CATEGORIES
Kategorien
નાલંદાની બેઠક પર નીતિશ કુમાર સામે અક્ષરા?
જનતા દળ (યુ) છોડી ભાજપમાં આવી ગયેલા આરસીપી સિંહને ભાજપના ઉમેદવાર બનાવવાની ચર્ચા પણ છે
અકાલી દળ એનડીએમાં જોડાશે?
ભાજપની કૃષિ નીતિને કારણે પંજાબમાં અકાલી દળનો પરંપરાગત જનાધાર ધોવાઈ ગયો છે
ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો કેવો આકાર લેશે?
જી-૨૦ના અધ્યક્ષપદના કારણે ભારતની જે તાકાત વધી છે, તેને ચીન નજરઅંદાજ કરી શકે તેમ નથી. ભારત હવે વિશ્વના દક્ષિણના દેશો વચ્ચે એક મહાશક્તિ તરીકે ઊભરી ચૂક્યું છે
યોગ એટલે શું? યોગનાં ભિન્ન-ભિન્ન અર્થ અને વ્યાખ્યા
આયુર્વેદનો પાયો જેના પર છે તે સાંખ્યદર્શનની જગતને ભેટ આપનારા ’ને શ્રી વિષ્ણુના અવતાર ગણાતાં શ્રી કપિલ મુનિએ પ્રકૃતિ ’ને પુરુષ એમ બે ભાગમાં જેને વિજ્ઞાન એનર્જી’ને મેટર કહે છે તેને વહેંચ્યા છે
બોલિવૂડના સ્ટાર્સનું પ્રમોશન અને રમી જેવી રમતો દ્વારા યુવાધનનું પતન
પ્રસિદ્ધ મન્નત બંગલાની બહાર શનિવાર, ૨૬ ઑગસ્ટના રોજ પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. તેઓએ શાહરુખને કહ્યું કે, ‘મહારાજા, હોશમાં આવો’. ઓનલાઇન જુગાર રમવા માટે યુવાનોને પાનો ચડાવતી, બહેકાવતી શાહરુખની જાહેરખબર પોતે જ એક વ્યંગ બની જાય છે
ચંદ્રયાન-૩નું પેલૉડ શેપ બ્રહ્માંડમાં જીવસૃષ્ટિની શોધ કરશે
ચંદ્રયાન-૩ મિશનમાં જે મહત્ત્વના સંશોધનની ચર્ચા ખૂબ જ ઓછી થઈ છે તેની વિગતે વાતો ડેટા આપણી પાસે આવી ગયા પછી આ જ પ્રકારના સાધનથી આપણે ભૂતકાળમાં કરેલા સંશોધનમાંથી બ્રહ્માંડમાં અન્ય સૂર્યમાળાના ગ્રહોને ભવિષ્યમાં સ્કેન કરીશું
- અને હવે સ્પેસ ઇકોનોમીની બૂમ
ભારતે ત્રીજા જ પ્રયાસમાં ત્યાં ઉતરાણ કરીને બતાવ્યું. સસલાની ગતિએ નહીં, પરંતુ કાચબાની ઝડપથી એક એક ડગલું વિચારીને ભરતાં ભરતાં આ કામિયાબી હાથ લાગી
ચંદ્રયાન-૩નું બજેટ ૬૫૦ કરોડ કઈ રીતે? એ રહસ્ય જ રહેશે!
જ્યારે સસ્પેન્સ ખૂલ્યું ત્યારે મહાસત્તા ચોંકી ઊઠી કે પાણી શોધવાનો આ વિચાર અમને કેમ ન આવ્યો? હવે એ બધી મહાસત્તાઓએ ભારત સાથે કોલોબ્રેશન કરવા હાથ લંબાવ્યો છે ઇસરોના ચૅરમૅન ડૉ. સોમનાથે કહેલી એક વાત ધ્યાનમાં લીધી નથી. તેમણે કહ્યું હતું, દુનિયાના બધા દેશો જાણવા માટે ઉત્સુક છે કે આ બધું આટલું સસ્તું આપણે કેવી રીતે કરી શકીએ?
