CATEGORIES
Kategorier
દસ લાખ આપો...નીટમાં સફળ થાવ!
હવે ગેરરીતિમાં પણ ગૅરન્ટી? ચકચારી એક્ઝામ ફ્રૉડના ગોધરા કનેક્શને ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસને દોડતી કરી દીધી. અનેક ધરપકડો પછી હવે સીબીઆઈએ તપાસ સંભાળી છે.
નીટમાં ચીટ ટાળવા હવે કરો સર્જરી...
મેડિકલ-ડેન્ટલ કૉલેજમાં પ્રવેશ અપાવતી પરીક્ષાનાં પેપર ફાં, વિદ્યાર્થીઓને અણહક્કના ગ્રેસ માર્ક્સ અપાયા અને ખાસ તો અમુક પરીક્ષાર્થીની ઉત્તરવહી સાથે પણ ચેડાં થયાં. સરકાર અને તપાસ એજન્સીઓ હવે અચાનક જાગ્રત થઈ છે. અહીં સવાલ એ છે કે લાખ્ખો વિદ્યાર્થીનાં ભવિષ્યનો સવાલ હોય ત્યારે આગોતરી સાવચેતી કેમ રાખી ન શકાય?
પડદા પાછળ રહીને રમતો કૅપ્ટન
ગયા વર્ષે ઘરઆંગણે, અમદાવાદમાં એક લાખ કરતાં વધુ દર્શકોની હાજરીમાં વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ધોવાઈ ગયેલી ટીમની આબરૂ પુનઃ સ્થાપિત કરવાનું કામ લગીરે સહેલું નહોતું. જો કે રાહુલ દ્રવિડ જેનું નામ. ભૂતકાળના સારા-નરસા અનુભવોનો ભાર રાખ્યા વગર, ગમે એવી પરિસ્થિતિમાં મગજ પરનો કાબૂ ગુમાવ્યા વગર અને વિશેષ તો જરાય ગાજવીજ કર્યા વગર કોચ તરીકે એણે ટીમને ફરી બેઠી કરી અને લાંબા સમયથી ભારત જેનાથી વંચિત હતું એ ટી-૨૦ વર્લ્ડ કપ જિતાડી આપ્યો. એણે મેદાનમાં રમવા ઊતરવાનું નહોતું, ચાલ ચાલવાની રણનીતિ અજમાવવાની હતી.
આ અંધારિયો કમરો તમારી આંખ ખોલશે!
અંધજનોની વ્યથા સમજવી છે? ભારત માટે નવતર કહી શકાય એવા આશરે દાયકા અગાઉ શરૂ કરવામાં આવેલા ‘વિઝન-ઈન-ધ-ડાર્ક' પ્રોજેક્ટને હમણાં મ્યુઝિયમ તરીકેની ઓળખ મળી છે અને આ એક અભ્યાસનો-સંવેદનાનો વિષય બન્યો છે.
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.
હજુ કેટલા પરિવારો બરબાદ થશે?
કોઈ પણ કારણસર શાહુકારો પાસેથી પૈસા લીધા એટલે માણસ ખુવાર થઈ જાય એ નક્કી. લીધી હોય એના કરતાં વધુ રકમ પરત કર્યા પછી પણ આ શાહુકારોની ઉઘરાણી ચાલુ જ રહે. એમની સતામણીથી વાજ આવી લોકોએ જીવન ટૂંકાવ્યું હોવાના પણ કિસ્સા છે. રાજકોટમાં હમણાં પોલીસે વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે ઝુંબેશ શરૂ કરી, પણ...
લીડર જે આપણી અંદરનું બહેતર બહાર કાઢે, બદતર નહીં...
ચાહે પરિવાર હોય કે ઑફિસ, ચાહે સંગઠન હોય કે દેશ, માણસોએ વખતોવખત કામમાં આગેવાની લેવી પડતી હોય છે. લીડરશિપ એટલે તમારી સાથેના લોકોને એવાં કામ ઉત્સાહપૂર્વક કરવા માટે પ્રેરિત કરવા, જે કરવાની એમની ઈચ્છા ન હોય અથવા એમને ખચકાટ હોય.
કાયદા બદલાયા... લોકોની હાલત બદલાશે?
કાળને અતિક્રમી ગયા હોય એવા નિયમ-કાનૂનને તિલાંજલિ આપવી જ જોઈએ. જો કે એની અવેજીમાં જે કાયદા અમલમાં આવે એનાથી ન્યાય મળવો જોઈએ. આપણે ત્યાં તો કાયદો નઠારા માણસોને સજા અપાવવાને બદલે નિર્દોષ લોકોને ડરાવવા-રંજાડવાનું સાધન બની ગયો છે. બીજી બાજુ, આપણી અદાલતોની કેડ પણ વર્ષોના પડતર એવા લાખો કેસના ભારથી ઝૂકી ગઈ છે.
