CATEGORIES
Kategorien
પ્રકૃતિના ખોળે ખીલ્યું પુસ્તકાલયનું પુષ્પ
વાંચનપ્રેમી દાદાની ઈચ્છા પૂરી કરવા પૌત્રોએ જુઓ, કેવી આલીશાન લાઈબ્રેરી ઊભી કરી છે!
મહેન્દ્ર પરીખ (૧૯૫૯-૨૦૨૩) છેલ્લા શ્વાસ સુધી ફોટોગ્રાફર
ચાર દાયકા જેટલો સમય ફોટોગ્રાફી ક્ષેત્ર સાથે સંકળાયેલા રહેલા મહેન્દ્ર પરીખનું હમણાં (૪ મે, ૨૦૨૩ની સવારે) નિધન થયું. એ સવારે નવી મુંબઈમાં એ ફ્લેમિંગો પક્ષીની ફોટોગ્રાફી માટે જવાના હતા, પણ..
મણિપુર કેમ ભડકે બળી રહ્યું છે?
દેશમાં આમ તો અનામતના મામલે અત્યારે બધે શાંતિ છે, પણ આપણા માટે છેવાડાના એવા ઈશાન ભારતના રાજ્યમાં આ લાભ આપવાના મુદ્દે બબાલ મચી અને જોતજોતાંમાં આખું રાજ્ય હિંસાની આગમાં સપડાઈ ગયું.
આ કુકી પ્રજા કોણ છે?
અનુસૂચિત જનજાતિમાં આવતી નાગ અને કુકી પ્રજાએ અગાઉ પોતાના અલા પ્રાંત માટે સરકાર સામે શસ્રો પણ ઉઠાવ્યાં હતાં.
પરિણામ સાથે પાણીનાં કૂંડાંનું વિતરણ
વૅકેશનમાં મજા તો કરીશું જ... પક્ષીઓનું ધ્યાન પણ રાખીશું.
રાજકોટમાં ટ્રાફિક સિગ્નલ પણ કરે છે વામકુક્ષિ!
બોલો, હવે તો રાજકોટમાં બપોરે સિગ્નલ પણ કામ કરતાં નથી.
નવુંનક્કોર કાર્યાલયઃ ભાજપ પછી હવે સંઘનો વારો
સંઘનું નવું કાર્યાલય: સમાજલક્ષી પ્રવૃત્તિને મળશે નવું સરનામું.
સમૂહલગ્નમાં ૫૧ દીકરીઓને શૈક્ષણિક ચાંદલો
‘દીકરી વિદ્યાદાન યોજના’ને ભવિષ્યમાં સુરતની બહાર પણ લઈ જવામાં આવશે.
દેહાંતદંડ આપો, પણ જરા નજાકતથી..
મોટા ભાગના દેશમાં અમાનુષી તત્ત્વોને ગંભીર અપરાધની સજા રૂપે મોત આપવાનો શિરસ્તો છે તો બીજી બાજુ માનવતાવાદીઓ મોતની સજા નાબૂદ થઈ જાય એ માટે કાર્યરત છે. આ બધા વચ્ચે હમણાં ભારતની સર્વોચ્ચ અદાલતે અપરાધીને ઓછું દર્દ થાય એવા મોતે મારવાની ભલામણ કરી છે ત્યારે જોઈએ, દુનિયાભરમાં સજા-એ-મોત આપવાની કેવી ને કેટલી રીત છે.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
માતાએ એના નાગપુત્રોને અનુચિત કાર્ય કરવાની આજ્ઞા આપી. પુત્રોએ આજ્ઞા અવગણી. ક્રોધિત માતાએ એમને શાપ આપ્યોઃ ‘પાંડુવંશી જનમેજયના સર્પયજ્ઞમાં અગ્નિ તમને બાળી મૂકશે.’
