CATEGORIES
Kategoriler
પ્રવાસી તસવીરકાર સંતોષ નિમ્બાલકર
અહીં આદિવાસીઓ જંગલમાંથી જે કંઈ લાવે છે તે એકદમ પ્રાકૃતિક હોય છે. જો આપણે તેમને સાટામાં વધુ પૈસા આપીએ તો તેઓ તે પણ સ્વીકારતા નથી
દિલ બાગ બાગ કરી દે એવી નગરી બાગેશ્વરના સૌંદર્યને માણવા ચાલો
નદીના વહેણ અને પર્વતોની હૂંફમાં સદીઓથી સતત જીવંત રહેલું આ બાગેશ્વર એક જમાનામાં તિબેટ અને કુમાઉ વચ્ચેનું વ્યસ્ત વેપારી કેન્દ્ર હતું. અહીં ઇન્ડો-તિબેટન સરહદ પર રહેતી ભોટિયા પ્રજા, તિબેટન વસ્તુઓના વિનિમયમાં બાગેશ્વરી બિછાત, જાજમ અને ગાલીચાની અદલાબદલી કરતી પરંતુ ઇન્ડો-ચાઇના વૉર પછી આ વેપારવિનિમય બંધ થયા
બી ટ્રાવેલ કિંગ - ડુ બેકપેકિંગ
ઇટાલીમાં ખ્રિસ્તના ૩૪૦૦થી ૩૧૦૦ વર્ષ પહેલાંનું એક રકસેક શોધાયું હતું, જે તામ્રયુગના એક આઇસમેને પ્રાણીના રૂંછાદાર ચામડા વડે બનાવેલું હતું. જોકે ઘણા તેને થેલો ગણવા તૈયાર નથી
અતિક હત્યાકાંડમાં મીડિયાનું આત્માવલોકન જરૂરી
એ ઉત્તર પ્રદેશની ગેંગવૉરનું પરિણામ પણ હોઈ શકે અથવા તેની પાછળ રાજકારણનાં મોટાં માથાં હોઈ શકે
રાષ્ટ્રીય રાજકારણમાં નવાજૂની થવાના સંકેત
મુકુલ રોય ભાજપમાં જોડાય કે ન જોડાય, પ રંતુ તેમની દિલ્હીની મુલાકાત ચર્ચાસ્પદ બને તેમાં નવાઈ નથી
અતિક-અશરફ હત્યાકાંડ સંપૂર્ણ સત્ય બહાર આવે તે જરૂરી
અદાલતની બહાર આ રીતે કોઈને ન્યાય તોળવાની તક કે અધિકાર આપી શકાય નહીં. એટલે આવા કૃત્યને કોઈ રીતે વાજબી ઠરાવવાનું યોગ્ય નહીં ગણાય. મીડિયાના લોકોની સામે લાઇવ કૅમેરા દરમિયાન થયેલા હત્યાકાંડમાં પોલીસની નિષ્ક્રિયતા કે પોલીસના તત્કાલ પ્રતિસાદના અભાવની ટીકા થાય છે
પચમઢી અલૌકિક અને અદ્ભુત નજારાઓથી ભરેલું હિલ સ્ટેશન
સમુદ્ર સપાટીથી ૧૦૦૦ મીટરની ઉંચાઈ પર આવેલું પચમઢી પુરાતત્વીય ખજાનાનું એક અનુકરણીય ઉદાહરણ છે. આ વિસ્તાર કેન્ટોનમેન્ટ બોર્ડ હેઠળ આવે છે. સતપુડા જંગલ વિસ્તારની આસપાસ વિકસિત પચમઢીએ પ્રવાસીઓ માટે કુદરતી, મનોરંજક અને રોમાંચક પ્રવૃત્તિઓથી પણ ભરપૂર છે
છટણી: ‘મારી નોકરી એ જ મારો સંદેશ'
જેનું આપણે અન્ન ખાધું હોય એને પ્રમોશન જેવો વધારાનો ખર્ચ નહીં કરાવવો અને બની શકે એટલો આર્થિક ફાયદો કરાવવો એ જ મારો કર્મયોગ અને એ જ મારો કર્મમંત્ર
