CATEGORIES
Kategorier
એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?
આ એક ગંભીર માનસિક બીમારી છે... અને એ ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.
હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...
કિશોરાવસ્થામાં આવેલી દીકરીને નબળાઈ લાગવાનાં કારણ પણ જાણી લો.
એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી
ઍસિડ અટેકનો ભોગ બનેલી યુવતીઓની વેદના જાણીને ચંડીગઢનાં આ વકીલ-અધ્યાપિકાએ પોતાના પીએચ.ડી.ના મહાનિબંધ માટે આવા કિસ્સાનો અભ્યાસ જેવો વિચિત્ર વિષય પસંદ કર્યો અને હવે એના પીડિતોના પુનર્વસન માટે કામ કરે છે.
ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ
તેરાપંથી આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ નિમિત્તે ડાયમંડ અને ટેક્સ્ટાઈલ નગરી સુરત અત્યારે ધર્મ નગરીમાં પરિવર્તિત થઈ છે.
આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?
૧૩થી ૧૯મી સદીની શરૂઆત સુધી બ્રહ્મપુત્રા નદીની આસપાસ વિસ્તરેલા અહોમવંશના રાજવીઓના મૃતદેહનાં ‘માનપાન’ સાચવવા એમની માટે જમીન નીચે મોટા મકબરા બાંધી એના ઉપર ડુંગરી જેવું બનાવવામાં આવતું. ‘મૌઈદમ’ તરીકે ઓળખાતા આ સ્થાપત્યને હમણાં ‘યુનેસ્કો’એ વૈશ્વિક વિરાસત તરીકે દરજ્જો આપ્યો છે.
મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!
દીકરીઓ સાથે અત્યાચાર અને ગેરવર્તણૂક માટે બદનામ એવા હરિયાણાની શૂટરે ઑલિમ્પિક્સમાં મેળવ્યા બે મેડલ.
ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ
તેરાપંથી આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ નિમિત્તે ડાયમંડ અને ટેક્સ્ટાઈલ નગરી સુરત અત્યારે ધર્મ નગરીમાં પરિવર્તિત થઈ છે.
આપણો મોબાઈલપ્રેમ પર્યાવરણનું નખ્ખોદ વાળે છે!
ડિજિટલ પેમેન્ટથી માંડી ફિલ્મ જોવા આપણે સેલ ફોન વાપરીએ છીએ અને આપણો કમ્પ્યુટરનો ઉપયોગ પણ બહુ વધી રહ્યો છે. જો કે આનાથી કાગળનો ખપ ઓછો થયો અને એ કારણે પર્યાવરણને ઓછું નુકસાન થાય છે એમ માનતા હો તો તમે ભૂલ કરો છો. એક સ્માર્ટ ફોન બનાવવા પાછળ કઈ સામગ્રી કેટલી વપરાય એનો આપણને અંદાજ જ નથી.
રુદ્રાક્ષ એટલે ભોલેનાથનો શણગાર...
પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે ત્યારે એમના પ્રિય આભૂષણ એવા રુદ્રાક્ષની માગ વધી જાય છે. આ પાવન ફળની આસ્થાથી માંડીને જાણીએ એના અસલી-નકલીના કારોબારને.
લગ્નોની જાહોજલાલી અને લોકો શું કહેશે?ની ફિકર
ભારતમાં સરેરાશ દરેક લગ્ન પાછળ ૧૨.૫ લાખ રૂપિયા ખર્ચાય છે. એક સર્વે અનુસાર, ભારતમાં છોકરા-છોકરીને પરણાવતા પરિવારો એમણે નક્કી કરેલા બજેટ કરતાં ૬૦ પ્રતિશત વધુ ખર્ચ કરે છે. ૩0 ટકા પરિવારો ઉછીના પૈસાથી લગ્ન કરે છે અને ૨૦ પ્રતિશત લોકો ‘હાથ છુટ્ટો’ ન હોવાથી લગ્ન મુલતવી રાખે છે.
લોકો તો આમ મર્યા કરે, એમાં આપણે શું?
હવાની સરખી આવ-જા પણ ન હોય એવી જગ્યાએ અચાનક પાણી ભરાઈ જાય અને ત્રણ વિદ્યાર્થી જાન ગુમાવે... પ્રશ્ન એ છે કે આવી જગ્યામાં કોચિંગ ક્લાસ ચાલવા જ ન દેવાય એની ગતાગમ સરકારી અધિકારીઓને કેમ નહીં હોય?
જસ્ટ, એક મિનિટ...
ગમે એવો શુભ આશય હોય, પણ એને અમલમાં મૂકનારાની નિયત ખરાબ હોય તો એનાં અનિચ્છનીય અને નકારાત્મક પરિણામ આવતાં હોય છે.