સત્તા ગુમાવ્યાનું દુઃખઃ હવે રહી રહીને આંચકો
શરદ પવાર-ઉદ્ધવ ઠાકરે: કોણે ક્યાં કાચું કાપ્યું?
નકટું પાકિસ્તાન હવે નહીં તો ક્યારે સુધરશે?
વૈશ્વિક ત્રાસવાદના આશ્રયદાતા તરીકે વગોવાયેલા પાકિસ્તાનના વિદેશમંત્રીની સામે સામાન્ય રીતે ન ઉચ્ચારાતા શબ્દો બોલીને જયશંકરે એમનું નાક વાઢી નાખ્યું, પણ એ પછી પણ પાકિસ્તાન એનું વલણ બદલશે કે નહીં એ સવાલ છે.
જસ્ટ, એક મિનિટ..
કોઈ સામૂહિક હિતની વાતનો નિર્ણય લેવાનો હોય ત્યારે એને સહેજેય હળવી રીતે ન લેવાય
તમારી તરસનું નામ શું છે?
એપ્રિલમાં લાખો લોકોની મેદનીમાં આપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ૪૨ ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં લોકો શેકાતા બેઠા હતા. પીવાનું પાણી ન મળવાને કારણે ઘણા લોકોનાં મોત થઈ ગયાં અને મહાકાય મેળાવડામાં નાનકડી તરસ વિલન પુરવાર થઈ
મોકાણ મરણની.. મોકાણ રોકાણની..
મરનારનાં વખાણ સિવાય સ્મશાનમાં તમે બીજું શું કરો છો?
ગેબી બાબાને ગાયબ કરો..
લગાવ ઈનકો જૂતે ચાર..
એક પ્યાલી ઔર દો..
ચિયર્સ વિથ ઘોસ્ટ.
What3Words: છાના પગલે તરખાટ મચાવી રહી છે આ લોકેશન ઍપ
શરૂઆતમાં ફ્લોપ નીવડેલી આ ટેક્નિક હવે મોટી મોટી કંપનીઓને આકર્ષી રહી છે અને તગડી આવક પણ રળી રહી છે.
સિનેમાવાળાનો આતંકવાદી લવ!
‘એસ્કેપ ફ્રૉમ તાલિબાન’, ‘કુરબાન', 'ટેક ઑફ્ફ’, ‘ફના’: નાઈન ઈલેવન દુર્ઘટના બાદ આવી ફિલ્મોની વણજાર આવી.
ધીમી તો ધીમી, ભારતીય અર્થતંત્રની ગાડી ચાલી રહી છે
વિશ્વના અનેક દેશ નાણાકીય કટોકટીમાં ફસાયા છે, એની સામે આપણે ઘણી સારી હાલતમાં છીએ. હા, અમુક પડકાર છે ને ક્યાંક આપણી કસોટી પણ થવાની છે.
આ વાત ફક્ત વિજાતીય કે સજાતીય સંબંધની નથી!
પ્રેમ કરવાનો, મનગમતા પાત્ર સાથે રહેવાનો અને ઘર વસાવવાનો અધિકાર બધાને છે ખરો?
સમજુ છો ને? તમારી આટલી ગેરસમજણ દૂર કરો!
મનોરુગ્ણ લોકોને વધુ તો નડે છે આપણું અધકચરું ‘જ્ઞાન’ અને આપણા દિમાગમાં ઘર કરી ગયેલી ગ્રંથિ.
કઈ રીતે સજાવશો બાળકની અલાયદી દુનિયા?
ચિલ્ડ્રન રૂમ એટલે ઘરમાં જ વસતી એક વિશેષ સૃષ્ટિ. એ માટે મોકળાશ હોવી અનિવાર્ય છે.
