CATEGORIES
Categorías
આ પણ અવાંતર કહાણી!
લૉકડાઉન હવે અન-લૉકમાં બદલાયું છે, પણ તાળું તો છે ને છે જ!
અવગુણ કેડે ગુણ કરે તે જગમાં જીત્યો સહી !
કેટલાંક વ્યક્તિત્વના ઘડિયાળ ક્ષણોની નહીં, સદીઓની નિશાની હોય છે.
આણંદની અસ્મિતા: આનંદનો અહેસાસ
આ ખંભાત એટલે સ્તંભતીર્થ. વિશ્વના દેશોનું જાણીતું વ્યાપાર મથક. દરિયો તેનું માધ્યમ. હેમચંદ્રાચાર્યનું વિધામથક. વસ્તુપાળ- તેજપાળનું વિધામથક
ઉદ્ધવ ઠાકરે 'કાગળના વાઘ' છે?
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની સંયુક્ત મોરચા સરકારની સ્થિરતા શંકાસ્પદ બની છે, ત્યારે હવે એ વાત પણ સ્પષ્ટ થતી જાય છે કે ઉદ્ધવ ઠાકરે માત્ર પેપર ટાઈગર યાને કાગળનો વાઘ છે.
લોકડાઉનની સાઇડ ઇફેક્ટ આંખોની સમસ્યામાં વધારો
વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ છે તેના કારણે દરેક વ્યક્તિ મોબાઇલ, ટેબલેટ, ટેલિવિઝન, લેપટોપ વગેરે જેવા ગેજેટના આદી બની ગયા છે. લોકડાઉનના કારણે સતત ઘરમાં રહેવાના કારણે સમય પસાર કરવા માટે મોબાઇલ પર ચીપકી રહેલી વ્યક્તિઓમાં આંખોને લગતી બીમારી જોવા મળે છે. નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો આ બીમારીનો સામનો કરી રહ્યા છે.
આથિયા શેટ્ટીનું કમબેક
બોલિવૂડમાં ઘણા બધા સ્ટાર કીડ્સે એન્ટ્રી લીધી જેમાંથી કોઈ હિટ તો કોઈ ફ્લોપ રહ્યા.
લદાખ સરહદે ચીનની દબંગાઈ ગંભીર પ્રકારની હતી
ભારતની લદાખ સરહદે ચીને સૈનિકો ઉતારીને તંગદિલી સર્જવાનો પ્રયાસ કર્યો હતો.
તબલિગી જમાત વિશે સરકારની બેધારી નીતિ
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા તબલિગી જમાતના વડામથકમાં રોકાયેલા જમાતના અનુયાયીઓમાં વ્યાપક પ્રમાણમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયેલું છે એવું જાહેર થયા પછી ગૃહ મંત્રાલય અવે ટીવીની સમાચાર ચેનલો દ્વારા તેને વિશે ઉગ્ર ટીકા-મહારનો મારો ચલાવાયો હતો.
વિધાની નટખટ રિલીઝ થવા તૈયાર
અભિનયથી પોતાના ચાહકોને મંત્રમુગ્ધ કરનારી બોલિવૂડની સાડી ક્વીન વિદ્યા બાલન દર્શકો માટે નટખટ ફિલ્મ લઈને આવી રહી છે.
વૈરાગ્પાયવર, વુમનપાવર અને વિલપાવરનો ત્રિવેણીસંગમ : સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજ
આમ તો જૈન ધર્મમાં કઠિન અને ઉગ્ર તપસ્યાઓની કોઈ નવાઈ નથી.
સંસદના ચોમાસુ સત્રના આયોજનની તૈયારી
સંસદના ચોમાસુ સત્રના આયોજન અંગે ચર્ચા કરવા માટે રાજ્યસભાના ચેરમેન વેકૈયા નાયડુ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા તાજેતરમાં મળ્યા હતા.
હવે જંગલમાં પણ જીવ રક્ષા!
આખા વિશ્વમાં અત્યારે ચેપી રોગના પ્રકોપમાં કેટલા આંકડા વધ્યા, કેટલા ઓછા થયા તેની ઘટમાળમાં માનવીઓ અટવાયા છે.
