CATEGORIES
Kategorien
ધૂળિયા વંટોળ: રણપ્રદેશની સમસ્યા આપણા ઘર સુધી કઈ રીતે પહોંચી?
ધરતી પરનું વૃક્ષો રૂપી સુરક્ષાકવચ ઘસાઈ રહ્યું છે અને પરિણામે સુક્કી થઈ રહેલી જમીન ખૂબ ગરમ થઈને ધૂળિયા વંટોળના ઉદ્ભવનું કારણ બને છે. આવાં ‘તોફાન’ લાંબું અંતર કાપીને અનેક વિસ્તારોમાં આતંક ફેલાવે છે.
રક્ષક જ ભક્ષક બને ત્યારે..
અસંખ્ય પિરામિડો અને ખળખળ વહેતી બે નાઈલ નદીના સંગમવાળો દેશ સુદાન લશ્કર અને અર્ધલશ્કરી દળ વચ્ચેના સંઘર્ષથી રહેવા માટે દુર્ગમ બન્યો છે. હજારો ભારતીયો પરત ફરી રહ્યા છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા ઘણી મોટી છે. જાણીએ અનિશ્ચિતતા વચ્ચે અટવાયેલા સુદાનના ગુજરાતીઓની વ્યથા-કથા.
ગુજરાતભરમાં કેટલા દીપડા, ગણો જોઈએ..
ગીર જંગલના સહેલાણીને સિંહને બદલે દીપડો દેખાય તો એ સાસણમાં કોલર ઊંચો કરી ફરવા માંડે, કારણ કે દીપડાનાં દર્શન બહુ દુર્લભ ગણાય છે. આ અત્યંત શરમાળ છતાં ચાલાક શિકારી પ્રાણીની વનખાતું ગણતરી કરી રહ્યું છે ત્યારે વન્યજીવોને પ્રેમ કરતો કાઠિયાવાડી જરૂર કહી ઊઠશે કે આ વખતે આંગળીના વેઢે નહીં, પણ અમારા ખેતરના શેઢે ગણાશે દીપડા.
જસ્ટ, એક મિનિટ..
ઝડપથી ભાગતી-દોડતી જિંદગીમાં અનુશાસન જરૂરી છે, પણ સંતુલન સાથે
આ કુસ્તી હવે રાજકારણીઓ વચ્ચેની છે!
કોઈ ખેલ મહાસંઘના વડા સામે જાતીય અત્યાચારના આરોપ થાય અને દિવસો સુધી પગલાં લેવામાં ન આવે એ તે કેવી લાચારી?
આપણે હજી કેટલા નીચે ઊતરીશું?
મલ્લિકાર્જુન ખરગે: થોડી તો આમન્યા રાખો..
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
અપ્સરાઓ પૃથ્વી પર માતા બન્યા બાદ સ્વર્ગમાં પાછી જતી રહે એવા કિસ્સા અનેક છે. ઠીક છે, પૃથ્વી કરતાં સ્વર્ગ એમને વહાલું હોય તો પણ સવાલ એ છે કે એક માતા પોતાના સંતાન પ્રત્યે આટલી નિર્લેપ કઈ રીતે રહી શકે?
આંખ જોઈ અસ્તિત્વ વાંચીએ..
પ્રાણીઓની આંખમાં આંખ મિલાવીએ તો એનો મનોભાવ થોડાઘણા અંશે તો સમજી જ શકીએ
જોખમ જિમમાં જવાનું..
કસરત કરવાને બદલે ઈર્ષ્યાથી બળીને જ વજન ઘટી જતું હોત તો?
આપ મૂઆ વિના સ્વર્ગનો પ્રવાસ
ડેવિડ હેન્ઝલ: સ્વર્ગની મળી રિટર્ન ટિકિટ.
કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી
પુરુષોત્તમ રૂપાલાઃ ભારે કરી, ભાઈ!