રડવું છે જીવનનો હિસ્સો
મને લાગે છે કે તે સાચું રડ્યા’તા સવારે પથારીએ આંસુ પડ્યાં’તાં. - પાર્થસારથિ મગીઓ ‘સારથિ’
આવો હશે ખેલનો મહાકુંભ...
આ અંક તમારા હાથમાં આવશે ત્યારે પેરિસમાં ધ ગેમ્સ ઑફ ધ થર્ટી થર્ડ ઑલિમ્પિયાડ અર્થાત્ ૩૩મો ઑલિમ્પિક્સ રમતોત્સવ શરૂ થઈ ગયો હશે.
લો, WhatsAppમાં પણ થયો છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સૂર્યોદય...
રેડિયમ જેવા કલરથી ઝગમગતી રિંગ પર ક્લિક કરતાં જ તમારા પ્રશ્નોના જવાબ આપવા હવે હાજર થઈ જશે AI.
હું છું સાઉથ ગુજરાતનો સૌથી સુંદર ડોન
પ્રકૃતિએ અહીં ઠાંસીઠાંસીને સૌંદર્ય વેર્યું છે. સાપુતારા કરતાંય વધુ ઊંચાઈ અને ચારેકોર હરિયાળી. એની વચ્ચેથી તોફાની નદીની જેમ વહી જતા રસ્તા અને ડુંગરા વચાળે બે ધોધ. છોગામાં, આકાશદર્શન માટે આદર્શ વાતાવરણ... ચોમાસામાં અહીં દોડી આવતાં હવે તમને શું રોકે છે?
નોકરિયાત સ્ત્રી માટે લગ્ન કે બાળક મેં ગુનો છે?
પરિવાર અને વંશવેલો આગળ વધારવાની ‘જવાબદારી’ જેના માથે છે એ મહિલાના હાથ બાંધી દેવામાં આવે ત્યારે...
ચોમાસામાં તમારાં વાહનોની પણ બિયત સંભાળજો...
કાર હોય કે ટુ વ્હીલર, વરસાદનું પાણી એને કોઈ રીતે નુકસાન ન પહોંચાડે એનું ધ્યાન રાખવું જરૂરી છે.
સેવા, સાધના અને શિક્ષણનો સમન્વય
આમ એ શિક્ષક, પણ ખરેખર તો એ છે આજીવન વિદ્યાર્થી. કહો કે ભણવું અને ભણાવવું એમના રસના વિષય છે. અંગ્રેજી ઉપરાંત રેકી તથા યોગવિદ્યાના અભ્યાસ દ્વારા મેળવેલાં જ્ઞાનનો ઉપયોગ એ લોકોની સેવા માટે કરે છે.
બજેટ ૨૦૨૪-૨૫: બધા માટે થોડું થોડું...
આડેધડ લહાણી નહીં, પણ પગારદાર-મધ્યમ વર્ગ, મહિલાઓ, યુવાનો તથા ખેડૂતોનું દિલ જીતવાનો પ્રયાસ.
(બીજા) પરેશ રાવલ થવાનાં અરમાન
કન્ટેન્ટ ક્રિયેટર, અભિનેતા અને હવે, સ્ટેન્ડઅપ કૉમેડિયન. ફ્રેન્ડ અને ફૅમિલી સાથે માણી શકે એવા હાસ્ય સાથે સૌપ્રથમ વાર ગુજરાતની ટૂર કરી રહેલો વિરાજ ઘેલાણી ‘ચિત્રલેખા’ની ઑફિસની મુલાકાતે આવે છે ત્યારે થાય છે જલસા જ જલસા...
આ ઘા સોયથી ટળ્યો તો ખરો, પણ...
જગપ્રસિદ્ધ સૉફ્ટવેર કંપની ‘માઈક્રોસૉફ્ટ'ની સિસ્ટમમાં એક નાનીસરખી બેદરકારી થઈ અને વિશ્વનાં લાખ્ખો કમ્પ્યુટર થોડા સમય માટે નકામાં બની ગયાં. ‘આઈટી મેલ્ટડાઉન’ કે ‘ડિજિટલ પેન્ડેમિક’ તરીકે ઓળખાયેલી આ સમસ્યાથી ઍરપોર્ટથી લઈને બૅન્ક, સ્ટૉક એક્સચેન્જ, સુપર માર્કેટ, ટીવી નેટવર્ક સહિત અનેક વ્યાપારી પેઢીનાં કામકાજ સ્થગિત થયાં. આ ઘાત સોયની જેમ ટળી ગઈ, પણ ભવિષ્યમાં ટેક વર્લ્ડ શૂળીનો ઘા ભોગવવો પડે એવી ધ્રુજારીભરી શક્યતા હવે ભલભલી કૉર્પોરેશન્સ અને સરકારો સુદ્ધાંને સુખેથી સૂવા નહીં દે.