જસ્ટ, એક મિનિટ...
સ્વાર્થ નહીં, પણ પરમાર્થનું સ્થાન જ હંમેશાં ઊંચું હોય છે.
નોંધ લેવાયા વિનાની જિંદગી
હું સમેટાયો અને સદ્ગત થયો છેક ત્યારે એમની ચાહત થયો. – શૈલેશ પંડ્યા ‘નિઃશેષ’
બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા
આ વખતના અંદાજપત્રમાં આવકવેરાની રાહત વધે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કોને કેટલા લાભ મળશે અને કેટલા ફળશે એ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બનતો જાય છે. વડા પ્રધાન અને નાણાપ્રધાન બન્ને માટે આ બજેટ પડકાર છે. પ્રજાના વિશાળ નારાજ વર્ગનાં દિલ જીતવાની આ તકનો લાભ મોદી સરકાર કઈ રીતે ઉઠાવશે એ જોવાનું રસપ્રદ રહેશે.
સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંયોજન
૨૦૦૧ના ભૂકંપપીડિતોની યાદગીરી રૂપે ભૂજમાં બનેલાં સ્મારક અને સંગ્રહાલયને વૈશ્વિક ખ્યાતિ મળી છે. અર્થસભર નવતર ડિઝાઈન સાથે આ સ્મૃતિવન સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બન્યું છે.
સુરતનો કેરીગાળો માણ્યો છે તમે?
મૂળ સુરતીઓ આ સીઝનમાં દીકરી-જમાઈને ઘરે બોલાવીને કેરીનો રસ ખવડાવે છે. સાથે અન્ય વાનગીઓ પણ ખરી. આખો પરિવાર આ ભોજન માણે એવી ઈચ્છા પછી તો અહીં પરંપરા બની ગઈ.
સાઈકલ પે નિકલી અપની સવારીઃ વડોદરાની નિશા પહોંચશે લંડન
વૃક્ષોનું જતન કરવા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવા નિશા
પહેલું બાળક...આવી ચિંતા થવી સહજ છે!
ગર્ભની ફરતે પ્રવાહી ઓછું હોય તો મુશ્કેલી થઈ શકે?
મેનેજમેન્ટનો ક્લબ સમાસેવાની રાહ પર...
અનેક શૈક્ષણિક સિદ્ધિ, પ્રોફેસર તરીકેની અત્યંત સફળ કારકિર્દી તથા રોકેટની જેમ વધી રહેલા બિઝનેસનાં સંચાલન પછી મુંબઈનાં આ મહિલાને સમાજસેવાનું ઘેલું એવું તો લાગ્યું કે એમણે નબળા વર્ગના યુવાનોને યોગ્ય જૉબ સ્કિલ આપવાનું શરૂ કર્યું. આગળ જતાં ગ્રામીણ વિસ્તારોની જળસમસ્યા અને ખેતીના પ્રશ્નો ઉકેલ્યા તો સાથે વૃક્ષારોપણ ઝુંબેશ અને સ્ત્રીસશક્તિકરણ ક્ષેત્રે પણ પાયાનાં કામ કર્યાં.
ચોમાસામાં બોલબાલા વાતાવરણની ગુટલીઓનો વરતારો આપતી ઍપ્સની
કાનને ખુલ્લા રાખે એવા બોન કન્ડક્શન હેડફોન વસાવવાનું હવે ખાસ મોંઘું રહ્યું નથી.
૧૦૧ નૉટઆઉટ
૫૫ પેટન્ટ, ૨૯૦ સંશોધન પેપર, ૧૦ પુસ્તક અને અને... ઑર્ગેનિક કેમિસ્ટ્રી ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ જેમનું નામ આજેય આદરથી લેવામાં આવે છે એ ‘ભીષ્મ પિતામહ’ સુખદેવજી લાલા હજી હાર્યા નથી અને થાક્યા પણ નથી. દેશ-દુનિયાનાં અનેક શહેરોમાં ફરી વળેલા ‘લાલાજી’એ જીવનનાં પાછલાં વર્ષોમાં ભાવનગર સાથે ભાવસંબંધ બાંધી લીધો છે.
ડૉક્ટર સાહેબ, જરા જાત માટે પણ સમય કાઢો...