દૈય્યા રે.. ચઢ ગયો પાપી બિચ્છુઆ
સ્વિત્ઝરલૅન્ડમાં વસતા સર્જક અનુપસિંહે જે રીતે સતત રાજસ્થાનની મુલાયમ રેતી પર આથમતાં સૂર્યકિરણોની કેસરિયા ઝાંયવાળાં દશ્ય દેખાડ્યાં કર્યાં છે
સગાંવાદઃ ભાગ બીજો-ત્રીજો-ચોથો..
રોમાન્ટિક કૉમેડી ‘બૅડ બૉય'નાં નવોદિત બૉય-ગર્લ: નમાશી ચક્રવર્તી, આમ્રીન.
ભારતમાં સુપર રિચ ટૅક્સ?: સવાલ જ નથી!
અમેરિકા જેવો દેશ ભલે વિચારે કે લાગુ કરે, આપણા દેશમાં સુપર રિચ ટૅક્સ શા માટે લાગુ થવો જોઈએ નહીં, એનાં કારણ આ રહ્યાં..
આર્યભટ્ટઃ એક નિષ્ફળતા બની ભારતની સફળતાની સીડી
દેશનો પહેલો ઉપગ્રહ ઝાઝું ટક્યો નહીં, પણ એ પછી અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતનું નામ આકાશની ઊંચાઈએ પહોંચ્યું.
વધતી વસતિ: સમસ્યા કે શક્તિ?
દેશની જનસંખ્યા ચીન કરતાં વધી જશે એ ચિંતાને બદલે આપણી તાકાત બની શકે.
મહિલાને સાચા અર્થમાં સ્ત્રી બનાવતો ધર્મ
મેન્સ્ટ્રુએશન એ એક એવો વિષય છે, જેના વિશે વાત કરવામાં પણ આપણે ખૂણો પાળીએ છીએ.
આામ લણો કાચા સોનાને..
માટી બનાવી લીધા પછી એનો ઉપયોગ, સંગ્રહ અને સાવચેતી વિશે જાણીએ આ વખતની કટારમાં.
ભાવિશા બુદ્ધદેવ: હરિયાળી ધરતી માટે હાકલ કરતી યુવતી..
એનો જન્મ નાનકડા ગામમાં. ભણતર બિઝનેસ મૅનેજમેન્ટનું. કારકિર્દી વિશે કોઈ સ્પષ્ટ સમજણ નહીં. બસ, લગ્ન પછી ઘરમાં બેસી રહેવાના બદલે સમાજને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિ કરવાની ગાંઠ મનમાં વાળી હતી. પછી તો બાળકોને સંગીત શીખવતાં શીખવતાં એમને વિચાર આવ્યો મ્યુઝિક માધ્યમથી જ પર્યાવરણની જાળવણીનો..
સુદાન: બે લશ્કરી અધિકારીની લડાઈમાં હોળીનું નાળિયેર બનેલો દેશ
રશિયાએ છેડેલા યુદ્ધને કારણે ગયા વર્ષે યુક્રેન ચર્ચામાં આવ્યું હતું તો અત્યારે વારો ઈજિપ્તના પડોશી દેશ સુદાનનો છે, જ્યાં લશ્કરના બે હિસ્સા પોતપોતાની સર્વોપરિતા સ્થાપવા જંગે ચડ્યા છે અને એમની હુંસાતુંસીમાં આખો દેશ હિંસાના ખપ્પરમાં હોમાઈ ગયો છે.
બાપુ તો કચકડે પણ છવાયા..
આઝાદી પહેલાં અને પછી પણ છેક અત્યારની ૨૧મી સદીમાં પણ સિનેમા, સાહિત્ય, નાટ્ય, વગેરેમાં ગાંધીજી અથવા બાપુ કે એમનાં સિદ્ધાંતો-આંદોલનો, કાર્યપ્રણાલી, વગેરે વિષય પર પુષ્કળ ખેડાણ થયું છે, થઈ રહ્યું છે. આ મણકામાં ગુજરાતસ્થિત એક સરકારી અધિકારી ગાંધીજી પરની ન્યૂઝ રીલ, ફિલ્મો, ડોક્યુમેન્ટરીઝને આવરી લેતું આર્કાઈવલ વૅલ્યૂનું એક પુસ્તક લાવ્યા છે.
