CATEGORIES
Kategoriler
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...
આવજો, ભોલાભાઈ ગોલીબાર...
ભોલાભાઈ ગોલીબારઃ સામયિકમાં જાહેરાત સમૂળગી બંધ કરવાનું જોખમ લીધું.
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.
પ્રયાગરાજ મહાકુંભ-૨૦૨૫ પુણ્યની ડૂબકી લગાવવાનું રૂડું ટાણું
સમુદ્રમંથન વખતે અમૃતકુંભમાંથી જળબુંદ જ્યાં છલકાયું હતું એ પૌરાણિક તીર્થસ્થાન પ્રયાગરાજમાં જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભ મેળામાં સવા મહિના દરમિયાન પચ્ચીસ કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનું અનુમાન છે ત્યારે આધ્યાત્મિકતાની અલખ જગાવનારા આ મહાકુંભમાં મૉડર્ન ટેક્નોલૉજીનો સંગમ રચવાની પ્રશાસને તૈયારી કરી છે.
હવે અહીં થશે ઓશોનાં જીવન-કવન પર કાર્ય...
ભાવનગરની કૉલેજ બનશે આચાર્ય રજનીશના વિચાર પ્રસારનું કેન્દ્ર.
જીવનની સમી સાંજે સંબંધ વિખેરાય ત્યારે...
મોટી ઉંમરે લેવાતા છૂટાછેડામાં પુખ્ત વયનાં સંતાનોની ભૂમિકા કેવી હોય છે?
ઢળતી ઉંમરે તૂટતાં લગ્ન...
લગ્નનાં ૨૫-૩૦ ને ક્યારેક ૩૫-૩૭ વર્ષ સુધી એકબીજાને સાથ આપ્યો હોય અને પછી દંપતી છૂટાછેડા લે એ સંબંધવિચ્છેદને ‘ગ્રે ડિવોર્સ’ કહે છે. કોઈ વળી એને ‘સિલ્વર સ્પ્લિટર્સ’ અથવા ‘ડાયમંડ ડિવોર્સ’ પણ કહે છે. વર્ષો અગાઉની એક ફિલ્મનું ગીત હતું, જેમાં હીરો એની પ્રેમિકાને પૂછે છેઃ ‘હમ જબ હોંગે સાઠ સાલ કે ઔર તુમ હોંગી પચપન કી, બોલો પ્રીત નિભાઓગી ના તબ ભી અપને બચપન કી?’ હવે એ જમાનો રહ્યો નથી. સાઠ-પાંસઠ કે પંચોતેરની ઉંમરે સુદ્ધાં પતિ-પત્ની એકમેકથી જુદાં થવાનો નિર્ણય લે છે. કેવાં કેવાં હોય છે કારણ આ પ્રકારના છૂટાછેડાનાં? કેમ વધી રહ્યા છે એવા કિસ્સા?
વાંચે તે વધે...જ્ઞાનમાં અને ઉંમરમાં પણ!
પ્રિય પુસ્તક વાંચવાથી તણાવ દૂર થાય છે, કારણ કે પુસ્તકો વ્યક્તિના તણાવ હોર્મોન ‘કોર્ટિસોલ’ના સ્તરને ઘટાડે છે. ઊંઘની સમસ્યા પણ પુસ્તકોથી દૂર થાય છે. મોડી રાત્રે ટીવી જોવું, આંખોને મોબાઈલ સ્ક્રીન પર ચોંટાડી રાખવી કે કમ્પ્યુટર પર સર્ફિંગ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે, પરંતુ રાત્રે સૂતાં પહેલાં પુસ્તક વાંચવાની આદત તમને સારી ઊંઘ આપી શકે છે.
આ ઘરો બાંધનારાનાં ઘર કોણ તોડશે?
‘કાયદો આંધળો છે’ એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પણ જે લોકો પર કાયદાના અમલની જવાબદારી હોય એ જ કાનૂનનું છડેચોક ઉલ્લંઘન કરે અને એનું પાપ બીજા કોઈએ ભોગવવાનું આવે ત્યારે સામાન્ય માણસ અદાલત પાસે ન્યાયની અપેક્ષા રાખે, પણ...
જસ્ટ, એક મિનિટ...
વિપરીત સ્થિતિનો સામનો કરી રહ્યા હોઈએ ત્યારે એમાં સુધારો કરવા માટે સૌપ્રથમ તો પોતાની જાતથી શરૂઆત કરવી જોઈએ.
ક્ષણ નાની, ક્ષણ મોટી
ક્ષણ ફક્ત ક્ષણમાં વીતી જાય, એવું બનવાનું ક્યાંક એવું બને, ક્ષણમાં વિતાવાય નહીં.
જલસાઘર
...તો આર.કે. સ્ટુડિયો ક્યારે બન્યો હોત? કેવીક ઉજવણી થતી આર.કે.માં બર્થડેની?