બીજાનાં જીવન બચાવવા સતત મથતા રહેતા ડૉક્ટરને રિલેક્સ થવાનો ટાઈમ ભાગ્યે જ મળે. એક તો વિદ્યાર્થીજીવન દરમિયાન એમણે ઘણું સ્ટ્રેસ ભોગવ્યું હોય અને કામે લાગ્યા પછી તો રોજ નવા પડકાર ઝીલવાના થાય. એક જુલાઈએ ડૉક્ટર્સ ડે છે એ નિમિત્તે ‘ચિત્રલેખા’એ ગુજરાત-મુંબઈના કેટલાક નામાંકિત તબીબો સાથે વાત કરીને એ એમની વ્યવસાયી પ્રવૃત્તિનો ભાર હળવો કરવા કહો કે થાક ઉતારવા-રિલેક્સ થવા માટે કેવું પ્લાનિંગ કરે છે તથા એનાં શું પરિણામ મળ્યાં એ પૂછ્યું. સાથે એમના અમુક શોખ વિશે પણ અવનવી વાતો જાણવા મળી.
દરવાજા વિનાનાં ઘરવાળું એક અનોખું ગામ
કોઈ પણ ગામની શેરી કે મહોલ્લામાં જઈને જોઈએ તો ઘરને સુરક્ષિત રાખવા માટે ડેલા કે લોખંડના દરવાજા જોવા મળે. શહેરોમાં તો હવે મોટા ભાગનાં મકાનમાં અને ઘરની બહાર પણ સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવે છે. આ સામે ગુજરાતમાં એક એવું અનોખું ગામ છે કે જ્યાં આખા ગામમાં કોઈ ઘરમાં દરવાજા કે ડેલાની આડશ જ નથી. અને છતાંય ગામમાં ક્યારેય ચોરીની ઘટના બની નથી. આવો, સૌરાષ્ટ્રના આ નાનાએવા સાતડા ગામની અજાયબી વિશે જાણીએ.
સંબંધ, સહવાસ અને સ્વાસ્થ્ય
કંકોતરીનો કાર્ડિયોગ્રામ ભારતમાં લગ્નની પ્રથા બહુ મજબૂત છે અને એની પારિવારિક વ્યવસ્થાની તંદુરસ્તીનું રહસ્ય એ જ છે. અમેરિકામાં પરિવારો તૂટી રહ્યા છે, કારણ કે ત્યાં લોકો એકલવાદી છે. આપણે સમૂહવાદી છીએ એટલે સંયુક્ત કુટુંબવ્યવસ્થા ટકી રહી છે.અમેરિકાના ડાહ્યા લોકો એટલે જ ભારત જેવા પૂર્વી દેશોની સામાજિક વ્યવસ્થાનાં ગુણગાન ગાઈ રહ્યા છે.
એંધાણ બહુ સારાં નથી!
નવી લોકસભાની શરૂઆત જ તોફાની થઈ છે. શપથ ગ્રહણ સત્રના પહેલા દિવસે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને એનો વરવો ઈતિહાસ યાદ કરાવ્યો તો વિપક્ષી સભ્યોએ વડા પ્રધાન પર ઉઘાડો અવિશ્વાસ વ્યક્ત કર્યો. કોઈ પણ હાલતમાં નમતું ન જોખવાની બન્ને તરફની ભૂમિકાથી તો સ્પીકરપદની ચૂંટણી નિમિત્તે જાગેલો ગજગ્રાહ ઔર વકરશે.
જસ્ટ, એક મિનિટ...
મોટા ભાગના અભ્યાસ કૃતજ્ઞતા અને વ્યક્તિની સુખાકારી વચ્ચે સંબંધ હોવાને અનુમોદન આપે છે.
જાત ગોરંભાય છે વરસાદમાં...
થોડા અલગ અંદાજનો કેવો નશો સાંનિધ્યનો ક્યાં જાય છે તું? બેસ પળ બે પળ હવે વરસાદમાં. - ભારતી ગડા
ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?
પાચનશક્તિ મંદ બનાવતી આ સીઝનમાં શું ખાવું-પીવું અને શું ન ખાવું-પીવું એ જાણી લો...
દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...
પૈડાં બરાબર દોડતાં રાખવાં હોય તો સ્ત્રી-પુરુષે સ્વસ્થ સંબંધ રાખતાં શીખવું જોઈએ.
જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...
વારાણસીમાં વસતી વડનગરા વિશા નાગર વણિકપરિવારની સુપર ટેલેન્ટેડ મા-દીકરીની આ જોડી અનુકરણીય છે. માતાએ કપરા સમયમાં હિંમત હાર્યા વિના આંગળાં ચટાડતી વાનગીઓ બનાવી, જ્યારે પુત્રીએ જન્મદાત્રીની પાકકળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું.
જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...
સંગીત હોય કે નૃત્ય કે ચિત્રકળા, શરીર પર એની યોગ્ય જેવી જ સકારાત્મક અસર થાય છે.
અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...
પાકિસ્તાન સાથેનાં દરેક યુદ્ધે ભારતની પ્રજાને કડવી યાદ આપી છે, પરંતુ ૧૯૬૫ના યુદ્ધમાં કચ્છનો ભૂ-ભાગ ગયો એ વેદનાનો જખમ ક્યારે રૂઝાશે?