સૌરાષ્ટ્રનો ઘેડ પંથક દર વર્ષે બેટમાં કેમ ફેરવાય છે?
રાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ ભાગની દરિયાઈ પટ્ટી પર આવેલો ઘેડ વિસ્તાર વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતો હોવાથી વારંવાર વરસાદી પૂરની આપદાનો ભોગ બને છે. અહીંનાં ૧૦૦થી વધુ ગામોના લાખો લોકો છેલ્લા પાંચેક દાયકાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, છતાં કોઈ સરકાર એનું કાયમી નિરાકરણ લાવી શકી નથી. તાજેતરમાં અતિભારે વરસાદથી ફરી ઘેડનાં ગામો ટાપુમાં ફેરવાયાં ત્યારે આવો, આ પ્રશ્નનાં મૂળ અને સંભવિત નિરાકરણ વિશે જાણવું મહત્ત્વનું છે.
કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સુનીતા અવકાશમાં?
ભારતીય મૂળનાં અમેરિકન અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને એમના સાથી બુચ વિલ્મોર પોણા બે મહિનાથી અવકાશમાં ફસાયેલાં છે. ‘બોઈંગ’ કંપનીની જે ‘સ્ટારલાઈનર કૅપ્સ્યૂલ’માં એમણે ઉડાન ભરી એમાં યાંત્રિક ખામી સર્જાતાં એમની રિટર્ન જર્ની મોકૂફ રહી છે. આ સંજોગમાં એમણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે. જો કે અત્યારે તો બન્ને સ્પેસસ્ટેશનમાં જીવવિજ્ઞાનના પ્રયોગ કરી રહ્યાં છે.
આ કન્ડક્ટર ટિકિટ સાથે લાગણીની પણ આપ-લે કરે છે!
સવારે બરાબર સાત કલાકે નડિયાદથી સાળંગપુર જવા માટે એક એસટી બસ ઊપડે છે. બસમાં બેસતી વખતે જેમને એકબીજાનું નામ પણ ખબર હોતાં નથી એ મુસાફરો સાંજે જ્યારે સાળંગપુરથી પરત ફરે ત્યારે એક પરિવાર બની જાય છે. વાત છે ગુજરાતની એકમાત્ર ત્રિવેણીયાત્રા કરતી બસ અને એના કન્ડક્ટરની, જેણે ગુજરાત એસટીની સેવાની વ્યાખ્યા જ બદલી નાખી.
બાળકોની દુશ્મન બની આ ચાંદી...
ગુજરાતમાં ‘ચાંદીપુરા’ વાઈરસથી ૩૨ બાળક મોતને ભેટ્યાં. નાનકડી માખીથી ફેલાતા આ વિષાણુથી સાવધાન રહેવામાં જ સમજદારી છે.
મુકામ પોસ્ટ માણસ ભાવના અને ભાવુકતા
લાગણી સારી કે ખરાબ નથી હોતી, લાગણીસંબંધી આપણી પ્રતિક્રિયા સારી કે ખરાબ હોય છે. દરેક વ્યક્તિને ગુસ્સાનો, દુઃખનો, એકલતાનો, નિરાશાનો, ખુશીનો, સંતોષનો, આશાનો, ઈર્ષ્યાનો, ડરનો, પ્રેમનો સમાન રીતે અહેસાસ થતો હોય છે, પરંતુ દરેક વ્યક્તિની પ્રતિક્રિયા એક સમાન હોતી નથી.
કાવડયાત્રાનો વિવાદઃ કહીં પે નિગાહેં... કહીં પે નિશાના
ભાજપ નેતાગીરી સાથે હિસાબ સરભર કરવા યોગી આદિત્યનાથે કાવડયાત્રાના રસ્તે બેસતા લારી-ગલ્લાવાળાઓને એમનાં નામ લખવાનો આદેશ આપી કટ્ટર હિંદુઓને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે.
જસ્ટ, એક મિનિટ...
જે છીનવીને ખાય છે એ ક્યારેય ધરાતો નથી ને જે વહેંચીને ખાય છે એ કદી ભૂખે મરતો નથી.
બાબાની બહારમાં પાનખર આવશે?
એશ્વર્ય હોય તેથી ઈશ્વર નથી બનાતું હિરણ્યકશિપુથી બાળક નથી હણાતું. - પૃથા મહેતા સોની