શોખને બનાવો કારકિર્દી, કામ કરવાની આવશે મજા
યુવાનો માટે સૌથી મોટો પ્રશ્ન હોય તો તે છે કારકિર્દી. કયા ક્ષેત્રમાં ભવિષ્ય વધુ સુરક્ષિતા રહેશે કે પછી આવકના સ્રોત માટે બેસ્ટ શું બની રહેશે જેવા અનેક સવાલો તેમને સતાવે છે. જેના કારણે ઘણીવાર ઇચ્છા ન હોવા છતાં કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશ મેળવે છે, જેની ખોટી અસર આવનારા ભવિષ્ય પર પડે છે. જોકે હવે યુવાનો પોતાના શોખને પણ કરિયર તરીકે સિલેક્ટ કરતા થયા છે. એટલું જ નહીં, ગમતી વાતને આવકનું સાધન બનાવવાના પરિણામ પણ સારા આવે છે.
લોકડાઉને ભક્તિના માર્ગને મોકળો બનાવ્યો
લોકડાઉનની સાઇડ ઇફેક્ટની વાતો ઘણી બધી કરીએ છીએ, પરંતુ તેના કારણે આવેલા ઉત્તમ બદલાવને નજરઅંદાજ ન કરી શકાય. સામાન્ય રીતે રોજ ઑફિસ કે પોતાના કામ અર્થે બહાર જતા સમયે એકાદ મિનિટ ઘર મંદિર આગળ ઊભા રહીને પ્રભુમાં લીન થવાનો નિરર્થક પ્રયત્ન કરતા લોકો, લૉકડાઉનના કારણે પરિવાર સાથે પૂજા, આરતી અને ધાર્મિક પ્રવૃત્તિમાં સમય પસાર કરતા થયા છે. કોરોનાએ દુનિયાભરમાં મહામારીની સ્થિતિ સર્જી છે, પરંતુ તેના કારણે લોકો પ્રભુમય પણ બન્યા છે.
મધ જેવું મીઠું પરિણામ જોઈતું હોય તો મધમાખી જેવો સંપ જોઈએ !
મહાસંકટના દિવસો ફક્ત માણસો માટે જ છે એવું નથી. દરેક જીવ વર્તમાન સમયમાં સંજોગોની એરણ પર ટીપાઈ રહ્યો છે.
હવે જ ખરી કસોટીમાંથી પાર ઊતરવાનું છે - કેવી રીતે, આવો જોઈએ...
જિસ કા મુઝે થા ઇંતજાર, જિસ કે લિયે દિલ થી બેકરાર વો ઘડી આ ગઈ... આ ગઈ – બરાબર ને. ઘણા લોકો હરખપદુડા થઈને આ ગીત ગણગણતા હશે, પણ હવે જ ખરી કસોટીનો સમય શરૂ થયો છે એમ કહેવું યોગ્ય રહેશે. લૉકડાઉન -૪ નવા રંગરૂપ સાથે અમલમાં મૂકાયું છે. લૉકડાઉન ભલે અમલી હોય પણ ઘણી જગ્યાએ તો તે ન હોવા બરાબર જ છે. જે લોકોએ અત્યાર સુઘી ઘરમાં રહીને ચુસ્તપણે લૉકડાઉનના નિયમોનું પાલન કર્યું હોય એમના માટે અને જેમણે નથી કર્યું એમના માટે પણ હવે પરીક્ષાનો સમય શરૂ થયો છે. સરકારે છૂટછાટ આપી છે, એ સાથે વણકહી જવાબદારીઓ પણ આપી છે. જવાબદારી છે – આપણી જાતને અને અન્યોને સુરક્ષિત રાખવાની. લૉકડાઉનમાં છૂટછાટ મળતા કેટલાંય લોકો હરખઘેલા થઈ ગયા છે. એવા લોકોને બાદ કરતાં ઘણા બધાં એવા છે, જેમને ઇચ્છાએ કે અનિચ્છાએ હવે કાર્યસ્થળ પર હાજર થવાનો સમય આવી ગયો છે, ઉદ્યોગ-ધંધા શરૂ કરવાની ફરજ પડી છે. આવી કપરી પરિસ્થિતિમાં પોતાને અને અન્યોને સુરક્ષિત રાખવા કેટલીક મહત્ત્વની બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.
હવે શરમન ગામડે જઈ ખેતી નહીં કરે
બોલિવૂડના બેસ્ટ ફિલ્મકારોના લિસ્ટમાં અબ્બાસ-મસ્તાનનું નામ ટોચ પર છે.
કોરોના પછીના કાળનો દેશ અને સમાજ કેવા હશે?