ડૉ. ઉષા ઉપાધ્યાય: સાહિત્યનાં આંદોલન રચનામાં એક્ટિવિસ્ટ
મનમાં ગાંઠ વાળી હોય એ વાત પૂરી કરવાની દૃઢતા અને વાંચનરુચિ જેના લોહીમાં છે એવાં આ સર્જકે ઉપેક્ષાના ભાવની ટીસ સાંભળી, પણ એ સામે ફરિયાદ કરવાને બદલે એમણે મહિલા લેખકો માટે એક મંચ ઊભો કર્યો. ‘જૂઈ મેળા’ના રૂપે આજે એની ફોરમ મહોરી ઊઠી છે.
લીલાછમ ડૉલરની લાયમાં થતાં રાતાંપીળાં જીવન..
જિતેન્દ્ર અઢિયા: ગેરકાયદે અમેરિકા જનારા રસ્તામાં મૃત્યુ પામે તો એજન્ટ જવાબદારી લેતા નથી. જવાબદારી લેતા નથી.
લવ જિહાદનો વિવાદ એટલે ભારેલો અગ્નિ..
એક ફિલ્મને કારણે ફરી એક વાર હિંદુ-મુસ્લિમો સામસામે આવી ગયા છે. આ વખતે ખ્રિસ્તી સમાજ પણ ઘસડાયો છે. આ વિવાદમાં રાજકીય પક્ષો તો એમની રોટલી શેકીને જતા રહેશે, પણ કેરળની પ્રજાએ કથિત લવ જિહાદની ભ્રમણા અથવા તો વાસ્તવિકતા સુધી પહોંચીને એ રોગનાં મૂળને જડથી ઉખાડવાં જરૂરી છે.
સાચવીને જજો.. કાયદેસર જજો!
ગયા અઠવાડિયે મહેસાણાના ત્રણ જણની નકલી પાસપોર્ટ પર આર્મેનિયાથી કેનેડા જવાની યોજના પર પાણી ફરી વળ્યું. મુંબઈ ઍરપોર્ટ પર એમની અરેસ્ટ થઈ. ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાની અને ત્યાંના નાગરિક બનવાની લાયમાં કંઈકેટલા જીવ ગયાના સમાચાર અવારનવાર આવતા હોવા છતાં આ ઘેલછા અટકવાનું નામ લેતી નથી.
વિવાદના વમળ વચ્ચે અટવાતી કેરળકથા..
એક વર્ગ આ ફિલ્મને ઈસ્લામિક કટ્ટરવાદ-ધર્મપરિવર્તનના ખતરનાક ખેલ અને રાજકારણ વચ્ચે અટવાતી ભોળીભટાક હિંદુ યુવતીઓની અવદશાનો ચિતાર ગણાવે છે તો વિરોધીઓ એને જુઠ્ઠી, મારીમચડીને ઊભી કરેલી અને ભડકાવનારી ગણાવી એની પર પ્રતિબંધ ઈચ્છે છે ત્યારે શું કહે છે એના સર્જકો?
જ્યાં પથ્થર પર સફળ કારકિર્દીની લકીર ખેંચે છે યુવાનો..
આજે પામતાં-પહોંચતાં ઘરનાં બાળકો પણ કયા ક્ષેત્રમાં કરિયર બનાવવી એ વિશે ભારે ગડમથલમાં છે ત્યારે સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં મુખ્યત્વે શ્રમિક પરિવારનાં સંતાનો શિલ્પકળામાં મહારત મેળવી સારી આજીવિકા રળી રહ્યાં છે. તદ્દન નિઃશુલ્ક શિક્ષણ આપવા ઉપરાંત ગુજરાત સરકારની આ સંસ્થા સ્ટોન આર્ટને જિવાડવા પ્રશંસનીય કામ કરી રહી છે.
દેશની આ દીકરીઓને આપણે બચાવવી
૨૦૦૨માં આંખે ફિલ્મથી ડિરેક્શનમાં ઝંપલાવનારા વિપુલ અમૃતલાલ શાહનું છેલ્લું સર્જન હતું વેગળા વિષયની વેબ-સિરીઝ હ્યુમન