ચંદ્રયાન-૩: મહિલા વિજ્ઞાનીઓની અમૂલ્ય ભેટ સાથે જ વિચારવંત સંદેશ
વર્ષ ૨૦૨૨માં એક મહિલા વિજ્ઞાનીનું સ્ટેટમૅન્ટ ખૂબ વાયરલ થયું હતું. તેમનું નિવેદન હતું - બની શકે આવનારા દિવસોમાં મીટિંગો અવકાશમાં પણ યોજાઈ શકે
માંધાતા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ
માંધાતા પર્વતની ખડકાળ ભૂમિ પર સ્થિત આ મંદિરમાં પંચમુખી ગણેશની મૂર્તિ ઉપરાંત મા પાર્વતીની મૂર્તિ પણ છે. આવા પહેલા માળ પછી બીજા માળે મહાકાલેશ્વર લિંગના, ત્રીજા માળે સિદ્ધેશ્વર લિંગના અને ચોથા અને પાંચમા માળે અનુક્રમે ગુપ્તેશ્વર અને ધ્વજેશ્વર લિંગનાં દર્શન થાય છે
આકાશમાંથી વરસ્યો વનસ્પતિનાં બીજનો વરસાદ
કચ્છના જંગલોના દુર્ગમ વિસ્તારોમાં સ્થાનિક વનસ્પતિ અને ઘાસનું વાવેતર કરવું અઘરું છે. તેથી હવે આધુનિક ટૅક્નોલૉજીનો સહારો લઈને સીડ બોલ બનાવીને ડ્રોનની મદદથી ડુંગરાળ વિસ્તારોમાં છોડવામાં આવ્યા છે. વરસાદી વાતાવરણમાં છોડ તથા ઘાસ વિકસશે, તૃણભક્ષી પ્રાણીઓ અને પક્ષીઓને તેનો મોટો ફાયદો થશે. તૃણભક્ષીઓ પર નભનારાં અન્ય પ્રાણીઓને પણ તેનો ફાયદો થશે.
રેતીમાં સૌંદર્યના પ્રાણ પૂરતા રેતશિલ્પકાર: નથુભાઈ ગરચર
ચહેરાના ભાવ, દેહના વળાંકો ઊડીને આંખે વળગે તેવા છે. પાત્રોને જીવંત, આકર્ષક અને સૌંદર્યમય બનાવવાનું અજબ કૌશલ્ય એમને હસ્તગત છે
ચહેરાની સ્કિન માટે મદદરૂપ સ્કિન ટૂલ્સ
ત્વચાના પ્રકારને ઓળખીને તેને અનુરૂપ સ્કિન કેર પ્રોડક્ટની પસંદગી કરવી જરૂરી છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જે રીતે સ્કિન કેર પ્રોડક્ટને રૂટિનમાં સામેલ કરતાં હાઈએ છીએ એ જ રીતે સ્કિન કેર ટૂલ્સનું પણ એક ટાઇમટેબલ બનાવવું અને તે અનુસરવું અગત્યનું છે.
પગનું સૌંદર્ય નિખારતી ટૉ રિંગ
સામાન્ય રીતે આ માછલીઓ પરણિત મહિલાઓ પહેરે છે, કારણ કે તેને સુહાગણની નિશાની તરીકે ઓળખવામાં આવે છે
ભક્તિ ’ને જ્ઞાનના દિવ્ય સંગમ સરીખું પુસ્તક: શિવસ્તોત્રાવલિ
પુસ્તકની વાત કરીએ એ પહેલાં ચાલો, કલ્પનાવિહાર કરીને દસેક સદી પહેલાંના કાશ્મીરમાં જઈ પહોંચીએ!