ભારતના સોલિસિટર જનરલ રહી ચૂકેલા ખ્યાતનામ ધારાશાસ્ત્ર હરીશ સાલ્વેએ તાજેતરમાં એક વેબિનારમાં સાંપ્રત પરિસ્થિતિનું આકલન કરતા એવું કહ્યું હતું કે, 'કોરોના સામેના મહાયુદ્ધ પછી વિશ્વ સંપૂર્ણપણે બદલાઈ ગયેલું હશે અને એમ થવું પણ જોઈએ.
કોંગ્રેસ છોડી ગયેલાં પ્રિયંકા ચતુર્વેદીને શિવસેના ફળી
કોંગ્રેસમાં એક સમય એવો હતો કે પક્ષના પ્રવક્તા બનવું સંસદમાં જવાનો રાજમાર્ગ ગણાતો, પરંતુ હવે એવું રહ્યું નથી.
લોકડાઉન-૪ : હળવા નિયંત્રણોના સંકેત સમજે
લોકડાઉન લંબાવવમાં આવ્યું હોત તો લોકો સ્વયંભૂ લોકડાઉનની ઐસી તૈસી કરીને રસ્તા પર આવી જાય એવી સ્થિતિ સર્જાવાની શક્યતા હતી
લોકડાઉન-૪નાં લક્ષણો-અપલક્ષણો
કેટલીક છૂટછાટો સાથેનું લૉકડાઉન-૪ શરૂ થઈ ગયું! નવી પેઢીને તો કલ્પના કે નહીં આવે કે આટલા બધા દિવસ ઘરમાં જ રહેવું પડે અને જેવા બહાર નીકળ્યા કે પોલીસ પકડીને લઈ જાય! માસ્ક ફરજિયાત પહેરવું, સ્કૂટર-બાઈક પર એકલા જ નીકળવું, મોટરકારમાં માત્ર બે વ્યક્તિને સંમતિ, રસ્તા પર ક્યાંય ધમધમાટ નહીં : ન રિક્ષા, ન બસ, ન બીજાં વાહનો, મેટ્રો તો પછી ક્યાં હોય? દુકાનબંધી ચોતરફ, કૉલેજ-શાળા- યુનિવર્સિટીઓ બંધ, ગલીના નાકે હવે ચાની ચૂસકી પણ નસીબે નહીં. રવિવારે ભીડ કરતા ડાઇનિંગ હૉલનો પ્રતિબંધ...
કમલનાથ-દિગ્વિજયસિંહની જુગલજોડીમાં તિરાડ પડી
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના રાજકારણમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું કોઈ સ્થાન-માન ન રહે એ માટે પક્ષના બે દિગ્ગજ નેતાઓ કમલનાથ અને દિગ્વિજયસિંહે હાથ મિલાવ્યા હતા.
કચ્છની ભૂમિ હત્યાકાંડની ભૂમિ બની રહી છે
કોરોનાનો ભય ભૂલીને રાપર તાલુકાના હમીરપર ગામમાં પાંચ શખ્સોની ધોળેદહાડે હત્યા થતાં કચ્છમાં વર્ષો પહેલાં થયેલા હત્યાકાંડની યાદ તાજી થઈ. ૧૯૯૪નો બળદિયા હત્યાકાંડ, ૨૦૦૧માં થયેલો સુરબાવાંઢ હત્યાકાંડ કે ૨૦૧૮માં થયેલો છસરાકાંડ કચ્છની ગુનાહિત બાજુને ઉજાગર કરે છે.
આ વર્ષે ભાઈજાનને ઈદી નહીં મળે..!
કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશ લોકડાઉન થવા મજબૂર બન્યો.
'મામલતદાર સાયબ, અમે પોંચી જ્યા..!'
આ સત્યઘટના આગોતરા આયોજન વિના જાહેર થયેલા લોકડાઉને વતનથી દૂર કમાવા ગયેલા ગરીબોને કેવી કફોડી હાલતમાં લાવીને મૂકી દીધા હતા તેનો કરુણ દસ્તાવેજ છે. એમાં સામાન્ય માણસનો સંતાનપ્રેમ, વતનઝુરાપો, લાચારી તો છે જ, સાથે એક અધિકારી અને સરકારી સિસ્ટમ જો ધારે તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ કેવી રીતે જરૂરિયાતમંદને લોકોને મદદરૂપ થઈ શકે છે તેનું ઉમદા ઉદાહરણ પણ છે...
