CATEGORIES
Kategorien
યાત્રા કરો.. સાથે પ્રકૃતિની પણ મોજ માણો
ખેડા જિલ્લામાં બન્યું છે આ પ્લેટિનમ વન. વૃક્ષોના માધ્યમથી ‘નિહાળો’ દાંડીયાત્રાનાં ઐતિહાસિક સ્થળો.
સંસ્કારનગરીમાં વિશ્વનું સૌથી મોટું સૌર કૉન્સન્ટ્રેટર
ધ બિગ ડિશ એ શાનદાર ઑપ્ટિક્સ ધરાવતી અદ્યતન ટેક્નોલૉજી છે, જે આશરે ૨૦૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન અને ૧૬૦ બાર પ્રેશર સુધી વરાળ ઉત્પન્ન કરવા સક્ષમ છે
એક સદીથી ઋષિ પરંપરાને સાચવી બેઠો છે આ આશ્રમ
અહીં બાળકને માત્ર શાળાનું શિક્ષણ નહીં, પણ જીવનમૂલ્યોનું ભણતર આપવામાં આવે છે. એ પણ પાઈપૈસો લીધા વગર. ભાવનગર જિલ્લાના સોનગઢસ્થિત શ્રી મહાવીર જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમ ખરા અર્થમાં કાચા હીરારૂપ બાળકને રત્ન બનાવવાનું કામ કરી રહ્યો છે.
દિવ્યાંગોને સક્ષમ બનાવવાનું મિશન છે એમનું..
અંધાપો, મંદબુદ્ધિ કે વામન કદ જેવી વિકલાંગતાને લીધે આવકના સ્રોત મર્યાદિત બની જાય. બે ટંક રોટલો મેળવવાના સંઘર્ષમાં આ વિકલાંગો એમનાં સંતાનોનાં શિક્ષણ પ્રત્યે ધ્યાન ન આપી શકે. સમાજવિરોધી તત્ત્વો, ધર્માંતરણ કરાવનારા દલાલો એમનો ગેરલાભ પણ ઉઠાવે. આવા વંચિતોને સરકારી મદદ મળે કે ન મળે, પણ સમાજમાંથી કોઈક તો એમની પડખે ઊભા રહેવા તૈયાર થઈ જાય. આવી જ કેટલીક સંસ્થા અને સમાજસેવકો મુંબઈના અત્યંત વંચિત વિકલાંગોના ઉત્થાનનું ઉલ્લેખનીય કામ કરી રહ્યાં છે.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
એક મોટો અને મહત્ત્વનો પ્રદેશ જીતવાનું કામ પૂર્ણ કરીને પાછા ફરી રહેલા રાજાને ‘તમે બાલીશ કાર્યોમાં ડૂબેલા રહો છો..’ એવું મોઢા પર કહેવા માટે કલેજું જોઈએ, જુસ્સો-ગુસ્સો જોઈએ.
સમ્માન કરો, પણ પૂરતી વ્યવસ્થા સાથે કરો..
આટલી જંગી મેદની માટે પીવાના પાણીની સુવિધા સુદ્ધાં ન હોય એ કેવું?
આ ઈલાજ નથી, પણ આનો બીજો કોઈ ઈલાજ પણ નથી!
જેના માથે એકસોથી વધુ અપરાધ બોલતા હતા એ ઉત્તર પ્રદેશના મહા ભરાડી રાજકારણી અતિક અહેમદની ડઝનબંધ પોલીસ જવાનોની હાજરીમાં હત્યા અને એના લબાડ દીકરાનું એન્કાઉન્ટર આપણા સમાજ માટે સારા સંકેત નથી, પણ મુશ્કેલી એ છે કે રાજકારણમાં ઘૂસેલા આ સડાને નાથવાનો વિકલ્પ છે ખરો?
જસ્ટ, એક મિનિટ..
ઘણી વાર સંજોગોનો માર્યો ભલો માણસ પણ અવળે માર્ગે ચડી જાય છે. એવા વખતે એને સજાને બદલે સ્નેહની વધારે જરૂર હોય
દુઃખતી નસ પર હાથ મૂક્યો છે..
દરેક વ્યક્તિની જિંદગીમાં એક મુલાયમ ખૂણો હોય છે. આ ખૂણામાં મોંઘા ભાવનું રેશમ ભલે ન હોય, પણ મોંઘા માંહ્યલી રેશમી યાદો અકબંધ હોય
આ ગરમીને કોઈ તો રોકો..