ડાકણપ્રથા પર કાયમી પડદો પડવો જોઈએ..
ડૉ. મધુભાઈ ગાયકવાડ: ડાકણપ્રથા સામે લડવા અદાલત સુધી ગયા.
હાય રે અંધશ્રદ્ધા.. બહુ થયું, હવે જાગો!
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખાને ન ઓળખી શકનારા અનેક લોકો ભૂવા, તાંત્રિકોના અગડમ-બગડમમાં સપડાઈને રૂપિયા, આબરૂ, આરોગ્ય કે પછી જીવ ખોઈ બેસે છે. ક્ષણિક લાભ માટે જાદુમંતરના જાસામાં છેતરાઈ જનારામાંથી ઘણાખરા તો ફરિયાદ પણ નથી નોંધાવતા એટલે લેભાગુઓને મોકળું મેદાન મળે છે. સૌરાષ્ટ્રમાં હમણાં આવા કેટલાક ચોંકાવનારા કિસ્સા બન્યા. આ દૂષણમાંથી પ્રજાને બચાવવા હવે સમાજ અને સરકાર બન્નેએ જાગવું જોઈએ.
અસાંજા કચ્છમાં નવ દિવસ ગુંજતો રહ્યો.. નર-નારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ!
જગતગુરુ રામાનંદસ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણે સ્વયં પાંચ મંદિર બાંધ્યાં એમાંનું એક એટલે ભૂજનું નર-નારાયણ દેવનું મંદિર. તાજેતરમાં આ પ્રાણપ્રતિષ્ઠાને ૨૦૦ વર્ષ થયાં એ અવસરે ભૂજ ખાતે ઊજવાઈ ગયેલો ઉત્સવ ઐતિહાસિક બની રહ્યો.
સુરતમાં ૧૦૦ નંબર ડાયલ કરવાથી લોન પણ મળી શકે છે!
પોલીસની મદદથી લોનનાં ફૉર્મ ભરો અને નિર્ધારિત રકમનો ચેક મેળવો. સુરતના નાના ધંધાર્થીઓને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ.
ભાવનગરે સર્જ્યો ભાવસભર વિશ્વવિક્રમ
‘ભાવનગર કાર્નિવલ’માં પાંચ લાખ લોકોનો સહભાગ: એક એવૉર્ડ પ્રજાને નામ.
જૈન સંઘની અજોડ સંઘભાવના
તપસ્વીઓની સાડા છ કિલોમીટર લાંબી શોભાયાત્રા: જોઈ છે આવી ઉજવણી?
લગ્નમાં ચાંલ્લો નહીં, આ બે વચન આપો!
દિલીપસિંહ બારડ: આ બે ચીજ કોઈ ફૅક્ટરીમાં બનતી નથી!
ભારતથી બ્રાઝિલ ને બ્રાઝિલથી ભારત
સત્યજીતકુમાર ખાચર: આ મામલે પણ બનીએ આત્મનિર્ભર.
ગૌમાતા બને છે સરોગેટ મધર
આપણી ગીર ગાય બ્રાઝિલ માટે ખરા અર્થમાં કામધેનુ બની છે, પરંતુ કમનસીબે ભારતમાં શુદ્ધ ગીર ઓલાદની ગાયોની સંખ્યા ઘટી રહી છે. આવા સંજોગોમાં ગીર નસલની ગાયોનો વંશવેલો અને દૂધ ઉત્પાદન વધે એ માટે સરકારની મદદથી સરોગેટ મધરની પેટર્ન મુજબ અમરેલીમાં ભ્રૂણ પ્રત્યારોપણનો દેશનો પ્રથમ પાઈલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આવો જોઈએ, એનાં કેવાં છે જમા-ઉધાર પાસાં.