નરનારાયણદેવ મહોત્સવ ભુજમાં ગાયોનો મહિમા વધારશે
ભુજમાં નરનારાયણદેવની મૂર્તિની સ્થાપનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં યોજાનારા મહોત્સવમાં ગૌ મહિમા દર્શનના પ્રદર્શનમાં સામાન્ય લોકો દેશી ગાયનું મહત્ત્વ સમજે, તેને પાળવા તૈયાર થાય તે માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરાયો છે. ગાયની ઉત્પાદકતા માત્ર તેના દૂધ આધારિત ન રહેતાં ગોબર અને ગૌમૂત્રને વધુ મૂલ્યવાન બનાવીને ગૌપાલન વધુ પોષણક્ષમ બને તે માટે વિવિધ પ્રદર્શનો, ફિલ્મો, કઠપૂતળીના શૉ, સાચા ખેતીના મૉડેલ વગેરે થકી સમજણ અપાશે. પ્રદર્શનમાં કિચન ગાર્ડન કેવી રીતે કરી શકાય તે પણ સમજાવાશે.
સૌને પરેશાન કરતો કંટાળો કઈ બલા છે?
મનોવિજ્ઞાન કહે છે કે, કંટાળાને રંગી નાખો સંગીતમાં. એક શબ્દ છે ‘રાગ’. રાગ એટલે પોતાના મનને કોઈ વાત કે કોઈ રસમાં રંગવી. મનોરંજન શબ્દનો પણ આ જ અર્થ છે
સુંદરવનમાં ખેડાણ કર્યા વિના ખારી જમીનમાં સુવર્ણ પાક!
સુંદરવનના બાલી, સતજેલિયા, છોટા મોલાખાલી, ચાંદીપુર, ગોસાબા, જતીરામપુરમાં મોટા ભાગની જમીન ઘણાં વર્ષો સુધી ફક્ત એક પાકવાળી હતી. હવે તેઓ ત્રણ પાક આપે છે
ગાય અને નોકરી બે લટકતાં ભવિષ્ય!
‘અભિયાન'માં પહેલાં પણ આ ચર્ચા પ્રગટ થઈ હતી કે જે ગાયો દૂધ આપતી બંધ થઈ જાય છે તે બાંગ્લાદેશમાં ઘુસાડી દેવાનું ષડ્યંત્ર અચૂક કામ કરે છે
ઊજળાં સપનાં દેખાડતા શહેરની અંધારી બાજુ
મુંબઈ ભારતનું કોમર્શિયલ કેપિટલ છે. વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અહીં આવેલી છે. ૨.૫ કરોડની વસતિ સાથે મુંબઈની ગણના વિશ્વનાં પાંચ સૌથી મોટાં શહેરોમાં થાય છે
એલિયન સ્મગલિંગ
જો તમારી પાસે પૈસા હોય તો અમેરિકાના ‘ઇબી-૫ પ્રોગ્રામ’ હેઠળ ત્યાંની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં રોકાણ કરો 'ને કાયદેસર ૩-૪ વર્ષની અંદર ગ્રીનકાર્ડ મેળવો
સામાન્ય કલાકાર અલ્લુ અર્જુન સ્ટાર કઈ રીતે બન્યો?
અલ્લુ અર્જુન ઇન્ડસ્ટ્રીમાં આવ્યો, પણ પહેલી જ ફિલ્મમાં તેના દેખાવ અને અભિનયની ઘણી ટીકા કરવામાં આવી હતી
વાર્તા સાંભળ્યા પહેલાં જ પ્રિયંકાએ હા કઈ રીતે પાડી?