ક્લાઈમેટ ચેન્જને કારણે પૃથ્વીનું વાતાવરણ મહિનાઓને બદલે કલાકોમાં બદલાવા લાગ્યું છે. આંગણે ટકોરા દઈ ધીમે પગલે આવતો ઉનાળો હવે વાવાઝોડાની જેમ એકાએક ત્રાટકતો થઈ ગયો છે. અચાનક વધી જતી ગરમીને લીધે સ્નાયુઓમાં ખેંચ, અસામાન્ય થાક, તાવ અને જીવલેણ હીટસ્ટ્રોક જેવી વ્યાધિ હજારો લોકોનો ભોગ લે છે. પર્યાવરણ અને હવામાનની સ્થિતિને સમજવામાં લાગેલા નિષ્ણાતો દર વર્ષે ઉનાળાનું વહેલું અને તીવ્ર થવાના ટ્રેન્ડને જોઈને ચિંતામાં છે.
એક જોગીની આવી છે દીર્ઘદૃષ્ટિ
પ્રખ્યાત મલ્ટિનૅશનલ કંપનીના કર્તાહર્તા તરીકેની જૉબ છોડીને એમણે અતિ વ્યાપક ને અસાધ્ય એવા ચક્ષુરોગનો સસ્તો, સલામત અને અસરકારક ઈલાજ લોકો સુધી પહોંચાડવાની ગાંઠ વાળી. મૂળ વડનગરના ડૉ. જોગીન દેસાઈએ ડ્રગ ડેવલપમેન્ટની વૈશ્વિક ઈન્ડસ્ટ્રીમાં નામ, દામ બધું જ મેળવ્યા પછી અર્જુન નિષ્ઠાથી ભારતને પજવતી એક હઠીલી સમસ્યાનો તોડ કાઢવાની તમામ તૈયારી કરી છે.
પહેલું દુઃખ તે ચૉકલેટ ખાધી..
એશલી કીઅનઃ ખઈ કે ચૉકલેટ ઈસ્ટરવાલા, બંધ હો ગયા અપની અકલ કા તાલા.
વાઈફ છે તો લાઈફ છે
બહેનોને મળ્યો બેન: દો ફૂલ એક માલીની જોડી કેટલી ટકશે?
કિસી કી બિકિની કિસી કા મુંડુ..
'કિસી કા ભાઈ કિસી કી જાન’ના યેન્તમ્મા સોન્ગમાં પૂજા હેગડે-સલમાન ખાન-વેંકટેશ..
બૅન્કિંગ ક્રાઈસિસ હજી ચાલશે કે હવે અંત તરફ?
વિશ્વની બે મોટી બૅન્કોની ચર્ચાસ્પદ કટોકટીમાંથી ભારતીય બૅન્કિંગ સેક્ટર અત્યારે તો અડીખમ ટકી શક્યું છે, પણ આ ઘટનામાંથી આપણે બોધ જરૂર લેવો જોઈએ.
માઈક્રોપ્લાસ્ટિક્સઃ માનવજાત માટેના આ ખતરાને ઓળખી લો..
..અને એનાથી બચવું હોય તો કોરોનાને દિમાગમાં રાખી માસ્ક પહેરવાનું શરૂ કરો!
હૂક-અપ કલ્ચરઃ સમજ્યા વગર ઝંપલાવવું છે?
‘રાત ગઈ.. બાત ગઈ’ના વિકલ્પ સાથે તમે સહમત ન હો તો એવો સંબંધ બાંધતાં પહેલાં વિચારજો.
ગાર્ડનિંગનો પાયો એટલે માટી
માટીને ઓળખી લો તો ૯૦ ટકા બાગબાની આવડી જાય. ગાર્ડનિંગના ઘણા પ્રશ્નોના ઉત્તર માટીની ગુણવત્તા પર નિર્ભર છે. એટલે જ આ કૉલમમાં આરંભથી જ સૌથી વધારે મહત્ત્વ સારી માટી બનાવવા પર આપ્યું છે.
પાયલ પટેલ: અથાગ પુરુષાર્થના વાવેતરથી લણી મબલક સફળતા
સૌરાષ્ટ્રમાં નાગલી-રાગીની ખેતી માટે વિષમ સંજોગ હોવા છતાં એક યુવા મહિલાએ સાહસ ખેડી પાકની પેટર્ન બદલવા કોશિશ કરી સફળતાની કેડી પર ડગ માંડ્યાં છે.