નાભિમાં તેલ નાખવાના અનેક ફાયદા
વર્તમાન સમયમાં મેડિકલ સાયન્સ મુજબ ગર્ભનાળને સાચવી રાખવાના અનેક ફાયદા છે
ફૂલછોડના યોગ્ય વિકાસ માટે જરૂરી છે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ
વસંત ઋતુમાં નવાં પાંદડાં આવે છે. પાનખરમાં પાંદડાં ખરે એ સાહજિક અને સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ એ સિવાયના અન્ય ગાળામાં જો છોડનાં પાંદડાં ખરી પડે તો સમજવું કે છોડને વધુ પ્રમાણમાં સૂર્યપ્રકાશની જરૂર છે
ઇસરોમાં વિજ્ઞાની તરીકે કેવી રીતે જોડાઈ શકાય?
ઇસરોમાં જોડાવવા ઇચ્છતા ઉમેદવારોએ તેની વેબસાઇટ પર માહિતી મેળવતા રહેવું જરૂરી છે
મુકેશનાં પત્ની સરલાબહેનના મોસાળ વડોદરામાં મુકેશ અવાર-નવાર આવતાં
એક સમયે સ્ટ્રગલ કરી રહેલા મુકેશજી સાથે લગ્ન માટે પરવાનગી ન મળતાં બંનેએ મુંબઈમાં ભાગી જઈને પ્રેમલગ્ન કરેલાં
હે : અમર બની ગયેલા પલ દો પલ કા ગાયક : મુકેશ
ત્રણ મહાન ગાયકો મુકેશ, રફી અને કિશોર કુમારમાં મુકેશે આગવી પરંપરા બનાવીને સ્થાન મેળવ્યું. આમ તો ગાયક પરંપરા વિચારીએ તો આજે પણ આ ત્રણ ગાયકોની ગાયકી અને શૈલી આધારે જ દરેક નવા ગીત અથવા ગાયકોની તુલના થાય છે
મુકેશની પુણ્યતિથિ અને સ્મરણ સંબંધોનું..
માત્ર અવાજમાં જ નહીં, સંબંધોમાં પણ મીઠાશની ગેરંટી!
મખમલી અવાજના અમર ગાયકઃ મુકેશ
મુકેશે પહેલાં તો ગાયન ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું વિચાર્યું સુદ્ધાં નહોતું, પરંતુ રાજ કપૂરને મુકેશના અવાજમાં અસાધારણ પ્રતિભા દેખાઈ અને મુકેશ એમનાં ગીતોનો અવાજ બની ગયા હતા. રાજ કપૂર કહેતા કે, મુકેશનો અવાજ મારો આત્મા છે
ચંદ્રની કળાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ અને પૌરાણિક માન્યતાઓ
દક્ષના શ્રાપને રોકી ન શકાયો તેથી આ શ્રાપ બદલીને ૧૫-૧૫ દિવસમાં વહેંચવામાં આવ્યો અને ચંદ્ર ૧૫-૧૫ દિવસ માટે કૃષ્ણ અને શુક્લપક્ષમાં જવા લાગ્યો
કચ્છમાં તકો ઊજળી હોવા છતાં ઔષધીય પાકોની ખેતી ઓછી
કચ્છનું વાતાવરણ, અહીંની જમીન ઔષધીય પાકોની ખેતી માટે ખૂબ અનુકૂળ હોવા છતાં પૂરતા બજારનો અભાવ, સરકારી યોજનાઓની કમી, માર્ગદર્શનની કમીના કારણે કચ્છના ખેડૂતો મીંઢીઆવળ અને ઇસબગૂલ જેવા પાકોને બાદ કરતાં અન્ય ઔષધીય પાકો બહુ ઓછા લે છે. જો તેમને નડતી મુશ્કેલીઓ દૂર થાય તો બાગાયતી ખેતીની જેમ જ ઔષધીય ખેતીમાં પણ કચ્છના ખેડૂતો કાઠું કાઢી શકે છે. લાલ લસણ, સરગવો, ગૂગળ, અરડૂસી, એલોવીરા જેવા પાકોનું ખૂબ થોડા પ્રમાણમાં વાવેતર થાય છે. કચ્છમાં તુલસી, અશ્વગંધા, ફુદીનો, કાલમેઘ, કડુ કરિયાતું, સફેદ મૂસળી, જીવંતી જેવાં આયુર્વેદમાં મોટા પ્રમાણમાં વપરાતાં ઔષધોની ખેતી થાય તો જંગલોની જડીબુટ્ટી ખેતરોમાં પહોંચીને ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી શકે.