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ પોતાના સાથે બોલિવૂડમાં થયેલા ખરાબ વર્તનની વાત કરી
સાડી, બંગડી, નેલપોલિશવાળા ‘પુષ્પા’ પાછળનું કારણ શું છે?
દક્ષિણ ભારતીય ફિલ્મો મોટે આ નવી વાત નથી. કન્નડ ‘કાંતારા' હોય કે તાજેતરમાં આવેલી તેલુગુ ‘દસેરા’: ભારતીય સંસ્કૃતિ કે લોક ઉત્સવ કે ધાર્મિક પરંપરાના સંદર્ભો તેઓ બખૂબી ગૂંથી લેતાં હોય છે. ‘પુષ્પા’ના ડિરેક્ટર સુકુમાર તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં રુટેડ ડિરેક્ટર્સ પૈકી એક છે. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ‘પુષ્પા-૨’ના પોસ્ટર અને અનાઉન્સમૅન્ટ ટ્રેલરે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. તે વિશે થોડી વાત..
છતરડીઃ આપણી સ્મરણ-સંહિતાનું એક ઐતિહાસિક પાનું
આ છત્રી, છતરડી કે છતેડી ભારતનાં કેટલાંક રાજ્યોનાં સ્મારકો અને સ્થાપત્યોમાં ચાર-પાંચ સદીઓનો ઇતિહાસ સાચવીને અડીખમ ઊભી છે. ઋતુઓની થપાટો, ધરતીકંપના આંચકા, સત્તા પલટાના ઉતાર-ચડાવ અને સંભાળનો અભાવ ઝીલતી આ છત્રીઓ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત કે પાંચાલ પ્રદેશનાં અંતરિયાળ ગામોના વેરાન અને રુક્ષ દૃશ્ય ફલકમાં આજે પણ કોઈનું સ્મરણ અને મરણ સાચવીને જીવે છે. આ છતરડીઓ ગુજરાતનો સ્થાપત્ય વારસો છે
સુરતમાં ૧૬ પ્રાંતની ૧૫ હજાર મહિલાઓએ કર્યું વિભિન્ન સાડીઓમાં વોકાથોન
સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા મહિલાઓ માટે ‘સુરત સાડી વૉકાથોન‘નું આયોજન થયું
ચાલીસી પછી મહિલાઓએ સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવાની જરૂર છે
સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની બીમારી થવામાં ઉંમરને કોઈ બાધ હોતો નથી. ઘણી વખત નાની ઉંમરે પણ મોટી બીમારી થાય છે, જ્યારે એમ પણ બને કે ઢળતી ઉંમરે ન થવાની બીમારી થઈ જાય. આપણે વાત કરવી છે મહિલાઓની, જે ચાલીસી (૪૦ વર્ષ) વટાવ્યા પછી અમુક બીમારીનો ભોગ બને છે.
ડો. આંબેડકરને દેશ ફરી ગુલામ ન થાય તેની ચિંતા હતી
ડો. બાબાસાહેબે એવું પણ પ્રતિપાદન કર્યું કે, શૂદ્રો ક્ષત્રિય વર્ણના હતા. ક્ષત્રિય વર્ણના શૂદ્રોનો સમાજ એટલો મહત્ત્વનો હતો કે અનેક નામી અને સમર્થ રાજાઓમાં શૂદ્ર રાજાઓનો સમાવેશ થતો
ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની ખાસ મુલાકાતશિવ શક્તિ અને ભીમ શક્તિ સાથે મળીને સત્તાધારીનો સામનો કરે
૧૪મી એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ સમગ્ર દેશમાં આંબેડકર જયંતી તરીકે ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. બૌદ્ધોની સાથે રાજકીય આગેવાનો અને ડૉ. આંબેડકરના વિચારોથી પ્રેરિત અન્ય સમાજ અને ધર્મના લોકો ડૉ. બાબાસાહેબ અને ગૌતમ બુદ્ધની પ્રતિમાઓને વંદન કરીને જયંતીના તમામ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેથી આંબેડકર જયંતી માત્ર દલિત વર્ગની નહિ, પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં ડૉ.આંબેડકરના વિચારોથી પ્રેરિત અનેક દેશવાસીઓની છે. આ જન્મજયંતી નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર ઍડવોકેટ પ્રકાશ આંબેડકર સાથે ‘અભિયાને’ મુલાકાત કરી. મુંબઈના દાદરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિવાસસ્થાન રાજગૃહ ખાતે તેમની સાથે થયેલી વાતચીત અહીં પ્રસ્તુત છે.