કોરોનાનો ભય જ મજૂરોને ભાગવા માટે મજબૂર કરે છે
કચ્છમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રોજીરોટી કમાવા આવ્યા છે. ખેતીવાડી અને ઉદ્યોગોનો પ્રાણ જ પરપ્રાંતીય મજૂરો છે. અહીં આવીને બે પાંદડે થયા હોવા છતાં કોરોનાનો ભય આ લોકોમાં એટલી હદે વ્યાપક બન્યો છે કે તેઓ કમાવાની તકો છોડીને પણ પોતાના વતન જવા તલપાપડ બન્યા છે.
ડર કે આગે જીત હૈ
ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, હાલ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તે નિયંત્રણ થતાં લાંબો સમય લાગશે, જેથી કોરોના વાઇરસ વચ્ચે જીવન પસાર કરવું પડે તેવા સંજોગો છે. લૉકડાઉન તો ખૂલી જશે, પરંતુ તેનાથી કોરોના નાબૂદ થશે તેવી માન્યતા રાખવી મૂર્ખતા છે. કોરોનાની સામે સલામતીનાં પગલાં માટે સતત સાવચેતી રાખવી પડશે.
ઘઉં સ્વાથ્ય માટે સારા કે નુકસાનકર્તા?
છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકી હૃદયરોગ નિષ્ણાત ડૉ. વિલિયમ ડેવિસનું પુસ્તક હીટ બેલી ભારે ચર્ચામાં છે. આ પુસ્તકમાં ઘઉને લગતી માહિતી આપવામાં આવી છે, જેમાં ઘઉં સ્વાથ્ય માટે હાનિકારક છે અને તેથી તે ન ખાવા જોઈએ તે સંદર્ભની વાતો કરવામાં આવી છે. પુસ્તકમાં જણાવાયું છે કે ઘઉં અને ઘઉંની બનાવટો આરોગવાથી મેદસ્વિતા, મધુપ્રમેહ અને દયને લગતી બીમારીઓ થાય છે. ડૉ. ડેવિસે તેમના પુસ્તકમાં લખ્યું છે કે ઘઉં અને તેની બનાવટો ન ખાવી જોઈએ. ઘઉં સ્વાથ્યને નુકસાન કરે છે. હવે આ પુસ્તકને કારણે લોકો અસમંજસમાં મુકાઈ ગયા છે કે ઘઉં ખાવા જોઈએ કે નહીં. હવે જ્યારે ઘઉં ભરવાની સિઝન આવી છે ત્યારે આ પ્રકારની વાતો લોકોને મૂંઝવણમાં મૂકનારી સાબિત થાય તે સ્વાભાવિક છે. આ પુસ્તકમાં કેટલું તથ્ય છે, સાચું છે કે ખોટું છે આવો જાણીએ,
'સાહબ, ચિટિંગ હુઈ હૈ..!'
કોરોના વાઇરસને કારણે લાદવામાં આવેલા લોકડાઉને એક પત્રકાર તરીકે મને માનવજીવનનાં એવાં અનેક પાસાંઓનો ભેટો કરાવ્યો જેની અગાઉ કદી કલ્પના પણ નહોતી કરી. આવી જ એક કરુણ ઘટનાના ત્રીજા તબક્કાના લોકડાઉનમાં સાવ અજાણતા જ સાક્ષી બનવાનું થયું તેની આ વાત છે.
બાળકોના કંટાળાનો ઉત્તર મધર્સનો પરફેક્ટ શિડ્યુલ
કોરોનો મહામારી સામે લડવા માટે હાલના સમયમાં લોકડાઉન જ શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યો છે. જોકે, આ સમયગાળો મોટાભાગની વ્યક્તિઓ માટે હવે અસહ્ય બની રહ્યો છે અને તેમાંય ખાસ કરીને બાળકો માટે લોકડાઉન જાણે પરીક્ષામાન સાબિત થઇ રહ્યો છે. બાળકોના કંટાળાને દૂર કરવા, તેમને માનસિક પરેશાની કે હતાશામાં ગરકાવ થતાં રોકવા માટે હાલના સમયમાં દરેક માતા-પિતા સતત પ્રયત્નો કરી રહી છે, જેથી બાળકોનું શિડ્યુલ એવું સેટ થાય કે બાળક કંટાળે પણ નહીં અને હસતા હસતા આ સમય પસાર કરી નાંખે.