લેડી ડૉક્ટર બન્યાં આયર્નમૅન
ડૉ. હેતલ તમાકુવાલા: તબીબી પ્રેક્ટિસ સાથે તબિયત રાતી રાયણ જેવી રાખવાની પણ પ્રેક્ટિસનું પરિણામ છે આટલાં સમ્માન!
જમાઈએ અર્પી સાસુમાને અનોખી ભેટ
હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ સ્કૂલને આપ્યું સાસુ લાભબહેનનું નામ.
વેચવો છે પાંચ ફૂટનો હાથીદાંતઃ વીરપ્પનનું અમદાવાદ કનેક્શન
એક કિલોના આઠ લાખ રૂપિયા એ હિસાબે ૧૪ કિલો વજનના આ હાથીદાંતના થાય એક કરોડથી વધુ!
આ સીઝનમાં સાજા રહેવા શું કરશો?
ડૉ. બિપીન ધાલપેઃ ઉનાળામાં રાત્રે અગાસીમાં સૂઈને ચાંદનીની શીતળતા અનુભવી જોઈએ.
માઉન્ટ આબુ, ઉદયપુર અને કુંભલગઢ લઈ જાય છે…. રહસ્ય, રોમાંચ અને સંમોહનની દુનિયામાં!
રાજસ્થાનમાં પ્રવાસ-પર્યટન એવું અદ્ભુત છે કે તે પર્યટકોને રહસ્ય, રોમાંચ અને સંમોહનની દુનિયામાં લઈ જાય છે. ઉનાળાની મોસમમાં સુદ્ધાં રાજસ્થાન પર્યટકોને અનેક વિકલ્પ આપે છે. રાજસ્થાનનું એકમાત્ર પર્વતીય પર્યટનસ્થળ માઉન્ટ આબુ મે મહિનામાં ઉનાળુ મહોત્સવ સ્વરૂપે પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે. માઉન્ટ આબુની સાથે જ ઉદયપુર અને કુંભલગઢ એવાં પર્યટનસ્થળો છે, જે દેશી અને વિદેશી પર્યટકોમાં અત્યંત લોકપ્રિય છે.
વનક્કમ સૌરાષ્ટ્રઃ સદીઓના સંબંધોનો સંગમોત્સવ
અરબી સમુદ્ર જેમના પગ પખાળે છે એવા ભગવાન સોમનાથના મંદિર સાથે જોડાયેલો આશરે એક હજાર વર્ષ પુરાણો ઈતિહાસ જાણે દરિયાના પેટાળમાંથી ઉલેચાવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને તામિલનાડુમાં વસતા એક સમુદાય વચ્ચે સદીઓ જૂનો સંબંધનો સેતુ બંધાયેલો છે એને તાજો કરવા સૌરાષ્ટ્રના આંગણે એક પખવાડિયાના ઉત્સવનું આયોજન થયું છે. આવો, આ સંબંધોના ઈતિહાસમાં ડોકિયું કરીએ.
ફૅમિલી ટાઈમ એટલે ટ્રેકિંગ
માતા કિન્નરીબહેન, પત્ની રીના તથા સંતાનો હેત અને પ્રીત સાથે જોગીનભાઈ: મ્યુઝિક અને ટ્રેકિંગ આખા પરિવારના આ કૉમન શોખ છે
રસી છે વિવિધ બીમારી સામેનું સુરક્ષા કવચ
કોરોના વાઈરસ ડિસીઝના કેસ ફરી વધી રહ્યા છે તો કૂતરા કરડવાના કિસ્સામાં પણ વધારો થયો છે. એને કારણે આ બન્ને સહિત અનેક ઉપાધિના રામબાણ ઈલાજ સમી વિવિધ રસી નવેસરથી ચર્ચાએ ચડી છે.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
મહાભારતમાં ચમત્કારો, નાટ્યાત્મકતા તથા અતિશયોક્તિઓનો ખીંટીઓ તરીકે ભરપૂર ઉપયોગ થયો છે. જો કે મહત્ત્વ ખીંટીનું નથી, એ ખીંટી પર ટાંગવામાં આવેલો બોધ મહત્ત્વનો છે.
ગુસ્સાનું ગુલાબજાંબુ તીખું છે..
દશરથે રઘુકુલ રીત પ્રમાણે પ્રાણ જાયે પર વચન ન જાયે આદર્શ પાળ્યો
જસ્ટ, એક મિનિટ..
સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધ તો આવવાના જ, પણ મૂળ મંત્ર છેઃ પ્રયાસ ચાલુ રાખો