સાયકિક સર્વિસના નામે ૧૭૫ મિલિયન ડોલર્સનું ફ્રોડ
આપણે ડિઝનીવર્લ્ડને જાદુનો અનુભવ મેળવવા માટે પૈસા આપીએ છીએ. એ લોકો મિકી માઉસ વાસ્તવિક છે તેવું દેખાડી છેતરતા નથી. હા, એ માયાજાળ છે. ના, એ ઠગાઈ નથી
“આપણે શું?”ની માનસિકતા
૧૩મી માર્ચ, ૧૯૬૪ના દિવસે ન્યૂ શહેરના એક રહેણાક વિસ્તારમાં એક દુઃખદ ઘટના ઘટી. કેથેરીન સૂસેન જીનોવેઝ ઉર્ફે કિટ્ટી જીનોવેઝ નામની એક ૨૮ વર્ષની યુવતી કામ પરથી પોતાના ઘરે પરત આવી રહી હતી. તેના ઘરથી એ માત્ર ૩૦ મીટર દૂર પાર્કિંગ સ્પેસમાં હતી ત્યારે તેના પર હુમલો થયો. હુમલાખોરે બળાત્કાર બાદ તેને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટના કિટ્ટીના ઘરની સામે ઘટી રહી હતી, ત્યારે ઍપાર્ટમૅન્ટમાં રહેતાં અન્ય ૩૮ પાડોશીઓ તે જોતાં રહ્યાં. કિટ્ટીએ બચવાનો પ્રયાસ પણ કર્યો છતાં કોઈ મદદે આવ્યું નહીં. એ ચીસો પાડતી રહી અને રડતી રહી અને અંતે મૃત્યુ પામી.
ગદાધર વિષ્ણુ જ્યાં વસે છે..
શામળાજીની બાહ્ય દીવાલો પર વિષ્ણુ, વરુણ, વાયુ, ગરુડ, ગણેશ, વૈષ્ણવી, બ્રહ્માણી, ઇન્દ્રાણી, શિવ, સરસ્વતી, ચંડિકા, અગ્નિ અને ઇન્દ્રનાં શિલ્પો પણ છે
કોંગ્રેસની નવી કાર્યકારિણી સંગઠનને ઉપકારક બનશે?
પક્ષના વિદ્રોહી જૂથ તરીકે જેની ગણના થાય છે એ જી-૨૩ જૂથના આનંદ શર્માને સ્થાન આપવાના અનેક સૂચિતાર્થો છે. એક મેસેજ એવો પણ જઈ શકે કે પક્ષ હવે જી–૨૩ જૂથ પ્રત્યે નરમ વલણ અપનાવવા તૈયાર છે
અદાલતોમાં કેસોના ભારણ સામે નવી આશા જગાવતા કાયદાઓ
લોકસભામાં ગૃહ પ્રધાન અમિત શાહના અસરકારક વક્તવ્ય તથા સાંસદોની ચર્ચા બાદ ગૃહે ત્રણેય બિલોને સંસદની સ્થાયી સમિતિને વિચારણા માટે મોકલી દીધા છે. એવું લાગે છે કે લાંબા વિચાર-વિમર્શ બાદ આ ત્રણેય બિલો રજૂ કરાયા છે, જેમાં ગુનેગારોને સજા અપાવવાને બદલે નિર્દોષને ન્યાય અપાવવાનો અભિગમ વધુ ગંભીરતાપૂર્વક પ્રતિબિંબિત થાય છે.
ડિઝાઇનર વેરની દીવાની બની નવી જનરેશન
આજે લગ્ન પ્રસંગ હોય, વાર તહેવાર કે પાર્ટી હોય લોકો ડિઝાઇનર આઉટફિટ પહેલા પસંદ કરે છે. જેને કેટલાક ફૅશન ચાહકો સ્ટેટસ સિમ્બોલ પણ માને છે. ફૅશનમાં લોકોની સૂઝ અને સમજણ વધી છે.