ગેહલોત સરકાર સામે સચિન પાયલટનો જંગ
કોંગ્રેસના રાજસ્થાનના પ્રભારી સુખવિંદરસિંહ રંધાવા પણ જયપુર પહોંચી ગયા
ઇ-જગતનો અલ્ગોરિધમ નામે ઈશ્વર
અલ્ગોરિધમની પાયાની સમજ મેળવવી સરળ છે. મૂળે તો એ મશીન જ છે, જેને અમુક નિયમો સમજાવી દેવામાં આવેલા છે અને એણે એના આધારે જ કામ કરવાનું રહે છે
રાજકીય મનોભાર રોગી બનાવી શકે
પોલિટિકલ સ્ટ્રેસનું હંમેશાં એક સક્રિય વલણ રહ્યું છે - અંગત ક્ષેત્રને સંકોચી ’ને જાહેર જનતાના માથે ચોંટાડી દેવાનું
ગુલામ નબી આઝાદના પુસ્તકમાં કોંગ્રેસ વિશે શું કહેવાયું છે?
આઝાદ લખે છે કે તેમની મૂંઝવણ એ હતી કે આમાંના કોઈ રાજકારણીએ વાસ્તવમાં પક્ષનું કામ કર્યું ન હતું
આખરે સાવરકર મુદ્દે મૌન પાળવાનું નક્કી થયું
કોંગ્રેસ હંમેશાં હિન્દુત્વવિરોધી રહી છે
સુરતની અદાલતના ચુકાદા સામે અપીલમાં મોડું શા માટે થયું?
તેઓ ગુજરાતી ચુકાદાના અંગ્રેજી અનુવાદની રાહ જોઈ રહ્યા હતા
સફળતાની સંજીવનીઃ ફાર્મા ક્ષેત્રમાં ગુજરાતને ગૌરવ આપનાર એપ્ટ્સના એમ.ડી. તેજસ હાથી
આ ચાર અમૂલ્ય માપદંડોને વળગીને વર્ષ ૨૦૧૧માં એસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને જન્મ આપનાર તેજસ હાથીનો સંઘર્ષકાળ પણ દવાની જેમ કડવો અને આકરો રહ્યો છે
ભૂતકાળમાંથી બોધ લઈને વાઘનો વર્તમાન સુધાર્યો, પણ ભાવિનું શું?
૧૯મી સદીની શરૂઆતમાં ભારતમાં વાઘની વસતિ ૪૦ હજાર હતી, પણ સતત ચાલી રહેલી શિકારી પ્રવૃત્તિને કારણે ૨૦મી સદીના ૭૦ના દાયકામાં માત્ર આ વસતિ ૧૮૦૦ સુધીના આંકડે આવી ત્યારે તેના નામશેષ થવાના ભણકારા લાગવા માંડેલા. ઊંઘતી ઝડપાયેલી તત્કાલીન સરકારે છેવટે પ્રોજેક્ટ ટાઇગર નામની વાઘ બચાવ ઝુંબેશ હાથ ધરી. પાંચ દાયકામાં એનાં સારાં ફળ મળ્યાં. આમ છતાં વર્તમાન પરિસ્થિતિ જોતાં વાઘનું ભાવિ કેવું હશે એ વિશે હજી નિષ્ણાતો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.