કિડની અને મલ્ટિ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ’ની ખ્યાતિ વિસ્તરી રહી છે.
પાકિસ્તાન મામલે બાઈડન બોલે છે કંઈ ને અમેરિકા કરે છે કંઈ..
બાઈડનઃ પાકિસ્તાન પર નજર રાખો.
સ્ત્રીની ના! પણ કાયદાની ના ક્યારે?
માણસ ફક્ત પરણેલો છે એટલે એને પોતાની મરજીએ પત્ની સાથે (પત્નીની અનિચ્છા હોય તો પણ) શરીરસુખ માણવાની છૂટ મળી જાય ખરી?
મોદીનો વિકલ્પ ઊભા કરવાનાં વલખાં..
કોરોના કાળની વરવી અસરમાંથી માંડ માંડ બહાર આવેલો દેશ આઝાદીના સુવર્ણ મહોત્સવ વર્ષમાં મોંઘવારીનો બમણો માર ઝીલી રહ્યો છે એ વચ્ચે રાજકીય મોરચે અનેક આગેવાનોએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાય તરીકે પોતાને પ્રસ્થાપિત કરવાનું શરૂ કર્યું છે.
મહારાષ્ટ્ર-રાજસ્થાનઃ વાત બે બગાવતની..
શિવસેના એ નામ અને એનું ધનુષ્ય-બાણનું ચૂંટણીપ્રતીક કોણ રાખે એ મુદ્દે ન્યાયતંત્ર કે ચૂંટણીપંચે અંતિમ નિર્ણય આપતાં અગાઉ લાંબી કાનૂની લડતના સાક્ષી બનવું પડશે
પ્રભાતનાં પુષ્પો
વૃક્ષો ટટ્ટાર ઊભાં રહે છે, મુશ્કેલીની સામે ઝઝૂમે છે, ટાઢ-તડકો વેઠે છે અને છતાં પણ એની જુવાની લીલીછમ રહે છે
મૂળથી મૂળ સુધીની યાત્રાનું નામ જ જિંદગી..
વીતેલા વર્ષનો થાક ઉતારવા નવું વર્ષ ઉત્સાહ, આશા અને રોમાંચ લઈને આવે છે. થાક લાગવાનાં કારણોની ખબર પડે તો થાક ઉતારવાનાં તારણો પણ સાંપડે.
સાચે બરકત છે..
ખરેખર તો અમે ત્રણે જણે ચોરીની યોજના બનાવી હતી: ચોર
જસ્ટ, એક મિનિટ..
પ્રભુ, તારી દયા અપાર છે. આજે મારાં બાળકો આ ફળ ખાઈને કેટલાં ખુશ થશે!
માય નેમ ઈઝ બૉન્ડ, ફિમેલ બૉન્ડ
જેનિફર કુલિજ: અપુન તો બૉન્ડ બનેગા.
સપાટો અમેરિકન સપેરાઓનો
બર્મીઝ પાઈથનઃ પકડો આ દૈત્યને.
તૂ ના થકેગા કભી.. તૂ ના રુકેગા કભી..
અબ તક બચ્ચન: ‘સાત હિંદુસ્તાની’થી ‘ગુડબાય’... પચાસ વર્ષની કારકિર્દીમાં અમિતાભ બચ્ચને સફળતાનાં સમીકરણ બદલી નાખ્યાં..
આખરે આવી રહ્યો છે ડિજિટલ રૂપિયો
આવતા માર્ચ મહિનાથી શરૂ થનારી પેમેન્ટ સુવિધા હશે વધુ સરળ-સલામત.
માના પટેલ – ઝીલ દેસાઈ: ગરવી ગુજરાતણો ખેલમાં પણ અગ્રસર છે, હોં!
હમણાં સંપન્ન થયેલા રાષ્ટ્રીય ખેલોત્સવમાં યજમાન ગુજરાતે અત્યાર સુધીના સર્વાધિક મેડલ જીતીને જે સપાટો બોલાવ્યો એમાં મહિલા ખેલાડીઓનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે. એમના ઉજ્વળ દેખાવ અનેક ગુજરાતી કન્યા માટે પ્રેરણારૂપ બન્યા છે.